RSS

Category Archives: Only Yaade

Gujarati Shayri & Kavita Part 4


નથી કરતો નશો કેમકે મદિરા દુઃખી થશે,
મારા હોઠને સ્પર્શતા જ એને વેદના ચડી જશે.
હાર્દ

*******

વહી રહી છે લાગણીયો હવે પાણી ની માફક,
પ્રેમના કદરદાન તારી આ અદા છે કૈક ઘાતક.
હાર્દ

*******

આજ સૂરજને પણ ટાઢ લાગી છે,
રોજ ધોમ ધકતો આજે ટાઢોબોર લાગે છે.

*******

દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર …

*******

માનવી નાં મનને સ્પશેઁ તેનુ નામ દલીલ,
અને હ્દયને સ્પશેઁ તેનુ નામ સત્ય……

*******

સાચા સંબંધોનો સાર કેટલો…..?
વગર બોલ્યે ‘વેદના’ વંચાઇ એટલો..

*******

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે…!!!

*******

ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,
સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે..

વોટ્સએપ પર બે હાથ જોડીને પ્રણામ થઈ જાય છે,
દાદાનો હાથ પકડીને હવે મંદિર ક્યા જવાય છે …?

******

હળવા હોય છે,
એજ
મળવા જેવા હોય છે…

*******

કાંડા’ની ‘તાકાત’ ‘ખતમ થાય’ એટલે…

મનુષ્ય ‘હથેળી’માં ‘ભવિષ્ય’ શોધે છે…!!!

*******

ગમવા છતા …

તું ‘વાહ’ ના બોલી શકે,

એવી અધૂરી દાદથી વાકેફ છું.❗

*******

ચાલો ફરી પ્યાલો ભરું હું શરાબનો,
નશીલી આંખો ક્યાં જોવા મળે છે હવે.
– વૈભવ

*******

ટાઈમ ‘સારો’ હોય ત્યારેજ,
‘ડાયી ડાયી’ વાતો થાય.

બાકી તો ‘ભીંહ’ પડે ત્યારે,
‘સિદ્ધાંતો’ના ‘છોતરા’ ઉડી જાય છે.

*******

બસ મીત્રો હવે મારી સહનશક્તિ ખૂટી ગઇ,
બુલંદ હતી જે ઈમારત એ તો ક્યારની તૂટી ગઇ

*******

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય,

એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય..

*******

સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી,

લ્યો, ગણી લ્યો, આંસુઓની થોકડી

*******

મને તો માછલી જેમ તરફડવાની ટેવ છે,

પણ,તું પ્રેમ નાં પાણી વગર નહી રહી શકે.

વિપુલ બોરીસા

*******

તું આપીશ કે નહી સાથ,
એ પૂછવાનો અર્થ જ નથી,,,

તું છે મારો શ્વાસ,
તારા વગર જીવવાનો અર્થ નથી…!!

*******

ભલે મને માત્ર પળવાર મળે.
વિચાર માં પણ તારો વિચાર મળે.

વિપુલ બોરીસા

*******

અહી ફુલ્લી એ.સી.રૂમ માં પણ , એક બગાસું રમે સંતાકુકડી…..,
ને ત્યાં ફૂટપાથ પર ………., ઊંઘ ની મહેફિલ જામી છે …….

*******

સફળતા દરમિયાન દસ આંગળી દ્રારા પાડવા માં આવતી “તાળીઓ” કરતા…

નિષ્ફળતા ના સમયે એક આંગળી દ્રારા લૂછવા માં આવતા “આંસુ” વધારે “મુલ્યવાન” છે….!

*******

મીઠુ સ્મિત…. તીખો ગુસ્સો…. અને…. ખારા આંસુ….

આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી …..!!

*******

બસ બે જ વખત તારો સાથ જોઇએ…

એક અત્યારે અને એક હંમેશા માટે.

*******

ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે,

અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે . .

*******

જિંદગી મજૂર થતી જાય છે..!,

અને

લોકો…

“સાહેબ કહી મેણા મારે છે…!!!

*******

“એણે
એક નાની ભૂલ કરી..

એ યાદ રાખી
તેં
મોટી ભૂલ કરી…”

*******

તું મળી જાય તો નસીબ ને હું પુરસ્કાર આપું
નથી જાણવું કે હસ્તરેખાઓ મા પછી શું લખ્યું

*******

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

ઊતરી હશે શબનમ અહીં પગલાં પડ્યાં હશે,. ને પગલાં ઉપર ફૂલનાં
ઢગલા પડ્યા હશે. માળીથી છાનું બાગમાં આવ્યું હશે પતંગ,.
ફૂલો પર એની પાંખના નકશા પડ્યા હશે. …

*******

પ્રેમ,
એક-બીજાની આંખોમાં આંખો પુરાવી
ઝીંદગી વિતાવી દેવાનું નામ નથી
પ્રેમ,
ઝીંદગીભર સાથે રહી
એક જ દિશા માં જોતા રહેવાનું નામ છે .

*******

ગઝલ મારી સુણી તું દાદ આપે.

પણ હકીકતમાં,

બધાં ભીતરના દર્દો છે,

તને એ કોણ સમજાવે.

*******

તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી,

પણ

તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.

*******

ભ્રમ હતો મારો કે એમના માટે હું ખાસ છુ,
ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છુ.

*******

હું નક્કી નથી કરી શકતો એ બેમાંથી કોણ મોટું ???

હું ચુમી લઉં છુ ચરણ માઁના અને ભગવાન લગાડે છે ખોટું …!!!

*******

આજે ગજાથી વધારે પી બેઠો હું શરાબ,

આજે આ મહેફીલ મા દોસ્તો બહુ દુખી લાગ્યા…

*******

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,

જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં……

*******

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.

પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બાળપણ યાદ આવે છે.

એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.

કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.

ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.
– વિનય ઘાસવાલા

*******

રૂબરૂ મળી શકતા નથી ભલે આ૫ણે ૫રંતુ શબ્દોની મુલાકાત કાફી છે.

*******

પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી  બાપ બને છે ”

નર્સે જયારે વીટ ળાયેલું અમુક પાઉન્ડ નો જીવ જવાબદારીનું પ્રચંડ ભાર નું ભાન કરાવે ત્યારે…..,માણસ…..,

” પુરુષ માંથી બાપ બને છે ”
રાત- અડધી રાતે પત્ની સાથે બાબુ  ના ડાયપર બદલવા જાગવું, અને  બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા  ચુપ કરે ત્યારે……….,માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે ”
મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં  જ્યારે ઘર  તરફ દોટ મુકે ત્યારે…….., માણસ……,

“પુરુષ માંથી બાપ બને છે ”
” અરે લાઈન કોણ લગાડે ” અને હંમેશ સિનેમાની ટીકીટ ચપટી વગાડીને બ્લેકમાં ખરેદી કરનાર,
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ……, માણસ….,

” પુરુષ માંથી બાપ બને છે ”
જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા  ઘડિયાળ ના અલારામ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે……,માણસ…,

” પુરુષ માંથી બાપ બને છે ”
સાચા જીવનમાં એકજ ઝાપડ માં કોઈને ભી ભોય ભેગો આલોટ તો  કરનારો,
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે……
માણસ……..,

” પુરુષ માંથી બાપ બને છે ”
પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
” હોમ વર્ક બરાબર કરજે ”
કડકાઈ થી કહે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે ”
આપણીજ ગઈ કાલની મહેનતના જોર ઉપર આજ મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજ કોમ્પ્રો કરવા લાગે ત્યારે……
માણસ……,

” પુરુષ માંથી બાપ બને છે ”

ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવવા વાળો, શાળા ના
POS માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, કાનમાં તેલ નાખ્યું  હોય તેમ પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે…..માણસ……,

” પુરુષ માંથી બાપ બને છે ”

પોતાના પ્રમોસન કરતા પણ તે  શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે……માણસ…….,

” પુરુષ માંથી  બાપ બને છે ”

પોતાના જન્મદિવસ ના ઉત્સાહ  કરતા,  છોકરાના બર્થડે પાર્ટી ની  તૈયારીમાં મગ્ન થાય ત્યારે…..
માણસ…….,

” પુરુષ માંથી બાપ બને છે ”

સતત ગાડી ઘોડા માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે……
માણસ……,

” પુરુષ માંથી  બાપ બને છે ”

પોતે જોયેલી દુનિયા, અને ઘણી
કરેલી  ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે……માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે”

છોકરાના કોલેજ ના પ્રવેશ  માટે  ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ કે સામે બે હાથ જોડે ત્યારે…….માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે”

“તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાય ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, ”
” This is generation gap ”
આવું વાક્ય આપણે જ ક્યારેક બોલેલા સંવાદ આપણને જ સાંભળવા મળે ત્યારે આપણા બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગીયે ત્યારે…..માણસ……..,

” પુરુષ માંથી  બાપ બને છે ”

છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે ”

છોકરાવો ને મોટા કરતા- કરતા આપને ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી  આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે……,માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે”

ક્યારેક છોકરા ના સંસારમાં કાટા બનીને,

ક્યારેક આપણી દોશી સાથે
વૃદ્ધા શ્રમની પાંગત બનીને,
ઘણા જ ભાગ્યશાળી હોશું તો

પૌત્ર- પૌત્રી સાથે ચાર દીવસ રમીને,

આપણા નશીબ માં કાઈ પણ હોય
તો પણ ભાવી પેઢીને અનહદ પ્રેમ
અને આશીર્વાદ દેતા,
ક્યારેક તો શરણે જાય ત્યારે…માણસ……,

” પુરુષ  માંથી  બાપ બને છે”

*******

થનગની રહ્યા છે પથ્થર હાથથી છુટવા માટે
અનાયાસે સામે જો દર્પણ મળી જાય તો

–      કેતન ગઢવી

*******

બની ગયો છુ હું જાણે પત્તા નો મહેલ,
જરા હવા આવે ને ભાંગી પડુ છુ.

*******

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા બની જાય છે..!!

*******

કોઈ આપણને પીડા આપતું હોય ત્યારે સમજવું કે તે પોતે અંદર થી પીડાય છે..!

*******

હું મૌનમાં દબાવેલો દારૂગોળો,
અને

તારું સહેજ મલકવું એ દીવાસળી….

*******

એક દીવસ મને મારા નસીબ પર ખુબ રડવાની ઇચ્છા થઈ,

પણ આશ્ચર્ય ની વાત છે,કે

એ દીવસે પણ નસીબે મારો સાથ ના આપ્યો.

*******

હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે…

હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે….

*******

વર્તમાન નબળો હોય….
ત્યારેજ ભૂતકાળ યાદ આવે છે.

*******

જ્યારે કોઈ વ્યક્તિ બૂમો પાડી પાડીને દુનિયાને એવું કહેવાનું શરૂ કરી દે કે મને એકલા રહેવું ગમે છે, ત્યારે સમજી લેવું કે એને એની એકલતા મારી રહી છે.

*******

દુ:ખ આપવાની ભલેને  હોય બધામાં હોશિયારી….
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈએ તૈયારી….

*******

” એમ તો કોઈનેય મારો પરિચય નથી આ જગતમાં ;

તારા સ્મરણો ને મારું સરનામું કયાંથી મળતું હશે ? ”

*******

લાગણીથી ખળખળો તો છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંકજૂના,
પીડ એની જો કળો તો છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.
દીવડાઓ બ્હાર પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.

*******

કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે

પરંતુ તમે કોઈને દિલ થી જીતી બતાવો તે મહત્વનું છે….

*******

તારી લાગણીઓ જ મારી માટે છે ” ધન ની તેરસ “,
આમ જ વરસાવજે તારો પ્રેમ  વરસો-વરસ !!

*******

પ્રભુ !
એટલુ દેજો કે
શોધવુ પણ ના પડે
કે
સંતાડવુ પણ ના પડે.

*******

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો…..

ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

*******

વાત તારી ને મારી હવે દફન થઈ.

ઓઢણી તારી આખરે તો મારું કફન જ થઈ.

વિપુલ બોરીસા

*******

જીવવાની મને ખુલ્લેઆમ ટેવ છે…
બસ કોઇ દીલ થી પુછતુ નથી તને કેમ છે.

*******

જીવન રંગીન થઈ ગયું તારા થકી,
હવે રંગોળી પુરવાનું ગમતું નથી…!!

*******

ભલે લાખો હોય દુનિયામાં ચાહકો તમારા સાહેબ..
પણ પ્રેમ તો તેને જ થવાનો જેને તમારી કદર નથી.

*******

મારે તો રોજ ઉજવાય દિવાળી….
જયારે પૂરાય રંગોળી  તારી યાદોની….

💟Rajni💟

*******

મારે તો દિવા જેવું સ્પષ્ટ કહેવાનું…
આમ…તમારા વિના કયાં સુધી અંધારામાં રહેવાનું..?!!!!

💟Rajni💟

*******

કેટલો હું તર્યો તર્યો….
તારી યાદોથી ભર્યો ભર્યો….

💟Rajni💟

*******

પરોક્ષ રીતે
યાદોમાં આવેલી તું
વધારે ગમે.

-આભાસ

*******

છે તારા ને મારા મિલન ની રાત….

રહેવા દે આજ તું બીજી કોઈ વાત…..

*******

સબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો…

*******

એટલા માટે તો તારાથી દુર રહું છું હું,
તું નટખટ ફુલઝર અને હું અણીશુધ્ધ દારૂગોળો.
– વૈભવ

*******

છુટતી નથી મારાથી બાંધેલી પ્રણય ની ગાંઠ,

આપણું મિલન થાય એવો તું કોઈ રસ્તો કાઢ…

*******

જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?
~મનહરલાલ ચોક્સી

*******

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

*******

સાવ ખુલ્લા કાગળ જેવી…

આ સાંજ ને તારી આંખો…

*******

કાળી શાહીને, ગુલાબી ગુમાન છે,

જ્યારથી લખ્યું, મેં તારું નામ છે.

*******

સુની મારી  આંખો માં  ભલે, રણ ની તરસ છે. ….
ઝાંખી  ને  જો  ભીતર, ત્યાં  લાગણી  ની  પરબ છે. …

*******

નાની સાઇકલમાં બહુ મજા આવતી
આજે કાર પણ એ મજા નથી આપતી..
હું કેટલો બદલાઇ ગયો છું !

છાસમાં પલાળેલી બ્રેડ પર મીઠું-મરચું નાંખીને
ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે
ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો..

હું કેટલો બદલાઇ ગયો છું !

સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો
પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

ખેતર કે વગડામાં ઝાડવા નીચે
પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો
ને આજે એસી રૂમમાં પણ સતત પડખા બદલ્યા કરુ છું..

હું કેટલો બદલાઇ ગયો છું !

વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો
એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા છે..
વાત થતી નથી કે મળાતું નથી..

હું કેટલો બદલાઇ ગયો છું !

બે ચાર મિત્રોનો સહવાસ
આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો
અને આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા
સાવ એકલો હોઉં એમ લાગે છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

કંઇ ખબર ન પડવા છતાય
મંદિરમાં આંખ બંધ કરીને બેસતો
અને ભગવાનની મૂર્તિ દેખાતી,,
આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ
મનને સ્થિર નથી કરી શકતું..

હું કેટલો બદલાઇ ગયો છું !

અગરબતીની સાથે સાવ મફતમાં આવતા
અતરની સુવાસ દિવસો સુધી આવતી અને
આજે નોટીકાના મોંઘા પરફ્યુમની સુવાસ
બે સેકન્ડ પણ નથી અનુભવી શકતો..

હું કેટલો બદલાઇ ગયો છું !

ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા
આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

બેંક બેલેન્સ વધવા છતા પણ
દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

*******

મારી એકલતાને ઢંઢોળી ગયો
એક જણ મારી ખબર પૂછી ગયો

ઊભા ઊભા ‘બેઠો છું ને ‘એમ કહી
એક જણ આબાદ બસ છટકી ગયો

બોલી નાંખ્યું હોત તો શ્રમ ના પડત
એક જણ ખામોશ રહી હાંફી ગયો

હાથને લંબાવનારાની સમક્ષ
એક જણ બસ હાથ ફેલાવી ગયો

પળ ખુશીની લોકમાં વહેંચી તો લ્યો
એક જણ ટોળું કહી ટોકી ગયો
-પંકજ વખારિયા

*******

મારે ક્યાં તારી હથેળી ની લાંબી રેખા બનવું છે ,
પણ તું એકવાર મારી હથેળી ને સ્પર્શ કરીશને તો મારી જીવન રેખા ચોક્કસ લાંબી થઇ જાશે।

*******

કેટલા ‘અંશે’ તમને પ્રેમ કરવાની આદત….?
કે અમને તો આજીવન ‘પ્રેમી’ રહેવાની આદત……,….

💟Rajni💟

*******

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે…

*******

‘હું તને ચાહું છું’ એ વાક્ય
આમ તો બહુ ‘સામાન્ય’ છે…

પણ,
ખુબ ‘ખાસ’ બની જાય છે
જયારે તું મારા ‘કાનમાં’ કહે છે !!

*******

દિકરી જયારે આંસુઓ લુછે ત્યારે એવું લાગે છે
કે જાણે ચોમાસુ રુમાલ લઇને આવ્યું હોય.!!!

*******

ઘાત અને આધાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.
ચાલ ને  સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે….

*******

સમય બદલાય છે ઝીંદગી સાથે, ઝીંદગી બદલાય છે સમય સાથે,

સમય નથી બદલાતો આપણી સાથે, બસ, આપણા બદલાય છે સમય સાથે…….

*******

ન ઘરનું મળ્યું ન બહાર નું મળ્યું,
દુઃખ મુજને આખાય સંસાર નું મળ્યું…!!
ચિરાગ

*******

તે રૂખ બદલ્યું દુઃખ સાથે,
સહુ બદલ્યા દુઃખ સાથે..!!

*******

વિશ્વાસ ની રમત હતી,
મને મારવાની શરત હતી..!!
ચિરાગ

*******

ચાંદની રાત તારા વિના જળહળ તી નથી,
તું છે કે મારા ઘરે કદી વળતી નથી..!!
ચિરાગ ભટ્ટ

*******

તમને જોઈ ભાન ભુલ્યો છું,
સઘળું મારું જ્ઞાન ભુલ્યો છું..!!
ચિરાગ ભટ્ટ

*******

પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે.
પણ,
સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે……

*******

સંધ્યા સુરજ ની વિદાયથી ઉદાસ છે,
એટલે જ આકાશ ની આંખો માં લાલાશ છે……!!

*******

હું તારા માં વહેંચાઇ જઈશ
પણ તને કોઈ જોડે નહીં વહેંચી શકું.

*******

રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું..

*******

હ્રદય નહીં,
તું ધબકે છે મારા મા…!!
ચિરાગ

*******

અંધાર તો નહીં મને,
અજવાળા મા સાથ નથી આપતું કોઈ..

*******

સમય રમી ગયો રમત,
બદનસીબ હતો,
લગાવી બેઠો શરત…!!
ચિરાગ ભટ્ટ

********

ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ, આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?

(અઘરુ છે અશક્ય નથી )

*******

ખભો જોઇએ છે ભાડા પટે, ભાડુ મો માગ્યુ…!!

શરત એક જ…..
માથુ ઢાળુ ત્યારે ધકધક સંભળાવવુ જોઇએ…

*******

પોતાની અસમર્થતા છતાં કોઈ માટે ગમે એ કરી છૂટવાની ભાવના અને શક્તિ એટલે લાગણી

*******

તમારા જ રુપ વિશે ચર્ચા કરું….
પણ તમે જ કહો….શરૂઆત કયાંથી કરું….!!!

💟Rajni💟

*******

પ્રહાર પર પ્રહાર થતો જાય છે,
માણસ તલવાર થતો જાય છે.

*******

પિતા નો પ્રેમ છે લાગણી,
માતા ની મમતા છે લાગણી,
મળવાની ખુશી છે લાગણી,
વિરહ નું દુઃખ છે લાગણી,
પ્રેમીકાનો ઠપકો છે લાગણી,
પ્રેમ નો રણકો છે લાગણી,
મૂંગા પશુ માટેની દયા છે લાગણી,
અચેત વસ્તુ સાથેની માયા છે લાગણી,
મોટાભાઈ સાથેની મજાક છે લાગણી,
બહેન સાથેની લડાઈ છે લાગણી,
કેહવું હોઈ ઘણું પણ શબ્દો ના મળે,
ત્યારે જે આખો થી સમજાઈ એ જ છે લાગણી.

*******

ચાલી છે રુપની ચર્ચા…
કોઇક તમને જોઇ તો નથી ગયું ને..?!!!

💟Rajni💟

*******

આ તો ‘એ’ ની મહેરબાની….
બાકી….હૈયાની લાચારી…..

💟Rajni💟

*******

અજ્ઞાની છું,
અપમાનિત નહી…!!
ચિરાગ ભટ્ટ

*******

જે દિ’ આ હૈયું ધબકાર ચુકી જાશે….
આ ‘રજની’ મફતમાં વેંચાઇ જાશે…..

💟Rajni💟

*******

કાં લાગણી, કે વિરહ, કાં હોય છે વેદના,
મે તો ગઝલમાં મુકી છે. માત્ર સંવેદના.

*******

” હું ના હોઉં, એવી કેટલીય પળ છે !

તું ના હોય, એવી ક્યાં એક પણ છે ? ”

*******

કદીક મુરઝાયેલા ફૂલ ને મન થી સ્પર્શજે,

ખીલી ને ખરવુ ખૂબ અઘરું હોય છે…..

*******

સાલું….આ પણ કેવું….!!!!
આપણને વારંવાર લાગી આવવું….
પણ એમનું ‘પથ્થરદિલ’ જ રહેવું…

💟Rajni💟

*******

મળે છે મુજને હરદમ સહારા જે,
સહારા ને સમજનારા નથી મળતા.
હાર્દ

*******

નથી જળવાતું હવે મૌન મારાથી,
હ્રદયની વેદના એ હદો પાર કરી.
– વૈભવ

*******

ખૂણા જ નહીં, દિશા પણ મારી થશે,
જયારે તેવો દિલ મારા પર વારી જશે..!!
ચિરાગ ભટ્ટ

*******

ન ગોફણ, ન ગિલોલ, ન ગન થી ડરે,,;

બંદો તારા પાંપણના પલકારાથી મરે….

*******

મારે પાસે પ્રેમના નકકર પુરાવા ના માંગ…..
મારા હાલ જોઈ લે….

💟Rajni💟

*******

મારી આંખ માં એના માટે સમ્માન છે,
માતાપિતા જેના માટે ભગવાન છે

*******

છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,

વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ……

*******

વધીને તો હું રોજ એમના ચરણો માં શીશ જુકાવીસ,
ખબર નહિ,માબાપ નું ઋણ ક્યાં જન્મે ચુકાવીસ

*******

કોના નસીબમાં શું છે એ કોણ કોને સમજાવે ,
રોજ હીબકા ભરતી આ લાગણીઓને,
નસીબની ઓળખાણ કોણ કરાવે !!

*******

સાદગી આપણે રાખશું કેટલી ?
ચોપડી પર કરચલી હશે એટલી .

કવિ જલરૂપ
મોરબી

*******

કોઇ કહે આવી હશે,
કોઇ કહે તેવી હશે,
તું જેવી હશે તેવી,
મને ગમતી હશે…
…..અલ્પેશ મોણપરા…

*******

સમજે  છે  તું તોયે અનજાન બને છે,
સમજી જાને આ દિલ વેરાન બને છે.

~શહાદત

*******

દિલ માં જેના  પ્રેમ ની ખાણ છે,
મારા પ્રેમ થી એ જ અજાણ છે

*******

અધૂરા સપના….
તારા વિના…
હમેંશા અધુરા જ રહેવાના….

💟Rajni💟

*******

હું થોડો શરીફ શુ થયો !
આખું શહેર બદમાશ થઈ ગયું ! !

*******

ચકાસ્યા ધ્યાનથી સંબંધના ખાતા નવેસરથી..
થયું નક્કી..
જમા કરતાં ઉધારે રંગ રાખ્યો છે..!

*******

આઘાતોની વસ્તીમાં છું,
હું ઈશ્વરની દ્રષ્ટિમાં છું.
આખાબોલો માણસ,
તેથી મોંઘો તોયે પસ્તીમાં છું.

*******

અહલ્યા બની ગઈ છે બધી લાગણીઓ  ,

જો કોઈ ને રામ નજરે પડે તો કહેજો  !

*******

મારી જિંદગી માં તારા સિવાય બધું જૂનું થતું જાય છે.

*******

હું  ખાલી બરફ નથી….બરફની આગ પણ ધરાવું છું….
મળે જો લાગણી તો પીગળેને પણ બતાવું છું….

💟Rajni💟

*******

યાદ કરનાર ભૂલ્યા છે આજ,
વાત કરનાર ચુપ કેમ છે આજ,

*******

દિલ માં થોડીક તો ચાહત રાખો,
ગરીબ સાથે ભક્તને રાહત આપો,
ચિરાગ ભટ્ટ

*******

ખોટા નાં પગે ખુંદાઈ રહ્યો છે,
વિશ્વાસ આજે લૂંટાઈ રહ્યો છે…!!
ચિરાગ ભટ્ટ.

*******

જયારે સ્વાર્થ નો સંબંધ સુકાઈ ગયો,
ત્યારે સાચો દોસ્ત પરખાઈ ગયો

*******

તારે દિલ થી રમવું હોઇ તો રમી લે હજું,
તને પ્રેમ થાશે તું પછી રમી નહી શકે….
….અલ્પેશ મોણપરા. …

*******

રોજ મળિએ કે નહી શું ફેર પડે છે,
કદર ક્યાં જમાનો આમેય કરે છે!!..
…અલ્પેશ મોણપરા …

*******

જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો,

તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!

*******

જિંદગીમાં જે ખોવાઈ જાય, એજ
કેટલું મહત્વ નું હોય છે,
નહી ?
જેમ કે,
આ વિતેલું વર્ષ અને તું …

*******

મારી શોધ ….

ભટકતો રહું છું
એની શોધમાં
અને દરીદ્રતા જો..!
મારી શોધ
પુરી થાય છે ને
હું ખોવાઇ જાઉં છું…jn

*******

પ્રેમ એટલે…

તારી સંવેદનાઓમાં મારા અહેસાસોને ભેળવી આંખોના રસ્તેથી મનના મહેલમાં રહીને તારા હ્રદયની રાજધાનીમાં મારુ રાજ…

પ્રેમ એટલે…

તારી સંવેદનાઓમાં મારા અહેસાસોને ભેળવી આંખોના રસ્તેથી મનના મહેલમાં રહીને તારા હ્રદયની રાજધાનીમાં મારુ રાજ…

પ્રેમ એટલે…

તારા દિલની દોરનું મારા દિલ સાથેનું એવું ખેંચાણ કે તું તારામાં ના રહે ને હું મારામાં ના રહું બન્નેનું જગત એકાકાર બની જાય….

પ્રેમ એટલે…

તારું મન ભરીને મારા આલીંગનમાં મન ખાલી કરી ક્યાંય સુધી તારા જગતને મારામાં એકાકાર
બનાવીને રહેવું..

પ્રેમ એટલે…

જ્યારે તું કોઇકની સાથે વાત કરે ને મારુ તારા મૌનને સાંભળવા સતત તારી આંખોમાં તને જોયા કરવું….j

પ્રેમ એટલે…
મારા હાથનો તકીયો બનાવી બાહોની રજાઇમાં વિંટળાઇને રાતભર એકબીજા ના રહેતાં એકાકાર  બનીને સુવું…

પ્રેમ એટલે…

હું ઓફિસેથી ઘરે આવું અને કોઇ ખુશ ખબર સંભળાવું ને અચાનક તું દોડીને મારા ગળે વિંટળાઇ મારુ મોઢું મીઠું કરાવી ક્યાંય સુધી એવા એક અનન્ય  જગતમાં એકાકાર બનીને ઝૂલતી રહું….
પ્રેમ એટલે….

રોજ સવારે કબાટમાંથી તું જે કપડા બહાર મુકુ ને મારું હોશે હોશે એને પહેરીને મલકાતા રહેવું…

પ્રેમ એટલે…

હું જ્યારે સાંજે ઘરે પાછો આવું તને જોતાજ એક નવું જોમ, એક નવી તાજગી, એક નવી સ્ફુર્તિનો મારામાં જનમ…

પ્રેમ એટલે…

સતત કોઇને કોઇપણ જાતની અપેક્ષા વિના બસ આપ્યાજ કરવાનો આ જગતમાં થતો વ્યવહાર…..

પ્રેમ એટલે…

એક નાનકડા કોડીયામાં દીપ પ્રગટતો હોય, હજારો માઇલની ઝડપથી વાયરો વાતો હોય, તેમ છતાં એ દીપક નહિ બુજાય આવો અડગ વિશ્વાસ….
પ્રેમ એટલે…

શબરીએ કરેલા એઠાં બોરને જાણતાં હોવા છતાં હોશભેર ખાવા ને તૃષ્ટિનો આસ્વાદ માણવો….

પ્રેમ એટલે…

મારી તમામ તકલીફોને ભૂલી તારા એક એક અરમાનોને પુરા કરવા અથાગ બનીને મારું મથવું….

પ્રેમ એટલે…

તારી આંખોમાંથી સતત એકધારા આંસુઓ વહેતા હોય, ને એ જ સમયે તારી સામે હું આવું ને એક બુંદ મારી આંખમાંથી છલકે ને બીજી જ પળે મને આલીંગનમા ભરી તારા આનન પર એક સ્મિતનું રેલાવું….jn

*******

પ્રેમનું માપ….

આમ શું વળી
રોજ રોજ પૂછ્યા કરવાનું
મને કેટલો પ્રેમ કરે છે..!!
એકવાર કહ્યું છે ને
મને બસ ચાહવાની
આદત છે માપવાની નહી..!
તેમ છતાંય માપવોજ હોય
મારો પ્રેમ તારા જગતમાં
તો ચાલ આંખ બંધ કર
તારા રોમે રોમ કહેશે….jn

*******

આંખોમાં એવી પવિત્રતા જોવા મળે,
જાણે કોઇ ગોખમાં ઘીનો દીવો બળે.

*******

પગલા ની નિશાની જોઈ એક
સરનામું લખ્યું વાત વાત મા
અજાણ્યે મેં તારું નામં લખ્યું

*******

જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા, એક તું ને એક હું.

*******

આજે કંઇ અધૂરુ છે તારા વગર,
શું તારુ પણ એવુ જ છે મારા વગર ?

*******

ચુંબન….

જ્યાં થયુ ચુંબન, અચાનક શ્વાસ ભટકી જાય છે..
હોઠના દ્વન્દ્વ વચ્ચે ધબકાર અટકી જાય છે…

સ્પર્શ જો મળશે મને આ આગવો તે અંગનો..
આ બદનમાંથી હજારો  વોટ ઝટકી જાય છે…

પ્રેમના એકજ ડગે અધિરાઇ ભાંગી ઓષ્ઠની..
જાય મળવા આ અધર, ને કોઇ પટકી જાય છે…

સૂર છેડાયો મધુર જો હારમોનીયમ રમે..!
એક હળવા સ્પર્શમાં તો સાવ બટકી જાય છે…

હોઠની હળવાશ, આળસ આંખની શરમાય છે..
આવરણ હૈયાનુ એકાએક છટકી જાય છે…

હું કહું, આજે શરમ તારી તને જો રોકશે..!!
ત્યાં જ તું આલીંગને મારાજ લટકી જાય છે…

સિંચને આમજ હ્રદયની સોળ  માદકતા ભળે..
આ જગત જગદીશનું, લે આમ ભટકી જાય છ…jn

*******

તે કરી ચોરી અને…
ધરપકડ મારા દિલ ની  થઈ ગઈ..

*******

પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,,,,,,

અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું.!

*******

શરમાઈ ને જયારે એની પાંપણ ઝુકી જાય છે,
એની બંધ આંખો પણ દિલ માં ખૂંચી જાય છે

*******

કોમળ હૈયાના સાર છે જુદા-જુદા,
જ્યારે મળે છે બે હ્રદય જુદા-જુદા,

તડપ તલપ ને છે હૈયામા હામ,
દુનિયાથી આ વ્યવ્હાર જુદા-જુદા,

અકબંધ જોડાયેલા અવિરત વહેતા,
ભલેને હોય હૈયાના તાર જુદા-જુદા,

કઈ દિશાથી ફુંકાય કોને છે ખબર?
બનતા સબંધ ભલે રસ્તા જુદા-જુદા,

લખે છે “જીગર” પંક્તિમહિ એટલું,
વાંચો ફરી છે બધે ભાવ જુદા-જુદા…

જીગર રાજપરા “સખી” 6-10-15..

*******

ઘણી દવા લગાડી હવે થાક્યો છું,
આ પ્રેમ નામનું ગુમડું ક્યારે મટશે??

*******

લખી-લખીને તો એના માટે મે ખૂબ લખ્યું…
પણ ફાયદો શું???
એના ફોનમાં તો ગુજરાતી સર્પોટ જ ના થયું.

*******

વાટ મારી પણ જુએ છે કોઈ, એવું માનવા,
મારા ઘરના બારણે મેં ચીતરી લીધા નયન.

*******

મને ફરી એક રેતી નું રણ ભીંજવે છે  .
આજે ફરી તારું સ્મરણ  ભીંજવે છે …

*******

હવે થાકી ગયો છું આ ટોળામાં,

ઓ રાધા તું સુવાડી દે ખોળામાં……..

*******

ક્ષણિક આવે
તારી યાદને
આખો દિવસ
હું ફૂલ જેમ
મહેકતો રહું છું

‘નિરાશ’
અલગોતર રતન

*******

ક્ષમતા ક્ષણિક ભંગુર છે.
તું ખુશ રહે,માત્ર એ મંજુર છે.

વિપુલ બોરીસા

*******

આવો તો તમને ગીત સંભળાવું વાંસળીમાં,

મુઠ્ઠી જેવડું દિલ મારૂં ગાઇ રહયું છે પાંસળીમાં.

*******

મિત્રતા પછી પ્રેમ થઇ શકે છે,
પણ પ્રેમ પછી મિત્રતા નથી થઇ શકતી,
કેમ કે દવા મુર્ત્યું પેહલા અસર કરે છે
મુર્ત્યું પછી નહી.

*******

શબ્દોની નોંધપોથી માં ના
હજારો શબ્દો માં
કોઈક શબ્દ કેટલો મીઠો બની જાય
જયારે  કોઈક નાજુક હોઠ વડે બોલાય
“પપ્પા  પપ્પા”

*******

હા બેશક હું એક દિવાનો છું,
તું શમા છે તો હું પરવાનો છું,
તું મદીરા છે તો હું પયમાનો છું,
જો તું પ્રાણ છે મારા જીવનનો તો હું પણ તારો પ્રાણવાયુ છું.
– વૈભવ

*******

ભર નીંદરમાં હતો
શમણું જોતો હતો
ત્યાં સપનામાં જ
કવિ કાલિદાસ પ્રગટ થયા
મને હળવેકથી
પૂછ્યું ?
કવિ જલરૂપ તારું નામ છે?
મેં
હા પાડી
કવિ કોને કેવાય
હસતાં હસતાં ઉતર આપ્યો
નિજાનંદ મસ્તી , અને
દેશ,
માટે લખે તે સાચો કવિ .
એક કવિએ બીજા કવિને
આશીર્વાદ આપી જતા રહ્યા .
સવારે પથારીમાં
કવિતાના શબ્દો પડ્યા હતા.

કવિ જલરૂપ
મોરબી

*******

મોકલું છુ મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો અમૂલ્ય છે યાદ રાખજો,
તડકા માં છાયડો ના લાવી શકું,
પણ ખુલા પગે તમારી સાથે ,
ચાલીશ એ યાદ રાખજો…

*******

“કોઈ સમજાવશે …
આ સ્વપ્ન ના સ્ક્રીન શોટ કેમ લેવા”??

*******

સ્ક્રીનશોટ સપના ના પણ લઇ શકાય છે,
જ્યારે મનગમતું કોઇ સ્વપ્નોમાં આવી જાય છે.
– વૈભવ

*******

માણસ ની પોસ્ટ ને લાઇક કરવી સરળ છે ,
માણસ ને લાઇક કરવો અધરો છે…..

*******

તું પાણી પીઇ લે થોડુંક ,
લોહી ખારું હોય છે થોડુંક,…
….અલ્પેશ મોણપરા …

*******

મેં હજી તો તારા નામનો પહેલો અક્ષર લખ્યો

ત્યાં તો કલમે આખ મારી,
મારી છેડતી કરી ..

*******

ઈન્તજારમાં બિછાવી છે મેં પાંપણો,
હ્રદય ધડકે છે સતત તમારી યાદમાં,
ઝંખે છે રોમ રોમ કાયમનું મિલન,
ખુશ્બૂ સમાઈ જાય જેમ ગુલાબમાં.

*******

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે !
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે !!

*******

આપ અથવા આપની જો યાદ તડપાવે નહિ,

તો પછી આ જિંદગાનીમાં મજા આવે નહિ.

*******

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

*******

મનની તરસ વિશે તમે મને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને મૃગજળમાં જાઉ છુ…

*******

આઇ લવ યુ સો મચ….

આજે તો ગમે એમ પણ કહીને જ રહીશ..
ઇશારાથી પણ તને સમજાવીને જ રહીશ…

લખીને લાવ્યો  છું નામ તારું હથેળીમાં..
વરસોની ચાહત છે, જતાવીને જ રહીશ…

યુગ યુગ સુધી ગવાશે ચાહતના કિસ્સા..
સોળે શણગાર તને સજાવીને જ રહીશ…

મન મારી ક્યાં સુધી જગતમાં  એકલો રહું..!
ચકાસીલે પંક્તિને હવે જણાવીને જ રહીશ…jn

*******

એમ લાગશે કે કૈક તો આપણુ છે…
ઝખ્મો ને સાચવો…..
સંભારણું છે….!!!

*******

દીકરી માટે કઈ
નહિ લખી શકું….
મારો મોબાઈલ
વોટરપ્રૂફ નથી….!!!

*******

છોડ તારા વ્હાટ્સએપ ના ગ્રુપ,
માણ મસ્ત મૌસમ નું રુપ,
કર તારા ટ્વીટર ને ચુપ,
સાંભળ મીઠી કોયલ ની કુક,
ફેંક બધા ફેસબુક ના લાઈક,
સાચુકલી વાત કર ને કાંઈક,
છોડ ને અલ્યા ટીવી નો છાલ,
નિહાળ ભીના ફૂલો ના ગાલ,
મૂક હવે લેપટોપ ની લપ,
કર ચા ની ચૂસ્કી પર ગપસપ,
બંધ કર હવે મોબાઇલ ની ગેમ,
વાંચ હૈયા માં છલકાતો પ્રેમ,
બસ એટલું તું સમજી જા યાર…
જીવન છે ટચસ્ક્રીન ની બહાર…

*******

હું તારો પડછાયો હતો, તને હશે ભૂલવાની ટેવ પણ મારો પડછાયો રહશે સુઃખ દુઃખ માં હંમેશા તારી સાથ.
– Jaydeep Dave

*******

કેવી મહેફિલ કેવી વાત, તમારા ગયા પછી
કરતો રહ્યો છું ફરીયાદ, તમારા ગયા પછી

ચાંદ ગયો,પૂનમ ગઈ,ગઇ મખમલી રોશની,
હવે ફક્ત અમાસ ની રાત, તમારા ગયા પછી

–  સેંડી

*******

બે વસ્તુ બધાને બહુ નડતી હોય છે,

ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો.. ……..

*******

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

*******

આંગળીઓ પરબીડિયા ની જેમ વાળી દીધી મે,
માંગ એની ભરેલી જોઈ હથેળી સંભાળી લીધી મે…

*******

માંગવાની ટેવ ઈશ્વર આજની થોડી છે તારી,
જોઈએ તે માંગી લે ને, બોલ શું આપું વચનમાં.

*******

સુની મારી આંખો માં ભલે, રણ ની તરસ છે. ….

ઝાંખી ને જો ભીતર, ત્યાં લાગણી ની પરબ છે. …

*******

જ્યારે બે ઘા જિલવા ની તેવડ હોય..

ત્યારે જ કોક ઉપર એક ઘા કરવો..

*******

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

*******

બે માણસ જ્યારે પાસે આવે ત્યારે પગ કોના ચાલ્યાએ મહત્વનુ નથી,

અંતર કેટલુ ઓછુ થયુ એ મહત્વનુ છે….

*******

શિયાળાની શીત લહેર માં
જોજે –
તારી લાગણીઓ થીજી ના જાય !

*******

છોડે છે સાથ હંમેશા જે દિલ ને પ્યારું હોઈ છે,
બાકી એના ગયા પછી ક્યાં દિલ ને સારું હોઈ છે,
હસાવે આખી દુનિયાને,એ ખુબ રડે છે એકાંત માં,
કેમ કે દિવા તળે હંમેશા અંધારું હોઈ છે

*******

મારા – તારા માં કયા મજા છે,
જેટલી આપણા માં મઝા છે !!!

*******

હિસાબ..બોલ

બોલ મારા જીવનનો હિસાબ કેમ કરીશ..??
આટલા જુના સંબધોનો હિસાન ગણીનાખ લે…

તને કરેલા પ્રેમ અને સ્નેહનો હિસાબ શુ છે..??
એક કામ કર આમાથી રુદન અને હાસ્ય બાદ કર…

આટલા દિવસ સાથે ચાલ્યો એની ગાણતરી કરીને..??
એમા મારો અને તારો સમય બાદ કરી નાખ ચાલશે…

તે વાટ જોઇ હોય એવી પળોનો સરવાળૉ કરી નાખ…
બસ એમાથી મારા ઇંતજારને બાદ કરી નાખ…

હવે ઉજાગરાનો હિસાબ કેમ થશે એ તો કે..!!
અરે હુંતો જાગતો જ સુતો છુ તારી સાથે…

અને હા સમણાનો હિસાબ હુ નહી આપુ તને…
એના પર તો બસ મારો જ અધિકાર છે…

ચાલ હવે બધુ માર ટોટલ અને બાદકર એમાથી…
“જગત” ની સંવેદનાઓ અને હિસાબ બોલ….જગત..jn

*******

જોયુ તુ….

તળાવને કાંઠે એક જહાજ ને ડુબતું મેં જોયું તું…
સાગરના ખોળે એક નાવડું તરતું મે જોયું તું…

નભને ઓલ્યા ક્ષિતીજને અડકતું મેં જોયું તું…
ઝાંઝવાના જળમાં એક પંખી તરતું મે જોયું તું…

આંખોમાં તારી આજ ઉછળતું એક સમણું મેં જોયું તું…
ધબકારમાં તારી ઉછળતું નામ મારું મેં જોયું તું

મૃગજળમાં પાણી પીતું એક હરણ મેં જોયું તું…
બંધ આંખે તારી કલ્પ્નાઓનું એક “જગત” મે જોયું તું..jn…જગત

*******

મારા Dining ટેબલમાં મારા બાજુ ની ખુરશી રોજ તારી રાહ જોવે છે..

*******

જોને હું એ પ્રેમમાં પડ્યો..

પડ્યો પડ્યો જોને હું એ પ્રેમમાં પડ્યો..
કિરણોના સ્પર્શમાં બુંદોની જેમ મારામાં જડ્યો…

છાતીમાં નવી કૂપળો ઉગી..
મનદંડીએ વળી એને સીંચી..
મારામાં હું ના મળ્યો, જોને તારામાં જડ્યો…

મન પર સાસન જમાવી બેઠો..
હ્રદયની ધબકાર દબાવી બેઠો..
ખુબ શોધ્યો, છેવટે એ આંસુઓમાં જડ્યો…

વાયરસ બની સુસુપ્ત હતો..
ચેતાતંતુનું ચૈતન્ય ક્યાં એમાં..!!
નિદાન કરતા રક્તમાં એ હાજરમાં જડ્યો…

મારે કાજ તપ્યો આજ રવિ..
લખવા બેઠા “જગત”માં કવિ..
પંક્તિ પંક્તિએ લાગણીઓમાં જડ્યો…

પડ્યો પડ્યો પડ્યો જોને હું એ પ્રેમમાં  પડ્યો..
કિરણોના સ્પર્શમાં બુંદોની જેમ મારામાં જડ્યો…jn

*******

છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઇએ…
મુલાકાત માં એટલો વજન તો હોવો જ જોઇએ….

*******

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું

*******

મહોબત ન થાય તો કેસ કર મારા પર..
મુદતે મુદતે મળાશે તો ખરું….!!!

*******

સાચા પ્રેમી પ્રેમ માટે તરસી જાય છે,
માટે એમનો પ્રેમ આંસુ બની વરસી જાય છે

*******

આંખો માં કાજળ લાગે ,અને ઘબકાર પાછો આવ્યો
બસ હવે  મારા નામનો સિંદુર લગાવૉ,
તો શ્વાસ પાછો આવે .

*******

આટલા દર્દો સહી મને હવે એટલું સમજાઈ છે,
ખુબ લાગણી રાખી માણસ હમેશા પસ્તાય છે

*******

તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને
બધા પાસેથી મળે એટલો ‘પ્રેમ’ પણ સસ્તો નથી

*******

ખરી ગયા એમને પામવાના સ્વપ્નો મારા,
પુષ્પ બની મહેકી હતી એમને પામવા આ જિંદગી.
– વૈભવ

*******

પ્રેમ નું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે મીરા,
કૃષ્ણ ભક્તિનું પ્રતિરૂપ એટલેએ મીરા,

પ્રેમની શુદ્ધતા એટલે મીરા,
ચરિત્ર ની અણીશુદ્ધતા એટલે મીરા,

જેની ભક્તિ થી કૃષ્ણ થયા તૃપ્ત એ મીરા,
જેના માટે ઝેર નું પણ કીધું અમૃત એટલે.મીરા

*******

મન મારું મીરા બને જો તું કાન  બની જાય,
હ્રદય મારું રાધા બને જો તું ઘનશ્યામ બની જાય.
– વૈભવ

*******

ક્રુષ્ણ નુ રુધિર ( લોહી  ) ભક્તિ  થઈ જેના મા વસ્યું એ  મીરા

*******

જે લય છે
જે વહેતુ ઝરણું
જે પ્રેમ નુ હરણું
જે રાજવાડા ની લાશ
જે હરિજનો ની આશ
જે આત્મા નો પ્રવાસ
જે રોહિદાસનો અવાજ.
તે મીરા…..

