RSS

પુરુષ એટલે શું ?

24 એપ્રિલ

 

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ નજીક હોય છે.
પુરુષ એટલે શું ?
-પુરુષ એટલે પત્થર માં પાંગરેલી કૂંપળ.
-પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ.
-પુરુષ એટલે ટહુકા ને ઝંખતુ વૃક્ષ.
-પુરુષ એટલે તલવાર ની મૂઠ પર કોતરેલું ફુલ.
-પુરુષ એટલે રફટફ બાઇક માં ઝૂલતું હાર્ટશેપ નું કીચેઇન.
-પુરુષ એટલે બંદુક નાં નાળચા માં થી છૂટતુ મોરપિંછું.
પુરુષ એ નથી જે ફિલ્મો કે ટી.વી માં જોવા મળે છે.પુરુષ એ છે જે રોજબરોજ ની ઘટમાળ માં થી આંખ સામે ઉપસી આવે છે.
પુરુષ એમ કહે કે ‘આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી’ પણ એમ ના કહે કે ‘આજે મન ઉદાસ છે.’
સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો.
સ્ત્રી પુરુષ નાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રી નાં ખોળા માં માથુ છૂપાવી રડે છે.
જેમ દુનિયાભર ની સ્ત્રીઓ ને પોતાના પુરુષ નાં શર્ટ માં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રી ને ગળે લગાડી લેવા નો રોમાંચ પુરુષો ને પણ થતો હોય છે.
હજારો કામકાજ થી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષ ને વાળ માં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષ નો દિવસ સુધરી જાય છે.
પુરુષ સુંદર સ્ત્રીઓ થી ખેચાઇ ને અને બુદ્ધિશાળી સ્ત્રીઓ નાં પ્રભાવ થી અંજાઇ ને તેનાં પ્રેમ માં પડી જતો હોય છે.
જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે.
સ્ત્રી સાથે સમજણ થી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બની ને રહી શકે પણ…બેવફાઇ થી ત્યજાયેલો પુરુષ કચકચાવી ને દુશ્મની નિભાવે છે.
ધંધામા કરોડો ની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદાર નો દગો ખમી નથી શકતો.
સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષ નો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.
પુરુષ માટે પ્રેમ નાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે.પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાં થી પાછી ફરેલી સ્ત્રી ને એ ચાહી શકતો નથી.
પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે પુરુષ માટે નહી.
એક જ પથારી માં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચે ની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી.
પુરુષ ને સમાધાન ગમે છે પણ જો એ સામે પક્ષે થી થતુ હોય તો.
ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.
સ્ત્રી નું રુદન ફેસબૂક ની દિવાલ ને ભિંજવતું હોય છે પણ પુરુષ નું રુદન એનાં ઓશિકા ની કોર ને પણ પલાળતુ નથી.

કહેવાય છે કે ‘સ્ત્રી ને ચાહતા રહો સમજવાની જરુર નથી.’ હું કહુ છુ પુરુષ ને બસ….સમજી લો…આપોઆપ ચાહવા લાગશો.

Source: Parul khakhkhar ( http://mypinkpoems.wordpress.com )

Advertisements
 

2 responses to “પુરુષ એટલે શું ?

  • ચેતન ઠકરાર

   નવેમ્બર 19, 2014 at 5:25 પી એમ(pm)

   Parulben… aa me facebook par koi ni wall par vachyu hatu… ema tamaru name jova na malyu etle jem nu tem j post kari didhu hatu. I am really very sorry.. if I hurt u.

    

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: