RSS

Monthly Archives: જૂન 2013

બાપુ


બાપુ એક વિચીત્ર પ્રાણી છે એ વધારે પડતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવામાં આવે છે જગડાના સમયે એ ભારી માત્રામાં એકત્રીત થઇ દુશ્મનો પર હુમલો કરે છે, બાપુ નામનું પ્રાણી જોક બનાવવામાં પણ ખૂબ ઉપયોગી છે

જન્મ લઇને ૧૬ વર્ષ સુધી એ પોતાની બાપુગીરી માટે તડપે છે એ કોઇનાથી ડરે નહિ એવું નિડર પ્રાણી છે પરંતુ “બા”થી એ જાળવા કાપે… જ્યારે એ દારુનું સેવન કરે છે ત્યારે એ ‘હુળ હુળ દબંગ’ બની જાય છે, અડધાથી વધારે બાપુ પોલીસ અને લશ્કરમાં છે ૩૦% એસ.ટી. ચલાવે છે ૧૫% ફાઇનાન્સમાં કામ કરે છે જ્યારે બાકીના ૫% દેશી દારૂના બિજનેશ સાથે સંકળાયેલા છે

૫૫% બાપુના મૃત્યુ દારૂના સેવનથી થાય છે ૩૦% અંદરો અંદરના જગડાના લીધે જ્યારે ૧૫% બાપુઓ બીજાઓના જગડાઓ વિના કારણે ઉછીના લેવામાં ખપી જાય છે.

બળવાથી લઇને ઠરવાં સુધીની પ્રકિયામાં પોતાનો આકાર ન ગુમાવવાના ગુણધર્મના લીધે ગુજરાતીમાં કહેવત પડી છે “સીંદરી બળી જાય પણ વળ ના જાય”, જાણકાર સૂત્રોનું કહેવું છે કે વડમાં જે ટેટા થાય છે એનું નામ કરણ પણ બાપુઓની “ટેટાઇ” પરથી થયું હોવું જોઇએ

આપ ગર્મીમાં જે ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છો એ “વા” (પવન)નું ઉત્પતી સ્થાન પણ આ બાપુ નામનું પ્રાણી જ છે “વા” આ પ્રાણીમાં જરૂરતથી પણ વધારે માત્રામાં જોવા મળે છે બાપુનું નવજાત શિશુ આ “વા”નાં કારણે પાંચ કલાક પાંણીમાં તરેલું આ પ્રયોગ દુનિયાભરના ધુરંધર વૈજ્ઞાનિકો દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલો(પરંતુ સત્ય હકીકત બાપુના નાનેરા છોરુને પણ તલવાર હમોરતા આવડે અને દરબારોની દીકરીયુંને તલવાર હમોરતા જુઓ તો જગદંબાને પણ ભૂલી જાઓ) … વાદરી હારૂ ભેંહ મારવાના ઉદાહરણ તો એના અમર છે ઇતીહાસમાં…

“જય માતાજી” આ પ્રાણીનો ટ્રેડમાર્ક કહેવાતો પરંતુ છેલ્લા થોડા સમયથી કોઇ અગમ્ય કારણોસર અમુંક બાપુઓએ સ્વેચ્છાએ “બાપા સીતારામ”નો ટ્રેડમાર્ક અપનાવ્યો છે

હમેંશા દિમાગની તાવડી તપેલી રાખતાં આ પ્રાણીઓનું તખલ્લુસ “સિંહ” છે… સિંહના ટોળા ન હોય પરંતુ જ્યારથી બે કાવડીયાનું વાંદરું સિંહને બુહટનો ઘા કરી ગયું ત્યારથી લગભગ આ પ્રાણી ટોળાના સ્વરૂપમાં જોવા મળે છે અંતમાં આ પ્રાણીઓનો ઇતિહાસ ખૂબ જ ઉજળો છે સૌરાષ્ટ્રના ઇતિહાસમાંથી બાપુઓનો ઇતિહાસ બાદ કરવામાં આવે તો ઇતિહાસના પન્ને ખમીરવંતી ખુમારીનો શૂન્યાવકાશ સર્જાય એવું જાણકારોનું કહેવું છે

Advertisements
 

ટૅગ્સ:

જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…


Planet GUJARAT

જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે.

ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.

ત્રણેય ઝાડ કપાયાં. ત્રણેય દુ:ખી થયાં. એમના ધાર્યા પ્રમાણે કશું ન થયું પણ ઘાસ…

View original post 199 more words