RSS

પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે.

27 ફેબ્રુવારી

પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે.
જિંદગી આખી તું મારી સાથે ગાળી પણશકે.
આંખથી આંખો પરોવી ના શકે તો શું થયું!
‘હા’ કહેવા માટે પાંપણ નીચી ઢાળી પણ શકે.
છે ગઝલ મારી છતાં તારી જ એમાં વાત છે.
વાત મારી માનીને એને તું ટાળી પણ શકે.
પ્રેમ હો કે બંદગી ;દર્શનની રીતો એ જ છે.
બંધ આંખે તું મને હરપળ નિહાળી પણ શકે.
તારો છે ખામોશ એની જિંદગી તારી જ છે.
ચાહે તો અજવાળે ચાહે તો તું બાળી પણ શકે.

અજ્ઞાત

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 27, 2013 માં Poems / कविताए

 

1 responses to “પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે.

  1. Daxesh

    ઓક્ટોબર 27, 2016 at 11:57 એ એમ (am)

    bapu Dil ni vaat lakhi nakhi tame to…

    Like

     

Leave a comment