RSS

Category Archives: ટૂંકી વાર્તાઓ

Short stories

મેઘ-મલય


“કેમ ગ્રુપ લેફ્ટ કર્યું ?”

” ઓહ હાઈ, જય શ્રી કૃષ્ણ, બસ એમ જ.”

“જય શ્રી કૃષ્ણ, એમ જ ના હોઈ, આટલા વર્ષો પછી સોશિયલ મીડિયા ને લીધે બધા એકજ જગ્યા પર  ભેગા થઇ શકયા અને તું આમ લેફ્ટ થા એ મગજ માં નથી બેસતું ”

“સોરી, પણ અત્યારે હું કામ માં છું, તો પછી વાત કરીએ”

આટલું કહીને મલય ઑફ્લાઈન થઇ ગયો અને વિચારો ના વંટોળ માં ફસાઈ ગયો, ગ્રુપમાંથી કોઈ નહિ અને મેઘાએ જ કેમ મેસેજ કરી ને પૂછ્યું હશે ? આટલા વર્ષો સાથે ભણ્યાં પણ કોઈ દિવસ વાતચીત પણ નહોતી કરી એકબીજા સાથે, અને આટલાં વર્ષો માં કોણ ક્યાં હતું એ પણ ખબર નહોતી, પણ આ વ્હાટ્સએપ એ બધા સ્કૂલ ફ્રેન્ડ્સને ફરીથી સાથે જોડી દીધા. મલય એની સાથે ભણતા બધાજ મિત્રો કરતાં ખૂબ પાછળ હતો, હજું સુધી એ સફળ તો શું સ્થિર પણ થઇ શક્યો નહોતો, એટલે એણે જયારે ગ્રુપમાં જોયું કે બધાજ ક્યાં ના ક્યાં પહોંચી ગ્યાં છે અને એ હજુ સુધી સફળતાની સીડી ચડવાની તો દૂર ની વાત પણ દર્શન પણ કરી શક્યો નહોતો. એટલે એ થોડી શરમ અને લઘુતાગ્રંથિ અનુભવતો હતો, એને લીધે ગ્રુપમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો, પણ બીજું કોઈ નહિ અને મેઘાએ પૂછ્યું પણ એ એને કહી ના શક્યો.

પણ મેઘા એમ મલય નો પીછો છોડવા માંગતી નહોતી. એણે બીજે દિવસે મલયને ઓનલાઇન જોઈને ફરીથી મેસેજ કર્યો.

“હાઈ ”

“ઓહ હાઈ, કેમ છુઓ?”

“ફોર્માલિટીઝ ના કર, પહેલા મારી વાતનો જવાબ આપ ”

“શું કહું? તમને સાચું કહી નહિ શકું અને ખોટું બોલવાની આદત નથી.”

“તો સાચું કહી દે, મને સાચું સાચવવાની સારી આદત છે. અને આ શું તમને તમને માંડ્યું છે? આપણે સરખી ઉંમરના છીએ, અને સાથે ભણ્યાં છીએ, ‘તુ’ કહીશ તો ચાલશે અને ગમશે.”

“ઓકે, મને થોડો સમય આપો, આટલું જલ્દીથી ખુલીને યા  ખીલીને વાત નહિ કરી શકું.”

“ઓકે, હું રાહ જોઇશ તારા મેસેજ ની.”

******

રોજ આમ થોડી થોડી વાતો કરીને મેઘા  અને મલય એકબીજાના સારા એવા મિત્રો બની ગયા, અને મલયે ગ્રુપ કેમ છોડ્યું એ પણ કહ્યું અને વાતો નો દૌર ચાલતો રહ્યો.

“મલય, એક વાત પૂછું?”

“હાં ”

“સ્કૂલ માં બધા મારાં  વિશે શું બોલતા અને વિચારતાં ?”

“અઘરો સવાલ પૂછી લીધો હો..”

“મને ખબર છે કે આ સવાલનો જવાબ તારા સિવાય કોઈ સાચો નહિ આપી શકે, એટલે તને પૂછ્યું.”

“તમને ખબર જ છે કે આખી સ્કૂલમાં, કોઈ એવું નહિ હોઈ કે જેને તમારા માટે ક્રશ નહિ હોય, પણ કોઈ ની હિમ્મત નહોતી કે તમને પ્રપોઝ કરી શકે, બધા કહેતા કે કેટલી સુંદર છે, સિમ્પલ છે, વગેરે વગેરે….. બધા  પોતપોતાના સંસ્કાર મુજબ તમારાં વિશે બોલતા.”

“હા હા હા હા હા…. અને તું?”

“એજ કે આપડા કોઈ ના હાથમાં નહિ આવે.”

“અને એ સાચું પડ્યું, પણ તારાં જેટલી હિમ્મત કોઈએ આવું કહેવાની કરી નથી.”

“ગ્રુપ છોડવાનું એક કારણ આ પણ હતું, મને દંભ ના આવડે, અને આ પણ તમે પૂછ્યું એટલે કહ્યું.”

“મેં એટલે જ તને પૂછ્યું, હતું જ કે તું સાચું જ કહીશ. ચાલ, તું મને એ કહે કે કેમ તું હજુ એકલો છો?”

“કારણકે મેં પ્રેમ કર્યો તો, એની સજા કાપું છું.”

“ઓહ, હું આશા રાખું કે એ હું નહિ હોવ, હા હા હા હા”

“ના ના , તમે એટલા કિસ્મત વાળા પણ નથી”

“હા, એ મને ખબર છે.”

*****

“મલય, મેં તારાં બ્લોગમાં એક વાક્ય વાંચ્યું તું, ” જિંદગીના 95% પ્રોબ્લેમ રૂપિયાથી સોલ્વ થઇ જાય છે.”

“હા, હું આ વાત વર્ષો થી બધાને કહું છે, અને સાથે એ પણ કહું છું કે પૈસા પાસે એવું કોઈ દુઃખ નથી જેનો રૂપિયા વડે ઈલાજ ના થઇ શકે. પણ આ વાત આજે અચાનક કેમ યાદ આવી ?”

“વાહ, તું તો ફિલોસોફર પણ છો, મલય તને નથી લાગતું કે તું ખોટા ફિલ્ડમાં છો ? મેં તારો બ્લોગ વાંચ્યો, તારી સાથે વાતચીત માં પણ જાણ્યું કે તું સારું એવું લખી શકે છે, પછી ચાહે એ વાર્તા હોઈ, લેખ હોઈ, કવિતા હોઈ કે શાયરી હોઈ, તો તું એ ફિલ્ડમાં આગળ વધ ને, મેં ક્યાંક વાંચ્યું તું કે તમારો શોખ જે સફળતા અપાવી શકે એવી સફળતા બીજું કોઈ ના અપાવી શકે.”

“હા, હું માનું છું એ વાતમાં, પણ તમે ફરીથી વાંચી લ્યો એ વાક્ય જે વાંચી ને તમે મને અત્યારે મેસેજ કર્યો.”

“ફિલોસોફર ની સાથે હાજર જવાબી પણ છો, ગમ્યું. મેં તને એટલે જ મેસેજ કર્યો, મને પણ તારી એ વાતમાં તથ્ય દેખાય છે, અને મારી આજુબાજુ માં એવું બનતા પણ જોવ છું. હું જયારે ઇન્ડિયા આવું છું, ત્યારે બધા બહુંજ  પ્રેમ થી બોલાવે, જે લોકો પહેલા બોલાવતા પણ નહોતા એ લોકો પણ હવે ઘરે જમવાનું આમંત્રણ આપે છે, પ્રસંગોમાં બીજા કરતા મારુ અને સાહેબનું અને અમારી ‘માયા’ નું બહુ સાચવે અને સગવડતા પણ વધુ આપે,  મારી બહેન જે ઇન્ડિયા માં જ સાસરે છે એના કરતાં અમને વધુ માં સન્માન આપે, ત્યારે ત્યારે મને તારું એ વાક્ય બહુજ યાદ આવે. લોકો માટે શું પૈસોજ મહત્વનો હોય ? ”

“હાં , આજના સમાજમાં લોકો એકબીજાને રૂપિયા ના ત્રાજવે જ તોલે છે, રૂપિયો એક સમાંતર ધર્મ જ બની ગયો છે એમ કહીયે તો પણ ખોટું નથી. અને જે સુખ આપે છે અથવા સુખ આપતી પરિસ્થિતિનું નિર્માણ કરે છે તે ધર્મ છે. આ ધર્મનું મૂળ સંપત્તિમાં છે, જો સંપત્તિ ના હોય તો ધર્મનો કોઈ અર્થ સરતો નથી. ”

“તને આવું બધું સુજે છે ક્યાંથી?”

“અનુભવ, જિંદગી રોજ નવા નવા અનુભવ કરાવે છે, હું તો બસ કોઈને કહી ના શકું એટલે બ્લોગ પર લખી મનને હળવું કરીને ફરીથી નવી આશા સાથે (એ જાણવાં છતાં કે માણસ માટે આશાથી મોટી બીજી કોઈ સજા આ દુનિયા માં નથી.) મહેનત કરવા લાગુ, પણ એકલી મહેનત થી નથી થતું, કિસ્મત પણ જોઈએ સાથે.”

“થઇ જશે, નિરાશ ના થા, દુનિયા માં એવા ઘણા લોકો છે કે જેણે સફળતાનો સ્વાદ 40 વરસ પછી ચાખ્યો હોય , તું ધીરુભાઈ અંબાણીને અને KFC ના સ્થાપકને  યાદ કર, મેં તારાં જ બ્લોગ પર  આ બધું વાંચ્યું છે અને તું આમ નિરાશાવાદી વાતો ના કર.”

“હું નિરાશાવાદી વાતો નથી કરતો, કે નથી નિરાશ થતૉ , બસ જયારે કોઈ આમ સાન્ત્વનના શબ્દો કહે ત્યારે થોડું અજીબ  લાગે, સાંત્વનાના શબ્દો ઘણીવાર દુઃખને તાજું કરતાં  હોય છે. અને મને મારી ભૂતકાળની ભૂલો યાદ આવી જાય. ”

“હું કોઈ મદદ કરી શકું તારી?”

“ના ના, હું એક વાત માં દ્રઢપણે  માનું છું કે સંબંધની શાન સાચવવી હોય તો તેને ઉપકારના પડછાયા થી મુક્ત રાખવો. તમે પહેલા એવા વ્યક્તિ છુઓ કે જેણે  મને આમ પૂછ્યું હોઈ, અને  તમે પૂછ્યું એમાં બધું આવી ગ્યું.”

“એમાં ઉપકારની વાતજ ક્યાં આવી ? ચલ , પછી વાત કરીયે, મારે સાહેબના આવવાનો સમય થઇ ગયો.”

*****

“મેઘા, એક વાત કરવી છે.”

“હાં , બોલને ”

“કેમ કહું !!! એ નથી સમજાતું, અને તમે શું સમજશો એ વિચારીને 4 મહિનાથી કહી ન્હોતો શકતો, પણ આજે મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે  હિમ્મત કરીને તમને મેસેજ કર્યો.”

“કેટલા અને ક્યારે જોઈએ છે? મૂંઝાયા વગર ખુલી ને વાત કર.”

“તમને કેમ ખબર પડી!!!?”

“મલય, 3 વરસથી આપણે વાતો કરીયે છીએ, બંને ને એકબીજાંની બધી ખબર છે, તો પણ તું આવા સવાલ કરીશ!!!? ચાલ એ બધું મૂક અને મુદ્દા પર આવ.”

“10, અને એ હું તમને હપ્તે હપ્તે આપી દઈશ.”

“ફિકર નોટ, કાલે તને મોકલી આપીશ. અને પાછા આપવાની ઉતાવળ ના કરતો કે ટેંશન ના લેતો, તારાથી થાઈ  ત્યારે આપજે.”

*****

મેઘાએ મોકલેલા રૂપિયાએ મલય ની જિંદગીમાંથી દુઃખોની બાદબાકી કરી અને સુખોનો સરવાળો, અને મલય એક પછી એક સફળતાની સીડીઓ ચડતો ગયો અને એક દિવસ એણે મેઘાને મેસેજ કર્યો.

“મેઘા, મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, મળી જાય એટલે મેસેજ કરી દેજો.”

“અરે, બહું ઉતાવળ કરી તે તો, રાખ હજુ જોઈતા હોઈ તો, મારે હમણાં જરૂર નથી.”

“ના ના, તમારાં  રૂપિયા ફળ્યા  મને, કર્જ તો તમારા રૂપિયાથી પૂરું થઇ ગયું તું, અને પછી તમે કહ્યું એમ જોબ ની સાથે શોખ ને પણ સમય આપ્યો અને સફળતા મળતી ગઈ, ટેંશન દૂર થયું તેને લીધે જોબ અને શોખ બંને માં મારુ 100% આપી શક્યો એટલે 2 વર્ષ ના ટૂંકા ગાળા માંજ હું આજે એક સન્માન જનક સ્થાને છું, અને આ બધાનો શ્રેય ફક્ત ને ફક્ત તમને જ છે. જો તમે મને ત્યારે સાથ અને સહકાર ના આપ્યો હોત, પ્રેરણા ના આપી હોત , તો હું અત્યારે હજુ ત્યાં નો ત્યાં જ હોત.”

“બસ બસ. બહુ થ્યું , આ બધું તે કહ્યું જ છે જયારે જયારે વાત થઇ ત્યારે,  મૂક એ બધું અને મને એ કે હવે તો સ્કૂલના ગ્રુપ માં જોઈન થઈશ ને? ”

“હાં ”

*****

સમાપ્ત

-ચેતન ઠકરાર

9558767835

 

 

 

 

 

 

 

 

 

Advertisements
 

ટૅગ્સ: ,

દિવાળી ની હોળી


રંજોગમ ક્યાં કરું એ ખુદા તુજસે ! મિલાયા હૈ તુને મુજે હરખુશીઓ સે.

સિલસિલે લિખે બહેતરીન ઝીંદગી કે, બસ એક જુદાઈ દેના તેરા હક હૈ.

******

યાર અભય… તું કેમ દિવાળી ની રાત્રે બહાર નથી નીકળતો… નથી તને કોઈ દિવસ 31st માનવતા જોયો…. તને નવા વરસ થી દુશ્મની છે!?

હા … એવું જ કંઈક સમજ…

શું નામ છે!!!?

ઉંહુ… ડર ફિલ્મ નો ડાયલોગ યાદ કર…. નામ લૂંગા તો વૉ બદનામ હો જાયેગી…

ચાલ નામ નાં કે તો કઈ નહીં… વાત તો કર તારાં આ નવા વરસ ની દુશ્મની ની

ઓકે… તો સાંભળ…

*****

જય શ્રી કૃષ્ણ

જય શ્રી કૃષ્ણ

તમે આવો છો ને?

ક્યાં!!!?

અહીં, રોશની જોવા, રંગોળી કરવા અને ઊંધિયું પુરી ખાવા !!!?

ના ના , આ વખતે મેળ નહીં પડે… સોરી…

કેમ પણ !!!?

અરે, મેં મમ્મી પાપા ને પણ ના પડી છે કે હું નહીં આવું… બહું કામ છે.

એ મને નથી ખબર… પણ તમારે અહીં આવું જ પડશે… બાકી હું રંગોળી પણ નહીં બનાવું… રોશની જોવા પણ નહીં જાવ… અને ઊંધીયુપુરી પણ નહીં ખાવ.

મીઠું… એવી જીદ ના હોય યાર

આને જીદ ના કહેવાઈ… ઈચ્છા અને પ્રેમ કહેવાય

એમ !!!?

હાં, એમ. ( કેપીટલ માં)

પણ હું બધા ને શું કહું હવે!!?

