RSS

Daily Archives: March 16, 2014

હેપ્પી હોળી


જીવનયાત્રા માં આવતા અનેક ઉત્સવો જે સમયાંતરે આપણા જીવનમાં અનેક રંગોના રૂપક દ્વારા ઘણું બધું શીખવે છે,અહી કયો રંગ શાનું પ્રતિક છે કે શું શીખવે છે તે મારે કહેવું નથી, પણ કોઈ પણ રંગ તેના અનન્ય અને આગવા અસ્તિત્વથી  એટલું તો ચોક્કસ શીખવે છે કે જો રંગોળી બનાવવી હોય તો બધા જ રંગો હોય તો મેઘધનુશી મનભાવક રંગોળી બને ,તેમાં આપણને ગમતા એક માત્ર કે એક- બે રંગથી રંગોળી બને તે બધાજ રંગોથી બનેલ રંગોળી જેવી મનભાવક નથી હોતી…!, તેમ  જ આપણા જીવનનું છે જીવનમાં સુખ-દુ:ખ, સફળતા- નિષ્ફળતા  અને પળે પળે પડકારો  ને સંઘર્ષ જેવા બહુવિધ રંગોથી જ ખરી “જીવન રંગોળી” રચાય છે  નહિ કે માત્ર સુખ,સંપતિ કે સલામતી જેવા એકલદોકલ રંગોની રંગોળીથી…!! આમ, જીવનને સાચી રીતે માણવા બધા જ અને બધી જ પ્રકારના રંગો જરૂરી છે..આવો, રંગોના આ રંગીન પર્વને આવા કૈંક નોખા ને અનોખા મર્મથી ઉજવીએ… “હોળી મુબારક”….

 
 

Tags: