RSS

Monthly Archives: માર્ચ 2013

શાયરી અને કવિતા નો મેળો – 1


ઘણા દિવસ થી એક સાથે નાની નાની શાયરી અને કવિતાઓ (મને ગમતી) એક જ પોસ્ટ માં પોસ્ટ કરવા નું વિચારતો હતો. આજે એ પૂરું કરવા જઈ રહ્યો છું. જેમાં ડો. અખ્તર ખત્રી, રાજુ કોટક, ગીતા દોશી, કુલદીપ કારીયા, અજ્ઞાત , વગેરે ની છે. લગભગ બધા ની મંજુરી લઇ ને જ મૂકી છે. છતાં પણ કોઈ રચનાકાર ને વાંધો હોઈ તો જણાવવા વિનંતી. તેને તરત આ પોસ્ટ પર થી દુર કરી દેવા માં આવશે.
કાયમ બધા વાયદા નિભાવ્યા છે તમે,
બધા ક્ષણોને યાદગાર બનાવ્યા છે તમે,
તેટલે તો ચાહું છું ખુદના જીવથી વધુ,
ફક્ત તમને જ મનમાં વસાવ્યા છે અમે.

*******

ઘડીઓ ઓછી પડે તે પહેલા આવી જજો,
ધડકનો ઓછી પડે તે પહેલા આવી જજો,
ટેરવે ગણુ છું આપણા જુદાઈના દિવસો રોજ,
આંગળીઓ ઓછી પડે તે પહેલા આવી જજો.

*******

કિનારે પહોંચવાની આશા તૂટેલા વહાણ સાથે કરું છું,
દુખના પહાડ ચઢવાની આશા સીધા ચઢાણ સાથે કરું છું,
તમે છો સાથે તો કોઈ ડગમગાવી નહીં શકે મને કદી પણ,
ઈશ્વરથીય લડી લઈશ આ ઘોષણા ઈશ્વરને જાણ સાથે કરું છું.

*******

સપનુ જોઈશ અને તૂટશે તો વાંધો નથી,
તને પામીને શ્વાસ ખૂટશે તો વાંધો નથી,
ભરોસો છે મારા પ્રેમ પર મને તોય કહું છું,
મારો થઈ તૂ મને લૂટશે તો વાંધો નથી.
*******
કાશ !

ઉદાસ હું બેઠો હોઉં,

તે ઍક્દમ પાછળથી આવી,

મારી આંખો પર હાથ મૂકે અને કહે,

”ઓળખી જાવ તો હું તમારી,
ન ઓળખી શકો તો તમે મારા ”

*******

મારી મનાવવાની કળા ઍટલી પસંદ છે તેમને,
વગર કારણે જ ઘણી વાર રિસાઈ જાય છે તે.

*******

તમને ભૂલી જાઉં તે શક્ય નથી,
અજમાવશો ન કદી,

માણસ આંધળો પણ થઈ જાય તો
આંસુ વહેવાના બંધ નથી થતા.

*******

અશ્રુ ની વર્ષા થઇ ને સ્વપ્ન ધોવાઇ ગયા,
અમે તમને શોધતા રહ્યા અને તે ખોવાઈ ગયા,
જીવન ભર પ્રેમ કરતા રહ્યા મીરાં કૃષ્ણને અને,
કૃષ્ણ રાધા માં ખોવાઈ ગયા….

*******

તમે પણ આઈનાની જેમ જ બેવફા નીકળ્યા,
જે પણ સામે આવ્યુ બસ તેના જ થઈ ગયા.

*******

છોડી તો દીધો તમે પણ
તે ન વિચાર્યુ,

હવે જૂઠૂ બોલશો તો
જૂઠી કસમો કોની ખાશો ???

*******

સગાઓના તીર દરેક વખતે
નિશાન પર લાગ્યા,

બહારનાઓને તો ખબર જ ક્યાં હતી
ક્યાં વધુ દૂખશે !

*******

બોલો તો અધરોથી ફુલ ખરે,
પલકોમાં સેંકડો શ્વપ્નો સરે,
અસંખ્ય મળશે દીવાના તમને,
મારા જેવુ ઍકેય નહીં મળે.

*******

મને હવે તને યાદ કરવુ ગમતુ નથી,
ઝખ્મોને ખોતરવાનુ હવે નથી ગમતુ,
આશાઓ ખોટી ઠરી તારા આગમનની,
જિંદગીને છેતરવાનુ હવે નથી ગમતુ.

*******

આંખોમાંથી અશ્રુઓ ખંખેરીને
આવ્યા તેઓ મળવા મને ,

ઓઢણી તેની મારી વફાદાર હતી
તો કહી દીધુ મને.

*******

લાગી કોની મને નજર છે ?
કે તારી બદદુઆની અસર છે ?
કોઇ જોતૂ નથી તારા છોડ્યા પછી,
ખાલીખમ આ દીલનુ નગર છે.

*******

હ્રદય રોજ થોડુ થોડુ તૂટી રહ્યુ છે,
કશૂક તો કંટકની જેમ ખુંચી રહ્યુ છે.
સતાવે છે કોઈ શ્વપનોમાં આવીને,
મનની શાંતિ રોજ કોઈ લૂટી રહ્યુ છે.

*******

દીવાઍ દોસ્તી
કરી લીધી
આગથી
પ્રકાશની ચાહમાં……….

જેમ મેં
પ્રેમ કર્યો
તમારાથી
જિંદગીની ચાહમાં………….

*******

દુનિયા તો મૂર્ખ બની જાય છે
મારા હસવાથી,

માત્ર થોડાક લોકો છે
જે આંખોમાં ભીનાશ પારખી લે છે

*******

હું
તારું જુઠ્ઠું બોલેલું
એટલે સાચું માની લઉં છું
જેથી,
તું આ જ સહજતાથી
મારી સાથે ફરી ખોટું બોલી શકે…..

*******

માથા સુધી ખેંચી ચાદર તો, પગ ખુલ્લા રહી ગયા,
ખેંચાખેંચ લાગણીની પણ, લાગે છે આમ જ થતી હશે….
-Saket Dave…

*******

ન કહેવાય, ન સહેવાય…..

તારે
લાંબો સમય કોઈની સાથે
સ્મિતભરી વાતો કરતાં પહેલા
મારી થોડી થોડી, નાની નાની
મિડલ-ક્લાસ ઈર્ષ્યા વિષે
જરા વિચારી લેવું જોઈએ…..
-Saket Dave…

*******

જે થાકી ગઈ છે ,તું એને વધુ થકાવ નહીં,
નવા તમાશા જૂની આંખને બતાવ નહીં.
-ગુણવંત ઠક્કર

*******

સમજણનો સોયદોરો જો આરપાર થાશે,
ફાટેલ જિઁદગીની તો સારવાર થાશે.
-ડૉ. હરીશ ઠક્કર

*******

જો ફૂલની ઉપર સુઇએ તો
એ પહેલી રાત કહેવાય છે
અને જો
ફૂલો આપણી ઉપર સુવે તો
એ આખરી રાત કહેવાય છે ..

*******

રોજ સરી જાય છે સમય, આમ જ કચડીને !
બસ જીવ્યે જવાય છે ‘ગ્રીવા’, મારી મચડીને !!
– ગ્રીવા.

*******
આવે મઝા આ જીવન જીવવાની એટલે ….
Meeting……મૌત ની સાથે fix કરી છે….
*******
અટકી જવુ સારુ લાગે છે સમયને પણ,
તમે જ્યારે પણ સાથે હોવ છો તો.
ભટકી જવુ સારુ લાગે છે હ્ર્દયને પણ,
તમે જ્યારે પણ સાથે હોવ છો તો.

