RSS

Daily Archives: નવેમ્બર 6, 2012

એક ચપટી પ્રેમ


રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.

એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.
રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી… કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.
Advertisements
 

” તૂજ મારી મા ”


“મા” “મા” “મા”
બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો “મા”., ♥
સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા ”
સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘
મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા”

ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” મારી એકલાની મા ”
કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો ” પ્લીઝ , મા ”
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો ” જો ને, મા ”
ફોરેન ગયો તો યાદ આવતી ” હમેશાં તારી, મા”
સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું ” હવે શું થશે મા ?”
પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું “ખમ્માં ખમ્માં ”
આજે દિલ ખોલીને કેહવા માંગું છું “ઓરે મા ”
ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યુંહોય તો ” માફ કરજે મા”
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ માં બને ” તૂજ મારી મા ” ..!
 

ભગવાન પૃથ્વીનું સર્જન કરવા બેઠા અને શું થયું?


ભગવાન પૃથ્વીનું સર્જન કરવા બેઠા અને શું થયું?.

 

source : સુરતી ઊંધિયું

 
Leave a comment

Posted by on નવેમ્બર 6, 2012 in Uncategorized