RSS

Category Archives: હસો અને બીજા ને પણ હસાવો

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પાકિસ્તાનના પ્રવાસે જાય( લોકડાયરાે )


અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પાકિસ્તાનના પ્રવાસે જાય તો અમેરિકાની ચેનલ ઉપર બે લાઇનના સમાચાર આવે Yesterday our President started for Pakistan and tonight he will reach Islamabad at 9.30 p.m.

પરંતુ આટલી જ વાત લોકડાયરાના લોક સાહિત્યકારને કહેવામાં આવે તો જેની રગેરગમાં સાહિત્યનો દરિયો ઘૂઘવાટા કરતો હતો એવો લોકકલાની હરતી-ફરતી યુનિવર્સિટી જેવો કલાકાર આ ઘટનાનું લડાવીને વર્ણન કરે તો એ વર્ણન નીચે મુજબ હોય.

અખિલ બ્રહ્નાંડની માલીકોર પૃથ્વી, પૃથ્વીની માલીકોર એશિયા, એશિયાની માલીકોર ભારત, ભારતની માલીકોરની માલીકોર મારું ને તમારું ગુજરાત રાજ આવેલું છે, અખિલ બ્રહ્નાંડની માલીકોર ભારતથી રૂપાળો કોઇ દેશ નથી અને ગુજરાતથી રૂડો કોઇ પ્રદેશ નથી, પણ એમ કહેવાય છે કે જગતના ચોકમાં ભારત પછી જો કોઇ દેશને બીજો નંબર આપવો હોય તો ઇ અમેરિકાને આપી હકાય, એવા અમેરિકાનો રાજા, જેનું નામ બરાકભાઇ ઓબામા, પોતાના ધોળાઘર નામના રાજમહેલમાંથી ગઇકાલે પાકિસ્તાનની સફરે જાવા હાલતાં થીયા છે, પણ ઇ વેળા ઘટના કેવી ઘટી હશે? એવે ટાણે રૂપક કેવું રચાણું હશે ? એનો જવાબ કોઇ આપી હકે તો એકમાત્ર લોકસાહિત્ય આપી હકે બાકી કોઇની તાકાત નથી. લ્યો ત્યારે વારતા માંડું છઉ.

હજુ ગઇકાલની વાત છે. સવારનું ટાણું છે. અમેરિકાની રાજધાનીના ધોળાઘરમાંથી કાળા માથાનો અને કાળા રંગનો જુવાન, સૂટ પહેર્યું છે, પગમાં જોડાં રહી ગ્યાં છે, હાથમાં નાનકડી સૂટકેસ છે, આવો અલૈયા મેરામણ જેવો જુવાન સજધજ થઇને વિમાનમથક ભણી જાવા ધીરાં ધીરાં ધીરાં ધીરાં ધીરાં ડગલાં માંડતો હાલતો થીયો છે.
એવે ટાણે ઇમ કેવાય છે કે ધોળાઘરના રાણીવાસની માલીકોરથી બરાકભાઇ ઓબામાના ઘરેથી ઇમની પરણેતર બેનબા મિશેલબેન પોતાના સાયબાનાં, પોતાના પીયુડાનાં, પોતાના કંથડાનાં પગલાં દબાવતાં પાછળ આવ્યાં અને અડખે-પડખે કોઇ સાંભળતું નઇથ એની પાકી ખાતરી કરીને રૂપાની ઘંટડી જેવા અવાજે એટલું બોલ્યાં કે સાંભળ્યું?

પોતાની અર્ધાંગનાનો અવાજ કાને પડતાં ઓબામાના પગ ઘડીના છઠ્ઠા ભાગમાં થાંભલો થઇ ગ્યા અને બરાકભાઇએ પાછું વળીને આમ જ્યાં નજર કરી અને બેય માણાની ચાર આંખ્યું એક થઇ ત્યાં તો મુમન લાગી તુમના અને તુમન લાગી મું, લૂણ વળૂંભા પાણીએ પાણી વળુંભા લૂણ.
અને ધોળાઘરની મહારાણી બેનબા મિશેલબેન પણ કેવાં? ઉગમણો વા વાય તો આથમણી નમે, આથમણો વા વાય તો ઉગમણી નમે, ઓતરાદો વા વાય તો દખણાદી નમે, દખણાદો વા વાય તો ઓતરાદી નમે, અને ચારે દશુનો વા વાય તો ભાંગીને ભૂકો થઇ જાય, દિનોનાથ જે દી’ સાવ નવરો હશે તે દી’ થોડી-થોડી કાળા રંગની માટી લઇને ઘડી હોય એવી બેનબા મિશેલ એટલું બોલી કે હે સાયબા, હે કંથડા, હે પીયુડા, હે મારી નણદીના વીર તને એકલો નહીં જાવા દઉં.
હેં… કે… હા… હેં… કે… હા

આટલું બોલીને બેનબા એટલું બોલ્યાં કે તમારે જાવું હોય ન્યા જાવ, ભલે નરકમાં જાવ પણ તમે પાકિસ્તાન નો જાવ, પોતાની પરણેતરના હૃદયમાંથી નીકળેલાં વેણ સાંભળીને ઓબામાનાં સવાસો કરોડ રૂંવાડાં સમસમસમસમસમ કરતાં ઊભાં થઇ ગ્યાં અને ઓબામા તે દી’ એટલું બોલ્યા કે ચ્યમ ? ચ્યમ નો જઉં ?
પોતાના ધણીનો, પોતાના ઘરવાળાનો સવાલ સાંભળીને બેનબા મિશેલ શું જવાબ વાળે છે ઇની વાત ડાયરાને વિહામા પછી કરીશ, અટાણે સૌ મોજથી ચા-પાણી પીવો, માથે બીડી ટેકવો, પાછા મળી ન્યા સુધી સૌને મારા ઝાઝા કરીને જે માતાજી.

Advertisements
 

ટૅગ્સ:

પરણેલાઓ પણ વાંચે અને વાંઢાતો ખાસ વાંચે…!!


“પત્નીથી આટલી વાતમાં ખાસ ધ્યાન રાખવું.”

1. એ કારણ વગર ‘ક્યુટ’ બનવાની કોશિશ કરતીહોય ત્યારેસાવચેત રહેવું..!

2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયનેતમારી સામે જોઈ રહી હોય..ત્યારે બધુંજ સાચેસાચું કહીદેજો! એ સમય રોમાન્ટિક થવાનો નથી!

3. એ જો આંખો નચાવતા નચાવતા’તુઝે ઝમીંપે બુલાયા ગયાહૈ મેરે લીયે.’ ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહઅને સ્ફૂર્તિથી કરવામાંડજો!

4. ‘ઘરકામમાં મદદ’નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી,લગ્નજીવનમાં  કરવાની
હોય છે!

5. ‘ચુપચાપ બેસો’ આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો!

6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ ‘લેસન’ બતાવી દેજો!

7. ‘જ્યાં ન પહોચે કવિ ત્યાંપહોચે પત્ની’ – આ નવી કહેવત યાદ રાખો! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડીપાડશે,માટે સાચું જ બોલવાનો નિયમ રાખો!

8. ‘એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે’ આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નોનોવિગતવા ર જવાબ આપો.એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ
પ્રશ્નના જવાબનીશરૂઆતના બેવાક્યોસવાલ સંબંધિત રાખીનેપછીફિલ્મીગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે.

9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સેથવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાંએની ઝુલ્ફોનાઆશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં સુવાના તમનેઅભરખા હતા!

10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ!

11. ‘ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામફ્લાવર આપ’ – આવી રીતેઓર્ડર આપવાથી શાક સસ્તું અનેસારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટમાંથી બચી જશો! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં!

12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલેએ પાંચમાંથી એક રોટલી ઘીવગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.

13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરાહોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની અમનેજરૂર લગતી નથી!

14. એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલનાચાર્જર-­  કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદામોજા, હેંડ-કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી
વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ!

15. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલોમાં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતાકપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે!

16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ,મેક્સિકન કેકોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ!

17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ!

18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે ‘સાવરણી ઉભી કેમ મૂકી’ એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે.

19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે.વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે!

20. વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે!

21. ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો.

22. ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિતકરવાનીતમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતેજનિર્દોષ હોય છે! અને આ વાત તમારા ભેજામાં ન ઉતરતી હોયતો તમે સુખી થઇ રહ્યા બોસ!

23. એમની અદાઓને વખાણતા રહેવી! આ વિષયે માથું ખંજવાળવાની ક્રિયાને પણ અદા જ ગણવી!

24. એમને ઈશ્કના સમંદરમાં ડૂબાડી રાખો! સહેજવાર પણ એમની મુંડી બહાર નીકળશે તો આખું અઠવાડિયું ઢેબરાં થાય એટલી મેથી મારશે!

 

તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા..(અકબર અને બિરબલ )


એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.?

બિરબલ બોલ્યો જહાપનાહ આપણા રાજ્યની વાત છોડો આખી દુનિયાના ઘરોમાં પત્નીનું જ રાજ ચાલતું હોય છે પતિ તો બિચારો બહાર બડાશ મારે તેટલું જ બાકી ઘરમાં એનું કાંઇ ના ચાલે. પણ બિરબલ ના આવા જવાબથી બાદશાહને સંતોષ ના થયો તેમણે કહ્યું બિરબલ હું આ વાત નથી માનતો તારે મારી જોડે શરતમાં આવવુ પડશે જો હું હારુ તો હું મારી મુંછો મુંડાવી નાખીશ પણ બિરબલ જો તું હારે તો તારે તારી મુછો મુંડાવી નાંખવી પડશે. બિરબલે કહ્યું ઠિક છે જહાપનાહ કાલે વાત. બિરબલે તરત જ રાજ્યમાં ઢંઢેરો પિટાવી નાખ્યો કે આ રાજ્યના અતિ મહત્વ ના પ્રશ્ન માટે રાજ્યના સર્વે પરણીત પુરુષોએ રાજ દરબારના ક્રીંડાંગણમાં કાલે સવારે હાજર થવાનું છે.

વાત વાયુવેગે ફેલાઇ ગઇ ને બીજા દિવસે રાજયના તમામ પરણીત પુરુષો નો જમાવડો થઇ ગયો .પછી તરત જ બિરબલે કહ્યું કે ભાઇઓ અહીંયા સ્ટેજની એક બાજુ એક સરસ પાણીદાર ઘોડા છે અને બીજી બાજુ સરસ લાલ ઉંચી જાતના સીમલાથી મંગાવેલા સફરજન છે. અહીંયા જેના ઘરમાં પત્નીનું ચાલે છે તેણે સફરજન લઇ નીચે ઉતરી જવાનુ છે અને જે વીરપુરુષ પત્નીનું નથી માનતો તેને આ પાણીદાર ઘોડો આપી નવાજવામા આવશે. પણ જે કોઇ ખોટુ બોલશે તેને કડક મા કડક સજા કરવામા આવશે. થોડીવારમાં તો સફરજન ફટાફટ ખાલી થવા માંડ્યા .કોઇ જોખમ લેવા માંગતુ નહોતુ. બાદશાહની મુંઝવણ વધતી જતી હતી ને બિરબલ મનમાં ને મનમાં મલકાતો હતો. ત્યાં જ અચાનક બાદશાહના મોંઢા પર ચમક આવી.

બિરબલે જોયું તો એક જણ ઉભો થઇ ઘોડા તરફ આગળ વધ્યો બાદશાહે તેને બોલાવી પીઠ થાબડી ને ખેશ પહેરાવી સન્માન કર્યુ ને ઘોડો આપી રવાના કર્યો. બાદશાહે બિરબલ સામે જોયું ને મુછો પર તાવ દિધો જોયું બિરબલ રાજ્યમાં બધાય કાંઇ જોરુ ના ગુલામ ના હોય. બિરબલે નીચુ જોયું. સમારોહ સમાપન સુધી આવી ગયો પણ પછી કોઇ માઇ નો લાલ ઉભો ના થયો. દરબાર ખાલી થઇ ગયો બાદશાહ બોલ્યા બિરબલ હજામ ને બોલાવુ હવે?

બિરબલ કાંઇ બોલે ત્યાં તો પેલો ઘોડાવાળો પાછો આવતો દેખાયો બિરબલ પાસે આવી સલામ કરી કહેવા લાગ્યો બિરબલજી આ ઘોડો પાછો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો ને. બિરબલે પુછ્યું કેમ ભાઇ આમા સુ ખરાબી છે.? તો પેલો ભાઇ બોલ્યો બિરબલજી મારી પત્ની ને સફેદ ઘોડો પસંદ છે એટલે તમે આ કાળો ઘોડો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો.!

આ સાંભળી બિરબલ ના મોઢા પર ચમક આવી ગઇ ને તરત જ બોલ્યો સિપાહીઓ આને કેદ કરી નાખો.પછી બિરબલ તરત જ બાદશાહ સામે જોયુ ને કહ્યું કે રહેવા દેજો જહાપનાહ હજામ ને ના બોલાવતા કારણ કે મુંડાયેલી મુંછોમા તમે સારા લાગશો નહીં ને રાણી સાહેબા પાછા તમને રાણીમહેલમા આવવા નહીં દે આટલું બોલ્યા પછી તરત જ બિરબલે મુંછ પર તાવ દિધો. બિરબલની વાત સાંભળી બાદશાહે તરત જ નીચું જોયુ. અને પછી બિરબલ પાસે આવી તેની પીઠ થાબડી.

તો બોલો હવે તમે પણ નક્કી કરો કે તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા….

 

ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં


એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા
જન્મનાં સાઇઠ વરસ બાદ છેક મૃત્યુ પછી હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો. મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર દિવાળીએ ચોપડાને બદલે કમ્પ્યુટર ઉપર ચાંદલા કરે છે.

ચિત્રગુપ્તે ગુજરાતીનું ગુપ્ત ચિત્ર જોવાં માટે કમ્પ્યુટર ઓન કર્યું.

પ્રથમ ગુજરાતીનાં પુણ્યની એન્ટ્રી તપાસીને કહ્યું કે તમે તો ઘણાં પુણ્ય
કર્યાં છે. આ સાંભળી હરખાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે ચિત્રગુપ્તભાઇ, પુણ્ય તો કરવા જ પડે ને ? અમે ગુજરાતીઓ દરરોજ કરતાં વધારે જમીને ઉપવાસ કરીએ છીએ. ત્રણ ટંક જેટલું એક જ ટંકમાં આરોગીને એકટાણાં કરીએ છીએ. વ્યથાની વાતા કરતાં-કરતાં કથા સાંભળીએ છીએ અને વરસમાં એકાદ વખત હનીમૂન કરવા નીકળ્યાં હોય એ રીતે તીર્થયાત્રા પણ કરીએ છીએ.

ત્યાર બાદ ચિત્રગુપ્તે ગુજરાતીનાં પાપની એન્ટ્રીઓ ચેક કરીને કહ્યું કે
તમે પાપ કરવામાં પણ પાછું વળીને જોયું નથી. આ સાંભળીને થોથવાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે અમને જન્મથી જ ડરાવવામાં આવે છે કે જો પાપ કરશો તો નર્કમાં જશો એટલે અમે જાણીબૂઝીને ક્યારેય પાપ કરતા જ નથી. હું એમ કહેતો નથી કે તમે ખોટું બોલો છો, મારાથી જે કાંઇ પાપ થઇ ગયા છે એ ભૂલથી થયા હશે.

એટલે ચિત્રગુપ્ત બોલ્યા કે તમે ગુજરાતીઓ એક્સક્યુઝ શોધવામાં એક્સપર્ટ છો. મને બરાબર ખબર છે કે તમે પાણી ઉકાળીને પીઓ છો અને લોહી જેમનું તેમ પીઓ છો. આખો દિવસ અહિંસાને ધર્મ માનીને જીવો છો અને રાત્રે ઘરમાં હોય એટલા મચ્છર મારીને ઘસઘસાટ ઊંઘી જાઓ છો. ચંદ્રકાંત બક્ષી નામનાં એક લેખક અહીં આવ્યા ત્યારે મને કહેતા હતા કે ગુજરાતી પુરુષો ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની વાતો કરે છે. ગુજરાતી એવી વેપારી પ્રજા છે કે એને નામાનાં ચોપડામાં રસ છે એટલો સાહિત્યની ચોપડીમાં રસ નથી.

આ સાંભળી ગુજરાતી બોલ્યો કે રૂપિયા એટલે લક્ષ્મી અને લક્ષ્મી એટલે
માતાજી, લક્ષ્મીજી પ્રત્યેના અમારા અહોભાવને અમારો સદગુણ ગણવો જોઇએ. આ સદગુણના કારણે તો અમે ગુજરાતીઓ વિશ્વનાં તમામ દેશના નાનામાં નાના ગામ સુધી પહોંચી ગયા છીએ અને અક્કલ અને હોશિયારીથી સામ્રાજ્ય ઊભાં કરીને લક્ષ્મીજીની કૃપા મેળવવામાં સફળ થયા છીએ. એટલે ચિત્રગુપ્તે તરત જ કહ્યું કે તેં પાપથી ડરીને પુણ્ય કર્યા છે અને પુણ્ય પામવા માટે પાપ કર્યા છે.

આમ પાપ અને પુણ્ય બંને કર્યા છે, માટે થોડાં વરસ સ્વર્ગમાં રહેવા દઇશ અને થોડા વરસ નર્કમાં પણ રહેવું પડશે. પૃથ્વી ઉપર દરરોજ બપોરે થાળી ભરીને દાળ-ભાત ખાધાં પછી બે કલાક સુધીની દીર્ઘ વામકુક્ષી કરનાર માટલા જેવી ફાંદના માલિકે સીધો સવાલ કર્યો કે હું મારા સ્વર્ગનો લાભ રાજીખુશીથી જતો કરવા તૈયાર છું. તમે નર્કની સજા માફ કરતાં હો તો.

ગુજરાતીની શરતી વાણી સાંભળીને ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કારણ આવો અઘરો જીવ આ અગાઉ કોઇ આવ્યો નહોતો. ચિત્રગુપ્તે પૂછ્યું કે તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો હું શું આપું?
ત્યારે ગુજરાતી બોલ્યો કે સ્વર્ગ અને નર્કનો રસ્તો જ્યાં મળે છે તે ચોકમાં દુકાન થાય તેટલી જગ્યા આપો !!!

 

પ્રપોઝ કરવાના કેટલાંક રસ્તા તમારા માટે ….


1.તમારા પ્રેમી કે પ્રેમિકાની પાછળ જઈ તમારા હાથને બંદૂકની જેમ રાખી તેને કહો, યુ આર અન્ડર એરેસ્ટ અને કારણ પૂછતાં જણાવો ફોર સ્ટીલિંગ માય હાર્ટ (મારુ દિલ ચોરવા માટે).

2.તમારી પ્રેમિકાને પૂછોઃ શું તારા પગ બહુ દુઃખે છે? પ્રેમિકાઃ કેમ? પ્રેમીઃ કારણકે તુ આખો દિવસ મારા મનમાં દોડતી જ રહે છે.

3.પ્રેમિકાને પૂછવું: મને તારા હ્રદય સુધીનો રસ્તો બતાવી શકે? હું તારી આંખોમાં ખોવાઈ ગયો છું.

4.ફૂલ હાથમાં લઈને પ્રેમિકા પાસે જવું અને કહેવું: હું આ ફૂલને બતાવી રહ્યો હતો કે તું એના કરતા પણ વધારે સુંદર છે.

5.પ્રેમિકાને કહેવું: આજે ખરેખર ગરમી છે કે પછી તું હોટ છે એટલે ગરમી લાગે છે.

6.પ્રેમિકાને કહી શકો: કાશ હું તારી આંખમાં જન્મ્યો હોત, તારા ગાલ પરથી પસાર થયો હોત અને હોઠ પર મરી જ ગયો હોત.

નોધ:- આ અખતરા કરવા પાછળ સંપૂણ જવાબદારી અખતરા કરનાર ની રેહશે .

 

પત્નીત્રસ્ત પતિ……..હાસ્યકવિતા


[ બધાને બંધ બેસતી પાઘડી છે મિત્રો
પણ મહેરબાની કરી આ પાઘડી કોઇયે
ઓઢવી નહીં અને કોઈને જબરદસ્તી
ઓઢાવવી પણ નહીં ]

આખો દિવસ બસ બડબડ કરે,
કઈંક કહો તો પછી લડલડ કરે.

વિચારે કશુય તો કરીનેજ છોડે,
દરેક વાતમાં ફક્ત તડફડ કરે.

ભુલથી જો જોવાઈ જાય કશેક,
બાળે મને ને ખુદ ભડભડ બળે.

ઈચ્છા તો ઘણી કે લફરુ કરુ કોઈ,
છોડે તો જાઉંને, તે નડનડ કરે.

અને કદી છોડવાની વાત કરું તો,
અઠવાડિયા સુધી તે રડરડ કરે.

ઉંઘવાય ન દે શાંતિથી કદી મને,
રાત્રે પણ કાયમ તે બકબક કરે.

ગુસ્સો તો કાયમ નાક પર જ રહે,
પારો તેના મગજનો ચડચડ કરે.

જંગલરાજ છે લગ્ન બાદ ‘અખ્તર’
ભસે તે કાયમ ને મને હડહડ કરે.

 

પ્રેમ પર ધંધાની અસર


પ્રેમ પર ધંધાની અસર
[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે
આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

—————–નિર્મિશ ઠાકર