RSS

Daily Archives: નવેમ્બર 21, 2012

અકબર બીરબલ


હેનશાહ અકબરે એક દિવસ બધા દરબારવાસીયો માટે ભોજન રાખ્યું, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈ ને પરેશાન થઇ ગયો, આથી તેણે શહેનશાહ પાસે માફી માંગી અને કહ્યું કે : ” મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું ખાઈ શકું એમ નથી, તમારી આજ્ઞા માની નહિ શકું.” એટલામાંજ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઇને લલચાયું. બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી.

તેને આ રીતે કેરી ખાતો જોઇને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે? તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલ ને બોલાવ્યો. બીરબલ સમજી ગયો એમના ક્રોધનું કારણ, તે અકબર ની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો ” જયારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિ માં પણ બધાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવીજ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે, તમારી જેમજ છે ફળો નો રાજા. તેથી તેને જોઇને પેટમાં જગ્યા બની જ જાય છે.”
તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઇ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઇ ગયો.

Advertisements
 
Leave a comment

Posted by on નવેમ્બર 21, 2012 in બાળવિભાગ