RSS

ગામડાનો ગુણાકાર…!

01 ફેબ્રુવારી

ગામડામાં વસ્તી નાની હોય..

ઘરે-ઘરે જ્ઞાની હોય…,

આંગણિયે આવકારો હોય…

મહેમાનોનો મારો હોય…!

ગામમાં ચા પાવાનો ધારો હોય,

વહેવાર એનો સારો હોય,

રામ-રામનો રણકારો હોય,

જમાડવાનો પડકારો હોય…!

સત્સંગ મંડળી જામી હોય…

બેસો તો !
સવાર સામી હોય..,

જ્ઞાનની વાતો બહુ નામી હોય,

જાણે સ્વર્ગની ખામી હોય…!

વહુને સાસુ ગમતાં હોય…

ભેળાં બેસી.. જમતાં… હોય..,

બોલવામાં સમતા હોય…

ભૂલ થાય તો નમતાં હોય…!

છોકરાં ખોળામાં રમતાં હોય…

આવી માની મમતા હોયહોય..,

‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય..

ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય..

બાપાના બોલ સૌ પાળતા હોય..,

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય…

આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય !

નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,

આવાં ઘરડાં ઘરમાં વાૃઘ્ધ હોય..,

માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય…

માનો તો ભગવાન બુદ્ધ હોય..!

ભજન-કીર્તન થાતાં હોય..

પરબે પાણી પાતાં હોય…,

મહેનત કરીને ખાતાં હોય…

પાંચમાં પૂછાતાં હોય..!

દેવ જેવા દાતા હોય…

પરબે પાણી પાતાં હોય…,

ભકિત રંગમાં રંગાતા હોય…

પ્રભુનાં ગુણ ગાતા હોય…!

ઘી-દૂધ બારે માસ હોય…

મીઠી-મધુર છાસ હોય…,

વાણીમાં મીઠાશ હોય…

રમઝટ બોલતા રાસ હોય…!

પુન્ય તણો પ્રકાશ હોય… ત્યાં નકકી…

શ્રી કાૃષ્ણનો.. વાસ હોય..,

કાચાં-પાકાં મકાન હોય..

એમાંય એક દુકાન હોય…,

ગ્રાહકોનાં એવાં માન હોય…

જાણે મળયા ભગવાન હોય…!

સંસ્કાૃતિની શાન હોય…

ત્યાં સુખીએનાં સંતાન હોય…,

એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય…,

અતિથીને આવકાર હોય…

ખુલ્લાં ઘરનાં દ્વાર હોય…!

કુવા કાંઠે આરો હોય…,

નદી કાને કિનારો હોય…,

વહુ-દીકરીનો વર્તારો હોય…

ઘણી પ્રાણથી પ્યારો હોય !

કાનો ભલે ! કાળો હોય..

એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય…

મોટા સૌનાં મન હોય…,

હરિયાળાં વન હોય…

સુગંધી પવન હોય…!

ગામડું નાનું વતન હોય,

ત્યાં જોગમાયાનાં જતન હોય…,

માનવી મોતીનાં રતન હોય…

પાપનું ત્યાં પતન હોય…!

શીતળવાયુ વાતો હોય,

ઝાડવે જઇ… અથડાતો હોય.., .

મોર તે દી’ મલકાતો હોય,

‘માસ્ટર ચુનીલાલ’ હરખાતો હોય…!

ગામડાનો મહીમાં ગાતો હોય,

પછી તેની… કલમે.. લખાતો હોય…

Advertisements
 
4 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 1, 2014 in સરસ

 

4 responses to “ગામડાનો ગુણાકાર…!

 1. pravinshastri

  ફેબ્રુવારી 1, 2014 at 6:51 પી એમ(pm)

  અરે સાહેબ! ગામનું નામ ઠેકાણું હોત તો જીપીએસમાં મૂકીને સીધો ત્યાં પહોંચી જાત. આદર્શ ગામનું સ્વર્ગીય સ્વપ્ન. સરસ વાત સરળ શબ્દોમાં.

   
 2. pravin lavana

  ફેબ્રુવારી 5, 2014 at 4:12 પી એમ(pm)

  its real truth

   
 3. La' Kant

  ફેબ્રુવારી 19, 2014 at 7:28 પી એમ(pm)

  આજના માહોલમાં, “વિશ્ફુલ થિંકિંગ” તો ખરું !સોચ તો અચ્છી હૈ હી ! “મન ચંગા તો કથરોટમેં ગંગા”…અચ્છોંકો અચ્છા મિલ હી જાતા હૈ જી !
  -લા’કાંત / ૧૯-૨-૧૪

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: