RSS

જે મારા નસીબમાં નથી તેના માટે શું રડવુ !

15 Dec

જે મારા નસીબમાં નથી તેના માટે શું રડવુ !
ભલે પ્રેમને માની છે જિંદગી પણ શું કરવુ !
 
અજાણ્યાની ચાહતમાં ઓળખીતા ગુમ થયા,
મન બીજા કોઈનુ ન થયુ તો હવે શું કરવુ !
 
વાયદા ભલે કર્યા હોય ભવોભવ સાથે રહેવાના,
બે પળ સાથે ન ચાલ્યા તેના માટે શું મરવુ !
 
કરી લીધા રસ્તા અલગ જેણે પોતાની ઈચ્છાથી,
રસ્તાનો પથ્થર બની તેને હવે મારે શું નડવુ !
 
ખબર છે કોઈ રાહ જોવાવાળુ નથી હવે કશેય,
જે રાહ છોડીને આવ્યા ક્યારનાય ત્યાં શું વળવુ !
 
બહું જીવી લીધુ કલ્પનાની દુનિયામાં આજ સુધી,
જે કદી હકીકત ન બને તેવા શ્વપનો શું ઘડવુ !
 
આગળ વધવાનુ કહે છે મન બધુ જ ભૂલાવીને,
હશે કઈંક વધુ સારુ, હવે ઈશ્વરથી પણ શું લડવુ !
 
માનું છું તેના પહેલા અને પછી કોઈ નહીં હોય,
પ્રેમ કર્યો તો કર્યો મારે હવે શું ડરવુ !
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: