RSS

કળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.

02 ઓક્ટોબર

મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધી બાપુ) ના જન્મ દીવસે શબ્દ ઉજવણી “કવિ સેના” ગૃપ ના નાના મોટા કવિઓ દ્વારા


હવે અવતરશો તમે કોઇ ગોડસે ના ઘરમાં,
આ દેશ પ્લાસ્ટિકના ગાંધીઓથી ખીચોખીચ છે..
– પ્રવિણ જાદવ

અમે તો બાપુની વિધાપીઠમા વસનારા
એના વિચારોને જીવનમા પાડનારા
પછી તે પહેરવેશ હોય કે વાણી હોય
અમારા પહેરવેશમા ખાદી
વાણીમા ગાંધી વિચાર
-નિરાલી સોની

અપનાવી અહિંસા કેરી કેડી
જીતી સાબરમતી થી દાંડી
હાંક્યા વિદેશીને દેશી હઠેથી
વીર છો ખરા, નમન હ્રદય થી..
– હિનલ મેહતા

રોજ રાખી હાથ માં તે ફેરવે છે,
તોય ‘ગાંધી ‘ યાદ તારી કેમ નથી..
– અલગોતર રતન

હતા એ મોહનના દાસ કરમ કર્યા જેણે ચંદ,
મુક્તિ અપાવી ભારતને બન્યા સાબરમતીના સંત…
– વૈભવસિંહ મોરી

અહિ ગાંધીજી ની કયા ખોટ છે,દરેક માણસ મા ગાંધીજી છે,પણ માણસ પોતાના મા નહી બીજામાં ગાંધીજી શોધે છે..
– જયદીપ દવે

અંગ્રેજો ના રાજમાં લાવી હતી જેમણે આંધી,
હતા એવા આપણા લોક લાડીલા અડગ ગાંધી..
– ૐશાંતિ

જેને જીંદગી આખી  અહીંસા નો પાઠ ભણાવ્યો,
એની ફોટો વાળી નોટ માટે લોકો હીંસા કરે છે..
– મુરાદ

ખોટી સાચી વાતો કરે છે,
જંગ જીતવા કેમ કહે છે,
તીલક કરી ગાંધીજી ને મોટી મોટી સભા ભરે છે
– હર્શીદા ત્રીવેદી

માતૃ પ્રેમ દેશ માટે બતાવી ગયાં,
એટલે તો લાકડી ધારી મહાત્મા થયાં..
– આશ્કા પંડ્યા

ખોવાઈ ગઈ છે,એ અહિંસક વિચારો ની આંધી
હવે માત્ર નોંટો માં જ રહ્યાં છે,ગાંધી..
– વિપુલ બોરીસા

એક બાપુ ગાંધીજી બીજો મે’તો નરસિંહ,
બેય થયા વૈષ્ણવ પરાઇ પીડ કાજે..
– “ઝંખના”

એજ દેશ એજ સર્વસ્વ દેશ ભક્તિ છે,
જાગૃત કરવા શોધો ક્યાં કોઇ ગાંધી છે..
– કિરણ ચૌહાણ

દેશ આજાદ કરાવી ક્યાં ગયાં,
મળ્યા નહી પણ દીલમા રહ્યાં..
– ભરત વસાણી

કળિયુગ ઝંખે ગાંધી આવે,
પાછી  એવી  આંધી આવે
– મેહુલ ગઢવી

અંધારામાં   બળતું   ફાનસ ગાંધી  એનું  નામ,
સતને કાયમ શ્વસતો માણસ ગાંધી એનું નામ.
– જીગર ફરાદીવાલા

દેશ માટે સઘળુય દીધુ લાંઘી,
અમર રહેશે મહાઆત્મા ગાંધી..
– ચિરાગ ભટ્ટ

બાપુ ની ખ્યાતિ અમર રહે એવી પ્રાથના સદા ‘કવિ સેનાની’

#कवि सेना
#KaviSena
#Gandhi
# +917600763871

Advertisements
 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 2, 2015 in Shayri

 

ટૅગ્સ:

2 responses to “કળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.

  1. મૌલિક રામી "વિચાર"

    ઓક્ટોબર 3, 2015 at 8:33 એ એમ (am)

    Very amazing compilation..

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: