RSS

Monthly Archives: September 2012

રજતપટ પર સુવર્ણકાવ્યો કંડારતા સર્જક યશ ચોપરા !


planetJV

વર્ડપ્રેસ પર સાત દિવસ ઈમેજ અપલોડમાં પ્રોબ્લેમ રહ્યો, અને વિઝ્યુઅલ વિના કેટલીક પોસ્ટ મને નમક વિનાની રસોઈ જેવી લાગે એમાં એક વીકનો ફરજીયાત બ્રેક આવી ગયો. ખેર, આજે યશ ચોપરાના જન્મદિને સંગીતપ્રેમી સંશોધક પત્રકારમિત્ર રાજીવ વિજયકરનો આ તરણ આદર્શે મુકેલો આ અંગ્રેજી  લેખવાંચવા જેવો છે, અને સાથોસાથ ૮ વર્ષ પહેલા લખેલો મારો આ ગુજરાતી લેખ જરા-તારા અપડેટ કરી મુકું છું. ૮૦ વર્ષ અને કારકિર્દીની આખરી ફિલ્મની પ્રતીક્ષા સમયે આ મહાન સર્જક અને પ્રેમના પયગંબરને યાદ કરવા આપણી ફરજ ગણાય. એમની ફિલ્મોનું એનાલીસીસ, મ્યુઝિક, એની સારી-નરસી અસર, ઉદયપ્રેમ, યશરાજ ફિલ્મ્સનો અમુક ફોર્મ્યુલામાં અતિરેક , નાયિકાને કવિતા બનાવી સિફોન સાડીમાં રજુ કરવાની એમની રંગીન દ્રષ્ટિ, જેવી  કેટલીય વાતો થઇ શકે. પણ પિયુષ મિશ્રાથી જયદીપ સાહની જેવી સાહિત્યિક ટેલન્ટસને બેસવાની ડાળ આપતા આ વડલાનું હોવું આપણા માટે કેવું અગત્યનું છે , બસ એની જ થોડીક વાતો આ લેખમાં છે. એમની વડવાઈઓ પર હિંચકા ખાઈ મોટા થયેલા ભાવક તરીકે…લેખના છેડે શાહરુખનો ઇન્ટરવ્યુ…

View original post 2,100 more words

 
Leave a comment

Posted by on September 30, 2012 in Uncategorized

 

Tags:

તારી મુલાકાત


વિવિધ રંગો

 

 

તારું મને

હંમેશ

આમ અલપ ઝલપ  મળી

ને જતા રહેવું

તે જોઇને

ઘણીવાર એમ થાય છે કે

તને મારા હૃદયમાં

ફીટ કરી દઉં

જેથી તું ક્યાય જાય જ નહિ

પણ સાથે

એવો વિચાર પણ આવી

જાય છે કે

મારું તને ફીટ કરવું

કદાચ તારા મારી પ્રત્યેના

પ્રેમને

ગુંગળાવી મારશે

ને પછીના તારા અબોલા

અસહ્ય હશે…..

ચાલ  જવા દે,

તું તો ઉડતું પંખી છે

તને તારું ગગન મુબારક

મારે તો બસ તું મારી ડાળ પર આવીને બેસે

તેવી અલપ ઝલપ મુલાકાત જ

બસ છે……

 

View original post

 
Leave a comment

Posted by on September 24, 2012 in Uncategorized

 

Tags:

કરોડપતિ નહિ, ગણપતિનું જ્ઞાન આપતી ક્વીઝ !


ગણેશ ભગવાન વિષે સરસ મજા નો લેખ અને મને ખુબ જ ગમેલો લેખ જય વસાવડા ના બ્લોગ માંથી રી બ્લોગ કરું છું…

planetJV

કૃષ્ણ, હનુમાન, શિવ, રામની હારોહાર ભારતમાં મોસ્ટ પોપ્યુલર પાંચમા ભગવાન હોય તો એ છે – આપણા લાડકા દુંદાળા દુઃખભંજણા ગૌરીપુત્ર ગણેશ ! મરાઠીમાંથી ગુજરાતી નાટકોનું ઘોડાપુર આવી ચડ્યું, એમ મહારાષ્ટ્રમાં ભલે ગુજરાતી નામ લાગેલા પાટિયાં પર કૂચડો ફેરવી દેવાય, સર્વસમાવેશક જાતિ ગુજરાતી મહારાષ્ટ્રમાંથી ગણેશોત્સવ પણ લઈ આવી છે ! આવું જ ચાલ્યું તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સમર વેકેશનને બદલે મોન્સૂન વેકેશન શરૂ થઈ જશે ! પાંચ દિવસ જન્માષ્ટમીના દસ દિવસ ગણેશોત્સવના, નવ નોરતાને એક દશેરાના દસ દિવસ તો ખરા જ, અને પછી દિવાળીની છુટ્ટીઓ ! કામ ન કરવાના અને મોજ મનાવવાના આપણને તો બહાના જ જોઈતા હોય છે !

ગણપતિઉત્સવની ઇન્ટરેસ્ટિંગ બાબત બાજુવાળાને બતાડી દેવાના શક્તિપ્રદર્શન માટે ઉભા થતાં નિત્યઘોંઘાટિયા પંડાલો નથી. પોલિટિકલ માઈલેજ મેળવવા કે બિઝનેસ કનેક્શન બનાવવા માટે થતી ભવ્ય આરતી-પ્રસાદની મહેફિલો નથી. એ છે, ભગવાનને ઘેર બોલાવવાની મસ્ત મજાની વાત. જેમાં કોઈ દોસ્તાર કંપની આપવા રોકાવા આવે, અને ઇશ્વરીય ચૈતન્યને ઘેર માનભેર બોલાવી, એની સંગાથે રમતા-જમતા એને…

View original post 1,827 more words

 
Leave a comment

Posted by on September 21, 2012 in Uncategorized

 

Tags:

છેલ્લો સીન…!!!


બહુ જ સરસ વાત કરી તમે…. અને બધા ને લાગુ પડે એવી વાત છે… ખૂબ ખૂબ જ અભિનંદન

 
Leave a comment

Posted by on September 13, 2012 in Uncategorized

 

Tags:

લગ્નેતર સંબંધ નું કારણ


જે પત્ની પહેલાં આવી નહોતી એ હવે ‘આવી થઈ ગઈ છે’ એની પાછળનાં કારણોમાં ઊતરવાની ભાગ્યે જ કોઈ પતિદેવને પડી હોય છે. ‘સ્વભાવ બગડી ગયો છે’ એટલું કહીને પરિસ્થિતિની બહાર નીકળી જતા પતિદેવો કાં તો વધુ કામ કરવા લાગે છે અને મોટા ભાગનો સમય ઓફિસમાં ગાળે છે. બીજા કિસ્સામાં લગ્નેતર સંબંધ બંધાય છે. સફળ મિડલએજ પુરુષ સાથે સંબંધ જોડવા આતુર એવી કેટલીય યુવાન સ્ત્રીઓ આ સમાજમાં મળી આવે છે અને ત્રીજા કિસ્સામાં પુરુષ પણ સમય સાથે હતાશાનો ભોગ બને છે. એને પણ વાતે વાતે ગુસ્સો આવવા લાગે છે. નાની નાની વાતોમાં ઓછું આવવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષ શારીરિક રીતે વધુ ઝડપથી નકારાત્મક વલણ અપનાવી લે છે. પુરુષ માટે કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો એની પોતાની જાગ્રત અને તીવ્ર કામેચ્છા સિવાય સંભવ નથી. સ્ત્રી સમર્પણ કરીને પણ પરિસ્થિતિને થાળે પાડી શકે છે. મનથી હતાશ થયેલો પુરુષ શારીરિક રીતે પણ ભાંગી પડે છે. આવા સમયે સ્ત્રીને લાગે છે કે, ‘હવે પતિને મારામાં રસ નથી.’ શરીર આપીને પતિને ‘મનાવી’ લેવાનો પ્રયાસ આવી સ્ત્રીઓ કરે છે, પરંતુ માનસિક રીતે હતાશ પતિ શારીરિક રીતે પણ ભાંગી પડ્યો હોય છે અથવા ‘બીજી સ્ત્રી’ સાથેના સંબંધને કારણે પત્નીના પ્રયાસો છતાં સંભોગ કરવામાં સફળ થતાં નથી. એક-બે પ્રયાસો પછી સ્ત્રીની હતાશાનું પ્રમાણ વધે છે, તેથી ક્રોધ અને નિરાશા ઉમેરાતાં એનું વર્તન વધુ બગડે છે. આવા સમયે માંડ માંડ પોતાની જાતને એકઠી કરીને ઊભો થવા મથતો-લગ્નમાં ગોઠવાવા મથતો પુરુષ ફરી એક વાર વિખરાઈ જાય છે. આવા કિસ્સાઓમાં લગ્નેતર સંબંધનો ભય વધી જાય છે. ટોસ્ટોસ્ટેરોન નામનું દ્રવ્ય પુરુષમાં કામેચ્છા જગાડે છે. એને ઈચ્છા તો થાય છે, પરંતુ પત્ની સાથેના કડવા પ્રસંગો યાદ આવતા એ પરફોર્મ કરી શકતો નથી. આમાં એને પોતાના પુરુષત્વની હાર લાગે છે. એથી પુરુષત્વ પુરવાર કરવા માટે એ લગ્નેતર સંબંધ તરફ વળે છે !

 

તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?


શબ્દોનાં વન, તારા નામનો પવન પછી જીવવાનું કેવું મજાનું
આ ગીતો તો ક્યારનાંય શોધે છે સાજન, તમને મળવાનું બહાનું…..

દર્પણ પૂછે છે રોજ, આંખો લૂછે છે રોજ, ચહેરો ખૂટે છે એક ગમતો
ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું કે નવો પડછાયો મૂકવો છે રમતો.

કાનમાં કહું છું પેલા વાયરાની વાત, એમાં સંભળાતું નામ તારું છાનું…….

પીંછું પણ સામેથી મોરને શોધે છે એવા દિવસોને કહેવું પણ શું ?

ગીતોને પંક્તિની પાંખો ફૂટે એમ ઊઘડે છે આસપાસ તું
તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?

….અંકિત ત્રિવેદી

 

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ


અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

 

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