RSS

શાયરી અને કવિતા નો મેળો – ( દીપા સેવક )

24 Mar

તારી આંખોમાં મારા સપનાએ ઘર કરી લીધું છે
એવું સપનું મને આજ વહેલી સવારના આવ્યું…

*******

તારી ચાહતને મારે ચાહવી છે
અમાસ પછી હરદિન વધતા ચાંદની જેમ
અને પછી પ્રાર્થના કરું કે પૂનમની રાતે દુનિયા થંભી જાય…

*******

તારી થીજેલી લાગણી અરમાન મારા ઠારી દે છે
બસ એક આશા તને પામવાની મને ઉગારી દે છે….

*******

વાર્તા તને કહેવી હતી વિરહમાં વીતેલી રાતોની
પણ અફસોસ તું સપનામાં પણ આવ્યો નહી …

*******

હૃદયમાં તું હજુ છે એટલે તો ધડકન ચાલુ છે
નહિ તો તારા ગયા પછી જિંદગી થંભી ગઈ છે…

*******

રહી નથી શકાતું એક પલ પણ તને ચાહ્યા સિવાય
સનમ તે કોઈ રસ્તો જ ક્યાં છોડ્યો છે તારા સિવાય…

*******

तेरी आंखोके किये हर सवाल का जवाब था हमारे पास
पर तेरे ख्वाबो को तोड़ने से डरते थे इसलिये खामोश रहे.

*******

सोचना तुम्हे तनहाईमें अब मेरी आदत बन गयी है
तुमसे प्यार ही अब मेरे लिए इबादत बन गयी है ..

*******

मुज से बेवफाई की वजाह जानने की बजाय
खुद से पूछ ले एक बार वफाने तेरा साथ क्यों छोड़ा ?

*******

મને એમ કે તે આંખોમાં મને જિંદગીભર માટે સમાવી લીધો
પણ તને તો જરાક વાંકું પડ્યું ત્યાં આખોને આખો આંસુમાં વહાવી દીધો..

*******

ડોર પર નોક કરીને હવે શું કામ ખોટી ફોર્માલીટી કરે છે
તું રહેવા આવ્યો હૃદયમાં તો ક્યાં પૂછ્યું હતું મને?….

*******

સુખમાં તું મને સંભારે એવી આશ નથી મને
પણ દુઃખમાં તારા તું જરૂર સંભારજે મને
બાકી મારી દુઆ તો હંમેશ એજ હોય છે કે
તારા દામનમાં સુખ સદા વસવાટ કરે અને
તારે કદી દુઃખમાં ના સંભારવું પડે મને….

*******

તારા ગયા પછી દિન રાત તડપાવતી તારી યાદનો વારસો મારે નથી જોયતો
કંઈક આપવું જ હોય તો તારા સ્મરણોથી આઝાદી આપ તારા હાથમાં હોય તો….

*******

લખેલી છે પ્રતીક્ષા કિસ્મતમાં તોય કિસ્મત સારી છે
તારી યાદોમાં વીતતી એકે એક પળ પુંજી મારી છે …

*******

તું નહિ આવે એવી ખબર છે તો ય રાહ જોઉં છુ
મારી યાદનું એકાદ વાદળ તને ભીંજવે અને તું આવે ..

*******

સહારો તારી યાદનો કાફી છે એક જીવન માટે
આવતા જનમની વાત રાખ આવતા જનમ માટે …

*******

તું ભીંજાય વરસાદમાં ને હું ભીંજાઉ તારી યાદમાં
જે મહેક છે તારી યાદમાં.. એવી ક્યાં હશે કોઈ વરસાદમાં?..

*******

મને જતી રોકવાનું કારણ બની ગયું
જે તું ના કરી શક્યો તારું આંસુ કરી ગયું

*******

મારા હકનું છે જે મને આપવું હોય તો આપ પ્રેમથી
દયા કરીને આપેલું દાન લેવાની મને આદત નથી …

*******

#ChetanThakrar

#+919558767835

Advertisements
 

3 responses to “શાયરી અને કવિતા નો મેળો – ( દીપા સેવક )

 1. rhmahant

  March 24, 2013 at 7:49 pm

  very nice…
  ડોર પર નોક કરીને ane
  સહારો તારી યાદનો
  khub j jordar

   
 2. ગોદડિયો ચોરો…

  March 28, 2013 at 11:49 am

  ખુબ જ સરસ

   
 3. hinakulalhradaymaruchegujrati

  April 13, 2013 at 5:56 pm

  wah shu wat che !!

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: