RSS

Monthly Archives: મે 2012

મને…..


ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– ‘બેફામ’ , બરકત વીરાણી

Advertisements
 

ક્યાં છે એટલો વિશ્વાસ ?


પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,
ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ…!

આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,
પણ ભરતોફાને હાથ આપે તે પ્રેમ…!

લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?
જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે પ્રેમ…!

વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,
જે સાથ સાથે સહકાર આપે તે પ્રેમ…!

આંખોને જળ તો ઘણાં આપી જાય,
જે સ્નેહનું ઝરણું વહાવે તે પ્રેમ…!

જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,
પણ ભરબપોરે શીતલ છાંય આપે તે પ્રેમ…!

સપનાને સંજોગતા તો રાત વીતી જાય,
પણ સપનાંના સાકારની સવાર આપે તે પ્રેમ…!

એમ શબ્દોના સહારે તો હર કોઈ મંજીલ તારે,
જે મૌન કેરી ભાષાએ સંવાદ સાધે તે પ્રેમ…!

એમ લખવા બેસું તો ઘણું લખાઈ જાય,
પણ જે શબ્દોમાં પણ ના સમાય તે પ્રેમ…!

પ્રેમમાં છે આખી સૃષ્ટિ, પ્રેમ વિના જીવવું હવે કેમ ?
કે પ્રેમમાં વસું છું હું હરદમ, ને મુજમાં વસે છે પ્રેમ…!

 

જન્મદિન


જન્મદિન એક એવો દિવસ છે કે આવે ત્યારે બીજાઓ રાજી થાય છે, પણ આપણો રાજીપો બાળક હોઈએ ત્યાં સુધી જ ટકે છે. બાળક તરીકે હજુ આખો આઈસ્ક્રીમ બાકી છે, એવી લાગણી રહે છે. મોટા થતા જઈએ એમ આઈસ્ક્રીમ ઓગળતો ચાલે છે. ત્રીસી ક્રોસ કર્યા પછી હવે આઈસ્ક્રીમ કેટલો ઓછો રહ્યો છે, એની ચિંતા સતાવવા લાગે છે ! ;) આમ પણ, બર્થ ડેઝ શરૂઆતમાં આવતા હોય ત્યારે જીંદગીના મેઘધનુષ પર ગલોટિયાં ખાવાનો રોમાંચ રહે છે. સપનાઓના પતંગિયા પાછળ દોડવાનું જોમ ઉભરાય છે.

ધીરે ધીરે રોશની વિખરાય છે. રાતના અંધકારમાં ટમટમતાં સિતારાઓ ખરતા જાય છે. ધ પાર્ટી ઇઝ ઓવર. ઘણાને જન્મદિનની ઢળતી સંઘ્યાએ જેમ જુવાન હોઈએ, તેમ ‘વઘુ એક વર્ષનું જીવન ઓછું થયું’ વાળો વિષાદ સતાવે છે. પેલો સેલિબ્રેશનનો ઉત્સાહ તો શું, સમય પણ રહેતો નથી. બચપણના દોસ્તો દૂર દૂર ખોવાઈ ગયા હોય છે. આપણો ય સમય વહેચાઈ ગયેલો હોય છે. હવે બીજાઓના જન્મદિન પરાણે યાદ રાખવાની ફોર્માલિટી નિભાવવી પડે છે. સામા માણસને જરા સારું લાગે ને ! ભલે ને, બર્થ ડે રિમાઈન્ડર માટે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં તારીખો સેટ કરવી પડે ! (આજે ફેસબુકમાં અપડેટ જોવી પડે!)

 
 

ટૅગ્સ:

હિંમતની બે વ્યાખ્યા


હિંમતની બે વ્યાખ્યા છેઃ
અન્યાય થતો હોય ત્યારે બધા વચ્ચે ઊભો થઈને સાચી વાત સાફ સાફ સંભળાવી દે અને હિંમત એનું પણ નામ છે, જ્યારે પોતાની ભૂલ થઈ હોય ત્યારે બેસીને બીજાની વાત શાંતિથી સાંભળી પણ લે..!!

 
Leave a comment

Posted by on મે 21, 2012 in સરસ

 

ટૅગ્સ:

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી


અમે ચાંદો સૂરજ રમતા’તા
રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં
ચીભડે મને બી દીધાં

બી બધાં મે વાડમાં નાખ્યાં
વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો
ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું
મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું
બાદશાહે મને ઘોડો આપ્યો

ઘોડો મેં બાવળિયે બાંધ્યો
બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી
ટીંબે મને માટી આપી

માટી મેં કુંભારને આપી
કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો
કૂવાએ મને પાણી આપ્યું

પાણી મેં છોડને પાયું
છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં પૂજારીને આપ્યા
પૂજારીએ મને પ્રસાદ આપ્યો

પ્રસાદ મેં બાને આપ્યો
બાએ મને લાડવો આપ્યો
એ લાડવો હું ખાઈ ગ્યો
ને હું આવડો મોટો થઈ ગ્યો !

 

ટૅગ્સ:

પપ્પાને જોઈએ પરિણામ


પપ્પાને જોઈએ પરિણામ ને
મમ્મીને જોઈએ હોમવર્ક
છે ઘરમાં બધું જ છતાંય
મને લાગે એ નર્ક

પપ્પાને મોટો ઍન્જિનિયર ને
મમ્મીને જોઈએ ડૉક્ટર
હું તો છું દીકરો
કે પછી હૅલિકોપ્ટર ?

ભણવું મારે શું ભવિષ્યમાં
એ નક્કી કરે છે કોણ ?
નથી હું એકલવ્ય પણ
હું છું મારો દ્રોણ

કોણ કહેતું’તું ગાંધીજીને કે
રાષ્ટ્રપિતા કેમ બનાય
મારે તો થવું છે માણસ
કહો પિતાજી, કેમ થવાય ?

સ્કૂલ છે કે કતલખાનાં આ
જ્યાં લાગણી રોજ દુભાય!
લાગણી વગરનાં બાળકો તો
રમકડાં જ કહેવાય !

 
 

ટૅગ્સ:

સરસ શાયરી


 • પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ
  કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ
  આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ
  ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ
 • આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું …
  જીવન-જીવન …મૃત્યુ-મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું …
  મને નથી ખબર કે મોહબ્બત ની જળ ધારા ક્યાં જાય છે …
  મારી ખુશી તને અર્પણ ..તારા ગમ પીવા માંગુ છું
 • એ તો હમેશા રેહતી હતી મારી નજરોનજર,
  પણ હાથવગી વસ્તુની કોણ કરે છે કદર,
  એ મને છોડી જશે એની ના હતી ખબર,
  આજે એની જુદાઈની વર્તાય છે એવી અસર,
  કે જીવનરૂપી સાગરમાં લહેર ઉઠે છે પસ્તાવાથી સભર,
  કોઈ તો જઈને કહી દે એને કે-
  જીવન જીવવું નિર્થક છે મારું હવે એના વગર
 • અજીબ વાત છે દોસ્તો-
  કોઈ કોઈના દુખમાં થાય છે દુખી,
  તો કોઈ કોઈના દુઃખમાં મનાવે છે ખુશી,
  તરસ્યાને પાણી મળતું નથી કદી,
  ને ખારાશવાળી થવા સાગરમાં ભળે છે નદી
 • તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
  નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.
  હજારો છે દુશ્મન અહીં મારા માટે, પુછે છે
  કે “તું કેમ જીવે છે એક માટે ?
 • સમજ્યા વગર કોઈ ને પસંદ ના કરો,
  સમજ્યા વગર કોઈ ને ગુમાવી પણ ના દિયો
  કેમ કે ફિકર દિલ માં હોઈ છે શબ્દો માં નહિ,
  અને ગુસ્સો શબ્દો માં હોઈ છે દિલ માં નહિ…
 • સંબંધ એ નથી કે, તમે કોની પાસે થી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો?
  પણ સંબંધ તો એં છે કે, તમે કોના વિના કેટલી એકલતા અનુભવો છો.
 • મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું,
  રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું,
  ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર,
  કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.!!!
 

ટૅગ્સ: