RSS

Monthly Archives: જૂન 2012

ભાવ-અભાવ


સુખ નો પણ એક ભાર હોય છે,
દુખ પણ ક્યારેક એક આધાર હોય છે.

લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે,
લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે.

કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે,
વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે.

સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય છે,
શબ્દોની પણ કાતિલ એક ધાર હોય છે.

મન મા ભટ્કતા અનેક વિચાર હોય છે,
ક્યારેક ભટકી જવા માજ શાર હોય છે.

તબિબો પણ આમતો ઘણા બિમાર હોય છે,
દિલ જીતનારના હાથમા કયાં તલવાર હોય છે?.

અમિરો ને પૈસાની બહુ ભરમાર હોય છે,
પણ તેનો ક્યાંકોઇ સાચો દિલદાર હોય છે?.

જીવતા આદમી નું કલેજુ ઠંડુગાર હોય છે,
કબરમા સુતેલ હૈયામા પણ ધબકાર હોય છે.

ગગન નો વરસાદ મંદ મથાર હોય છે,
અશ્રુ ના શ્રાવણ ભાદરવા ચૌધર હોય છે.

મન્દિરમા જઇ ભિખ માંગતા શાહુકાર હોય છે,
રસ્તે રઝ્ડતો ભિખારિ વધુ ખુદાર હોય છે.

દુનિયા દારી નો રોકડો વેપાર હોય છે,
દારિયાદિલના ખાતે બોલતું ગણુ ઉધાર હોય છે.

રાજાઓ ના મહેલો પણ નર્કાગાર હોય છે,
રંક્ના દિલમા પણ ભરાતા દરબાર હોય છે.

નાની મોટી અથડામણો તો બેસુમાર હોય છે,
વિચારો નો ટ્કરાવ ઘણો ગમખ્વાર હોય છે.

રુપૂમતિ ઐશ્વરિયાઓ પાસે કિમતી હાર હોય છે,
સાધુને તો સાદગીજ એક અલંકાર હોય છે.

નેતાઓની વાણીમા ઠાલા વચનોનો રણકાર હોય છે,
પીડાતી પ્રજાનુ મૌન એક ચિત્કર હોય છે.

Advertisements
 

ઝૂકનારો જીતે


સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !

 

યુ ટર્ન….


યુ ટર્ન….
બહુ સાંભળેલો શબ્દ છે અને એ રસ્તા પર જોવા મળે છે ..ક્યાંક યુ ટર્ન લેવાની મનાઈ હોય છે તો ક્યાંક તમે ગમે ત્યારે લઇ શકો છો …આવું જિંદગીમાં પણ થાય છે હેંને ….તમે દિવસ દરમ્યાન કે રાત્રે પણ ગમે ત્યાં ગયા હો પણ એક ઘર નામના સ્થળે યુ ટર્ન લઈને આવી જ જાવ છે ….ઘર એટલે ઈંટ માટી ગારા નહીં પણ કોઈ ફૂટપાથ કે ઝાડનો છાંયો કે ગામની ભાગોળ પણ હોઈ શકે ….પણ સમય નામની ઘડિયાળને ચોવીસ કલાક હોતા નથી ..એતો આપણે આપણી અનુકુળતા માટે કરેલી શોધ છે ..એતો બસ આગળ ચાલ્યા જ કરે છે ક્યારેય યુ ટર્ન લેતી નથી ….પણ આપણી જિંદગીમાં કેટલાક તબક્કા જરૂર આવે છે જેને તમે યુ ટર્ન તરીકે ઓળખી શકો છો ..આપણે બાળક હતા ..અને આપણે ત્યાં બાળકનો જન્મ થવાની ઘટના બને છે ..ત્યાર બાદ એ બધું જ આપણા જીવનમાં ફરી ઘટિત થાય છે પણ ખાલી પાત્રો બદલાઈ જાય છે …તમે ધંધો વ્યવસાય કરતા હો તો કૈક ભૂલ કે સંજોગથી ચડતી માંથી પડતી કે પડતી માંથી ચડતી જેવા યુ ટર્ન આવ્યા કરે છે ..પણ જિંદગી અટકતી નથી …રાત દિવસની ઘટમાળની જેમ …
સંબંધોમાં પણ આવા યુ ટર્ન આવે છે ..આજે એક ભાણે ખાવાના સંબંધો ક્યારેક એક બીજાના મોં પણ જોવા ના ગમે એટલા કથળી જાય ,આજનો દોસ્ત   કાલે પાક્કો દુશ્મન બની જાય અને દુશ્મન દોસ્ત બની જાય એવા યુ ટર્ન ….લાંબી દોસ્તી પછી પ્રેમનો એહસાસ અને એકરાર પછી કરેલા પ્રેમલગ્ન ક્યારેક ક્યારેક અહં નામના વાયરસને કારણે છૂટાછેડામાં પરીણમતો યુ ટર્ન બની જાય છે ..
આ બધા યુ ટર્નમાં આપણે બીજા લોકો સાથે સામેલ હોઈએ છીએ ..પણ ક્યારેક આપણે આપણી અંદર જ ભીતર જ યુ ટર્ન લેવા પડે છે ..આપણા સિદ્ધાંતો સાથે આપણી મહેચ્છાઓ સાથે કરાતા સમાધાનો આમાં સામેલ કરી શકાય …પણ આમાં સંજોગો નામનું પરિમાણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે …
પણ મારે વાત કરવી છે એક એવા ખુદમાં લેવાતા યુ ટર્નની કે જે આપણે સંપૂર્ણપણે સ્વેચ્છાએ લઈએ છીએ ….અને એ ખુબ અઘરો પણ હોય છે …કે જિંદગીના અમુક તબક્કે જયારે એવું લાગે કે હા હવે જે ઈચ્છ્યું હતું તે બધું હાસલ કરી લીધું છે , અથવા તો જે ઈચ્છ્યું હતું તે ભલે નથી મળ્યું પણ હવે એની પાછળ વ્યર્થ દોડ્યા કરવાને બદલે કદાચ કૈક બીજી લાઈફ પણ જીવી લઈએ ..નહીં તો બાવાના બેઉ બગડ્યાનો ઘાટ થશે

 
Leave a comment

Posted by on જૂન 29, 2012 in સરસ

 

ટૅગ્સ:

ક્યારેક


”ક્યારેક કવિતા લખતા, શબ્દો ખૂટે છે,
ક્યારેક જીવન જીવતા, શ્વાસ ખૂટે છે…

ક્યારેક આંખ ખુલતાં સ્વપ્ન તૂટે છે,
ક્યારેક સમય ની રેખાઓ બદલાય છે…

ક્યારેક કોઈ ની યાદ માં આંસુઓ સરે છે,
ક્યારેક મુઠ્ઠી ખોલતા રેંત સરકે છે…

ક્યારેક થોડી ગેરસમજ થી સબંધ રૂઠે છે,
ક્યારેક થોડાં વિશ્વાસ થી દુનિયા જીતાય છે…”

 

પ્રેમ એટલે….


પ્રેમ એટલે સમય વહેતો અટકી જાય તેવી લાગણી !
પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી !
પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી !
પ્રેમ એટલે જીવન સાર્થક થયાની લાગણી !

પ્રેમ એટલે ઓરડી જેમાં સૃષ્ટી સારી સમાણી !
પ્રેમ એટલે દોરડી જેણે ગાગર ને કુવે ડુબાડી !
પ્રેમ એટલે ભવેભવ ભેગા થવાની માગણી !
પ્રેમ એટલે તારી અને મારી મીઠી કહાણી

 

આપનું મુખ જોઇ મનમાં થાય છે,


આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

 

જ્યાં યાદ તમારી આવે છે;


જ્યાં યાદ તમારી આવે છે;
ત્યાં મનડું મારૂં મુંઝાય છે,
કેવી રીતે કહું તમારા વિના;
મારા કેવા દિવસો જાય છે,

દિવસ તો આખો કામમાં જાય છે;
રાતના અંધકારમાં તમારો ચહેરો દેખાય છે,

ખુલ્લી આંખે તમારા સ્વપ્ન આવે છે;
આંખ મીંચાતા નિંદ્રા પણ અદ્રશ્ય થાય છે,

ચારે તરફ સદાય તમારો જ ભાસ થાય છે;
હ્દયની અંદર તમારો અનુભવ થાય છે,

સૂરજમુખી અને ચાતકની તડપ;
હવે અનુભવાય છે,
જીવનમાં પ્રેમનું મહત્વ;
હવે સમજાય છે.