એ તમારો પ્રશ્ન છે… તમારી પાસે 6 કલાક છે… રાત્રે 12 પેલા આવી જજો… તો જ હું તૈયાર થઈશ અને રોશની જોવા જઈશ અને બાકી જમ્યા વગર સુઈ જઈશ.

ઓકે… મને 10 મિનિટ આપ વિચારવા….

ના… હવે અહીં આવીને જ મેસેજ કે ફોન કરજો.

અભય… મૂંઝાણો છે… કે શું કરે અને કેમ કરે !!? એણે આસ્થા ની આશા અને આસ્થા પણ સાચવવાની છે અને ઘરનાં ને પણ… અને સાથે જે મિત્રોને ના પાડી હતી કે એ નહીં આવે એ પણ…પણ મગજ ની આગળ દિલ જીતી ગ્યું અને રસ્તા માં વિચારી લઈશ… એવું વિચારીને એ ગામ જાવા બસ માં બેસી ગ્યો… અને બસ માંથી બેસીને આસ્થાને મેસેજ કર્યો કે નોન સ્ટોપ બસ માં બેસી ગ્યો છું અને 11.30 એ પહોંચી જઈશ.

આસ્થા એ સામો જવાબ આપ્યો કે મને હતું જ કે તમે મને નારાઝ નહીંજ કરો… અને તમારાં માટે એક સરપ્રાઇસ પણ છે… જલ્દી આવો.

હવે તું કે તો બસ હું ચલાવું તો થાય…. આ બસ કાઈ મારાં સસરા ની નથી કે તું કહે એમ ચાલે

ઓયે… પાપા ને વચ્ચે ના લાવો હો…

હા તો હું ત્યાં આવું ત્યારે એને કેજે કે દૂર રહે.

મારા કરતાં તો એ તમારું વધુ સાંભળે છે 😏

ઓકે ઓકે… જમી તું!!!?

ના… કહ્યું ને કે રાત્રે સાથે ઊંધિયું પુરી ખાશું… જલ્દી આવો… બોવ ભૂખ લાગી છે.

આવું છું મારાં બાલમંદિરની માં, તારી જીદ પુરી કરવાં જ આવું છું… હજુ એ પણ નથી વિચાર્યું કે ઘરે અને બીજા ને શુ કહીશ હું!!!?

બાલ મંદિર કાંઈ નૈ હો… બસ એક જ…

એ પછી નક્કી કરશું… પણ એ તો કે તું… શું સરપ્રાઇસ આપવા ની છો!!?

એ આપું ત્યારે જોઈ લેજો.

ઓકે… હવે 1 કલાક જ દૂર છું… ત્યાં પહોંચી ને બેગ ઘરે મૂકી ને ત્યાંજ આવીશ સીધો..

ઓકે… ઓલો કહ્યો તો એજ શર્ટ પેરજો…

હાં બાપા હાં.

*****

1 કલાક પછી

*****

અરે ભાયા તું!!! આમ ઓચિંતા નો !!!? તું તો ના પાડતોતો કે નહીં આવ !!

હાં યાર… પણ ગામ ની દિવાળી બહુંજ યાદ આવી અને મેઈન તો ઊંધિયું પુરી અને સાથે બધાંને સરપ્રાઇસ આપવીતી .

સરસ સરસ… મજા આવી ગઈ તું આવ્યો એટલે…

( બધા સાથે આવી વાતો કરી… અને નઝર ના ખૂણેથી આસ્થા ને પ્રેમથી અને ભય થી જોઈ લેતો અભય કોઈ ની નઝર માં ના આવી જાય એનું ધ્યાન રાખતો )

( બધાં ગામમાં રોશની જોઈ ઊંધિયું પુરી પાર્સલ કરાવી અસ્થાના એપાર્ટમેન્ટ પર જાય છે, જ્યાં આસ્થાનો ફ્લેટ હતો.)

( આસ્થા, અભયનાં ખાસ મિત્ર ની બહેન હતી)

આસ્થા લાગ જોઈ ને અભય ની પાસે બેસી જાય છે… આડોશ પડોશમાં રહેતી એની સખીને આની ખબર હોય છે… એટલે એ મજાક કરે છે અને આસ્થા છણકો કરીને એને ખીજાય છે)

ચાલ અભય… અગાસી માં…

ના ભાઈ… એ અમને રંગોળી કરવા માં મદદ કરશે… એને બહું સારી આવડે છે…

(ઇશારાથી ખિજાતી હોઈ એવું અભય ને લાગ્યું… એટલે એણે એના મિત્ર ને કહ્યું… ) ભાઈ… તમે લોકો ઍન્જોય કરો… હું આ લોકો ની મદદ કરી દવ રંગોળી કરવામાં.

( આસ્થા ખુશ થઈ અને અભિમાન અને ગર્વથી એની સહેલીઓ સામે જોઇને મલકાઈ)

ઓકે… તને જેમ ગમે એમ… મન થાય તો આવી જાજે અગાસી માં…

રંગોળી કરતાં કરતાં અનેકો વખત બંને એક બીજા ને સ્પર્શ કરી લેતાં … અને આ બધી હરકતો એની સહેલીઓ જોઈને મજાક કરતી….

રંગોળી તૈયાર થઈ ગઈ… બધા ઘરે જાવા લાગ્યા…આસ્થાએ અભય ને ઈશારા થી કહ્યું… રોકાજે.

બધાં અંદર ગયાં પછી… દાદર પર…. અભય અને આસ્થા…

તારા કહ્યાં અને ઈચ્છા મુજબ અને મારી સરપ્રાઈઝ મેળવવાં માટે હું અહી આવી ગ્યો… હવે તારો વારો…

હજું અભય ના શબ્દો પૂરા થાય એ પહેલાંજ આસ્થા એ એના રસીલા હોંઠ અભય ના હોંઠ પર રાખીને ચસચાસતું ચુંબન આપી દીધું.

અભય એની જીંદગીમાં મળેલાં પહેલાં ચુંબનની અનુભૂતિમાંથી બહાર આવે એ પહેલાં તો આસ્થા હસતા હસતા ઘરે જવા માટે ભાગી…

અભય ત્યાંજ બાઘો બની ને બેઠો રહ્યો….

*****

31 dec… ઇંગ્લિશ ન્યુ યર…હિન્દુ ન્યૂ યર એ જે બન્યું એનું પરિણામ ઇંગલિશ ન્યૂ યર માં આવ્યું…..

બકુ… ભાઈ તને ઇમોશનલ કરશે… પણ તું એની વાતો માં આવી ન જતો… હું તારી સાથે જ છું…

પણ મીઠું તું તારું કહેલું પણ યાદ રાખજે… કે ઘરનાં ની મંજૂરી હશે તો જ કરશું… કોઈને નારાઝ કરીને નહીં કરીએ.

તમે તમારી ફિલ્મી અને કિતાબી વાતો ના કરો… એ હકીકતમાં કામ ના આવે… દિલ થી નિર્ણય લેજો… દિમાગથી નહીં… મારાં ભાઇને તમારી કમઝોરી ખબર છે… અને એ એનો પૂરો લાભ લેશે…

ઓકે… 3.30 એ બોલાવ્યાં છે…. ભાઈ ની ઓફિસે…

હાં… મને પણ

યાર શુ કરું!!!? બહુંજ બીક લાગે છે… મારાં ઘરનાને માંડ માંડ મારા પર ફરી વિશ્વાસ આવ્યો છે… અને એમાં પણ તું મારી બેન ની નણંદ ની નણંદ…. અને અધૂરામાં પૂરું મારાં ભાઈને અહીં સેટ કરવા માટે તારા ભાઈઓ ને પાર્ટનર બનાવ્યાં…જો આ વાત ને લીધે મારી બેન ને કાઈ તકલીફ થાશે…અને મારાં ભાઈનો ધંધો બંધ થઈ જાશે તો મારા ઘરનાં મને બીજીવાર માફ નહીં કરે…અને હું તને પણ ખોવા નથી માંગતો…

એ બધું વિચારીશ તો મને ખોઈ જ બેસીશ… અને આખી જિંદગી પસ્તાવો કરીશ… અને મારી જિંદગી પણ બરબાદ કરીશ… અને જો એવું થાશે તો હું તને કોઈ દિવસ માફ નહીં કરું….

અરે…. પણ…

પણ બણ કાઈ નહીં… બસ તું હિમ્મત ના હારતો… બાકી મને હારી જઈશ… હું ઘરે થઈ નીકળું છું…

*****

અભયના ભાઈ નિર્ભય ની ઓફીસ… અભય… નિર્ભય… આસ્થા અને અસ્થાનો ભાઈ.

નિર્ભયભાઈ… હું તમારી અને તમારાં ઘરની બહુંજ ઈજ્જત કરું છું… અને આપણા બંનેના ઘરનાં સબંધ પણ સારાં છે…. પણ અભય અને આસ્થા ને એકબીજાંની જાજી ખબર નથી… જેટલી તમને અને મને અભય ની ખબર છે એટલી આસ્થાને નહીં હોય…. અને જેટલી ખબર મને આસ્થાની છે એટલે અભય અને તમને નહીં હોય. એ બંને આવેગ માં છે… અને જો અભય મારો મિત્ર ના હોત તો હું એને અહીં ને અહીં મારી મારી ને પાડી દીધો હોત…છતાં પણ હું એ બંને ને એક ચાન્સ આપું છું… કે હજુ એ બંને એક વાર વિચારી ને અહીં આપણી સામે નિર્ણય કહે પોતપોતાનો…. અને પછી હું ઘરે વાત કરીશ…મારી તો નાં જ છે… છતાં પણ હું આ બંને માટે ઘરે વાત કરીશ… પણ જો પછી ઘરનાંની મંજૂરી નહીં હોય… તો હું સાથ નહીં આપું…

આસ્થા : ભાઈ મારી પસંદ યોગ્ય જ છે… અને ભલે મારા કિસ્મતમાં દુઃખી થવાનું હશે તો પણ હું અભયની સાથે જ દુઃખી થવા માંગુ છું… પણ મને ભરોસો છે કે અભય મને દુઃખી નહીં કરે.

ઓકે…. તે તારો નિર્ણય કહી દીધો…. હવે તું ઘરે જા…. હું અભય અને નિર્ભયભાઈ સાથે વાત કરીને ઘરે આવું છું.

ના… મને ખબર છે કે જો હું અહીંથી ચાલી જઈશ… તો અભય ને તમે ઈમોશનલ કરીને મજબૂર કરી નાખશો.

આસ્થાઆઆઆઆ…… તને કહ્યું ને કે હવે તું ઘરે જા….

ઓકે ભાઈ….અભય… પ્લીઝ તું હિમ્મત રાખજે…. હું તારાં ભરોષે આટલી આગળ વધી છું… અને તું બીજાનું વિચારીને આપણું ના બગાડતો… પસ્તાઈશ બાકી…

આસ્થા બસ હવે…. એ મુન્નો નથી…. તું જા હવે ઘરે…

આસ્થાના ગયાં પછી….

નિર્ભયભાઈ…. તમને તો ખબરજ છે કે અભય સાથે આટલું બન્યા પછી પણ મેં કંઈ રીતે મારાં ઘરનાંને તમારાં ધંધા માં પાર્ટનર બનાવા મનાવ્યાં હશે એ….અને જો હું ઘરે વાત કરીશ અને હા પાડે તો તો કોઈ પ્રશ્ન જ નથી… પણ જો નાં પાડશે તો શું થાશે એ વિચારીને મને બીક લાગે છે… અને તમે પણ વિચારો….આ માણસ ને બીજા કોઈનો વિચાર જ નથી આવતો, મને શરમ આવે છે આવા માણસને મારો મિત્ર કહેતાં.

નિર્ભય અભય ની સામે લાચારીથી જુવે છે….

અભય રડતો હોઈ છે…. મૂંઝવણમાં હોઈ છે…. ઘરનું વિચારે… ભાઈ નું વિચારે… બેન નું વિચારે…. અને ખાસ મિત્ર સાથે ના સબંધ નું વિચારે….અને બીજી બાજુ આસ્થા ના શબ્દો અને પ્રેમ….

અને અભય પોતાનો નિર્ણય જાહેર કરે છે…. મારે લગન નથી કરવાં…

આટલું બોલી ને એ ઓફીસ ની બહાર નીકળી જાય છે…. અને આસ્થાને ફોન કરે છે… આસ્થા… મને માફ કરી દેજે…. હું મારાં ઘરનાનો પ્રેમ બહુંજ સમય પછી પામી શક્યો છું… અને મારા સ્વાર્થ માટે હું મારાં ઘરનાને અને મારી બેન ને તકલીફ પડે અને તારાં ઘરનાનો પણ વિશ્વાસ અને સાથે મારા મિત્રને પણ ખોઈ બેસું એ મને યોગ્ય નથી લાગતું…અને આમ પણ આપણે નક્કી કર્યું તું કે જો ઘરનાને મંજૂર હશે તોજ લગન કરશું…

બકુ… પ્લીઝ તું આવું ન વિચાર…. મને જે બીક હતી એજ થઈ રહ્યું છે… અને એટલે જ તને એ લોકોની વચ્ચે એકલો મુકવા નહોતી માંગતી હું…

તું એમ સમજે છે છે કે તારી આ મૂર્ખાઈ અને તારા આ બલિદાન થી તને બધા પ્રેમથી બોલાવશે કે પેલાંની જેમ તારા અને મારા ભાઈના સબંધ રહેશે!!!? તો તું ઝીંદગીની મોટામાં મોટી ભૂલ કરવા જઈ રહ્યો છો….

હાં, ભલે… પણ હું કોઈ ને હવે નારાઝ કરવાં નથી માંગતો…. 5 વરસ પછી ઘરમાં મને સ્થાન મળ્યું છે… પ્રેમ મળ્યો છે…. એ હું ખોવા નથી માંગતો…અને મારા લીધે મારી બેન ને કોઈ તકલીફ થાય… કે મારાં ભાઈનો ધંધો બંધ થાય એ મને મંજૂર નથી…

બકુ… પ્લીઝ હજુ એક વાર વિચારી લે… મારુ તો વિચાર અભય…. હું તારાં માટે થઈ ને મારાં ઘરની સામે થઈ… અને તું મારુ નહીં વિચાર!!!?😢

મીઠી… તને ખોવી એ મારા માટે પણ સહેલી વાત નથીજ…. પણ મારી પાસે કોઈ રસ્તો નથી…. અને આમ પણ તે જ કહ્યું તું કે ઘરનાં ની હ હશે તો જ લગન કરશું…

એક ની એક વાત પકડીને ના બેસો પ્લીઝ…. એવી તો અનેકો વાત થઈ હતી અને સપનાઓ જોયા હતાં… તો એ પણ યાદ કરો…

બસ… હવે મારાંથી જાજું નહીં બોલાઈ… જો તું મને પ્રેમ કરતી હો તો મને ભૂલી જા…. અને બને તો મને માફ કરજે….

હાહાહા… વાહ બકુ વાહ… સરસ…બહુંજ શીખવા મળ્યું… થેન્ક યુ…મેં તને પ્રેમ કર્યો તો… કરું છું અને કરતી રહીશ… અને તે આજે મને એકજ મિનિટમાં ભૂલવાનું કહી દીધું !!! પણ જોજે આ નિર્ણય નો અફસોસ જ્યારે તને થશે ત્યારે બહુંજ મોડું થઈ ગયું હશે અને ત્યારે તને મારી બહુંજ યાદ આવશે….

*****

ઓહ… હવે સમજ્યો હું…. કે તને નવા વરસ થી આટલી નફરત કેમ છે એ.

હા યાર… બંને સમયે મને એનાં કહેલા શબ્દો યાદ આવે છે… અને એક એક વાત એની સાચી પડતી જોવ છું…અને એક સમયે અમે સાથે દિવાળીની આખી રાત જાગતા રંગોળી બનાવતાં… ગામ માં રોશની જોવા જતા… અને પહેલું ચુંબન…. અને 31st ના દિવસ નો મારો મુર્ખામી ભર્યો નિર્ણય…હું મારી જાત ને માફ નથી કરી શકતો યાર… એટલે બહાર નથી નીકળતો…દિવાળી આવે અને દિલમાં હોળી પ્રગટાવી જાય છે.

*****

સમાપ્ત

*****

-ચેતન ઠકરાર

9558767835

 

ટૅગ્સ:

‘એપ્રિલ ફૂલ’


મારા મિત્ર વિષ્ણુ ની એક ધમાકેદાર એપ્રિલફૂલ વાર્તા.

*વ્હોટ્સ અપની વાર્તા – ૪૧*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*‘એપ્રિલ ફૂલ’*

‘કેમ શું વિચારો છો.. રાતના બાર થવા આવ્યા… ઉંઘ નથી આવતી…?’ રમાએ પોતાના પતિ મનોહર તરફ પડખું ફેરવતાં કહ્યું.

‘તને કેવી રીતે ખબર પડી કે હું જાગું છું…?’ મનોહરે આંખો બંધ કરીને જ જવાબ આપ્યો.

‘તમારી પત્ની છું… તમારા શ્વાસોશ્વાસ પરથી જ ખબર પડી જાય કે જાગો છો કે ઉંઘો છો…? તમારી જેમ ખાલી હિસાબોના ચોપડા અને ધંધામાં જ જિંદગી નથી કાઢી.’ રમાએ બે વાક્યો ભેગા કરીને કહ્યું. જેમાં પહેલા વાક્યમાં ભરપૂર પ્રેમ તો બીજા વાક્યમાં ફરીયાદ હતી.

‘હા.. મારા નસકોરાં નથી બોલતા એટલે ખ્યાલ આવ્યો એમ જ બોલ’ને…!’ મનોહરે તો આ વાક્યમાં રહ્યો સહ્યો રોમાન્સ પણ દૂર કરી દીધો.

‘જે સમજો તે…. પણ આજે કેમ જાગો છો…?’ રમાએ જાગરણનું કારણ ફરી પુછ્યું.

‘રમા… આજે પહેલી એપ્રિલ… અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકરનું કવર મળ્યું…!!’ મનોહરે ઉંડો શ્વાસ લેતા કહ્યું.

‘આ વખતે પણ એમ જ… દર વખતની જેમ… એપ્રિલફુલ…..!!!’ એટલું કહી મનોહરની આંખો તરફ નજર કરવા રમાએ પોતાનું માથું સહેજ ઉંચક્યું.

મનોહરે પણ પોતાની આંખોમા છુપાયેલી વેદના ક્યાંક પરખાઇ ન જાય એટલે તેને બીજી તરફ કરીને કહ્યું, ‘ આ વખતે કવર ખોલવાની હિંમત પણ નથી થઇ…! દસ વર્ષ થઇ ગયા તે ઘટનાને… દરવર્ષના એપ્રિલ મહિનાની પહેલી તારીખે તે મને એપ્રિલ ફૂલ બનાવે છે… રમા, અમે નાના હતા ત્યારે પણ તે મને પહેલી એપ્રિલે જુદીજુદી રીતે એપ્રિલ ફૂલ બનાવતો… અને….!’

‘અને…. તમે હસી-ખુશીથી એપ્રિલ ફૂલ બનતા.. એમ જ ને…! દર પહેલી એપ્રિલે હું તમારી જુની ભાઇબંધીની એકએક કથા સાંભળી ચુકી છું…! રમાએ પડખું ફેરવતા કહ્યું.

‘રમા…! સમય પણ કેવો છે… મને હવે તેની કોઇ ફરીયાદ નથી… દિનકર જ્યાં હોય ત્યાં ખુશ રહે એટલું મારા માટે બસ છે…! તે અનાથ હતો… ગામડેથી અમે બન્ને શહેરમાં સાથે જ આવેલાં.. તેને પોતાના જીવનમાં કાયમ સંઘર્ષ જ કર્યો છે….’ મનોહરે તેની જુની યાદો તાજી કરતા કહ્યું.

‘સાચું કહું…. તમારા જેવી ભાઇબંધી મેં આજ દિવસ સુધી નથી જોઇ. આજથી દસ વર્ષ પહેલા જ્યારે આપણે પણ નવો સવો બિઝનેસ શરુ કરેલો ત્યારે જ તમે તમારા મિત્રને પાંચ લાખ રુપિયા ઉછીના આપેલા.. મને ખબર છે કે ત્યારે આપણે પણ પૈસાની ખેંચ હતી… અને તે પાંચ લાખ મળ્યા તે મહિને જ દિનકર શહેર છોડીને ચાલ્યો ગયો… તેને કહેલું કે તે વ્યાજ સાથે પૈસા ચુકવી દેશે… આપણે વ્યાજ નથી જોઇતું…. પણ આમ દર એપ્રિલ મહિનાની પહેલી તારીખે મૂડી અને વ્યાજની કુલ રકમ સાથેનો ’એપ્રિલફુલ’ નામનો ‘ચેક લખીને મોકલી ભાઇબંધીની બેઇજ્જતી તો ના કરે…!’ રમાએ પોતાની વ્યથા દરવર્ષની જેમ આ વર્ષે પણ કાઢી દીધી.

‘સાચુ કહું રમા…. મને પાંચ લાખ રુપીયા ગુમાવ્યા તેનો વસવસો નથી… મને એક સારો મિત્ર ગુમાવ્યો તેનું દુ:ખ છે.. મને તે તેની સહીવાળો અને વ્યાજની રકમ ઉમેરીને ‘એપ્રિલફુલ’ નો ચેક લખે છે અને તે મોકલાવે પણ છે… રમા…. ! તેના દિલમાં હજુ મિત્રતા ભરી છે અને તે મને યાદ કરે છે એટલું જ મારા માટે પુરતું છે…! ચેકની ડિટેલ્સ પરથી હું તેના સરનામે પહોંચી શકું તેમ છું.. તે બેંગલોરમાં છે, હું ત્યાં જઇશ તો તે એમ સમજશે કે હું ઉઘરાણીએ આવ્યો છું…! તે મને ભલે એપ્રિલફૂલ બનાવે.. મને મંજુર છે… તેના એપ્રિલફુલના ચેકમાં પણ અમારી મિત્રતા જીવંત છે… અને જો ને રમા આપણે પૈસાની હવે ક્યાં ખેંચ છે…? ખાલીપો તો દિનકર જેવા મિત્રનો લાગે છે…!’ મનોહરની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

‘તમે સારા છો એટલે તમને બધુ સારું જ લાગે… દુનિયામાં આજ દિન સુધી કોઇ પૈસાનું કરી નાખીને ગયો છે તે ફરી ક્યારેય પાછો નથી આવ્યો…! હું તો કહું છું કે તેને રૂબરુ મળીને એકવાર કહી દો કે તેં મિત્ર બનીને મારી મિત્રતાના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે…અધુરામાં પુરુ તે એપ્રિલ ફૂલનો ચેક લખી મિત્રતાની દરવર્ષે બેઇજ્જતી કરે છે..’ રમાએ સખતાઇથી કહ્યું.

‘મને ભલે કાંઇ પણ પાછું ન મળે.. એપ્રિલફુલનો ચેક તો મળે છે ને… મારી મિત્રતાને આ જ મંજુર હશે…!’ મનોહરે પોતાના ઓશિકા નીચે મુકી રાખેલા કવરને બહાર કાઢી જોઇ લીધું.

રમાએ ખોલ્યા વગરનું કવર મનોહરના હાથમાં જોતા તે પથારીમાં બેઠી થઇ અને બોલી, ‘ચલો આ વર્ષે પણ કવર ખોલી દો અને તમારી પવિત્ર મિત્રતાના એપ્રિલફૂલ બનવાનો શોખ પુરો કરી લો.’ રમાના શબ્દોમાં નારાજગી હતી.

મનોહરે ભારે હૃદયે કવર તોડ્યું… અંદરથી ચેક અને એક ચીઠ્ઠી નીકળી.

મનોહરની નજર પહેલા ચેક પરની તેની સહી પર ગઇ… તે સરસ મજાના ઉગતા સૂરજની ડિઝાઇન જેવી ગુજરાતીમાં ‘દિનકર’ લખીને મરોડદાર સહી કરતો…

પછીની નજર રકમ પર પહોંચી… તેમાં કુલ દસ લાખ અને અગિયાર હજારની રકમ ભરેલી… જો કે મનોહરે તો ક્યારેય તેની પાસે વ્યાજની અપેક્ષા નહોતી જ રાખી… પણ તે વ્યાજ સાથે જ રકમ લખતો..

ચેક પર તારીખ આજની જ હતી… પહેલી એપ્રિલ ૨૦૧૮…

અને છેલ્લે મનોહરને ચેકની ના ગમતી લાઇન પર નજર ફરી જ્યાં તે દર વર્ષે ‘એપ્રિલ ફૂલ’ લખેલું હતું અને તે એપ્રિલ ફૂલ બનતો.

પણ આ વર્ષે PAY ની લાઇનમાં એપ્રિલફુલની જગ્યાએ ‘ મનોહર એમ. મુદગર’ આખું નામ લખેલું હતું.

અને મનોહરને વિશ્વાસ ન હોય તેમ બે ત્રણ વાર નજર ફેરવી જોઈ અને ખુશીથી બોલ્યો, ‘ રમા… આ વખતે મને દિનકરે એપ્રિલફૂલ નહી પણ વ્યાજ સાથેનો મારા નામનો ચેક લખ્યો છે. જો રમા જો.. મને વિશ્વાસ હતો દિનકર પર….’ અને મનોહરે આછાં અજવાળે ચેક રમા સામે ધર્યો.

રમાએ તો ચકાસણી કરવા બેડરુમની મેઇન લાઇટ ઓન કરી.

‘એ તો ચેક રીટર્ન થશે… બીજું શું..? આ વખતે ‘એપ્રિલ ફુલ’ ચીઠ્ઠીમાં લખ્યું છે… જુઓ તો ખરા…!’ રમાએ ચેકની સાથે રહેલી ચીઠ્ઠીના હેડીંગ પર ‘એપ્રિલ ફુલ’ લખેલું જોતા જ નારાજ સ્વરે કહ્યું.

મનોહરે ધીરેથી ચીઠ્ઠી હાથમાં લીધી. તે વાળેલી હતી. તેની ઉપર સાચે જ ‘એપ્રિલફૂલ’ લખેલું હતું.

મનોહરે ધીરેથી ચીઠ્ઠી ખોલી અને ફરીથી એપ્રિલફૂલ બનવાની મનોમન તૈયારી કરીને ચીઠ્ઠી વાંચવાની શરુ કરી.

દિનકરે તેના સુંદર મરોડદાર અક્ષરે લખેલું હતું.

*’મિત્ર મનોહર અને રમાભાભી.*

કુશળ હશો.

દસ વર્ષ સુધી તમને એપ્રિલફૂલ બનાવતો રહ્યો છું…. મનોહર તું તો જાણે છે કે મને આદત છે તને દરવર્ષે એપ્રિલફૂલ બનાવવાની.. મને ખબર છે કે તારા મનમાં કે દિલમાં મારી કોઇ ફરીયાદ નહી જ હોય… પણ સમય અને જમાનો ભલભલી મિત્રતા કે સબંધોને ક્ષણવારમાં અવિશ્વાસના ત્રાજવે તોલી દે છે.

મારી વિષમ પરિસ્થિતિ અને સંજોગોએ મને બેહાલ બનાવી દીધો હતો.. હું દેવાતળે દબાઇ રહ્યો હતો… જો હું શહેરમાં જ રહ્યો હોત તો મને ખબર છે કે તું મને તારો નવો સવો બિઝનેસ વેચીને પણ મને બચાવી લેત… પણ મારે તને પાંચ લાખથી વધુ બોજ આપવો નહોતો.. એટલે તને જણાવ્યા વિના અને શહેર છોડ્યા સિવાય મારી માસે બીજો કોઇ રસ્તો નહોતો…

નવા શહેરમાં પણ ફરી નવી મુસીબતો હતી.. તારુ ઋણ ચુકવવા હું દિવસ રાત મહેનત કરતો ગયો.. પણ તને પરત કરી શકાય તેટલી રકમ જમા નહોતો કરી શક્તો.. એટલે મારા માર્ચ એન્ડિંગના સરવૈયા પછી તને એપ્રિલફૂલ બનાવ્યા સિવાય છુટકો નહોતો…

આ એપ્રિલફૂલ વાળો ચેક હું તને એટલા માટે લખતો હતો કે તું આપણી મિત્રતાનો વિશ્વાસ સાવ ગુમાવી ન દે.. તને એ પણ ખ્યાલ રહે કે મને તારા ઋણનો અહેસાસ છે.

અને આ વર્ષે આનંદ છે કે હું તને એપ્રિલફૂલ નથી બનાવી રહ્યો… ચેક જમા કરાવી દેજે.. મને ખ્યાલ છે કે તને વ્યાજ સાથેની રકમ નહી જ ગમે… પણ મારે તને વ્યાજ ચુકવવું જોઇએ તેમ હું માનું છું…

દોસ્ત મનોહર…! મારી મિત્રતા આજે પણ એટલી જ શુધ્ધ અને પવિત્ર છે જેટલી તારામાં પણ ભરેલી છે… એમ જાણજે કે આ વર્ષથી હું હવે તારા કરજમાંથી મુક્ત થાવું છું.. રુબરુ મળવાની ઇચ્છા હતી… પણ… લાગે છે કે નહી મળી શકાય..!

મારા ઘણા વર્ષોના એપ્રિલફૂલ બદલ માફી ચાહું છું.. આપને તકલીફોમાં મુકીને છોડીને જવાની મારી મજબુરી હતી… ઇચ્છા નહી…

રમાભાભી તમે પણ મને માફ કરશો..

એજ
તમારો સદાય માટેનો મિત્ર..
દિનકર.’

અને નીચે સૂરજની ડીઝાઇનવાળી તેની મરોડદાર સહી હતી.

મનોહર અને રમા બન્ને રડી રહ્યાં હતા…

મનોહરે આંસુ લુછતા કહ્યું, ‘રમા… હાલ જ બેંગલોર જવું છે… મને લાગે છે કે દિનકર તકલીફમાં છે…! આ વખતે હું તેને રૂબરૂ મળીને એપ્રિલફૂલ બનાવી દઈશ…’
અને સવારની વહેલી ફ્લાઇટમાં જ બન્ને બેંગલોર પહોંચ્યા.

ચેક ડિટેઇલ પરથી સરનામું મળી ગયું… દિનકરનું સરનામું સાવ ગરીબ ચાલીના એક નાનકડા ઝુંપડાનું હતું.

‘દિનકર સાવ આવી જગ્યાએ રહે છે… એક્વાર મળવા દે.. હું બહુ અ જ મારવાનો છું.. સાલ્લાને…!’ મનોહર ગુસ્સે પણ હતો અને આંખોમાં આંસુ પણ હતા.

મનોહરે દુરથી જોયું તો તેની નાનકડી ઝુંપડીનો દરવાજો અડધો ખુલ્લો હતો. મનોહર તો ઝડપથી નજીક પહોંચ્યો અને અંદર દાખલ થતાં જ જોરથી ચિલ્લાયો, ‘ ક્યાં મરી ગયો… સાલ્લા… દિનકર….!’

અને ત્યાં જ બાજુમાંથી એક ભાઇ અંદર દાખલ થયા અને દુ:ખી સ્વરે બોલ્યા,’ સાહેબ… ક્યાં મરી ગયો એમ ન કહેશો… આ ભાઇ તો ગઇકાલે પહેલી તારીખે મરી ગયો છે… તે અહીં ગરીબીમાં સડતો રહ્યો અને તેને પૈસા ભેગા કરવામાં જ પોતાની જિંદગી ખર્ચી નાખી.. પોતાના માટે તેને કાંઇ ના કર્યુ… બસ તે કાયમ એટલું જ કહેતો કે એક મિત્રનું ઋણ ચુકવી દેવાય એટલે આ જન્મારો પુરો….!’

મનોહર અને રમાની નજર સામેની જર્જરીત દિવાલ પર ચોંટી ગઇ… ત્યાં રમા અને મનોહરની ટીંગાયેલી તસ્વીર હતી અને તેની નીચે લખેલું હતું..
દોસ્ત તું મને એપ્રિલ ફૂલ ક્યારેય નહિ બનાવી શકે…કારણ કે એમાં હું જ સવાયો છું..
*’એપ્રિલફુલ’*
અને..
તેની નીચે દિનકરની મરોડદાર સહી હતી……

*સ્ટેટસ*

*એક દિવસની મેં ય મસ્તી કરી લીધી..*
*ને એના દિલમાં સંબંધોની પસ્તી કરી દીધી..*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
તા. ૧/૪/૨૦૧૮
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
*ચાર રોમાંચ જિંદગીના*
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
*હું*
અવશ્ય વંચો અને વંચાવો…

 

ટૅગ્સ: ,

​આનંદનો સૌથી મોટો દુશ્મન ઈર્ષા


એકવાર શેષનાગ બીમાર પડ્યા. ધીમે ધીમે બીમારી વધવા લાગી. ઘરગથ્થું સામાન્ય દવાઓની કોઈ અસર ના થઈ એટલે દેવોના વૈદ્ય અશ્વિનકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિનકુમારે દવા તૈયાર કરીને શેષનાગને આપી. અશ્વિનકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબૂમાં આવ્યો નહીં. અશ્વિનકુમાર એકથી એક ચડિયાતી દવા આપતા જાય તો પણ રોગ તો વધતો જ ચાલ્યો. બધા દેવોને લાગ્યું કે કદાચ શેષનાગનો પ્રાણ જતો રહેશે.

અશ્વિનકુમાર પણ મૂંઝાયા. એમણે ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ આપ કંઈક મદદ કરો. હું તો મારા તમામ પ્રમાણિક પ્રયાસો કરું છું પણ મારી દવા કોઈ જ કામ કરતી નથી. અમને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે ? આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી !”

એક સંત અશ્વિનકુમાર પાસે આવ્યા અને કહ્યું, “બોલો શું મદદ કરું આપને ?” અશ્વિનકુમારે પેલા સંતને પોતાની બધી વાત સંભળાવી. સંતે એટલું જ કહ્યું, “તમારી ઔષધિ તો બરોબર જ છે ને ? જે રોગ છે તેનો નાશ કરવા માટે આ જ પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે ને ?” અશ્વિનકુમારે કહ્યું, “હા રોગનાં લક્ષણો પ્રમાણે જ મેં ઉત્તમ પ્રકારની દવા બનાવી છે અને એ દવા પાવા છતાં નાગરાજને કોઈ જ અસર થતી નથી.”

પેલા સંતે હસતાં હસતાં કહ્યું, “એક કામ કરો દવા પાતી વખતે શેષનાગની આંખ પર પાટો બાંધો અને પછી દવા આપો.” બધા વિચારવા લાગ્યા કે આંખ પરના પાટાને અને દવાની અસરને શું લેવાદેવા ? પણ અશ્વિનકુમારે પેલા સંતની આજ્ઞા મુજબ કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે નાગરાજની તબિયત સુધરવા લાગી અને થોડા સમયમાં તો રોગ સાવ જતો રહ્યો.

દેવો અને અશ્વિનકુમારને આંખ પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે સંતને તે જણાવવા વિનંતી કરી ત્યારે સંતે કહ્યું, “ઔષધિ તો બરાબર જ હતી પણ જ્યારે એને પાવા માટે શેષનાગના મુખ પાસે લાવતા હતા ત્યારે શેષનાગની આંખમાં કાતિલ ઝેર હોવાથી અમૃત જેવી ઔષધિ પણ ઝેર બની જતી હતી. પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધિમાં ભળતા અટકાવ્યું એટલે ઔષધિની અસર થઈ.”

આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય ઔષધિઓ આપણી પાસે જ છે પરંતુ આપણી આંખમાં રહેલું ઈર્ષાનું કાતિલ ઝેર આપણી આ ઔષધિને પણ ઝેર બનાવી દે છે અને પેલા શેષનાગની જેમ દવા પીવા છતાં પણ આપણો અશાંતિનો રોગ મટતો જ નથી !

 

પ્રતિજ્ઞા


ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ…અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે”

ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..બપોર પછી બાળક સ્કુલે થી આવ્યો..એને નવડાવી..નવા કપડા પહેરાવી..તૈયાર કરી ને આંગળી પકડી ને એ ગરીબ મહીલા નાનકડા ગામની બજાર મા આવી..કંદોઈ ની દુકાને થી સો ગ્રામ જલેબી લઈ ને ગામના મંદિર તરફ ચાલી…મંદિરે જઈ..બાળક ને પગે લગાડી..પૂજારી પાસે આવી બાળક ને પણ પગે લગાડી પોતે પણ..જલેબી નુ પડીકુ પૂજારી ના પગ પાસે મુક્યુ..

પૂજારી એ પૂછ્યું આ શુ છે બેન…?
ગરીબ મા એ કહ્યું…..”બાપુ જલેબી છે…તમને જલેબી બહુ ભાવે છે ને..મને એ ખબર..આજે મારા દિકરા નો જન્મ દિવસ છે એટલે અમે ગરીબ માણસ બીજું તો શું કરીએ..!!પણ તમને ભાવતી જલેબી લાવી એ ખાઇ લો અને એમાં થી થોડી પ્રસાદ તરીકે આપો એ મારો દિકરો ખાઇ લે…એટલે એનો જન્મદિવસ ઉજવાય જાય….”
પૂજારી એ કહ્યું..”એ સાચું બેન પણ આજે તો મારે ઉપવાસ છે..!!અને હાથ લંબાવ્યો પડીકું પાછુ આપ્યું..એ ગરીબ મહીલા એ પડીકું તો લીધુ પણ એની આંખો ના ખૂણા ભીના થયા…

પૂજારી એ કહ્યુ ”કેમ બેન..!! તમને ઓછું લાગ્યું..?ત્યારે એ ગરીબ બાળક ની માતા પોતાના ભાગ્ય ને દોષ દેતી એટલું બોલી કે….બાપુ…અમારા ગરીબ ના ભાગ્ય પણ ગરીબ હોય છે..નહિ તો આજે જ તમારે ઉપવાસ ક્યાથી હોય…?

પૂજારી એની સામે જોઈ રહ્યો..અને બોલ્યો..લાવો બેન..મારે જલેબી ખાવી છે…!!

પેલી બહેન કહે…”પણ બાપુ તમારુ વ્રત તુટશે..”પૂજારી એ કહ્યુ… ”વ્રત નહીં તોડુ તો તમારુ દિલ તુટશે…”
વ્રત ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ…

કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહેવા છતાં ભીષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં કૃષ્ણ જગદગુરૂ કહેવાયા…
જય શ્રી કૃષ્ણ

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 22, 2017 in અંગત, ટૂંકી વાર્તાઓ

 

​” સિંહનું દાન ” – ઝવેરચંદભાઈ મેઘાણી


મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ  ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના સાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં. પરંતુ મૂળી દરબાર ચાંચોજી લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા.
હળવદ અને ધ્રોલ દરબારને ચાંચોજીની  ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાંચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા, હળવદ દરબારને પોતાના દસોંદી ચારણનો વિચાર આવ્યો કે દસોંદી ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે, હળવદ દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે, પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ.
ચારણ કહે:  ભા એતો “પરમારનો વંશ હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે બાપ,
દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહી, અને ના પાડવી પડે.” ચારણ હા ના, હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા.
ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરો.”
“બાપ ! તમથી નહિ બને.”
“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર મારી નહિ એની ધજા ફરકે છે, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી, મારો ધણી માંડવરો અને મારી લાજ તો  એની લાજ,,
” કવિરાજ બોલો માંડવરાજ લાજ રાખશે.”
“અન્નદાતા, મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈયે નથી જોઈતી,  અને તમારા લાખપશાવ પણ ન ખપે, પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો,,,,”
“તમ તારે.. જે માગવું હોય તે માગો કવિરાજ ”
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :-
” અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,

સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !! ”
અર્થાત: કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.
“સાવજ”  આખી સભાનો અવાજ ફાટી ગયો.
હા, હા, જીવતો સાવજ ” ચારણે લલકાર કર્યો :
” જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,

સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર ! ”
અર્થાત: કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કોઈ પોતાના માથાં ઉતારી આપે, પણ,, હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું.
હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી :-  “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માને છે કે ?”
પણ, ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :
” ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,

સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર ! ”
અર્થાત: તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવ દાન દેજે, પણ મને તે,,, હે પારકર પરમાર, સાવજ જ ખપે.
“ ગોઝારો ગઢવો ”
સભામાં સ્વર ઊઠયો, ગઢવીએ ચેાથો દુહો ગાયો,
” દોઢા રંગ તુંને દઉં,  સોઢા બુદ્ધિ સાર,

મોઢે ઉજળે દે મને, પારકરા પરમાર ! ”
અર્થાત: હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.
ચાંચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું :-  “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”
મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”
દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”
બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”
પરમારના ચારણોએ  બિરદાવળી ઉપાડી :
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,

શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !

ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી :
“લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”
સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,

પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !
સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.
દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :
” ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,

રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી. ”
ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !
સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે  : “ જાઓ, વનરાજ ! આજે પરમારો અને આ મૂળી રાજની  લાજ રાખી બાપ….
” સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠયા આ તો  માંડવરાજ પોતે જ આવ્યા હતા..!!
– આભાર
સૌરાષ્ટ્ર રસધાર

આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 22, 2017 in અંગત, ટૂંકી વાર્તાઓ

 

​कछुआ और खरगोश की नयी  कहानी जो आपने कभी नहीं सुनी होगी ।


आपने कछुए और खरगोश की कहानीज़रूर सुनी होगी, just
to remind you; short में यहाँ बता देता हूँ:
एक बार खरगोश को अपनी तेज चाल पर घमंड हो गया और

वो जो मिलता उसे रेस लगाने के लिए challenge करता

रहता। 

         कछुए ने उसकी चुनौती स्वीकार कर ली।

रेस हुई। खरगोश तेजी से भागा और काफी आगे जाने पर

पीछे मुड़ कर देखा, कछुआ कहीं आता नज़र नहीं आया, उसने

मन ही मन सोचा कछुए को तो यहाँ तक आने में बहुत समय

लगेगा, चलो थोड़ी देर आराम कर लेते हैं, और वह एक पेड़ के

नीचे लेट गया। लेटे-लेटे कब उसकी आँख लग गयी पता ही

नहीं चला।

उधर कछुआ धीरे-धीरे मगर लगातार चलता रहा। बहुत देर

बाद जब खरगोश की आँख खुली तो कछुआ फिनिशिंग

लाइन तक पहुँचने वाला था। खरगोश तेजी से भागा,

लेकिन तब तक बहुत देर हो चुकी थी और कछुआ रेस जीत

गया।
_Moral of the story: Slow and steady wins the race_

_धीमा और लगातार चलने वाला रेस जीतता है_
        ये कहानी तो हम सब जानते हैं, अब आगे की कहानी देखते

हैं:

रेस हारने के बाद खरगोश निराश हो जाता है, वो अपनी

हार पर चिंतन करता है और उसे समझ आता है कि वो over-

confident होने के कारण ये रेस हार गया…उसे अपनी

मंजिल तक पहुँच कर ही रुकना चाहिए था।

अगले दिन वो फिर से कछुए को दौड़ की चुनौती देता है।

कछुआ पहली रेस जीत कर आत्मविश्वाश से भरा होता है

और तुरंत मान जाता है।

रेस होती है, इस बार खरगोश बिना रुके अंत तक दौड़ता

जाता है, और कछुए को एक बहुत बड़े अंतर से हराता है।
_Moral of the story: Fast and consistent will always beat the slow and steady_ 

_तेज और लगातार चलने वाला धीमे और लगातार चलने वाले से हमेशा जीत जाता है।_

*यानि slow and steady होना अच्छा है लेकिन fast and consistent होना और भी अच्छा है*
कहानी अभी बाकी है जी….
इस बार कछुआ कुछ सोच-विचार करता है और उसे ये बात

समझ आती है कि जिस तरह से अभी रेस हो रही है वो

कभी-भी इसे जीत नहीं सकता।

वो एक बार फिर खरगोश को एक नयी रेस के लिए चैलेंज

करता है, पर इस बार वो रेस का रूट अपने मुताबिक रखने

को कहता है। खरगोश तैयार हो जाता है।

रेस शुरू होती है। खरगोश तेजी से तय स्थान की और

भागता है, पर उस रास्ते में एक तेज धार नदी बह रही होती

है, बेचारे खरगोश को वहीँ रुकना पड़ता है। कछुआ धीरे-

धीरे चलता हुआ वहां पहुँचता है, आराम से नदी पार करता

है और लक्ष्य तक पहुँच कर रेस जीत जाता है।

_Moral of the story: Know your core competencies and work accordingly to succeed_ 

_पहले अपनी strengths को जानो और उसके मुताबिक काम करो जीत ज़रुर मिलेगी_
कहानी अभी भी बाकी है जी …..
इतनी रेस करने के बाद अब कछुआ और खरगोश अच्छे दोस्त

बन गए थे और एक दुसरे की ताकत और कमजोरी समझने लगे

थे। दोनों ने मिलकर विचार किया कि अगर हम एक दुसरे

का साथ दें तो कोई भी रेस आसानी से जीत सकते हैं।

इसलिए दोनों ने आखिरी रेस एक बार फिर से मिलकर

दौड़ने का फैसला किया, पर इस बार as a competitor

नहीं बल्कि संघठित होकर काम करने का निश्चय लिया।

दोनों स्टार्टिंग लाइन पे खड़े हो गए….get set go…. और

तुरंत ही खरगोश ने कछुए को ऊपर उठा लिया और तेजी से

दौड़ने लगा। दोनों जल्द ही नहीं के किनारे पहुँच गए। अब

कछुए की बारी थी, कछुए ने खरगोश को अपनी पीठ

बैठाया और दोनों आराम से नदी पार कर गए। अब एक

बार फिर खरगोश कछुए को उठा फिनिशिंग लाइन की

ओर दौड़ पड़ा और दोनों ने साथ मिलकर रिकॉर्ड टाइम

में रेस पूरी कर ली। दोनों बहुत ही खुश और संतुष्ट थे, आज से

पहले कोई रेस जीत कर उन्हें इतनी ख़ुशी नहीं मिली थी।

_Moral of the story: 

संगठित कार्य हमेशा व्यक्तिगत प्रदर्शन से बेहतर होता है_

*Individually चाहे आप जितने बड़े performer हों लेकिन अकेले दम पर हर मैच नहीं जीता सकते अगर लगातार जीतना है तो आपको संघठन में काम करना सीखना होगा, आपको अपनी काबिलियत के आलावा दूसरों की ताकत को भी समझना होगा। और जब जैसी situation हो, उसके हिसाब से संघठन की strengths को use करना होगा*