RSS

Daily Archives: જૂન 29, 2014

મંદીર


એક ભાઇ ખુબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનુ મંદિર બનાવેલુ એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રધ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા.

એકવાર કોઇ મોટી નાણાકિય મુશ્કેલી આવી એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમસ્યાનો નીવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી.

દિવસે દિવસે આ ભાઇને ભગવાન પ્રત્યેની શ્રધ્ધા ઘટવા લાગી.

ભગવાન કૃષ્ણ કંઇ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઇ એટલે એણે નક્કી કર્યુ કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટેકરવી જોઇએ ?

ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દુર કરી અને ભગવાન રામને પધરાવ્યા.

હવે એ ભગવાનરામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો.એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિને પહેરાવેલા કપડા પર એ ભાઇ અતર છાંટતા હતા. અતર ખુબ સારુ હતુ. અતર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દુર કરેલી અને ઘરના ખુણામાં રાખી મુકેલી ભગવાન કૃષ્ણની મૂર્તિ તરફ ગયુ.

એ ભાઇ ઉભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધુ અને પછી બોલ્યો , ” કંઇ કામ તો કરતા નથી તો પછી આ અતરની સુગંધ મફતમાં નહી મળે.

“ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઇ જ રહ્યો. એણે ભગવાનને ફરીયાદ કરી કે આટલા વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઇ દિવસ મને દર્શન નથી આપ્યા અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધા ?

ભગવાને હસતા હસતા કહ્યુ , ” અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અતરની સુગંધ આવતી હશે એમ માનીને તેમને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.

“મિત્રો, આપણે પણ આપણી જાતને સવાલ પુછવા જેવો છે કે મંદીરમાં આપણે માત્ર મૂર્તિના દર્શન કરવા જઇએ છીકે કે સાક્ષાત પ્રભુને મળવા જઇએ છીએ ?

Advertisements
 

ટૅગ્સ:

“શુભ અષાઢી બીજ”


ગગન ગજે ને મોરલા બોલેં
મથે ચમકે તી વીજ ….!
હલો પાંજે કચ્છ  ડે મે…!
આવઈ અષાઢી બીજ..!

અને વઘે ઘન વઘે ,
શાંતી વઘે,
હેત વઘે,
પ઼ેમ વઘે,
વઘે દયા ભાવ,
વઘે મેણી જો સહયોગ
હીજ અસાંજી શુભેચ્છા ,
હીજ અસાંજા ભાવ!!
” કચ્છી નવે વષૅ જી” લખ લખ વઘાયું,
   “શુભ અષાઢી બીજ”

 
1 ટીકા

Posted by on જૂન 29, 2014 in અંગત

 

ટૅગ્સ: