RSS

Daily Archives: નવેમ્બર 12, 2012

સાલ મુબારક


બંને ફોટા ની ડીઝાઇન બનાવનાર : હીના કુલાલ…  નો ખુબ ખુબ આભાર માનું છું.   

 
9 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 12, 2012 માં Very Nice

 

ટૅગ્સ:

પાગલપણાનું પાણી


એક રાજ્ય હતું. રાજા પણ સારી રીતે અને શાંતિ થી રાજ ચલાવતો હતો. રાજ્ય માં સુખ સમૃદ્ધિ પણ સારા હતા . એવામાં રાજ્ય ને કોઈ ની નજર લાગી ગઈ. રાજા ના એક દુશ્મન જાદુગર એ નગર ના કુવા માં એવી જાદુઈ દવા નાખી દીધી કે જેથી બધા પાગલ થઇ જાય. નગર ના બધા જ લોકો એ કુવા માં થી જ પાણી પિતા હતા. બીજા દિવસે નગર ના બધા જ લોકો એ પાણી પી ને પાગલ થઇ ગયા, પણ રાજા અને તેનો પરિવાર તેમના મહેલ માંના કુવા નું જ પાણી પિતા હતા જેથી જાદુગર ની મેલી મુરાદ બર ના આવી અને રાજા અને તેનો પરિવાર પાગલ થવા માં થી બચી ગયા.  પરંતુ નગરના લોકો તો એ પાણી પી ને પાગલ થઇ ગયા હતા, જેથી રાજા જે કોઈ પણ હુકમ કે આદેશ આપે તેને લોકો ગણકારતા નહિ. અને બધા વાતો કરવા લાગ્યા કે રાજા કેવા વિચિત્ર હુકમો આપે છે! આવા હુકમો મનાય નહીં. એ લોકોએ એ આદેશો પર ધ્યાન જ ના આપ્યું. એમને લાગ્યું કે રાજા પાગલ થઇ ગયો છે અને સાવ અર્થહીન હુકમો આપે છે. બધા રાજાના મહેલે પહોંચ્યા અને માંગણી કરી કે રાજા ગાદીત્યાગ કરે.

            રાજા હતાશ થઇ ગયો. એ ગાડી છોડવા તૈયાર થઇ ગયો, પણ રાણીએ એને અટકાવ્યો અને કહ્યું, ચાલો આપણે પણ નગરના કૂવાનું પાણી પીએ એટલે આપણે પણ આ લોકો જેવા થઇ જઈશું. રાજારાણીએ નગરના કૂવાનું પાણી પીધું. પાગલપણાનું પાણી પીધું. હવે રાજાએ પણ અર્થહીન વાતો કરવા માંડી. રાજ્યની પ્રજાને પસ્તાવો થયો ‘ આ રાજા તો સારો છે. કેટલું બધું ડહાપણ છે એનામાં ! એને રાજ્ય ચલાવવા દઈએ.’ લોકોએ રાજાના ગાદીત્યાગની માંગણી છોડી દીધી. હવે રાજ્ય શાંતિ થી ચાલવા લાગ્યું. જો કે એ રાજ્યના લોકો તેમના પાડોશી રાજ્યો કરતા જુદી રીતનું વર્તન કરતા. આમ રાજાએ જીવનભર રાજ્ય કર્યું.

 

ટૅગ્સ:

Best of Web-2012-વર્ષ ૨૦૧૨ની અદભુત ક્ષણો!


"સુરતી ઉંધીયુ"

.

૨૦૧૨ નું વરસ હવે પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે જે થોડા સુંદર નઝારાઓ  બધાએ સ્ક્રીન ઉપર જોયા તેની ઝલક જોઈને ૨૦૧૨નાં વરસના સુખદ સ્મરણોને વાગોળી લઈએ.

.

.

View original post

 
Leave a comment

Posted by on નવેમ્બર 12, 2012 માં Uncategorized