RSS

Monthly Archives: ઓક્ટોબર 2013

વિસરાઇ ગયેલા બાળગીતો


વિસરાઇ ગયેલા બાળગીતો :
~~~~~~~~~~~~~~~~
મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

Advertisements
 
Leave a comment

Posted by on ઓક્ટોબર 27, 2013 in બાળવિભાગ

 

યારા – દિલદારા – દુ:ખિયારાં !


superb

planetJV

Les Miserables-Cosette

વર્ષોથી મારી આ અતિપ્રિય એવી કૃતિ “દુખિયારાં” ઉપર લખવાનું હું ટાળતો હતો. કારણ કે , જે અનુભવ્યું એ પૂરું વ્યક્ત નહિ કરી શકું એવું લાગતું હતું. આવી જ રીતે ગયા વર્ષે જ ‘સાહસિકોની સૃષ્ટિ’ પર લખાયું અને હવે ૧૫૦ વર્ષ અને ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ નિમિત્તે થયું કે અત્યારે જો નહિ લખું તો ક્યારે લખીશ ? અને ત્રણ ભાગમાં આ પહોળા પને લખ્યું. ( આથી એ લાંબા આસ્વાદોની લાલચ પર લગામ રાખવી જોઈએ. કારણ કે તો તો પછી મહાનવલ જ ના લખી નખાય નવી ? lolzzz)  અને મને મારી આ સ્વતંત્રતા વહાલી છે, બાકી બીજા કયા તંત્રીમાં ત્રેવડ હોય આ બધું યથાતથ છાપવાની ? પણ મને બહુ જ વ્હાલ મળ્યું છે ‘ગુજરાત સમાચાર’નું કે હું આ બધું મારી મોજથી લખી શકું છું.

અને આ નાનકડી લેખત્રયી ( triology ) વાચકોને ખૂબ ખૂબ ગમી. લખી લખીને તમે બધા શું ઉકાળી શકો ? એવા સવાલનો મારી પાસે લાંબો જવાબ તૈયાર હોય છે. પણ…

View original post 6,577 more words

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 17, 2013 in Uncategorized

 

ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે


એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ
10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે
કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.
એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.
ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે
ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત
હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને
માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું
ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10
રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ
કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને
ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે
100ની નોટ નીચે ફેંકી. નોટ
ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને
ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ
જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે
હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને
પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ
કરી.મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ
આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે
કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને
સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું
શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ
છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે
ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને
તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ.

 

‘પ્રેમ કોને કહેવાય ?’


એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[૧] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, ૮ વર્ષ)

[૨] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, ૪ વર્ષ)

[૩] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !’ – (ક્રિસ્ટી, ૬ વર્ષ)

[૪] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, ૪ વર્ષ)

[૫] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, ૭ વર્ષ.)

[૬] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, ૭ વર્ષ.)

[૭] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, ૭ વર્ષ.)

[૮] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, ૬ વર્ષ.)

[૯] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, ૬ વર્ષ.)

[૧૦] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, ૭ વર્ષ.)

[૧૧] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, ૪ વર્ષ.)

[૧૨] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, ૭ વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો

બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’

‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’
બસ, આ જ પ્રેમ…!!