*******

પ્રમાણિકતા તેમને જ પરવડે છે
જે દિલથી અમીર અને ઉદાર હોય,

કેમકે પ્રમાણિકતાની કીમત ચૂકાવવી
દરેકના વશની વાત નથી.

*******

“તેમને ઍવો વહેમ કે
હું જીવ નહીં આપી શકું તેમના માટે,

અને

મને ઍવી બીક કે
તે રડશે ચૌધાર આંસુ સાથે મને અજમાવીને”

*******

હ્રદયે લખાયેલ નામ ક્યાં ભૂંસાય છે,
જુદાઈ આપીને કુદરત પણ હરખાય છે,
અલગ રહીને પણ એક સાથે રહે પ્રેમીઓ,
અને ત્યારે જ તો સાચો પ્રેમ પરખાય છે.

*******

ગરીબો ધનની ભીખ માંગે છે,
અમીરો દુઆની ભીખ માંગે છે,
પ્રેમીઓની વાત અલગ હોય છે,
તે તો બસ પ્રેમની ભીખ માંગે છે.

*******

આબરુના કાંકરા
કરી નાંખ્યા
વિધાતાની,
રહું છું તેની સાથે
જે કિસ્મતમાં નથી,

ભલે કલ્પનામાં
પણ તે સાથે તો છે,
મારી કલ્પના પર
તો વિધાતાનો
કોઈ અસર
નથી થવાનો.

*******

होते हैं सौदे… जाने किस किस तरह के …
हवा तक बिक जाती है यहाँ …गुब्बारों में भर कर… !!

*******
कभी वक्त मिला तो तेरी झूल्फें सुलझा दूँगा…
अभी तो में उलझा हूँ वक्त को सुलझाने में…

*योगेश ठाकर

*******

ભીંજાવુ એ મને હવે કોઠે પડી ગયું છે,
વરસાદમાં કે પછી તારી મીઠી યાદમાં…

*******

ચાલો માફ કર્યા તમને
મને ભૂલાવી દેવા માટે !

કે યાદ તો કરશો
કોઈ મળ્યુ હતુ મારા જેવુ કદી.

*******

તે પૂછે છે
કોણ છું હું તેમનો !

હવે મને પણ લાગે છે
કોણ છું હું તેમનો ?

*******

અદ્દલ વાદળ જેવી છે આ જિંદગી,
વરસી જાવ અને પૂરી આ જિંદગી.

કદી હર્ષના આંસુ તો કદી દુખના,
વરસી જાવ અને પૂરી આ જિંદગી.

*******

દરિયાથી છુપાવી મોતી લાવ્યો છું,
છીપલામાં છુપાવી પ્રેમ લાવ્યો છું,
આ લાગણીઓ પ્રેમતણી સ્વીકારો,
જોઈલો દરિયા જેટલો પ્રેમ લાવ્યો છું.

*******

શબ્દો તીર જેવા તેના સહી ગયા,
નહીં કહેવા જેવુ ઘણુ તે કહી ગયા,
ઝખ્મો તો રુઝાઇ ગયા ધીરે ધીરે,
તો પણ ડાઘ ઘણા હજુ રહી ગયા.

*******

ઓ નદી !

મળે કદી જો સમુદ્રને
કહેજે કે
ખારાશની દીવાની હું
એકલી નથી
બીજુ કોઈ પણ છે જેણે
વસાવી છે એટલીજ
ખારાશ આંખોમાં
પોતાના સુખ વેચીને !

*******

પ્રેમ સિવાય કઈ કરવાનું બાકી નથી,
હું તને પ્રેમ કરું છું એટલું કાફી નથી?……………રાજુ

*******

#ChetanThakrar

#+919558767835

 

શાયરી અને કવિતા નો મેળો – ( દીપા સેવક )


તારી આંખોમાં મારા સપનાએ ઘર કરી લીધું છે
એવું સપનું મને આજ વહેલી સવારના આવ્યું…

*******

તારી ચાહતને મારે ચાહવી છે
અમાસ પછી હરદિન વધતા ચાંદની જેમ
અને પછી પ્રાર્થના કરું કે પૂનમની રાતે દુનિયા થંભી જાય…

*******

તારી થીજેલી લાગણી અરમાન મારા ઠારી દે છે
બસ એક આશા તને પામવાની મને ઉગારી દે છે….

*******

વાર્તા તને કહેવી હતી વિરહમાં વીતેલી રાતોની
પણ અફસોસ તું સપનામાં પણ આવ્યો નહી …

*******

હૃદયમાં તું હજુ છે એટલે તો ધડકન ચાલુ છે
નહિ તો તારા ગયા પછી જિંદગી થંભી ગઈ છે…

*******

રહી નથી શકાતું એક પલ પણ તને ચાહ્યા સિવાય
સનમ તે કોઈ રસ્તો જ ક્યાં છોડ્યો છે તારા સિવાય…

*******

तेरी आंखोके किये हर सवाल का जवाब था हमारे पास
पर तेरे ख्वाबो को तोड़ने से डरते थे इसलिये खामोश रहे.

*******

सोचना तुम्हे तनहाईमें अब मेरी आदत बन गयी है
तुमसे प्यार ही अब मेरे लिए इबादत बन गयी है ..

*******

मुज से बेवफाई की वजाह जानने की बजाय
खुद से पूछ ले एक बार वफाने तेरा साथ क्यों छोड़ा ?

*******

મને એમ કે તે આંખોમાં મને જિંદગીભર માટે સમાવી લીધો
પણ તને તો જરાક વાંકું પડ્યું ત્યાં આખોને આખો આંસુમાં વહાવી દીધો..

*******

ડોર પર નોક કરીને હવે શું કામ ખોટી ફોર્માલીટી કરે છે
તું રહેવા આવ્યો હૃદયમાં તો ક્યાં પૂછ્યું હતું મને?….

*******

સુખમાં તું મને સંભારે એવી આશ નથી મને
પણ દુઃખમાં તારા તું જરૂર સંભારજે મને
બાકી મારી દુઆ તો હંમેશ એજ હોય છે કે
તારા દામનમાં સુખ સદા વસવાટ કરે અને
તારે કદી દુઃખમાં ના સંભારવું પડે મને….

*******

તારા ગયા પછી દિન રાત તડપાવતી તારી યાદનો વારસો મારે નથી જોયતો
કંઈક આપવું જ હોય તો તારા સ્મરણોથી આઝાદી આપ તારા હાથમાં હોય તો….

*******

લખેલી છે પ્રતીક્ષા કિસ્મતમાં તોય કિસ્મત સારી છે
તારી યાદોમાં વીતતી એકે એક પળ પુંજી મારી છે …

*******

તું નહિ આવે એવી ખબર છે તો ય રાહ જોઉં છુ
મારી યાદનું એકાદ વાદળ તને ભીંજવે અને તું આવે ..

*******

સહારો તારી યાદનો કાફી છે એક જીવન માટે
આવતા જનમની વાત રાખ આવતા જનમ માટે …

*******

તું ભીંજાય વરસાદમાં ને હું ભીંજાઉ તારી યાદમાં
જે મહેક છે તારી યાદમાં.. એવી ક્યાં હશે કોઈ વરસાદમાં?..

*******

મને જતી રોકવાનું કારણ બની ગયું
જે તું ના કરી શક્યો તારું આંસુ કરી ગયું

*******

મારા હકનું છે જે મને આપવું હોય તો આપ પ્રેમથી
દયા કરીને આપેલું દાન લેવાની મને આદત નથી …

*******

#ChetanThakrar

#+919558767835

 

… બનેજ નહીં.


આ જિંદગીમાં હું થાકું કદી, બનેજ નહીં,
રહેમ જિંદગીથી માંગું કદી, બનેજ નહીં.

મેળવ્યુ ઘણું જે ન્હોતુ મળવાનુ ક્યારેય,
લડત નસીબને ન આપું કદી, બનેજ નહીં.

કાણા કરીનેય વાદળમાં તરસ છિપાવી,
મૃગજળની પાછળ ભાગું કદી, બનેજ નહીં.

આકાશથી ઉંચી છે ઈચ્છાઓ કાયમથી,
ને સફળતાથી ઓછું ચાહું કદી, બનેજ નહીં.

પોતે ખુશ રહેવુ, બીજાને ખુશ રાખવા છે,
કોઈને દુખી, નિરાશ રાખું કદી, બનેજ નહીં.

 

હું તને બેહદ પ્રેમ કરું છું.


સાંભળ, વાદળોની ગર્જના કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, પારેવાના ટહુકાઓ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, હ્રદયના ધબકારા કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, હવાનો સળવળાટ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, વરસાદના ટીપાઓ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, મેઘધનુષની ઉપર લખ્યુ છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, સમુદ્રની લહેરો બૂમો પાડે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, ફૂલો પરનુ ઝાંકળ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

 

પિતા….


પિતા….

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.

પણ ક્યા ય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે…. આવા પિતાઓ સમાજમાં એકાદ- બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.

તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.

તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ  વાપરશે.

સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે…!

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને …

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે…!

માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,  પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે…!

પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે…!

પિતા માંદા પડે ત્યારે તરત જ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે.
કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ  હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે…!
ખેંચ ભોગવીને પણ બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે …!

કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના  પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી…!

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી …!

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે…!

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે…!

દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?

બસ હવે વધુ કઈ નહિ લખી શકું ……I LOVE MY FATHER.

જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં- બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે …!

 

Osama Laden – poem in Gujarati


Osama Laden – poem in Gujarati

EK HATO OSSAAMAA..

PADIYO MOTAA LOCHAAMAA

PAADYAA TOWER AMERICAMAA

PACHI BHAAGYO GUFAAMAA

BOMB PADYAA GUFAAMAA

TOYE BACHI GAYO OSSAAMMAA

PAKISTAN KAHE AAVIJAA ANE RAHE MOJ MAJAAMAA

KOY NAHIN AAVE AHIN TAARI KHOJMAA

TYAAN AAVYO OBAAMAA

AKKAL HATI E DOBAAMAA

GOTI LIDHO OSSAAMAA

GOLI MAARI DIDHI MAATHAAMAA

ANE NAAKHI DIDHO DARYAAMAA

MARI GAYO OSSAAMAA

RAAJI THAYO OBAAMAA

BADHAAYE JOYUN TV MAA..

( mobile par thi post kari hova thi gujarati ma type nathi kari sakyo)

 

તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા..(અકબર અને બિરબલ )


એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.?

બિરબલ બોલ્યો જહાપનાહ આપણા રાજ્યની વાત છોડો આખી દુનિયાના ઘરોમાં પત્નીનું જ રાજ ચાલતું હોય છે પતિ તો બિચારો બહાર બડાશ મારે તેટલું જ બાકી ઘરમાં એનું કાંઇ ના ચાલે. પણ બિરબલ ના આવા જવાબથી બાદશાહને સંતોષ ના થયો તેમણે કહ્યું બિરબલ હું આ વાત નથી માનતો તારે મારી જોડે શરતમાં આવવુ પડશે જો હું હારુ તો હું મારી મુંછો મુંડાવી નાખીશ પણ બિરબલ જો તું હારે તો તારે તારી મુછો મુંડાવી નાંખવી પડશે. બિરબલે કહ્યું ઠિક છે જહાપનાહ કાલે વાત. બિરબલે તરત જ રાજ્યમાં ઢંઢેરો પિટાવી નાખ્યો કે આ રાજ્યના અતિ મહત્વ ના પ્રશ્ન માટે રાજ્યના સર્વે પરણીત પુરુષોએ રાજ દરબારના ક્રીંડાંગણમાં કાલે સવારે હાજર થવાનું છે.

વાત વાયુવેગે ફેલાઇ ગઇ ને બીજા દિવસે રાજયના તમામ પરણીત પુરુષો નો જમાવડો થઇ ગયો .પછી તરત જ બિરબલે કહ્યું કે ભાઇઓ અહીંયા સ્ટેજની એક બાજુ એક સરસ પાણીદાર ઘોડા છે અને બીજી બાજુ સરસ લાલ ઉંચી જાતના સીમલાથી મંગાવેલા સફરજન છે. અહીંયા જેના ઘરમાં પત્નીનું ચાલે છે તેણે સફરજન લઇ નીચે ઉતરી જવાનુ છે અને જે વીરપુરુષ પત્નીનું નથી માનતો તેને આ પાણીદાર ઘોડો આપી નવાજવામા આવશે. પણ જે કોઇ ખોટુ બોલશે તેને કડક મા કડક સજા કરવામા આવશે. થોડીવારમાં તો સફરજન ફટાફટ ખાલી થવા માંડ્યા .કોઇ જોખમ લેવા માંગતુ નહોતુ. બાદશાહની મુંઝવણ વધતી જતી હતી ને બિરબલ મનમાં ને મનમાં મલકાતો હતો. ત્યાં જ અચાનક બાદશાહના મોંઢા પર ચમક આવી.

બિરબલે જોયું તો એક જણ ઉભો થઇ ઘોડા તરફ આગળ વધ્યો બાદશાહે તેને બોલાવી પીઠ થાબડી ને ખેશ પહેરાવી સન્માન કર્યુ ને ઘોડો આપી રવાના કર્યો. બાદશાહે બિરબલ સામે જોયું ને મુછો પર તાવ દિધો જોયું બિરબલ રાજ્યમાં બધાય કાંઇ જોરુ ના ગુલામ ના હોય. બિરબલે નીચુ જોયું. સમારોહ સમાપન સુધી આવી ગયો પણ પછી કોઇ માઇ નો લાલ ઉભો ના થયો. દરબાર ખાલી થઇ ગયો બાદશાહ બોલ્યા બિરબલ હજામ ને બોલાવુ હવે?

બિરબલ કાંઇ બોલે ત્યાં તો પેલો ઘોડાવાળો પાછો આવતો દેખાયો બિરબલ પાસે આવી સલામ કરી કહેવા લાગ્યો બિરબલજી આ ઘોડો પાછો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો ને. બિરબલે પુછ્યું કેમ ભાઇ આમા સુ ખરાબી છે.? તો પેલો ભાઇ બોલ્યો બિરબલજી મારી પત્ની ને સફેદ ઘોડો પસંદ છે એટલે તમે આ કાળો ઘોડો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો.!

આ સાંભળી બિરબલ ના મોઢા પર ચમક આવી ગઇ ને તરત જ બોલ્યો સિપાહીઓ આને કેદ કરી નાખો.પછી બિરબલ તરત જ બાદશાહ સામે જોયુ ને કહ્યું કે રહેવા દેજો જહાપનાહ હજામ ને ના બોલાવતા કારણ કે મુંડાયેલી મુંછોમા તમે સારા લાગશો નહીં ને રાણી સાહેબા પાછા તમને રાણીમહેલમા આવવા નહીં દે આટલું બોલ્યા પછી તરત જ બિરબલે મુંછ પર તાવ દિધો. બિરબલની વાત સાંભળી બાદશાહે તરત જ નીચું જોયુ. અને પછી બિરબલ પાસે આવી તેની પીઠ થાબડી.

તો બોલો હવે તમે પણ નક્કી કરો કે તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા….