RSS

Daily Archives: August 23, 2015

અનામત વિતરણ સમારંભ


મિત્રો લોકલાગણીને માન આપીને સૌને અનામત આપવી-
એવું આપણે નક્કી કર્યું છે,
એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી.
એક પછી એક તમામ જ્ઞાતિ શાંતિથી અહી આવે
અને પોતાની અનામત લઈ જાય .

આટલી જાહેરાત પછી વિતરણ સમારંભ શરૂ થાય છે
અને રંગે ચંગે પૂરો થાય છે .

અંતે વિજયી સ્મિત સાથે વરિષ્ઠ નેતા ભાષણ કરવા માટે ઊભા થાય છે-
એ જ વખતે ભીડમાંથી અથડાતો કુટાતો એક વ્યક્તિ માંડ માંડ આગળ આવીને કહે-
સાહેબ ! હું તો રહી જ ગયો ! મને પણ કઇંક આપો.
નેતાશ્રી કહે જરૂર જરૂર તમને પણ આપવામાં આવશે જ,
બોલો તમારી જ્ઞાતિ ?
હાંફતા હાંફતા એ વ્યક્તિ કહે “ માણસ”

બાજુમાં જ  રહેલા વિતરણ અધિકારી લીસ્ટમાં તપાસ કરીને-
નેતાશ્રીના કાનમાં કહે, સાહેબ !
“માણસ” નામની કોઈ જ્ઞાતિ તો આપણાં લીસ્ટમાં છે જ નહીં .