RSS

સો રૂપિયાની નોટ

28 Jun

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમા…ં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.
‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા.

‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કીંમત ઘટશે નહીં. અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કીંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ – આ વાત ક્યારેય ન ભૂલતા.’

 

One response to “સો રૂપિયાની નોટ

  1. bhgirath kanani

    October 12, 2012 at 8:16 pm

    i like it very much………………………… wow…..

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: