RSS

સંગ તેવો રંગ

12 Oct

જેવો સંગ તેવો રંગ ને જેવી સોબત તેવી અસર. સોબતથી સારા ગુણ આવે અને આપણી આબરૂ વધે. જ્યારે ચોરના સંગથી કદીક બે રૂપિયા મળે પણ આબરૂને ઘસારો લાગે અને પોલિસની ઝપટે ચડી જઈએ તો મેથીપાક પણ ખાવો પડે. માટે બાળ મિત્રો, હર હંમેશ સારા મિત્રોનો જ સંગ કરવો. સંગની અસર ચોક્કસ થાય થાય ને થાય જ.
ઈટાલી દેશના મીલાન્‌ શહેરનો એક પ્રસંગ છે. તે શહેરમાં એક મોટો ચિત્રકાર હતો. તેણે વિચાર કર્યો કે મારે માણસનું ચિત્ર દોરવું છે. પરંતુ તે માણસનું ચિત્ર હવે છતાં તેમાં દેવનાં દર્શન થાય. પછી તેવા માણસની તેણે શોધ ચલાવી. એક દિવસ તેવો માણસ મળી ગયો. સામે બેસાડીને તેનું ખૂબસુરત ચિત્ર તૈયાર કર્યું. પછી તે ચિત્રનું નામ રાખ્યું ‘ગોડ ઈન મેન’ (માણસમાં ભગવાન) તે ચિત્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું અને તેમને પુરસ્કાર મળ્યો.

આઠ વર્ષ પછી ફરીથી તે ચિત્રકારને થયું કે, ‘હવે હું એવું ચિત્ર તૈયાર કરું કે તે ચિત્ર માણસનું હોવા છતાં તેમાં શેતાન દેખાય. ‘ડેવીલ ઈન મેન’ (માણસમાં અસુર) એવી વ્યક્તિને શોધવા તે લાગ્યો. સમય જતાં એક માણસ તેણે જોયો. તેથી તેને બોલાવીને કહ્યું, ‘મારે માણસમાં શેતાન દેખાય એવું ચિત્ર દોરવું છે, માટે આપની પસંદગી કરું છું, આપ મારે ત્યાં પધારો.’ પેલો માણસ ગયો તેથી તેનું ચિત્ર પેલા ચિત્રકારે દોર્યું તો બરાબર તેવું જ થયું. ‘ડેવીલ ઈન મેન’ માણસમાં શેતાન!
આવું ચિત્ર જોઈને પેલો માણસ જોર જોરથી રડવા લાગ્યો. તેથી ચિત્રકારે રડવાનું કારણ પૂછ્‌યું ત્યારે પેલો માણસ બોલ્યો? ‘આઠ વર્ષ પહેલાં તમોએ મનુષ્યમાં દેવનાં દર્શન થાય એવું ચિત્ર દોર્યું હતું તે હું પોતે હતો અને આજે મનુષ્યમાં શેતાન દેખાય એવું ચિત્ર દોર્યું તે પણ મારું છે.’ ચિત્રકાર આવી વાત સાંભળી આશ્ચર્ય પામી ગયો અને તેનું કારણ પૂછ્‌યું ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું, ‘જ્યારે તમોએ આઠ વર્ષ પહેલા મારું ચિત્ર દોર્યું ત્યારે હું નિત્ય મંદિરે જતો હતો. સંતોના સંગમાં હતો. મારામાં કોઈ વ્યસન, ફેલફતુર ન હતા. મારો એક પરિવાર હતો. મારી જંિદગી સુખમય હતી. મારા મુખ પર તેજ હતું. જ્યારે આઠ વર્ષ પછી આજે હું બીડી, દારૂ, માંસ, વ્યભિચાર આદિ વ્યસનો અને કુકર્મોથી ભરપૂર છું. આ વ્યસનોથી મારા મુખ પર તેજ ચાલી ગયું. પરિવાર છિન્નભિન્ન થઈ ગયો. હું રોડ ઉપર ભિખારીની જેમ ફરું છું. આ બઘું પતન મારું કુસંગે કરીને થયું છે. ખરાબ મિત્રો મળી ગયા માટે થયું છે. હું આજે માણસ હોવા છતાં શેતાન જેવો લાગું છું.’

વાંચ્યું ને! માણસ હોવા છતાં દેવ જેવો લાગતો હતો તેજ વ્યક્તિ માણસ હોવા છતાં શેતાન જેવો લાગવા લાગ્યો આનું કારણ શું? સંગ!

માનવી પોતાના જીવનને જેવું બનાવવું હોય તેવું બનાવી શકે છે. પોતાના જીવનને ડુંગળી જેવું બનાવી શકે અને ગુલાબ જેવું પણ બનાવી શકે. ગુલાબનું પ્રત્યેક પડ આપણે ખોલતા રહીએ તો તેની મહેંક આપણને આનંદ આપી જાય. જ્યારે ડુંગળીના પડને ખોલીએ તો આંખમાં પાણી લાવી દે.હવે! વિચાર આપણે કરવાનો છે કે આપણે આપણું જીવન ગુલાબ જેવું બનાવવું છે કે ડુંગળી જેવું? સારો સંગ કરીશું તો આપણું જીવન ગુલાબ જેવું બનશે, ખરાબ સંગ કરીશું તો જીવન ડુંગળી જેવું બનશે.સારા સંતના સમાગમમાં રહેવાથી દિવસે-દિવસે આગળ વધાય છે અને ખરાબ માણસોના જીવનથી દિવસો આપણા જીવનની પડતી થાય છે.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: