RSS

About


આમ તો હજુ હું મારા વિષે જાજુ કહી શકું એવું કઈ મેં કામ કર્યું નથી, હું મૂળ વેરાવળ (સોમનાથ) નો છું. જીવન ના અગત્ય ના વર્ષો ( જુવાની ના ) સાવ નકામાં કાર્યો માં બગાડ્યા. ત્યાંથી રાજકોટ આવ્યો અને ત્યાંથી તકદીર મને મુંબઈ જેવી મહા માયાવી નગરી માં ખેચી લાવી. મારી જીંદગી માં ઘણા નાટ્યાત્મક વળાંકો આવ્યા, જેને લખવા બેસું તો જાજુ લખી શકું… પણ એ પછી હપ્તે હપ્તે ક્યારેક. જયારે અંગત નામનો એક વિભાગ શરુ કરીશ ત્યારે તેમાં વર્તમાન અને ભૂતકાળ ની વાતો શેર કરીશ. આ બ્લોગ પર હું એવી વાર્તા, કવિતા, જોક્સ, શાયરી, વગેરે એવું મુકું છું કે જે મેં ક્યાંક વાંચેલું અને મને બહુ ગમેલું છે. હા એમાં અમુક મારું મૌલિક એટલે કે સ્વરચિત પણ હશે. કારણ કે મને મારી દરેક ખરાબ પરિસ્થિતિ માં હંમેશા પુસ્તકો એ બહુ જ સાથ આપ્યો છે અને એમાંથી બહાર નીકળવા માં મદદ કરી છે. રંજ એનો નથી કે હું ટુટી ગયો આ તો સારું થયું કે ભ્રમ ટુટી ગયો. તમને પણ જયારે એમ લાગે કે તમારો ખરાબ સમય ચાલે છે, ત્યારે કોઈ પણ એક સારું પુસ્તક વાંચજો, જાજી રાહત મળશે . ખાસ નોંધ : આ બ્લોગ પર જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.
Contact no. +919558767835

 

14 responses to “About

 1. વિનય ખત્રી

  August 22, 2012 at 11:25 am

  ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આ પાના પર આપનો પરિચય આપશો.

  આપના બ્લૉગ પર અન્ય બ્લૉગ કે વેબસાઈટ પર રજુ થઈ ચૂકેલી રચનાનું કૉપી-પેસ્ટ કરવામાં સમય અને સ્ત્રોત બગાડવાને બદલે પોતાનું અને આવડેતેવું મૌલિક લખશો તો વધારે મજા આવશે.

  ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરની મુલાકાત લેવા ભલામણ = http://gujblog.feedcluster.com

   
  • ચેતન ઠકરાર

   August 22, 2012 at 4:23 pm

   સર, મૌલિક તો લખશું જ , પરંતુ જે બહુ પસંદ પણ હોઈ એ કાયમી સંગ્રહ કરવા માટે કોપી પેસ્ટ કરું છું અને એ પણ જે તે કેટગરી માં અને એમને ક્રેડીટ આપી ને જ. આશા રાખું છું કે મારો આશય તમને ખરાબ નહિ લાગે….અને છતાં પણ મારી ક્યાય ભૂલ થતી હોઈ તો ધ્યાન દોરવા વિનંતી.

    
 2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  December 21, 2014 at 3:30 pm

  ચેતન,

  માત્ર કૉપી પેસ્ટ કરીને ‘બ્લોગર’ તરીકેનું ટેગ બજારે ફેરવવું કેટલું યોગ્ય?

  સાચું કહું તો….આ સાઈટને બ્લોગ અને તને બ્લોગર તરીકે હું સ્વીકારી શકતો જ નથી. જેમાં મૌલિક લખાણ નથી. તે બ્લોગ નથી. તારામાં લખવાની જો એટલી જ ત્રેવડ છે તો એ બતાવ અહીં. શક્ય છે કે એક ‘સાચા બ્લોગર’ તરીકે તું બહાર આવીશ. માત્ર..ઈમોશનલી બનીને નિર્દોષ ગુનેગાર’ની જેમ કેટલું દોડીશ?

   
  • ચેતન ઠકરાર

   November 21, 2015 at 7:35 pm

   મુર્તઝા ,

   માત્ર કૉપી પેસ્ટ નથી , લાગે છે કે તમે પૂરો બ્લોગ જોયો નથી, ઘણું મારું મૌલિક પણ છે… પણ છોડો એ બધું કહેવાનો કોઈ મતલબ નથી જયારે તમે એક પક્ષીય વાત કરવા બેઠા છો. અને બીજી વાત, મેં આ બ્લોગ કોઈ પ્રસિદ્ધિ માટે નથી બનાવ્યો, આજના digital યુગ માં મેં રચનાઓ મારા માટે એક જગ્યા એ સાચવ્યા છે. હું કોઈ દિવસ ક્યાંય મારા બ્લોગ ની જાહેરાત નથી કરતો, અને મને જેનો શોખ છે એજ સાચવ્યું છે અહી.

   તમે સ્વીકારો કે ના સ્વીકારો ,એનાથી મને કોઈ ફર્ક પડતો નથી…. મેં આ બ્લોગ મારા માટે બનાવ્યો છે… કોઈ ની વાહ વાહ માટે કે સ્વીકૃતિ માટે નહિ… અને તેમ છતાં પણ લોકો ને આ બ્લોગ એટલો પસંદ આવ્યો છે કે 2.5 વરસ ના ટુંકા ગાળા માં 18 લાખ થી પણ વધુ લોકો મુલાકાત લઇ ચુક્યા છે.

   તમારી comment માટે ખુબ ખુબ આભાર।

    
 3. Vikas Tiwari

  April 15, 2015 at 3:14 am

  You guys are awsm.. I did not understand gujrati, so i can’t read about you.
  But i love this blog.

   
 4. Ravindra Jagtap

  June 5, 2015 at 6:59 am

  Nice

   
 5. Vimlesh Kumar

  June 21, 2015 at 12:58 am

  Very Nice blog

   
 6. KP

  January 21, 2016 at 8:25 pm

  હૃદય થી આભાર,
  Best wishes from heart brother it’s great work ….

   
  • Hemalekha

   March 2, 2016 at 7:35 pm

   Hi Vinay – Murtuza,

   You guys have a point, but as Chetan said, the blog has been created for his hobby and to cherish memories of awesome writers.

   He has tried his level best to eradicate any copyright offences and also seeks our help in achieving the same.

   Cheers,

   Love Humanity!

    
 7. Nidhi Tank

  મે 12, 2016 at 7:34 am

  very nice blog!

   
 8. bdshilu

  September 14, 2016 at 7:18 pm

  ભાઈશ્રી ચેતન ઠકરાર,
  નમસ્તે, ગમતાંનો કરીયે ગુલાલ, કાલીદાસે ‘શાકુન્તલ’ મહાભારત માંથી કોપિ-પેસ્ટ કરેલું, ક્.મા.મુન્શી એ એલેકઝાન્ડર ડુમા માંથી, એટલે તમે કોઈ મોટી ભૂલ નથી કરતા, દુનિયામાં સંગીત-સિનેમા-પુસ્તકો બધે ય કોપિ પેસ્ટ જ થાય છે.કક્કાના બાવન અક્ષરો બહાર કોઇ નથી લખવાનું.માનવીય મૂલ્યો સચવાય તે જ હેતુ…. ઇતિ શ્રેયમ્ ભૂયાત્ | ભવસુખ શિલુ.

   
 9. Guru.rahulsaini

  November 17, 2016 at 11:55 am

  Super fab tood shyariiya…. Cha gya guru

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: