RSS

બાપુ

27 જૂન

બાપુ એક વિચીત્ર પ્રાણી છે એ વધારે પડતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવામાં આવે છે જગડાના સમયે એ ભારી માત્રામાં એકત્રીત થઇ દુશ્મનો પર હુમલો કરે છે, બાપુ નામનું પ્રાણી જોક બનાવવામાં પણ ખૂબ ઉપયોગી છે

જન્મ લઇને ૧૬ વર્ષ સુધી એ પોતાની બાપુગીરી માટે તડપે છે એ કોઇનાથી ડરે નહિ એવું નિડર પ્રાણી છે પરંતુ “બા”થી એ જાળવા કાપે… જ્યારે એ દારુનું સેવન કરે છે ત્યારે એ ‘હુળ હુળ દબંગ’ બની જાય છે, અડધાથી વધારે બાપુ પોલીસ અને લશ્કરમાં છે ૩૦% એસ.ટી. ચલાવે છે ૧૫% ફાઇનાન્સમાં કામ કરે છે જ્યારે બાકીના ૫% દેશી દારૂના બિજનેશ સાથે સંકળાયેલા છે

૫૫% બાપુના મૃત્યુ દારૂના સેવનથી થાય છે ૩૦% અંદરો અંદરના જગડાના લીધે જ્યારે ૧૫% બાપુઓ બીજાઓના જગડાઓ વિના કારણે ઉછીના લેવામાં ખપી જાય છે.

બળવાથી લઇને ઠરવાં સુધીની પ્રકિયામાં પોતાનો આકાર ન ગુમાવવાના ગુણધર્મના લીધે ગુજરાતીમાં કહેવત પડી છે “સીંદરી બળી જાય પણ વળ ના જાય”, જાણકાર સૂત્રોનું કહેવું છે કે વડમાં જે ટેટા થાય છે એનું નામ કરણ પણ બાપુઓની “ટેટાઇ” પરથી થયું હોવું જોઇએ

આપ ગર્મીમાં જે ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છો એ “વા” (પવન)નું ઉત્પતી સ્થાન પણ આ બાપુ નામનું પ્રાણી જ છે “વા” આ પ્રાણીમાં જરૂરતથી પણ વધારે માત્રામાં જોવા મળે છે બાપુનું નવજાત શિશુ આ “વા”નાં કારણે પાંચ કલાક પાંણીમાં તરેલું આ પ્રયોગ દુનિયાભરના ધુરંધર વૈજ્ઞાનિકો દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલો(પરંતુ સત્ય હકીકત બાપુના નાનેરા છોરુને પણ તલવાર હમોરતા આવડે અને દરબારોની દીકરીયુંને તલવાર હમોરતા જુઓ તો જગદંબાને પણ ભૂલી જાઓ) … વાદરી હારૂ ભેંહ મારવાના ઉદાહરણ તો એના અમર છે ઇતીહાસમાં…

“જય માતાજી” આ પ્રાણીનો ટ્રેડમાર્ક કહેવાતો પરંતુ છેલ્લા થોડા સમયથી કોઇ અગમ્ય કારણોસર અમુંક બાપુઓએ સ્વેચ્છાએ “બાપા સીતારામ”નો ટ્રેડમાર્ક અપનાવ્યો છે

હમેંશા દિમાગની તાવડી તપેલી રાખતાં આ પ્રાણીઓનું તખલ્લુસ “સિંહ” છે… સિંહના ટોળા ન હોય પરંતુ જ્યારથી બે કાવડીયાનું વાંદરું સિંહને બુહટનો ઘા કરી ગયું ત્યારથી લગભગ આ પ્રાણી ટોળાના સ્વરૂપમાં જોવા મળે છે અંતમાં આ પ્રાણીઓનો ઇતિહાસ ખૂબ જ ઉજળો છે સૌરાષ્ટ્રના ઇતિહાસમાંથી બાપુઓનો ઇતિહાસ બાદ કરવામાં આવે તો ઇતિહાસના પન્ને ખમીરવંતી ખુમારીનો શૂન્યાવકાશ સર્જાય એવું જાણકારોનું કહેવું છે

Advertisements
 

ટૅગ્સ:

5 responses to “બાપુ

 1. પ્રા. દિનેશ પાઠક

  જૂન 28, 2013 at 2:57 એ એમ (am)

  સરસ! 🙂

   
 2. Ashok khachar

  જૂન 29, 2013 at 9:20 પી એમ(pm)

  bhai tu aavu amara vishe lakhi sabit karva shu mange che? mane pan aavu lakhta aavde che …..khapi javu mari javu aa amari aangat babt che hve amare tara jeva ne puchi badhu karvanu…….vima utara badhana shanti rakho……..blog par lakhva mate ghana visay che

   
 3. Ashok khachar

  જૂન 29, 2013 at 9:21 પી એમ(pm)

  koini lagni ne thes phochadvi gunho che……hu manhani no kes pan kari shaku.aavu saru n lage vahala………..

   
  • ચેતન ઠકરાર

   જુલાઇ 1, 2013 at 5:43 પી એમ(pm)

   maro irado tamari k koi ni laagni ne thes pochadva no jara pan nato ashokbhai… chhata pan tamne dukh lagyu hoi to maafi mangu chhu… mara 70% friends bapu j chhe… n emne pan me aa vachavyu tu j… chhata pan tamne taklif padi hoi to fari thi mafi mangu chhu n tame keta hov to aa post ahi thi delete pan kari dais…

    
   • Ashok khachar

    જુલાઇ 1, 2013 at 11:58 પી એમ(pm)

    ના ભાઇ પોસ્ટ ડિલીટ કરવાની જરુર નથી…….કે માફી મંગવાની જરુર નથી…કે નથી ઠેસ લાગી….મજાક માં બધુ ચાલે પણ ઘણા લોકો આ વાત ને ગંભીરતા થી લે તો બિજા સમાજ માં આ સમાજ ની છાપ ખરાબ થાય..એન્જોય, મજા કરો,કરાવો.હા, જઘડા માઅ બ્ધા ભેગા થાય કારન કે બીજિ જાતી ના લોકો એક ગુનેગાર હોય છે તે ભુલી જાય ચે ને ગામ ના બધા જ માણસો ની વિરુધ્ધ કેસ કરિ જેલ ભેગા કરી દે……..હવે બધે એક ને જેલ મા સગમટે કોને કેવ જવુ……………..સમય હોય માર બ્લોગ પર પધારો મજા કરો

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: