RSS

મુંબઈ માં લાસ્ટ દિવસ

30 નવેમ્બર

મારી હસતી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી

            આજે મુંબઈ ઓફીસ માં લાસ્ટ દિવસ છે. અને કાલે સાંજે મુંબઈ માં પણ. જીંદગી ના ૧૮૮૭ દિવસ (૫ વર્ષ ને ૨ મહિના) મુંબઈ માં રહ્યો. ઘણું શીખવા નું મળ્યું, બહુ જ જાજા અનુભવ પણ થયા     ( સારા અને ખરાબ પણ ). ઘણી બધી યાદો લઇ ને જઈ રહ્યો છું મુંબઈ ની, બહુ જ સારા મિત્રો અને શુભેચ્છકો પણ મળ્યા છે. ઓફીસ માં ટ્રાન્સફર મળી અને સાથે બહુ જ ટુંકો સમયગાળો મળ્યો નવી જગ્યા એ જોઈન કરવા નો. એટલે બધા મિત્રો ને શુભેચ્છકો ને મળવા નું શક્ય પણ નથી બન્યું એનો અફસોસ રહેશે. સામાન પણ બહુ જ બધો હતો, અડધો તો બે દિવસ પહેલા મારો મિત્ર આવ્યો હતો એની સાથે મોકલી દીધો હતો, એટલે હવે એટલી નીરાત છે. મુંબઈ માં ઘણા બધા રૂમ પાર્ટનર મળ્યા, જે હું તમને દરેક નો અલગ અલગ પરિચય કરાવીશ. 

             મુંબઈ છોડી રાજકોટ જવા માટે બહુ જ મનોમંથન કર્યું હતું, પછી મક્કમ બની ને નિર્ણય લઇ લીધો. હવે એના ફાયદા અને ગેરફાયદા તો ત્યાં ગયા પછી જ ખબર પડશે. પણ એક વાત નો સંતોષ થશે કે ૧૧ વરસ પછી મમ્મી પપ્પા સાથે રહેવા મળશે. જાજો સમય એકલો રહી ને હવે હું પણ થાક્યો હતો. અને એમની પણ તબિયત સારી નથી રેતી હવે, તો એ પણ બહુ કેતા હતા. પણ ત્યાં ગયા પછી બધી જ આઝાદી છીનવાય જવાની છે મારી. મારે અહી કોઈને હું ક્યાં જાવ છું, ક્યારે આવીશ જેવા પ્રશ્નો ના જવાબ નાતા આપવા પડતા, પણ હવે એ બધું શરુ થવાનું છે. એ બધું જ વિગતે જણાવીશ. ચાલો અત્યારે તો અહી થી જ આપની રજા માંગું છું. 
            હા એક વાત કેવા ની તો ભૂલી જ ગયો. મુંબઈ ને અને મારા બધા જ મુંબઈના મિત્રો તથા શુભેચ્છકો ને એક જ વિનંતી કરું છું કે શરૂઆત ની શાયરી ની જેમ મને ભૂલી ના જતાઅને મારી કોઈ ભૂલ થઇ ગઈ હોઈ તો માફ કરી દેજો અને તમારા આશીર્વાદ અને સાથ સહકાર મને હમેશા રાજકોટ બેઠા પણ મળે એવી પ્રાથના કરું છું. મારી મુંબઈ માં શરૂઆત બહુજ સારી થઇ હતી એની જેમજ મારો મુંબઈ નો છેવટ નો સમય પણ સારો ગયો છે જેનો સંપૂર્ણ જશ મારા રૂમ પાર્ટનર અને મારા સાથી કર્મચારીઓ નો બહુ જ મોટો હાથ છે કે એ બધા એ મને એમના પરિવાર ની જેમ મારી સંભાળ રાખી છે અને મને દરેક મુશ્કેલી માં સાથ આપ્યો છે. આપણા નાનાથી નાના અનુભવમાં માનવતાનો આખો ઈતિહાસ છુપાયેલો હોય છે એવું આ બધા એ સાબિત કર્યું છે. 
અમારી આપને દરકાર તો છે,
ખુદાનો શુક્ર થોડો પ્યાર તો છે. 
ચેતન ઠકરાર

 

 
 

4 responses to “મુંબઈ માં લાસ્ટ દિવસ

  1. hinakulalhradaymaruchegujrati

    ડિસેમ્બર 1, 2012 at 1:20 એ એમ (am)

    બેસ્ટ ઓફ લક નવી શરૂઆત માટે !!

    Like

     
  2. અમિત પટેલ

    ડિસેમ્બર 1, 2012 at 10:01 એ એમ (am)

    All the best !!!

    Like

     
  3. kavadhiren

    ડિસેમ્બર 4, 2012 at 5:49 પી એમ(pm)

    બેસ્ટ ઓફ લક ફોર ન્યુ જર્ની…

    Like

     

Leave a reply to hinakulalhradaymaruchegujrati જવાબ રદ કરો