RSS

Monthly Archives: એપ્રિલ 2012

ગુણવંત શાહ


  1. શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી. માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે. મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને જ્ઞાન દ્વારા મળનારી પીડામાંથી બચાવી લે છે.
  2. એક બાબત સમજી લેવા જેવી છે. તમે જો થોડાક સાચાબોલા હો અને વળી આત્મવિશ્વાસથી ભરેલા હો, તો આસપાસના ઘણા લોકોને તમે દુ:ખી કરતા હો છો.
  3. જે વ્યક્તિ તોતડી હોય તેને જ સમજાય છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનું કામ કેટલું મુશ્કેલ છે. લોકો એની મશ્કરી ઉડાવે છે. કેટલાક લોકો પ્રશ્નો પૂછીને એની પાસે અઘરા શબ્દો બોલાવડાવે છે, જેથી તોતડું બોલનાર અપમાનિત થાય. સમાજ સતત કોઇનો આત્મવિશ્વાસ ખતમ થાય તેની પેરવી કરતો રહે છે. માનશો? કોઇએ મને પૂછ્યું, ‘શું તમે કાયમ તોતડાવ છો?’ જવાબમાં મેં આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘ના, ફક્ત બોલું ત્યારે જ.’ આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે.
  4. તમે ગંભીર હોવાનો ડોળ કરી શકો છો, પરંતુ તમે હસમુખા હોવાનો ડોળ કરી શકતા  નથી
Advertisements
 
1 ટીકા

Posted by on એપ્રિલ 30, 2012 in ગુણવંત શાહ

 

યાદ


આજે પાછી એ યાદ આવી રહી છે .. !!

રહી રહી ને મને સતાવી રહી છે .. !!

કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !!

પણ પોતે જ એની યાદ થી રડાવી રહી છે મને .. .. !! ♥

 
 

ભીખ


મંદિરની બહાર જો કોઈ પાથરણાં પાથરીને માગે એને આપણે ભિખારી કહીએ, પણ મંદિરની અંદર જો કોઈ ખોળો પાથરીને માગે તો આપણે એને ભક્તના રૂપકડા નામે ઓળખીએ છીએ..!!

 
Leave a comment

Posted by on એપ્રિલ 26, 2012 in સરસ

 

ટૅગ્સ:

રાજી થવાનું અઘરું નથી


આપણે આપણા રોજિંદા કૌટુંબિક જીવનમાં અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે કોઈ મારી લાગણીને સમજતું નથી. હું સૌના માટે ઢસરડા કરું છું છતાં કોઈને મારી કદર નથી. આપણી ફરિયાદ વાજબી હોય તોય, આપણું વર્તન ખોટું હોય છે. બીજાઓની લાગણી સમજવામાં આપણે જરાય કચાશ ન રાખવા કટિબદ્ધ થઈએ એ જરૂરી છે. કશીક ગેરસમજ હોય, કોઈ પૂર્વગ્રહ હોય તો એ દૂર થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ અને આપણી નિષ્ઠા વહાવતા રહીએ. ધારો કે, કોઈ વખત આપણને ધારેલું રિઝલ્ટ ન મળે એવું ય બને. તોપણ આપણે આપણાં સ્વજનોને જરાય અન્યાય નથી કર્યો, તેમની ઉપેક્ષાઓ વેઠીનેય તેમને સુખી કરવા કોશિશ કરી છે એવા સંતોષ સાથે જગતમાંથી વિદાય લેવાનું સદભાગ્ય તો મળશે ને ! એટલુંય ઓછું નથી હોં ! વિદાયની ક્ષણે-મૃત્યુની ક્ષણે આપણને જરાય ‘ગિલ્ટ ફીલ’ ન થાય તો સમજવું કે જીવનનો ફેરો સફળ થયો !

 

 
Leave a comment

Posted by on એપ્રિલ 26, 2012 in સરસ

 

ટૅગ્સ:

-કલાપી-


અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ

જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી
અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ

જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ

જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં
બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી
ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ

ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો
બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે
અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં
અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ

જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા
અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા
મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ

અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી
પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ

-કલાપી

 
 

જીવનનો બોધપાઠ


‎******જીવનનો બોધપાઠ******

એક માણસને ચાર પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈના વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પૅર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, ત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.
તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘‘પૅરનું’ ઝાડ કદરૂપું, વાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : ‘ના, એ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : ‘હું તમારા બંન્નેથી સહમત નથી. પૅરનું વૃક્ષ તો સુંદર, સુગંધિત પુષ્પોથી લદાયેલું હતું અને એનું સૌંદર્ય અદ્દભુત અને અનુપમ હતું, જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’ સૌથી યુવાન પુત્રે આ બીજા કોઈ ભાઈ સાથે સહમત ન થતા કહ્યું, ‘એ તો પાકટ વૃક્ષ હતું, જે ફૂલોથી ભરેલું અને જીવનના અને સંતોષના પ્રતીકસમું હતું.’
માણસે પોતાના બધા પુત્રોને કહ્યું કે તેઓ બધા પોતપોતાની રીતે સાચા હતા, કારણ કે તેમણે દરેકે તે વૃક્ષની એક ઋતુ જ જોઈ હતી. તેણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, કે એ વૃક્ષ વિશે કે પછી કોઈ મનુષ્ય વિશે પણ તેની ફક્ત એક બાજુ જોઈને અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેમના હોવાનો અર્થ કે સુખ, દુ:ખ, પ્રેમ જેવી લાગણી, જે તેમના જીવનમાં આવે છે તેનું માપ કે સરવૈયું તેમના જીવનના અંતે જ કરી શકાય, જ્યારે બધી ઋતુઓ પૂરી થઈ ગઈ હોય. જો તમે શિયાળામાં હિંમત હારી જશો, તો વસંતની આશા અને વસંતનું વચન ચૂકી જશો. ઉનાળાનું સૌંદર્ય અને પાનખરની સંતુષ્ટતા, પૂર્ણતા પામી શકશો નહીં.
સાર : ફક્ત એક ઋતુની વેદનાને બાકીની ઋતુઓના આનંદનો નાશ કરવા દેશો નહીં. જીવનને ફકત એક વિકટ ઋતુ દ્વારા મૂલવશો નહીં. મુશ્કેલીના સમયગાળામાં ટકી રહેશો તો સુખના સારા દિવસો પાછળથી જરૂર આવશે જ.

 

પાનુ એક નાનુ, સાચવ્યુ છે છાનુ માનુ,


પાનુ એક નાનુ, સાચવ્યુ છે છાનુ માનુ,
ગણસો ના એને સાવ નકામુ,
લખ્યુ છે એમા મે મારી લાગણી ઓ નુ નામુ,
ને રાખ્યુ છે એને મારી નજરો ની સામુ,
પાનુ એક નાનુ સાચવ્યુ છે છાનુ માનુ.