RSS

Monthly Archives: માર્ચ 2013

હું તમને કેટલુ ચાહું છું.


લઈ જાવ મારા બધા સપના
તમારી આંખોમાં ઍક રાત માટે,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.

પૂછો મારા મિત્રોને જે
તમારી વાતો સાંભળી થાકી ગયા છે,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.

મળજો ચાંદ અને તારાઓને,
જે સાક્ષી છે મારી રાત કેવી જાય છે,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.

વાત કરજો ઈશ્વરથી કે
મારી પ્રાર્થનાઑમાં કોણ હોય છે કાયમ,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.

બધા પાસે જવાબ લઈને
પહોંચજો મારી પાસે ચોક્કસ ”અખ્તર”
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.

Advertisements
 

ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં


એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા
જન્મનાં સાઇઠ વરસ બાદ છેક મૃત્યુ પછી હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો. મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર દિવાળીએ ચોપડાને બદલે કમ્પ્યુટર ઉપર ચાંદલા કરે છે.

ચિત્રગુપ્તે ગુજરાતીનું ગુપ્ત ચિત્ર જોવાં માટે કમ્પ્યુટર ઓન કર્યું.

પ્રથમ ગુજરાતીનાં પુણ્યની એન્ટ્રી તપાસીને કહ્યું કે તમે તો ઘણાં પુણ્ય
કર્યાં છે. આ સાંભળી હરખાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે ચિત્રગુપ્તભાઇ, પુણ્ય તો કરવા જ પડે ને ? અમે ગુજરાતીઓ દરરોજ કરતાં વધારે જમીને ઉપવાસ કરીએ છીએ. ત્રણ ટંક જેટલું એક જ ટંકમાં આરોગીને એકટાણાં કરીએ છીએ. વ્યથાની વાતા કરતાં-કરતાં કથા સાંભળીએ છીએ અને વરસમાં એકાદ વખત હનીમૂન કરવા નીકળ્યાં હોય એ રીતે તીર્થયાત્રા પણ કરીએ છીએ.

ત્યાર બાદ ચિત્રગુપ્તે ગુજરાતીનાં પાપની એન્ટ્રીઓ ચેક કરીને કહ્યું કે
તમે પાપ કરવામાં પણ પાછું વળીને જોયું નથી. આ સાંભળીને થોથવાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે અમને જન્મથી જ ડરાવવામાં આવે છે કે જો પાપ કરશો તો નર્કમાં જશો એટલે અમે જાણીબૂઝીને ક્યારેય પાપ કરતા જ નથી. હું એમ કહેતો નથી કે તમે ખોટું બોલો છો, મારાથી જે કાંઇ પાપ થઇ ગયા છે એ ભૂલથી થયા હશે.

એટલે ચિત્રગુપ્ત બોલ્યા કે તમે ગુજરાતીઓ એક્સક્યુઝ શોધવામાં એક્સપર્ટ છો. મને બરાબર ખબર છે કે તમે પાણી ઉકાળીને પીઓ છો અને લોહી જેમનું તેમ પીઓ છો. આખો દિવસ અહિંસાને ધર્મ માનીને જીવો છો અને રાત્રે ઘરમાં હોય એટલા મચ્છર મારીને ઘસઘસાટ ઊંઘી જાઓ છો. ચંદ્રકાંત બક્ષી નામનાં એક લેખક અહીં આવ્યા ત્યારે મને કહેતા હતા કે ગુજરાતી પુરુષો ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની વાતો કરે છે. ગુજરાતી એવી વેપારી પ્રજા છે કે એને નામાનાં ચોપડામાં રસ છે એટલો સાહિત્યની ચોપડીમાં રસ નથી.

આ સાંભળી ગુજરાતી બોલ્યો કે રૂપિયા એટલે લક્ષ્મી અને લક્ષ્મી એટલે
માતાજી, લક્ષ્મીજી પ્રત્યેના અમારા અહોભાવને અમારો સદગુણ ગણવો જોઇએ. આ સદગુણના કારણે તો અમે ગુજરાતીઓ વિશ્વનાં તમામ દેશના નાનામાં નાના ગામ સુધી પહોંચી ગયા છીએ અને અક્કલ અને હોશિયારીથી સામ્રાજ્ય ઊભાં કરીને લક્ષ્મીજીની કૃપા મેળવવામાં સફળ થયા છીએ. એટલે ચિત્રગુપ્તે તરત જ કહ્યું કે તેં પાપથી ડરીને પુણ્ય કર્યા છે અને પુણ્ય પામવા માટે પાપ કર્યા છે.

આમ પાપ અને પુણ્ય બંને કર્યા છે, માટે થોડાં વરસ સ્વર્ગમાં રહેવા દઇશ અને થોડા વરસ નર્કમાં પણ રહેવું પડશે. પૃથ્વી ઉપર દરરોજ બપોરે થાળી ભરીને દાળ-ભાત ખાધાં પછી બે કલાક સુધીની દીર્ઘ વામકુક્ષી કરનાર માટલા જેવી ફાંદના માલિકે સીધો સવાલ કર્યો કે હું મારા સ્વર્ગનો લાભ રાજીખુશીથી જતો કરવા તૈયાર છું. તમે નર્કની સજા માફ કરતાં હો તો.

ગુજરાતીની શરતી વાણી સાંભળીને ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કારણ આવો અઘરો જીવ આ અગાઉ કોઇ આવ્યો નહોતો. ચિત્રગુપ્તે પૂછ્યું કે તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો હું શું આપું?
ત્યારે ગુજરાતી બોલ્યો કે સ્વર્ગ અને નર્કનો રસ્તો જ્યાં મળે છે તે ચોકમાં દુકાન થાય તેટલી જગ્યા આપો !!!

 


સુંદર કેલેન્ડર

"સુરતી ઉંધીયુ"

.

આ વર્ષનું આ એક સુંદર કેલેન્ડર છે જેમાં બધા જ ધર્મોના બધા જ તહેવારોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સેવ કરવા માટે નીચેની લીંક ઉપર રાઈટ ક્લીક કરીને “save as link” કરી જ્યાં સેવ કરવું હોય ત્યાં સેવ કરવું.

.

CALENDAR-2013

.

View original post

 
Leave a comment

Posted by on માર્ચ 5, 2013 in Uncategorized

 

સ્વર્ગ અને ગાજર


એક વૃદ્ધાના મૃત્યુ બાદ તેનો હિસાબ-કિતાબ તપાસ્યા બાદ તેને કહેવામાં આવ્યું કે તમે કશું જ પુણ્ય નથી કર્યું માટે નરખમાં જશો.

“મેં કોઈ પુણ્ય નથી કર્યું એ વાત સાચી, પણ એક ગાયને ગાજર ખવડાવાવનું પુણ્ય તો મેં કર્યું જ છે!” પેલી વૃદ્ધાએ કહ્યું.

“ભલે તો પછી ગાજરને બોલાવો એ તમારી મદદ કરશે”, સ્વર્ગના હિસાબનીશે કહ્યું.

ગાજર ઉડતુ ઉડતુ વૃદ્ધા સમક્ષ આવી પહોચ્યું.

વૃદ્ધાને કહેવામાં આવ્યું કે “પેલા ગાજરને પકડીને લટકી જાઓ, ગાજર સ્વર્ગમાં જઈ રહ્યું છે. જો તમે ગાજર પકડીને તમારી જાતને સંભાળી શકો તો તમે કરેલા ગાયને ગાજર ખવડાવવાના પુણ્યને કારણે સ્વર્ગે પહોચી જશો.”

અને વૃદ્ધા ગાજર પકડીને લટકી ગયી અને ગાજર સ્વર્ગને માર્ગે આગળ વધવા લાગ્યું. રસ્તામાં જે લોકોએ આ વૃદ્ધાને જોઈ તેઓએ વૃદ્ધાના પગ પકડી લીધા અને મનોમન વિચાર્યું કે ચાલો આપણે પણ વૃદ્ધા સાથે સ્વર્ગે પહોચી જઈશું. એમ વૃદ્ધાના પગ પકડનારની સંખ્યા વધતી જ ગઈ, અને લોકો એકબીજાના પગ પકડી લટક્તા જ રહ્યા.

વૃદ્ધાએ એકએક નીચે તરફ નજર કરી અને મનમાં વિચાર કર્યો કે મારે કારણે આટલા બધા લોકો સ્વર્ગે જઈ રહ્યા છે. એટલે તેને કહ્યું કે – “મારા પગ છોડો, આ ગાજર મારું છે!”

એમ કહેતાની સાથે જ વૃદ્ધા ભોય પર પટકાઈ અને ગાજરની તાકાત પણ ખતમ થઇ ગઈ.

સ્વર્ગમાં લઇ જવાની તાકાત તો ગાજરમાં હતી પરંતુ વૃદ્ધાએ જયારે ‘મારો’ શબ્દ ઉમેર્યો અને મેં પુણ્ય કર્યું હતું એમ વિચાર્યું, ત્યારે ગાજરની બધી તાકાત ખલાસ થઇ ગયી અને સહુ નીચે પટકાયા.

વૃદ્ધા સંસાર અને સ્વર્ગ બંને વચ્ચે અટવાયેલી રહી. એ સ્વર્ગે જવા તો નીકળી પણ એનું મન સ્વર્ગીય બનવાને બદલે ‘મારા-તારા’ ની સાંસારિક વાતોમાં ગુંચવાઈ ગયું.

 
Leave a comment

Posted by on માર્ચ 5, 2013 in બોધ કથાઓ

 

કોરા કાગળ જેવુ જીવન


કોરા કાગળ જેવુ જીવન
ફક્ત સફેદી,
ન અક્ષર,
ન રંગ,
બસ.
શું લખું,
રોજ વિચારું,
જેમતેમ બે ચાર,
પંક્તિઓ લખાય ત્યાં,
કાગળ પણ ભીનો થઈ જાય.
 

તે કરેલી પ્રેમ ની વાતો ..


તે કરેલી પ્રેમ ની વાતો ..
જાણે ..
જીવવાની આપેલી સવલતો …તે કરેલો ગુસ્સો ..
જાણે …
તને ચીડવવા માટે મળેલો જુસ્સો …

તે કરેલો વાયદો ..
જાણે …
છુટા ના પાડવાનો કાયદો ….

તે કરેલી પ્રીત ..
જાણે ..
મારા જીવનનું સંગીત ….

-ગીતા

 
ચિત્ર

બેસ્ટ ગુજરાતી બ્લૉગ – સર્વેક્ષણ માર્ચ ૨૦૧૩


 
Leave a comment

Posted by on માર્ચ 1, 2013 in Uncategorized