RSS

Daily Archives: August 2, 2015

તું મિત્ર છે.


આજે Friendship Day પર મારા પ્રિય અને મન ગમતા શ્રી સુરેશ દલાલ ની એક રચના:

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે,
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મિત્ર છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે,
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મિત્ર છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે, કાયમી સંગાથ છે:
તું મિત્ર છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મિત્ર છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે, તું અહીં અને સર્વત્ર છે:
તું મિત્ર છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મિત્ર છે.

તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મિત્ર છે..

સુરેશ દલાલ.

#FriendshipDay

 

Tags: