RSS

Category Archives: અંગત

મેઘ-મલય


“કેમ ગ્રુપ લેફ્ટ કર્યું ?”

” ઓહ હાઈ, જય શ્રી કૃષ્ણ, બસ એમ જ.”

“જય શ્રી કૃષ્ણ, એમ જ ના હોઈ, આટલા વર્ષો પછી સોશિયલ મીડિયા ને લીધે બધા એકજ જગ્યા પર  ભેગા થઇ શકયા અને તું આમ લેફ્ટ થા એ મગજ માં નથી બેસતું ”

“સોરી, પણ અત્યારે હું કામ માં છું, તો પછી વાત કરીએ”

આટલું કહીને મલય ઑફ્લાઈન થઇ ગયો અને વિચારો ના વંટોળ માં ફસાઈ ગયો, ગ્રુપમાંથી કોઈ નહિ અને મેઘાએ જ કેમ મેસેજ કરી ને પૂછ્યું હશે ? આટલા વર્ષો સાથે ભણ્યાં પણ કોઈ દિવસ વાતચીત પણ નહોતી કરી એકબીજા સાથે, અને આટલાં વર્ષો માં કોણ ક્યાં હતું એ પણ ખબર નહોતી, પણ આ વ્હાટ્સએપ એ બધા સ્કૂલ ફ્રેન્ડ્સને ફરીથી સાથે જોડી દીધા. મલય એની સાથે ભણતા બધાજ મિત્રો કરતાં ખૂબ પાછળ હતો, હજું સુધી એ સફળ તો શું સ્થિર પણ થઇ શક્યો નહોતો, એટલે એણે જયારે ગ્રુપમાં જોયું કે બધાજ ક્યાં ના ક્યાં પહોંચી ગ્યાં છે અને એ હજુ સુધી સફળતાની સીડી ચડવાની તો દૂર ની વાત પણ દર્શન પણ કરી શક્યો નહોતો. એટલે એ થોડી શરમ અને લઘુતાગ્રંથિ અનુભવતો હતો, એને લીધે ગ્રુપમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો, પણ બીજું કોઈ નહિ અને મેઘાએ પૂછ્યું પણ એ એને કહી ના શક્યો.

પણ મેઘા એમ મલય નો પીછો છોડવા માંગતી નહોતી. એણે બીજે દિવસે મલયને ઓનલાઇન જોઈને ફરીથી મેસેજ કર્યો.

“હાઈ ”

“ઓહ હાઈ, કેમ છુઓ?”

“ફોર્માલિટીઝ ના કર, પહેલા મારી વાતનો જવાબ આપ ”

“શું કહું? તમને સાચું કહી નહિ શકું અને ખોટું બોલવાની આદત નથી.”

“તો સાચું કહી દે, મને સાચું સાચવવાની સારી આદત છે. અને આ શું તમને તમને માંડ્યું છે? આપણે સરખી ઉંમરના છીએ, અને સાથે ભણ્યાં છીએ, ‘તુ’ કહીશ તો ચાલશે અને ગમશે.”

“ઓકે, મને થોડો સમય આપો, આટલું જલ્દીથી ખુલીને યા  ખીલીને વાત નહિ કરી શકું.”

“ઓકે, હું રાહ જોઇશ તારા મેસેજ ની.”

******

રોજ આમ થોડી થોડી વાતો કરીને મેઘા  અને મલય એકબીજાના સારા એવા મિત્રો બની ગયા, અને મલયે ગ્રુપ કેમ છોડ્યું એ પણ કહ્યું અને વાતો નો દૌર ચાલતો રહ્યો.

“મલય, એક વાત પૂછું?”

“હાં ”

“સ્કૂલ માં બધા મારાં  વિશે શું બોલતા અને વિચારતાં ?”

“અઘરો સવાલ પૂછી લીધો હો..”

“મને ખબર છે કે આ સવાલનો જવાબ તારા સિવાય કોઈ સાચો નહિ આપી શકે, એટલે તને પૂછ્યું.”

“તમને ખબર જ છે કે આખી સ્કૂલમાં, કોઈ એવું નહિ હોઈ કે જેને તમારા માટે ક્રશ નહિ હોય, પણ કોઈ ની હિમ્મત નહોતી કે તમને પ્રપોઝ કરી શકે, બધા કહેતા કે કેટલી સુંદર છે, સિમ્પલ છે, વગેરે વગેરે….. બધા  પોતપોતાના સંસ્કાર મુજબ તમારાં વિશે બોલતા.”

“હા હા હા હા હા…. અને તું?”

“એજ કે આપડા કોઈ ના હાથમાં નહિ આવે.”

“અને એ સાચું પડ્યું, પણ તારાં જેટલી હિમ્મત કોઈએ આવું કહેવાની કરી નથી.”

“ગ્રુપ છોડવાનું એક કારણ આ પણ હતું, મને દંભ ના આવડે, અને આ પણ તમે પૂછ્યું એટલે કહ્યું.”

“મેં એટલે જ તને પૂછ્યું, હતું જ કે તું સાચું જ કહીશ. ચાલ, તું મને એ કહે કે કેમ તું હજુ એકલો છો?”

“કારણકે મેં પ્રેમ કર્યો તો, એની સજા કાપું છું.”

“ઓહ, હું આશા રાખું કે એ હું નહિ હોવ, હા હા હા હા”

“ના ના , તમે એટલા કિસ્મત વાળા પણ નથી”

“હા, એ મને ખબર છે.”

*****

“મલય, મેં તારાં બ્લોગમાં એક વાક્ય વાંચ્યું તું, ” જિંદગીના 95% પ્રોબ્લેમ રૂપિયાથી સોલ્વ થઇ જાય છે.”

“હા, હું આ વાત વર્ષો થી બધાને કહું છે, અને સાથે એ પણ કહું છું કે પૈસા પાસે એવું કોઈ દુઃખ નથી જેનો રૂપિયા વડે ઈલાજ ના થઇ શકે. પણ આ વાત આજે અચાનક કેમ યાદ આવી ?”

“વાહ, તું તો ફિલોસોફર પણ છો, મલય તને નથી લાગતું કે તું ખોટા ફિલ્ડમાં છો ? મેં તારો બ્લોગ વાંચ્યો, તારી સાથે વાતચીત માં પણ જાણ્યું કે તું સારું એવું લખી શકે છે, પછી ચાહે એ વાર્તા હોઈ, લેખ હોઈ, કવિતા હોઈ કે શાયરી હોઈ, તો તું એ ફિલ્ડમાં આગળ વધ ને, મેં ક્યાંક વાંચ્યું તું કે તમારો શોખ જે સફળતા અપાવી શકે એવી સફળતા બીજું કોઈ ના અપાવી શકે.”

“હા, હું માનું છું એ વાતમાં, પણ તમે ફરીથી વાંચી લ્યો એ વાક્ય જે વાંચી ને તમે મને અત્યારે મેસેજ કર્યો.”

“ફિલોસોફર ની સાથે હાજર જવાબી પણ છો, ગમ્યું. મેં તને એટલે જ મેસેજ કર્યો, મને પણ તારી એ વાતમાં તથ્ય દેખાય છે, અને મારી આજુબાજુ માં એવું બનતા પણ જોવ છું. હું જયારે ઇન્ડિયા આવું છું, ત્યારે બધા બહુંજ  પ્રેમ થી બોલાવે, જે લોકો પહેલા બોલાવતા પણ નહોતા એ લોકો પણ હવે ઘરે જમવાનું આમંત્રણ આપે છે, પ્રસંગોમાં બીજા કરતા મારુ અને સાહેબનું અને અમારી ‘માયા’ નું બહુ સાચવે અને સગવડતા પણ વધુ આપે,  મારી બહેન જે ઇન્ડિયા માં જ સાસરે છે એના કરતાં અમને વધુ માં સન્માન આપે, ત્યારે ત્યારે મને તારું એ વાક્ય બહુજ યાદ આવે. લોકો માટે શું પૈસોજ મહત્વનો હોય ? ”

“હાં , આજના સમાજમાં લોકો એકબીજાને રૂપિયા ના ત્રાજવે જ તોલે છે, રૂપિયો એક સમાંતર ધર્મ જ બની ગયો છે એમ કહીયે તો પણ ખોટું નથી. અને જે સુખ આપે છે અથવા સુખ આપતી પરિસ્થિતિનું નિર્માણ કરે છે તે ધર્મ છે. આ ધર્મનું મૂળ સંપત્તિમાં છે, જો સંપત્તિ ના હોય તો ધર્મનો કોઈ અર્થ સરતો નથી. ”

“તને આવું બધું સુજે છે ક્યાંથી?”

“અનુભવ, જિંદગી રોજ નવા નવા અનુભવ કરાવે છે, હું તો બસ કોઈને કહી ના શકું એટલે બ્લોગ પર લખી મનને હળવું કરીને ફરીથી નવી આશા સાથે (એ જાણવાં છતાં કે માણસ માટે આશાથી મોટી બીજી કોઈ સજા આ દુનિયા માં નથી.) મહેનત કરવા લાગુ, પણ એકલી મહેનત થી નથી થતું, કિસ્મત પણ જોઈએ સાથે.”

“થઇ જશે, નિરાશ ના થા, દુનિયા માં એવા ઘણા લોકો છે કે જેણે સફળતાનો સ્વાદ 40 વરસ પછી ચાખ્યો હોય , તું ધીરુભાઈ અંબાણીને અને KFC ના સ્થાપકને  યાદ કર, મેં તારાં જ બ્લોગ પર  આ બધું વાંચ્યું છે અને તું આમ નિરાશાવાદી વાતો ના કર.”

“હું નિરાશાવાદી વાતો નથી કરતો, કે નથી નિરાશ થતૉ , બસ જયારે કોઈ આમ સાન્ત્વનના શબ્દો કહે ત્યારે થોડું અજીબ  લાગે, સાંત્વનાના શબ્દો ઘણીવાર દુઃખને તાજું કરતાં  હોય છે. અને મને મારી ભૂતકાળની ભૂલો યાદ આવી જાય. ”

“હું કોઈ મદદ કરી શકું તારી?”

“ના ના, હું એક વાત માં દ્રઢપણે  માનું છું કે સંબંધની શાન સાચવવી હોય તો તેને ઉપકારના પડછાયા થી મુક્ત રાખવો. તમે પહેલા એવા વ્યક્તિ છુઓ કે જેણે  મને આમ પૂછ્યું હોઈ, અને  તમે પૂછ્યું એમાં બધું આવી ગ્યું.”

“એમાં ઉપકારની વાતજ ક્યાં આવી ? ચલ , પછી વાત કરીયે, મારે સાહેબના આવવાનો સમય થઇ ગયો.”

*****

“મેઘા, એક વાત કરવી છે.”

“હાં , બોલને ”

“કેમ કહું !!! એ નથી સમજાતું, અને તમે શું સમજશો એ વિચારીને 4 મહિનાથી કહી ન્હોતો શકતો, પણ આજે મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે  હિમ્મત કરીને તમને મેસેજ કર્યો.”

“કેટલા અને ક્યારે જોઈએ છે? મૂંઝાયા વગર ખુલી ને વાત કર.”

“તમને કેમ ખબર પડી!!!?”

“મલય, 3 વરસથી આપણે વાતો કરીયે છીએ, બંને ને એકબીજાંની બધી ખબર છે, તો પણ તું આવા સવાલ કરીશ!!!? ચાલ એ બધું મૂક અને મુદ્દા પર આવ.”

“10, અને એ હું તમને હપ્તે હપ્તે આપી દઈશ.”

“ફિકર નોટ, કાલે તને મોકલી આપીશ. અને પાછા આપવાની ઉતાવળ ના કરતો કે ટેંશન ના લેતો, તારાથી થાઈ  ત્યારે આપજે.”

*****

મેઘાએ મોકલેલા રૂપિયાએ મલય ની જિંદગીમાંથી દુઃખોની બાદબાકી કરી અને સુખોનો સરવાળો, અને મલય એક પછી એક સફળતાની સીડીઓ ચડતો ગયો અને એક દિવસ એણે મેઘાને મેસેજ કર્યો.

“મેઘા, મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, મળી જાય એટલે મેસેજ કરી દેજો.”

“અરે, બહું ઉતાવળ કરી તે તો, રાખ હજુ જોઈતા હોઈ તો, મારે હમણાં જરૂર નથી.”

“ના ના, તમારાં  રૂપિયા ફળ્યા  મને, કર્જ તો તમારા રૂપિયાથી પૂરું થઇ ગયું તું, અને પછી તમે કહ્યું એમ જોબ ની સાથે શોખ ને પણ સમય આપ્યો અને સફળતા મળતી ગઈ, ટેંશન દૂર થયું તેને લીધે જોબ અને શોખ બંને માં મારુ 100% આપી શક્યો એટલે 2 વર્ષ ના ટૂંકા ગાળા માંજ હું આજે એક સન્માન જનક સ્થાને છું, અને આ બધાનો શ્રેય ફક્ત ને ફક્ત તમને જ છે. જો તમે મને ત્યારે સાથ અને સહકાર ના આપ્યો હોત, પ્રેરણા ના આપી હોત , તો હું અત્યારે હજુ ત્યાં નો ત્યાં જ હોત.”

“બસ બસ. બહુ થ્યું , આ બધું તે કહ્યું જ છે જયારે જયારે વાત થઇ ત્યારે,  મૂક એ બધું અને મને એ કે હવે તો સ્કૂલના ગ્રુપ માં જોઈન થઈશ ને? ”

“હાં ”

*****

સમાપ્ત

-ચેતન ઠકરાર

9558767835

 

 

 

 

 

 

 

 

 

Advertisements
 

ટૅગ્સ: ,

દિવાળી ની હોળી


રંજોગમ ક્યાં કરું એ ખુદા તુજસે ! મિલાયા હૈ તુને મુજે હરખુશીઓ સે.

સિલસિલે લિખે બહેતરીન ઝીંદગી કે, બસ એક જુદાઈ દેના તેરા હક હૈ.

******

યાર અભય… તું કેમ દિવાળી ની રાત્રે બહાર નથી નીકળતો… નથી તને કોઈ દિવસ 31st માનવતા જોયો…. તને નવા વરસ થી દુશ્મની છે!?

હા … એવું જ કંઈક સમજ…

શું નામ છે!!!?

ઉંહુ… ડર ફિલ્મ નો ડાયલોગ યાદ કર…. નામ લૂંગા તો વૉ બદનામ હો જાયેગી…

ચાલ નામ નાં કે તો કઈ નહીં… વાત તો કર તારાં આ નવા વરસ ની દુશ્મની ની

ઓકે… તો સાંભળ…

*****

જય શ્રી કૃષ્ણ

જય શ્રી કૃષ્ણ

તમે આવો છો ને?

ક્યાં!!!?

અહીં, રોશની જોવા, રંગોળી કરવા અને ઊંધિયું પુરી ખાવા !!!?

ના ના , આ વખતે મેળ નહીં પડે… સોરી…

કેમ પણ !!!?

અરે, મેં મમ્મી પાપા ને પણ ના પડી છે કે હું નહીં આવું… બહું કામ છે.

એ મને નથી ખબર… પણ તમારે અહીં આવું જ પડશે… બાકી હું રંગોળી પણ નહીં બનાવું… રોશની જોવા પણ નહીં જાવ… અને ઊંધીયુપુરી પણ નહીં ખાવ.

મીઠું… એવી જીદ ના હોય યાર

આને જીદ ના કહેવાઈ… ઈચ્છા અને પ્રેમ કહેવાય

એમ !!!?

હાં, એમ. ( કેપીટલ માં)

પણ હું બધા ને શું કહું હવે!!?

એ તમારો પ્રશ્ન છે… તમારી પાસે 6 કલાક છે… રાત્રે 12 પેલા આવી જજો… તો જ હું તૈયાર થઈશ અને રોશની જોવા જઈશ અને બાકી જમ્યા વગર સુઈ જઈશ.

ઓકે… મને 10 મિનિટ આપ વિચારવા….

ના… હવે અહીં આવીને જ મેસેજ કે ફોન કરજો.

અભય… મૂંઝાણો છે… કે શું કરે અને કેમ કરે !!? એણે આસ્થા ની આશા અને આસ્થા પણ સાચવવાની છે અને ઘરનાં ને પણ… અને સાથે જે મિત્રોને ના પાડી હતી કે એ નહીં આવે એ પણ…પણ મગજ ની આગળ દિલ જીતી ગ્યું અને રસ્તા માં વિચારી લઈશ… એવું વિચારીને એ ગામ જાવા બસ માં બેસી ગ્યો… અને બસ માંથી બેસીને આસ્થાને મેસેજ કર્યો કે નોન સ્ટોપ બસ માં બેસી ગ્યો છું અને 11.30 એ પહોંચી જઈશ.

આસ્થા એ સામો જવાબ આપ્યો કે મને હતું જ કે તમે મને નારાઝ નહીંજ કરો… અને તમારાં માટે એક સરપ્રાઇસ પણ છે… જલ્દી આવો.

હવે તું કે તો બસ હું ચલાવું તો થાય…. આ બસ કાઈ મારાં સસરા ની નથી કે તું કહે એમ ચાલે

ઓયે… પાપા ને વચ્ચે ના લાવો હો…

હા તો હું ત્યાં આવું ત્યારે એને કેજે કે દૂર રહે.

મારા કરતાં તો એ તમારું વધુ સાંભળે છે 😏

ઓકે ઓકે… જમી તું!!!?

ના… કહ્યું ને કે રાત્રે સાથે ઊંધિયું પુરી ખાશું… જલ્દી આવો… બોવ ભૂખ લાગી છે.

આવું છું મારાં બાલમંદિરની માં, તારી જીદ પુરી કરવાં જ આવું છું… હજુ એ પણ નથી વિચાર્યું કે ઘરે અને બીજા ને શુ કહીશ હું!!!?

બાલ મંદિર કાંઈ નૈ હો… બસ એક જ…

એ પછી નક્કી કરશું… પણ એ તો કે તું… શું સરપ્રાઇસ આપવા ની છો!!?

એ આપું ત્યારે જોઈ લેજો.

ઓકે… હવે 1 કલાક જ દૂર છું… ત્યાં પહોંચી ને બેગ ઘરે મૂકી ને ત્યાંજ આવીશ સીધો..

ઓકે… ઓલો કહ્યો તો એજ શર્ટ પેરજો…

હાં બાપા હાં.

*****

1 કલાક પછી

*****

અરે ભાયા તું!!! આમ ઓચિંતા નો !!!? તું તો ના પાડતોતો કે નહીં આવ !!

હાં યાર… પણ ગામ ની દિવાળી બહુંજ યાદ આવી અને મેઈન તો ઊંધિયું પુરી અને સાથે બધાંને સરપ્રાઇસ આપવીતી .

સરસ સરસ… મજા આવી ગઈ તું આવ્યો એટલે…

( બધા સાથે આવી વાતો કરી… અને નઝર ના ખૂણેથી આસ્થા ને પ્રેમથી અને ભય થી જોઈ લેતો અભય કોઈ ની નઝર માં ના આવી જાય એનું ધ્યાન રાખતો )

( બધાં ગામમાં રોશની જોઈ ઊંધિયું પુરી પાર્સલ કરાવી અસ્થાના એપાર્ટમેન્ટ પર જાય છે, જ્યાં આસ્થાનો ફ્લેટ હતો.)

( આસ્થા, અભયનાં ખાસ મિત્ર ની બહેન હતી)

આસ્થા લાગ જોઈ ને અભય ની પાસે બેસી જાય છે… આડોશ પડોશમાં રહેતી એની સખીને આની ખબર હોય છે… એટલે એ મજાક કરે છે અને આસ્થા છણકો કરીને એને ખીજાય છે)

ચાલ અભય… અગાસી માં…

ના ભાઈ… એ અમને રંગોળી કરવા માં મદદ કરશે… એને બહું સારી આવડે છે…

(ઇશારાથી ખિજાતી હોઈ એવું અભય ને લાગ્યું… એટલે એણે એના મિત્ર ને કહ્યું… ) ભાઈ… તમે લોકો ઍન્જોય કરો… હું આ લોકો ની મદદ કરી દવ રંગોળી કરવામાં.

( આસ્થા ખુશ થઈ અને અભિમાન અને ગર્વથી એની સહેલીઓ સામે જોઇને મલકાઈ)

ઓકે… તને જેમ ગમે એમ… મન થાય તો આવી જાજે અગાસી માં…

રંગોળી કરતાં કરતાં અનેકો વખત બંને એક બીજા ને સ્પર્શ કરી લેતાં … અને આ બધી હરકતો એની સહેલીઓ જોઈને મજાક કરતી….

રંગોળી તૈયાર થઈ ગઈ… બધા ઘરે જાવા લાગ્યા…આસ્થાએ અભય ને ઈશારા થી કહ્યું… રોકાજે.

બધાં અંદર ગયાં પછી… દાદર પર…. અભય અને આસ્થા…

તારા કહ્યાં અને ઈચ્છા મુજબ અને મારી સરપ્રાઈઝ મેળવવાં માટે હું અહી આવી ગ્યો… હવે તારો વારો…

હજું અભય ના શબ્દો પૂરા થાય એ પહેલાંજ આસ્થા એ એના રસીલા હોંઠ અભય ના હોંઠ પર રાખીને ચસચાસતું ચુંબન આપી દીધું.

અભય એની જીંદગીમાં મળેલાં પહેલાં ચુંબનની અનુભૂતિમાંથી બહાર આવે એ પહેલાં તો આસ્થા હસતા હસતા ઘરે જવા માટે ભાગી…

અભય ત્યાંજ બાઘો બની ને બેઠો રહ્યો….

*****

31 dec… ઇંગ્લિશ ન્યુ યર…હિન્દુ ન્યૂ યર એ જે બન્યું એનું પરિણામ ઇંગલિશ ન્યૂ યર માં આવ્યું…..

બકુ… ભાઈ તને ઇમોશનલ કરશે… પણ તું એની વાતો માં આવી ન જતો… હું તારી સાથે જ છું…

પણ મીઠું તું તારું કહેલું પણ યાદ રાખજે… કે ઘરનાં ની મંજૂરી હશે તો જ કરશું… કોઈને નારાઝ કરીને નહીં કરીએ.

તમે તમારી ફિલ્મી અને કિતાબી વાતો ના કરો… એ હકીકતમાં કામ ના આવે… દિલ થી નિર્ણય લેજો… દિમાગથી નહીં… મારાં ભાઇને તમારી કમઝોરી ખબર છે… અને એ એનો પૂરો લાભ લેશે…

ઓકે… 3.30 એ બોલાવ્યાં છે…. ભાઈ ની ઓફિસે…

હાં… મને પણ

યાર શુ કરું!!!? બહુંજ બીક લાગે છે… મારાં ઘરનાને માંડ માંડ મારા પર ફરી વિશ્વાસ આવ્યો છે… અને એમાં પણ તું મારી બેન ની નણંદ ની નણંદ…. અને અધૂરામાં પૂરું મારાં ભાઈને અહીં સેટ કરવા માટે તારા ભાઈઓ ને પાર્ટનર બનાવ્યાં…જો આ વાત ને લીધે મારી બેન ને કાઈ તકલીફ થાશે…અને મારાં ભાઈનો ધંધો બંધ થઈ જાશે તો મારા ઘરનાં મને બીજીવાર માફ નહીં કરે…અને હું તને પણ ખોવા નથી માંગતો…

એ બધું વિચારીશ તો મને ખોઈ જ બેસીશ… અને આખી જિંદગી પસ્તાવો કરીશ… અને મારી જિંદગી પણ બરબાદ કરીશ… અને જો એવું થાશે તો હું તને કોઈ દિવસ માફ નહીં કરું….

અરે…. પણ…

પણ બણ કાઈ નહીં… બસ તું હિમ્મત ના હારતો… બાકી મને હારી જઈશ… હું ઘરે થઈ નીકળું છું…

*****

અભયના ભાઈ નિર્ભય ની ઓફીસ… અભય… નિર્ભય… આસ્થા અને અસ્થાનો ભાઈ.

નિર્ભયભાઈ… હું તમારી અને તમારાં ઘરની બહુંજ ઈજ્જત કરું છું… અને આપણા બંનેના ઘરનાં સબંધ પણ સારાં છે…. પણ અભય અને આસ્થા ને એકબીજાંની જાજી ખબર નથી… જેટલી તમને અને મને અભય ની ખબર છે એટલી આસ્થાને નહીં હોય…. અને જેટલી ખબર મને આસ્થાની છે એટલે અભય અને તમને નહીં હોય. એ બંને આવેગ માં છે… અને જો અભય મારો મિત્ર ના હોત તો હું એને અહીં ને અહીં મારી મારી ને પાડી દીધો હોત…છતાં પણ હું એ બંને ને એક ચાન્સ આપું છું… કે હજુ એ બંને એક વાર વિચારી ને અહીં આપણી સામે નિર્ણય કહે પોતપોતાનો…. અને પછી હું ઘરે વાત કરીશ…મારી તો નાં જ છે… છતાં પણ હું આ બંને માટે ઘરે વાત કરીશ… પણ જો પછી ઘરનાંની મંજૂરી નહીં હોય… તો હું સાથ નહીં આપું…

આસ્થા : ભાઈ મારી પસંદ યોગ્ય જ છે… અને ભલે મારા કિસ્મતમાં દુઃખી થવાનું હશે તો પણ હું અભયની સાથે જ દુઃખી થવા માંગુ છું… પણ મને ભરોસો છે કે અભય મને દુઃખી નહીં કરે.

ઓકે…. તે તારો નિર્ણય કહી દીધો…. હવે તું ઘરે જા…. હું અભય અને નિર્ભયભાઈ સાથે વાત કરીને ઘરે આવું છું.

ના… મને ખબર છે કે જો હું અહીંથી ચાલી જઈશ… તો અભય ને તમે ઈમોશનલ કરીને મજબૂર કરી નાખશો.

આસ્થાઆઆઆઆ…… તને કહ્યું ને કે હવે તું ઘરે જા….

ઓકે ભાઈ….અભય… પ્લીઝ તું હિમ્મત રાખજે…. હું તારાં ભરોષે આટલી આગળ વધી છું… અને તું બીજાનું વિચારીને આપણું ના બગાડતો… પસ્તાઈશ બાકી…

આસ્થા બસ હવે…. એ મુન્નો નથી…. તું જા હવે ઘરે…

આસ્થાના ગયાં પછી….

નિર્ભયભાઈ…. તમને તો ખબરજ છે કે અભય સાથે આટલું બન્યા પછી પણ મેં કંઈ રીતે મારાં ઘરનાંને તમારાં ધંધા માં પાર્ટનર બનાવા મનાવ્યાં હશે એ….અને જો હું ઘરે વાત કરીશ અને હા પાડે તો તો કોઈ પ્રશ્ન જ નથી… પણ જો નાં પાડશે તો શું થાશે એ વિચારીને મને બીક લાગે છે… અને તમે પણ વિચારો….આ માણસ ને બીજા કોઈનો વિચાર જ નથી આવતો, મને શરમ આવે છે આવા માણસને મારો મિત્ર કહેતાં.

નિર્ભય અભય ની સામે લાચારીથી જુવે છે….

અભય રડતો હોઈ છે…. મૂંઝવણમાં હોઈ છે…. ઘરનું વિચારે… ભાઈ નું વિચારે… બેન નું વિચારે…. અને ખાસ મિત્ર સાથે ના સબંધ નું વિચારે….અને બીજી બાજુ આસ્થા ના શબ્દો અને પ્રેમ….

અને અભય પોતાનો નિર્ણય જાહેર કરે છે…. મારે લગન નથી કરવાં…

આટલું બોલી ને એ ઓફીસ ની બહાર નીકળી જાય છે…. અને આસ્થાને ફોન કરે છે… આસ્થા… મને માફ કરી દેજે…. હું મારાં ઘરનાનો પ્રેમ બહુંજ સમય પછી પામી શક્યો છું… અને મારા સ્વાર્થ માટે હું મારાં ઘરનાને અને મારી બેન ને તકલીફ પડે અને તારાં ઘરનાનો પણ વિશ્વાસ અને સાથે મારા મિત્રને પણ ખોઈ બેસું એ મને યોગ્ય નથી લાગતું…અને આમ પણ આપણે નક્કી કર્યું તું કે જો ઘરનાને મંજૂર હશે તોજ લગન કરશું…

બકુ… પ્લીઝ તું આવું ન વિચાર…. મને જે બીક હતી એજ થઈ રહ્યું છે… અને એટલે જ તને એ લોકોની વચ્ચે એકલો મુકવા નહોતી માંગતી હું…

તું એમ સમજે છે છે કે તારી આ મૂર્ખાઈ અને તારા આ બલિદાન થી તને બધા પ્રેમથી બોલાવશે કે પેલાંની જેમ તારા અને મારા ભાઈના સબંધ રહેશે!!!? તો તું ઝીંદગીની મોટામાં મોટી ભૂલ કરવા જઈ રહ્યો છો….

હાં, ભલે… પણ હું કોઈ ને હવે નારાઝ કરવાં નથી માંગતો…. 5 વરસ પછી ઘરમાં મને સ્થાન મળ્યું છે… પ્રેમ મળ્યો છે…. એ હું ખોવા નથી માંગતો…અને મારા લીધે મારી બેન ને કોઈ તકલીફ થાય… કે મારાં ભાઈનો ધંધો બંધ થાય એ મને મંજૂર નથી…

બકુ… પ્લીઝ હજુ એક વાર વિચારી લે… મારુ તો વિચાર અભય…. હું તારાં માટે થઈ ને મારાં ઘરની સામે થઈ… અને તું મારુ નહીં વિચાર!!!?😢

મીઠી… તને ખોવી એ મારા માટે પણ સહેલી વાત નથીજ…. પણ મારી પાસે કોઈ રસ્તો નથી…. અને આમ પણ તે જ કહ્યું તું કે ઘરનાં ની હ હશે તો જ લગન કરશું…

એક ની એક વાત પકડીને ના બેસો પ્લીઝ…. એવી તો અનેકો વાત થઈ હતી અને સપનાઓ જોયા હતાં… તો એ પણ યાદ કરો…

બસ… હવે મારાંથી જાજું નહીં બોલાઈ… જો તું મને પ્રેમ કરતી હો તો મને ભૂલી જા…. અને બને તો મને માફ કરજે….

હાહાહા… વાહ બકુ વાહ… સરસ…બહુંજ શીખવા મળ્યું… થેન્ક યુ…મેં તને પ્રેમ કર્યો તો… કરું છું અને કરતી રહીશ… અને તે આજે મને એકજ મિનિટમાં ભૂલવાનું કહી દીધું !!! પણ જોજે આ નિર્ણય નો અફસોસ જ્યારે તને થશે ત્યારે બહુંજ મોડું થઈ ગયું હશે અને ત્યારે તને મારી બહુંજ યાદ આવશે….

*****

ઓહ… હવે સમજ્યો હું…. કે તને નવા વરસ થી આટલી નફરત કેમ છે એ.

હા યાર… બંને સમયે મને એનાં કહેલા શબ્દો યાદ આવે છે… અને એક એક વાત એની સાચી પડતી જોવ છું…અને એક સમયે અમે સાથે દિવાળીની આખી રાત જાગતા રંગોળી બનાવતાં… ગામ માં રોશની જોવા જતા… અને પહેલું ચુંબન…. અને 31st ના દિવસ નો મારો મુર્ખામી ભર્યો નિર્ણય…હું મારી જાત ને માફ નથી કરી શકતો યાર… એટલે બહાર નથી નીકળતો…દિવાળી આવે અને દિલમાં હોળી પ્રગટાવી જાય છે.

*****

સમાપ્ત

*****

-ચેતન ઠકરાર

9558767835

 

ટૅગ્સ:

गज़ब का संदेश


किसी समय दुनिया के सबसे धनवान व्यक्ति बिल गेट्स से किसी न पूछा – ‘क्या इस धरती पर आपसे भी अमीर कोई है ?
बिल गेट्स ने जवाब दिया – हां, एक व्यक्ति इस दुनिया में मुझसे भी अमीर है.
कौन —!!!!!

बिल गेट्स ने बताया –

एक समय में जब मेरी प्रसिद्धि और अमीरी के दिन नहीं थे, न्यूयॉर्क एयरपोर्ट पर था.. वहां सुबह सुबह अखबार देख कर, मैंने एक अखबार खरीदना चाहा,पर मेरे पास खुदरा पैसे नहीं थे.. सो, मैंने अखबार लेने का विचार त्याग कर उसे वापस रख दिया.. अखबार बेचने वाले काले लड़के ने मुझे देखा, तो मैंने खुदरा पैसे/सिक्के न होने की बात कही.. लड़के ने अखबार देते हुए कहा – यह मैं आपको मुफ्त में देता हूँ.. बात आई-गई हो गई.. कोई तीन माह बाद संयोगवश उसी एयरपोर्ट पर मैं फिर उतरा और अखबार के लिए फिर मेरे पास सिक्के नहीं थे. उस लड़के ने मुझे फिर से अखबार दिया, तो मैंने मना कर दिया. मैं ये नहीं ले सकता.. उस लड़के ने कहा, आप इसे ले सकते हैं,मैं इसे अपने प्रॉफिट के हिस्से से दे रहा हूँ.. मुझे नुकसान नहीं होगा. मैंने अखबार ले लिया……

19 साल बाद अपने प्रसिद्ध हो जाने के बाद एक दिन मुझे उस लड़के की याद आयी और मैन उसे ढूंढना शुरू किया. कोई डेढ़ महीने खोजने के बाद आखिरकार वह मिल गया.

मैंने पूछा – क्या तुम मुझे पहचानते हो ?
लड़का – हां, आप मि. बिल गेट्स हैं.
गेट्स – तुम्हे याद है, कभी तुमने मुझे फ्री में अखबार दिए थे ?
लड़का – जी हां, बिल्कुल.. ऐसा दो बार हुआ था..
गेट्स- मैं तुम्हारे उस किये हुए की कीमत अदा करना चाहता हूँ.. तुम अपनी जिंदगी में जो कुछ चाहते हो, बताओ, मैं तुम्हारी हर जरूरत पूरी करूंगा..
लड़का – सर, लेकिन क्या आप को नहीं लगता कि, ऐसा कर के आप मेरे काम की कीमत अदा नहीं कर पाएंगे..
गेट्स – क्यूं ..!!!
लड़का – मैंने जब आपकी मदद की थी, मैं एक गरीब लड़का था, जो अखबार बेचता था..
आप मेरी मदद तब कर रहे हैं, जब आप इस दुनिया के सबसे अमीर और सामर्थ्य वाले व्यक्ति हैं.. फिर, आप मेरी मदद की बराबरी कैसे करेंगे…!!!

बिल गेट्स की नजर में, वह व्यक्ति दुनिया के सबसे अमीर व्यक्ति से भी अमीर था, क्योंकि—–
“किसी की मदद करने के लिए, उसने अमीर होने का इंतजार नहीं किया था “….

इसलिए हमारे दोस्तो जहाँ भी मौका मिले मदद करते चलो ।

 

महामृत्युंजय मंत्र की रचना कैसे हुई?


शिवजी के अनन्य भक्त मृकण्डु ऋषि संतानहीन होने के कारण दुखी थे । विधाता ने उन्हें संतान योग नहीं दिया था ।
मृकण्डु  ऋषि ने सोचा कि महादेव संसार के सारे विधान बदल सकते हैं । इसलिए क्यों न भोलेनाथ को प्रसन्नकर यह विधान बदलवाया जाए ।

मृकण्डु ऋषि ने घोर तप किया । भोलेनाथ मृकण्डु ऋषि के तप का कारण जानते थे । इसलिए उन्होंने शीघ्र दर्शन न दिया । लेकिन भक्त की भक्ति के आगे भोले झुक ही जाते हैं ।

महादेव प्रसन्न हुए , उन्होंने ऋषि को कहा कि मैं विधान को बदलकर तुम्हें पुत्र का वरदान दे रहा हूं , लेकिन इस वरदान के साथ हर्ष के साथ विषाद भी होगा ।

भोलेनाथ के वरदान से मृकण्ड ऋषि को पुत्र हुआ जिसका नाम मार्कण्डेय पड़ा । ज्योतिषियों ने मृकण्डु ऋषि को बताया कि यह विलक्ष्ण बालक अल्पायु है. इसकी उम्र केवल 12 वर्ष है ।

मृकण्डु ऋषि का हर्ष विषाद में बदल गया । मृकण्ड ऋषि ने अपनी पत्नी को आश्वत किया- जिस ईश्वर की कृपा से संतान हुई है वही भोले इसकी रक्षा करेंगे । भाग्य को बदल देना उनके लिए सरल कार्य है ।

मार्कण्डेय बड़े होने लगे तो पिता ने उन्हें शिवमंत्र की दीक्षा दी । मार्कण्डेय की माता बालक के उम्र बढ़ने से चिंतित रहती थी । उन्होंने मार्कण्डेय को अल्पायु होने की बात बता दी ।

मार्कण्डेय ने निश्चय किया कि माता-पिता के सुख के लिए उसी सदाशिव भगवान से दीर्घायु होने का वरदान लेंगे जिन्होंने जीवन दिया है । बारह वर्ष पूरे होने को आए थे ।

मार्कण्डेय ने शिवजी की आराधना के लिए महामृत्युंजय मंत्र की रचना की और शिव मंदिर में बैठकर इसका अखंड जाप करने लगे ।

“ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।

उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥”

समय पूरा होने पर यमदूत उन्हें लेने आए. यमदूतों ने देखा कि बालक महाकाल की आराधना कर रहा है । तो उन्होंने थोड़ी देर प्रतीक्षा की. मार्केण्डेय ने अखंड जप का संकल्प लिया था ।

यमदूतों का मार्केण्डेय को छूने का साहस न हुआ और लौट गए । उन्होंने यमराज को बताया कि वे बालक तक पहुंचने का साहस नहीं कर पाए ।

इस पर यमराज ने कहा कि मृकण्ड ऋषि के पुत्र को मैं स्वयं लेकर आऊंगा । यमराज मार्कण्डेय के पास पहुंच गए ।

बालक मार्कण्डेय ने यमराज को देखा तो जोर-जोर से महामृत्युंजय मंत्र का जाप करते हुए शिवलिंग से लिपट गया ।

यमराज ने बालक को शिवलिंग से खींचकर ले जाने की चेष्टा की तभी जोरदार हुंकार से मंदिर कांपने लगा. एक प्रचण्ड प्रकाश से यमराज की आंखें चुंधिया गईं ।

शिवलिंग से स्वयं महाकाल प्रकट हो गए. उन्होंने हाथों में त्रिशूल लेकर यमराज को सावधान किया और पूछा तुमने मेरी साधना में लीन भक्त को खींचने का साहस कैसे किया?

यमराज महाकाल के प्रचंड रूप से कांपने लगे । उन्होंने कहा – प्रभु मैं आप का सेवक हूं. आपने ही जीवों से प्राण हरने का निष्ठुर कार्य मुझे सौंपा है ।

भगवान चंद्रशेखर का क्रोध कुछ शांत हुआ तो बोले- मैं अपने भक्त की स्तुति से प्रसन्न हूं और मैंने इसे दीर्घायु होने का वरदान दिया है. तुम इसे नहीं ले जा सकते ।

यम ने कहा- प्रभु आपकी आज्ञा सर्वोपरि है । मैं आपके भक्त मार्कण्डेय द्वारा रचित महामृत्युंजय का पाठ करने वाले को त्रास नहीं दूंगा ।

महाकाल की कृपा से मार्केण्डेय दीर्घायु हो गए । उवके द्वारा रचित महामृत्युंजय मंत्र काल को भी परास्त करता है । सोमवार को महामृत्युंजय का पाठ करने से शिवजी की कृपा होती है और कई असाध्य रोगों, मानसिक वेदना से राहत मिलती है.:!

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 23, 2017 in અંગત, ચિંતનની પળે

 

લવ યુ જાન


આજે કોલેજમાં નવા દાખલ થયેલાં છોકરા અને છોકરીઓનો પહેલો દિવસ હતો. નવાં-જૂનાં ચહેરાઓનો કોલાહલ ભરેલ માહોલ. કેટકેટલાં પ્રકારની તો ફક્ત આંખો હતી? કેટલાંયે સપનાં આંજેલી આંખો, કોઈની રુઆબ ઝાડતી આંખો, કોઈ કોઈ થોડી ગભરાયેલી તો કોઈ કોઈ સાવ નફ્ફટ થઈ નવી આવતી છોકરીઓને એકીટસે તાકી રહેલી આંખો! એ હતો એમ.બી.એમાં જોડાયાનો પહેલો દિવસ.

આ બધા મેળાવડામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.

પ્રોફેસર શુક્લાએ અન્દર પગ મૂકતાં જ એકલા બેઠેલા રોહિતને જોઈ કહ્યું,

“કેમ ભાઈ આખી કોલેજમાં તું એકલો જ ભણવા આવ્યો છે કે શું?”

“ના સર! હું પણ ભણવા આવી છું.”

ચારે આંખો એક સાથે દરવાજા તરફ મંડાણી. સામે ઊભેલી પાંચ ફુટ સાત ઇંચ ઉંચાઈની, ગુલાબી સ્કર્ટ ને સફેદ ટોપ પહેરેલી, ગુલાબી ગુલાબ જેવી છોકરીને છોકરી કહેવી કે પરી એ વિચારે બંને ચુપ થઈ ગયા.

“સર હું આનલ મહેતા.”

આનલ અંદર પ્રવેશી, રોહિત તરફ હળવું સ્મિત કરી એની આગળની બેંચ પર બેસી ગઈ.

તો આ હતી આપણા હીરો ને હીરોઈનની પહેલી મુલાકાત! બંને તદ્દન ભિન્ન માહોલમાંથી આવતા હતાં. બંનેની રહેણીકરણી, બેઉની ફેશન, બંનેના દોસ્ત અલગ હતાં, છતાં બંનેમાં એક વાતે અજબ સામ્યતા હતી અને એ હતી વિચારોની સામ્યતા!

ભણવામાં તો બંને હોશિયાર હતા જ. એક સાથે સમય પસાર થતો રહ્યો. બે વરસ ક્યારે વીતી ગયા એની ખબર જ ના પડી!

પણ એક વાતની ધીરે-ધીરે આનલને ખબર પડી રહી હતી કે રોહિત એને મનોમન પસંદ કરે છે! આનલની જાણ બહાર રોહિતની નજર એના ચહેરાને તાકી રહેતી હતી એ આનલે જાણી લીધેલું. આમ તો એનેય રોહિત ગમતો હતો, પણ એ સામેથી એના પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવું એનું ગર્વિષ્ઠ મન ઇચ્છતું હતું. ને એ અણમોલ ઘડીની રાહમાં ને રાહમાં એ હવે લગભગ અધીરી થઈ ગઈ હતી. આખરે એણે નિર્ણય લઈ જ લીધો.

રાતના સાડા અગિયાર વાગે રોહિતનો ફોન રણક્યો,

“હલો… હલો, આનલ!” મોબઇલ પર આનલનો નંબર જોતા રોહિતે કહ્યું.

સામા છેડે આનલની સ્થિતિ કફોડી હતી, કેમેય કરીને એના ગળામાંથી અવાજ જ નહોતો આવતો. એનું દિલ ૧૨૦ની ગતિએ ધડકી રહ્યું હતું. પરાણે હળવેથી ફક્ત “રો…હિ…ત્” એટલું જ બોલાયું ને એણે ફોન મૂકી દીધો. બાકીની આખી રાત બંનેએ જાગીને પસાર કરી. આનલ પોતાની જાતને ગાળો દેતી રહી ને રોહિત આનલની ચિંતા કરતો રહ્યો!

સવારે આનલને કોલેજના દરવાજે જ રોહિત મળી ગયો.

“શું થયુ? રાતના તે કોલ કરેલો પછી,વાત કેમ ના કરી?”

રોજ ખીલેલા ગુલાબ જેવી દેખાતી આનલ આજે રોહિતને ઉદાસ લાગી.

“વાહ! કંઈ બહુ ચિંતા થઈ રહી છે આજ!” આનલે ચિડાઈને કહ્યું.

“ના, એટલે કે… હા, ના…”

આનલ હસી પડી.

“એક જરૂરી વાત કરવી હતી પણ, હું બોલી જ ના શકી!” આનલના અવાજમાં અનાયાસે જ ભીનાશ ભળી ગઈ.

“ચાલ ક્યાંક બેસીએ.” બંન્ને જણા કેન્ટીનમાં જઈને બેઠાં.

“બોલ હવે.” રોહિતે હળવું સ્મિત કરી કહ્યું.

“રોહિત હું, હું એમ માનું છું કે… કે તું મને… હું તને”

“આઇ લવ યુ!” આંખો મીંચીને આખરે આનલે બોલી દીધું.

હવે બોલવાનો વારો રોહિતનો હતો. પણ એ તો સાવ ચુપચાપ બેસી રહ્યો. આનલ લગભગ રડી પડવાના અવાજે બોલી

“તુ મને લવ નથી કરતો?”

રોહિતે આનલની સામે જોયું. એની આંખોમાં પણ થોડી ભીનાશ આવી ગઈ હતી.

“ચાલ મારી સાથે.”

“ક્યાં?”

“ચાલ.”

રોહિત આનલને લઈને એક ઘરની બહાર ઊભો હતો.

“આ મારું ઘર છે.”

“સરસ છે.”

“તારા બંગલાની સરખામણીએ તો એ સાવ સામાન્ય છે.”

“મને ફરક નથી પડતો.”

“ફરક તો મનેય નથી પડતો!” રોહિત સહેજ હસ્યો ,દર્દીલું! “જા એ ઘરમાં.” રોહિતે આંગળી ચીંધી.

આનલ મનોમન થોડીક ખુશ થઈ. એને થયું કે અંદરનું ઘર કેટલું સામાન્ય છે એ જોવા રોહિતે એને મોકલી હશે. પછી અમીર ગરીબનું ભાષણ આપશે, પણ હું એને મનાવી લઈશ!

અંદર શું જોવા મળશે? એની નિયતિ એને ક્યાં લઈ જશે? એની જરીકે તમા રાખ્યા વગર એ બારણે પહોંચી. આનલે ધીરેથી બારણાને ધક્કો માર્યો, બારણું ખુલ્લું જ હતું, ઉઘડી ગયું.

અંદર થોડાક અંધારામાં, રૂમની વચ્ચોવચ એક સ્ત્રી, કહો કે એક ડોશી નીચે જમીન પર બેસીને કંઈક ખાઈ રહી હતી.

આનલનું બધું ધ્યાન એ સ્ત્રી પર કેન્દ્રિત થયું. એનો પાલવ સરકીને જમીન પર પડી ગયેલો, વિખરાયેલા વાળ, એનું તો બધું જ ધ્યાન એનાં ખાવામાં હતું. સિસકારા બોલાવતી, વારે વારે આંગળા ચાટતી એ કોઈ અંકરાન્તિયાની જેમ ખાઈ રહી હતી. એના નાકમાંથી વહી રહેલા પાણીને એણે એના જ હાથથી નાક ઘસીને ગાલ ઉપર લૂછ્યું ને પછી એ જ હાથથી ખાવાનું ચાલુ…

આનલને ઉબકો આવી ગયો. ત્યાં જ એ સ્ત્રીનું ધ્યાન પણ આનલ તરફ ગયું,

“કોણ સે તું?”

“માર ઘરમાં ચમ આયી સે હેં? જા, જા નેકળ, બારે નીકર, ભોડું ફોડી નોખે”

આનલ સડસડાટ બહાર નીકળી ગઈ. રોહિત ત્યાં જ ઊભો હતો. “રોહિત અંદર પેલી બાઈ…”

“એ મારી માં છે.” આનલ કોઇ પ્રતિભાવ આપે એ પહેલાં જ રોહિતે કહ્યું.

“એ ગાંડી છે, ને આ દુનિયામાં એનું મારા સિવાય કોઈ નથી.” થોડુંક અટકીને એણે આનલ સામે જોયું, એ હજી આઘાતમાં હતી.

“તું મને કોલેજના પહેલાં દિવસથી જ પસંદ હતી. મનોમન હું તને ક્યારે ચાહવા લાગી ગયો એની મને ખબર નથી, પણ હું આ જનમમાં મારી માંને નહીં છોડી શકું એની ખબર હતી એટલે જ આજ સુધી તને કંઇ જણાવ્યું નહીં.”

“પણ રોહિત એમનો ઇલાજ.”

“ઘણી જગાએ કરાવ્યો, કંઈ ફરક ના પડ્યો!” રોહિતે એના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો, “આ અમારા સુખી સસાંરની છેલ્લી નિશાની છે.”

આનલે ફોટા સામે જોયું. એક બાર-તેર વરસનો છોકરો એનાં માતાપિતા સાથે ઊભેલો હતો. બધા લોકો એકદમ ખુશહાલ જણાતા હતા.

“આ ફોટો દિવાળીના દિવસે પડાવેલો, એના થોડાક જ દિવસો બાદ પપ્પાનું ખૂન થઈ ગયેલું. એમના ભાગીદારે જ એ કરાવ્યું હશે એવો મમ્મીને વિશ્વાસ હતો. એ ઘણું લડી. ઘણું રડી. કોર્ટના પગથિયાં ઘસી-ઘસીને એ પોતેય ઘસાઈ ગઈ! કઈ સાબિત ના થયું. મારા પપ્પાની રાત દિવસની મહેનતથી ઊભો કરેલો ધંધો અમને ના મલ્યો. અમારું ઘર, જમીન, ગાડી બધું જ વેચાઈ ગયું છતાં ઇન્સાફ ના મલ્યો ને એમાં જ મારી માં એનું માનસિક સંતુંલન ગુમાવી બેસી. મમ્મીનું ચસકી ગયું! કેટલી વહાલસોઈ, અન્નપૂર્ણાના અવતાર સમાન મારી માં આજે!”

થોડીવાર મૌન છવાયું.

“તારા મનમાં આટલુ દર્દ ભરેલું હતું ને તે મને એનો અણસારેય ના આવવા દીધો. ચાલ ભૂલી જા એ બધું, આપણે લગ્ન કરી લઈએ, હું તારી મમ્મીને મારી મમ્મી માનીને સાચવીશ, એમને કોઈ તકલીફ નહીં પડવા દવ. વિશ્વાસ રાખ.” આનલની આંખો વરસી પડી.

“મને તારા પર પૂરો ભરોસો છે, પણ શું છે ને કે હું તને પ્રેમ કરું છું ને તને દુખી થતી ક્યારેય નહીં જોઈ શકું! હું નથી ઇચ્છતો કે તારું ઊજ્જવળ ભવિષ્ય મારી માની સેવા કરવામાં વેડફાઈ જાય.”

“રોહિત હું,”

“કઈ ના બોલીશ. તું ભલે બધું જ સહેવા તૈયાર હોય પણ હું નથી. તું મને જ્યારે પણ મલે ત્યારે આમ જ ગુલાબની જેમ ખીલેલી દેખાવી જોઈએ નહીં કે થાકેલી હારી ગયેલી!”

“તું તારા જેવા જ કોઈ સંસકારી, સારા ઘરના છોકરાને પરણી જજે હું કોઈ સાવ સામાન્ય, મારી માની સેવા કરવા તૈયાર હોય એવી છોકરી સાથે પરણીશ ને જો, એ મમ્મીનું સરખું ધ્યાન નહીં રાખેને તો દઈશ એને ઊલટા હાથની એક!” આંખમાથી વહી આવવા મથતા આંસુને ખાળવા રોહિત જોરથી હસી પડ્યો, સાવ ખોટે-ખોટું!

હરે ક્રિષ્ના! જ્યાં સાચો પ્રેમ પ્રગટાવે ત્યાં જ આટલી બધી તકલીફ શીદને દેતો હશે? નિયતિનું લખેલું શું તું પણ ના મિટાવી શકે?

આખરે છૂટા પડી ગયા બંને કે એમ કહો છૂટા પડી જવું પડ્યું! એ સાંજના બનાવ બાદ બેઉ વચ્ચે એક અદૃશ્ય આવરણ છવાઈ ગયું, મૌનનું! થોડાક જ દિવસો બાદ પરીક્ષા આવી ને ગઈ ને પરિણામનો દિવસ આવી ગયો.

આનલ હજી કઈક કહે એ પહેલાં જ રોહિતે એને પોતાના લગ્ન નક્કી થઈ ગયાનું જણાવેલું. આનલ એને શુભેચ્છા આપીને જતી રહેલી, સદાને માટે!

આ વાતને મહિનો થવા આવ્યો હશે કે રોહિતનો મેસેજ આવેલો, “તું લગ્નમાં ના આવી! ઠીક છે, તું મારી દોસ્ત હંમેશા રહેવાની. લગ્નનો ફોટો મોકલું છું.” આની સાથે એનો એની પત્ની સાથેનો લગ્ન સમયનો ફોટો હતો. આનલ એ શહેર છોડીને બીજે ચાલી ગઈ.

લગભગ બે વરસ પસાર થયા હશે, ત્યારે આનલે રોહિતને એક મેસેજ કરેલો, “હેપ્પી ફેમિલી!” સાથે એક ફોટો જેમાં આનલ, એક સુંદર યુવક અને એક ટેણિયા સાથે હતી.

થોડા બીજા મહિના વિતી ગયા. આનલના પપ્પાની તબિયત ઠીક ના હોવાથી એ પાછી આ જૂના શહેરમાં આવેલી. પપ્પાનો રિપોર્ટ લેવા એ હોસ્પિટલે ગયેલી ત્યાં જ એને એની કોલેજના સમયની એક સહેલી મળી ગઈ. વાત-વાતમાં એ કંઈક આવું બોલી,

“ખરા છો યાર તમે બંને! એકબીજાને આટલો પ્રેમ કરો છો તો પરણી કેમ નથી જતાં? વાંધો શું છે? પેલાની મમ્મીનું પણ બે વરસ પહેલાં મૃત્યુ થઈ ગયું.”

“કોની વાત કરે છે?”

“તારી ને રોહિતની જ તો!”

“પણ એણે તો લગ્ન કરી લીધેલાને… જો મારી પાસે ફોટો છે.” આનલે મોબાઇલમાં રોહિતે જે મોકલેલો એ ફોટો બતાવ્યો.

“અરે યાર! કેમ આમ કરે છે? આ તો એના ફોઈની દિકરી છે!”

“શું?”

“હાં જ તો, તું એનો મેસેજ વાંચ. એમાં ક્યાં લખ્યું છે કે આ એની પત્ની છે?”

“મતલબ કે!” આનલની આંખો ભરાઈ આવી.

“મતલબ કે એ હજી તારો જ છે… વાત કર એની સાથે.”

ધડકતા દિલે આનલે ફોન જોડ્યો. એક, બે ને ત્રીજી રિંગે,

“હલો… હલો, આનલ!”

આનલને ગળે ડૂમો બાઝી ગયો. એ જ અવાજ! આનલ કઈ ના બોલી શકી. મહા મહેનતે ધીરેથી ફક્ત “રો…હિ…ત ”, એટલું જ નીકળ્યું.

આનલે ફોન કટ કરી દીધો. એનાથી રડી પડાયું.

“શું થયું?”

“કઈ નહીં! મારાથી વાત નહિ થાય”,

“આ તારો કોલ આવે છે.”

આનલે ફોન લીધો. સામે છેડે રોહિત હતો.

“જો ફોન કટ ના કરતી યાર! શું થયું કંઈ તકલીફ હોય તો જણાવ મને, તું રડે છે કેમ?”

“તારી માં મરી ગઈ એટલે રડું છુ સાલા ગધેડા!” આનલને રોહિત પર બરાબરની ખીજ ચઢી હતી.

“માઇન્ડ યોર લેન્ગવેજ!”

“નહીં કરું જા! થાય એ કરી લે એક નંબરનાં જૂઠ્ઠાડાં, કોના લગ્નનો ફોટો મોકલેલો, હ્મ્મ?” આનલથી ધ્રૂસકું નંખાઈ ગયું.

બે ઘડી શાન્તિ છવાઈ.

“મેં જે કર્યુ એ તારી ભલાઇ માટે જ કરેલું. બે વરસ પહેલા જ્યારે મમ્મી ઊંઘમાં જ ગુજરી ગઈ ત્યારે સૌથી પહેલાં તારો જ વિચાર આવેલો. હું તને કોલ કરવાનો જ હતો કે તારો મેસેજ મળ્યો, હેપ્પી ફેમિલી! પછી તને ડિસ્ટર્બ કરવાનું…”

“એ ફોટોમાં મારી સાથે મારા મામાનો દિકરો અને એનો દિકરો હતો.” આનલે રોહિતની વાત કાપતાં કહ્યું, “હું હજી તારી જ છું!”

બંને છેડે થોડીવાર શાંતિ છવાયેલી રહી.

“તું ક્યાં છે હાલ? હું આવું છું.”

થોડીક મિનિટો પછી રોહિત અને આનલ સાથે હતાં એની જેગુઆરમાં! અને આ વખતે સદાને માટે!

“હસ્ત બે જોડાઈ રહેલા એમાં…

ઉપસેલો એક સુગંધી પ્રસ્વેદ છે…”

સાકેત દવે

(ઉપરોક્ત વાર્તા અહીં થી તે સાઈટ અને લેખિકા નિયતિ કાપડિયા ની પરવાનગી થી મૂકી છે… મને ખુબ ગમી એટલે। )

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 27, 2017 in અંગત, Uncategorized

 

ટૅગ્સ:

મહાદેવ


એક દિવસ નારદજીને કોઈ એ પુછ્યું કે બીજા કોઈ દેવો નહીં અને શંકર ભગવાનને જ કેમ મહાદેવ કહેવામા આવે છે? અને ત્યારે નારદજીએ બહુ સુંદર જવાબ આપ્યો હતો..શંકર ભગવાન ભોળા નાથ છે, જલ્દી પ્રશન્ન થઈ જાય છે.

.

જે પોતાના કંઠ માં નીલવર્ણું હળહળતું વીષ લઈ ને બેઠા છે,

.

જેની માથે સાક્ષાત ગંગાજી બિરાજે છે,

.

જે પોતે તો પૂજાય પરંતુ તેના પત્ની પાર્વતી પણ પૂજાય,

.

તેમના પત્ની તો પૂજાય પરંતુ તેમના બાળકો ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય,

.

તેના બાળકો તો પૂજાય તેની વહુઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય,

.

તેની વહુઓ તો પૂજાય તેના પૌત્રો લાભ અને શુભ પણ પૂજાય,

.

તેના પૌત્રો તો પૂજાય તેનું વાહન નંદી પોઠિયો પણ પૂજાય,

.

તેનું વાહન તો પૂજાય તેનું શસ્ત્ર ત્રિશુલ પણ પૂજાય.

.

તેનું વાહન તો પૂજાય તેના ઘરેણાં એટલેકે નાગ દેવતા પણ પૂજાય

.

બીજા કોઈ દેવના પુત્રો, વહુઓ કે પૌત્રો પૂજાતા નથી

.

અને આમ જેનું સર્વત્ર પૂજાય તેવા દેવ ને મહાદેવ કહેવાય…

.

જય ભોલેનાથ…..

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 24, 2017 in અંગત

 

પ્રતિજ્ઞા


ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ…અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે”

ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..બપોર પછી બાળક સ્કુલે થી આવ્યો..એને નવડાવી..નવા કપડા પહેરાવી..તૈયાર કરી ને આંગળી પકડી ને એ ગરીબ મહીલા નાનકડા ગામની બજાર મા આવી..કંદોઈ ની દુકાને થી સો ગ્રામ જલેબી લઈ ને ગામના મંદિર તરફ ચાલી…મંદિરે જઈ..બાળક ને પગે લગાડી..પૂજારી પાસે આવી બાળક ને પણ પગે લગાડી પોતે પણ..જલેબી નુ પડીકુ પૂજારી ના પગ પાસે મુક્યુ..

પૂજારી એ પૂછ્યું આ શુ છે બેન…?
ગરીબ મા એ કહ્યું…..”બાપુ જલેબી છે…તમને જલેબી બહુ ભાવે છે ને..મને એ ખબર..આજે મારા દિકરા નો જન્મ દિવસ છે એટલે અમે ગરીબ માણસ બીજું તો શું કરીએ..!!પણ તમને ભાવતી જલેબી લાવી એ ખાઇ લો અને એમાં થી થોડી પ્રસાદ તરીકે આપો એ મારો દિકરો ખાઇ લે…એટલે એનો જન્મદિવસ ઉજવાય જાય….”
પૂજારી એ કહ્યું..”એ સાચું બેન પણ આજે તો મારે ઉપવાસ છે..!!અને હાથ લંબાવ્યો પડીકું પાછુ આપ્યું..એ ગરીબ મહીલા એ પડીકું તો લીધુ પણ એની આંખો ના ખૂણા ભીના થયા…

પૂજારી એ કહ્યુ ”કેમ બેન..!! તમને ઓછું લાગ્યું..?ત્યારે એ ગરીબ બાળક ની માતા પોતાના ભાગ્ય ને દોષ દેતી એટલું બોલી કે….બાપુ…અમારા ગરીબ ના ભાગ્ય પણ ગરીબ હોય છે..નહિ તો આજે જ તમારે ઉપવાસ ક્યાથી હોય…?

પૂજારી એની સામે જોઈ રહ્યો..અને બોલ્યો..લાવો બેન..મારે જલેબી ખાવી છે…!!

પેલી બહેન કહે…”પણ બાપુ તમારુ વ્રત તુટશે..”પૂજારી એ કહ્યુ… ”વ્રત નહીં તોડુ તો તમારુ દિલ તુટશે…”
વ્રત ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ…

કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહેવા છતાં ભીષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં કૃષ્ણ જગદગુરૂ કહેવાયા…
જય શ્રી કૃષ્ણ

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 22, 2017 in અંગત, ટૂંકી વાર્તાઓ