*******

“જાણી ના શકે તારા સિવાય…
કોઈ મારા ચહેરા ના ભાવો…
તેથી જ હું મારી
જાતને એકાંત મા રાખું છું..!!!!

*******

અશ્રુઓનું આંખમાંથી બાષ્પ થઈ વાદળ બની;
વિશ્વ આખામાં વરસવું, એટલે મીરાં થવું!

*******

મૂળ પહેલા પર્ણ ફૂટવું, એટલે મીરાં થવું!
બીજ અંદર વૃક્ષ ઊગવું, એટલે મીરાં થવું!

*******

માપી શક્યા નહી તમે પ્રેમને મારા,
મે તો કહ્યું જ હતું મારો પ્રેમ અમાપ છે.
– વૈભવ

*******

જડ એટલે કાનો અને ચેતન એટલે મીરાં !

*******

મુકી ને ક્યાં ચાલ્યા તમે એકલા,
તમારી યાદોમાં શેકાય છે મારા રોટલા.
– વૈભવ

*******

ઘણા લોકો માટે હુ સારો નથી હોતો ..
તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો..

*******

કોઈ કોઈ ને એવી રીતે
પ્રેમ મળી જાય છે
મીરા ઝંખના કરે છે

અને રાધા ને શ્યામ મળી જાય છે

*******

એમના ગયા બાદ જોડેલા હાથ માં પણ બંદગી ન હતી,
શ્વાસ હતો દેહ માં, પણ ઝીંદગી ન હતી !

*******

નહોતું પડવું મારે આ મોહ-માયાનાં બંધનમાં,
પણ તમને જોયા પછી ઇરાદો જ બદલાઇ ગયો…..

*******

છે ફરીયાદ મને પણ જીંદગીથી
પણ જીવવુ છે માટે જતુ કરુ છુ..

*******

આશાનું, ઈન્તેઝારનું, સપનાંનું શું થશે ?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ?

*******

તારા માટે લખેલા શબ્દો માં મળે છે બધાની દાદ,
બસ જાણવું છે એટલું કે શું તને પણ છે એ બધું યાદ?

*******

મેં છુપાવ્યા, એ છતા થઈને રહ્યાં
અશ્રુ એની જાત પર જઇને રહ્યાં.

*******

શું આવા જ છે પ્રેમ ના નિયમો??
કોઇ એક વ્યક્તિને ચાહો તો બીજા હજાર વ્યક્તિ ની નફરતથી પીડાવું પડે…

*******

હું શબ્દ સાથે હાથ મા આકાશ લાવ્યો છુ.
હુ ગજલ મા જો દિવાને ખાસ લાવ્યો છુ.
અંધકારે આમ તો ઉજાસ લાવ્યો છુ,
આ નગર ના ચોક મા કઈ ખાસ લાવ્યો છુ…

*******

એના પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી,
એનુ ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી,
કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા,
કુદરતે કહ્યુ મજબુર છુ આવા સુંદર બીજા અંગ નથી.

*******

ઘણા લોકો માટે હુ સારો નથી હોતો ..
તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો..

*******

સમય, સ્થાન અને સ્વરુપને જ અહીં મહત્વ અપાય છે,
એક જ મંદિરના બે પથ્થર,
એક પર ચઢે છે જળ અને બીજા પર શ્રીફળ વધેરાય છે.

*******

તારા માટે દિલ માં પ્રેમ ની ખાણ છે,
દુઃખ છે એ વાત નું કે તું જ અજાણ છે

*******

કલ્પનાઓ અને વાદળો ,
દરિયા ના મોજાઓ ,
અણધાર્યા મહેમાન ,
મારી કલમનું પણ કાંઈ આવું જ છે…
~ ~ ~ બાવરીકલમ ~ ~ ~

*******

સમજાતી નથી જીંદગી ની રીત . .  એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે  અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી

*******

તને આજ મળવાનો મારો વાયદો હતો
લોક નજરથી બચવાનો કાયદો હતો

*******

લોક નજરથી તને બચાવું કેમ,
તું ચાંદ છે આસમાનનો તને છૂપાવું કેમ?
– વૈભવ

*******

જ્યારે માણસ ને સ્વાર્થ નો મતલબ સમજાઈ છે,
બસ એ જ ક્ષણ થી માણસ બદલાઈ છે

*******

હવે જામશે માહોલ અહીંનો સૌ ખૂંખાર શેર અહીં આવ્યા છે,
લડશે શાયરીઓ એકબીજાની અહીં ઘાયલ થઇ સૌ આવ્યા છે.
– વૈભવ

*******

રાખ તું પણ મારા માટે થોડી લાગણી,
તારી પાસે મારી માત્ર આટલી માંગણી

*******

ધીરજ રાખી મેં ઘણી છતાં આજ હું તૂટ્યો,
આવ્યો એ દિવસ ફરી જયારે આપનો સાથ છૂટ્યો

*******

એ અલગ વાત છે કે કિનારે ઊભો છું,

પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.

*******

જિતવી છે દુનિયા,બસ એક મિત્ર ની રાહે છુ….,

મળે છે સુદામા ઘણા,પણ હુ કર્ણ ની રાહે છુ.

*******

“ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે !”

*******

અમને નાખો તમે જીંદગી ની આગમાં
અમે આગને પણ ફેરવી દઈશું બાગમાં

*******

લઈ જા મારા બધા સપના,
તારી આંખોમાં એક રાત માટે,
તો તને વિશ્વાસ બેસશે
કે હું તને કેટલુ ચાહું છું.

*******

” આવીશ ને ?”
હું અને ચાતક…
બન્ને સરખા….
તે રાહમાં વરસાદની…
હું રાહમાં તારી….
બન્ને અજાણ….
વરસાદ આને તુ આવશો કે નહી ?…..
છતાં પણ…
રાહ જોતા જ…
તરસ છીપે ચાતકની…
એક એક બુંદથી….
મને તો ….
અનરાઘાર જોઇએ…
તુ આવીશ ને ?…..
-દિપા સોની

*******

મને મેઝર ટેપ નહિ
અશ્રુઓ નો લેપ આપ
મારે અંતર નહિ આસીમ
લાગણીઓ માપવી છે !!

આસીમ .

*******

દીકરી એટલે મોરપીંછ ની મુલાયમતા, એમાં રંગ પણ હોય અને  ઉમંગ પણ,
દીકરી રૂપી મોરપીચ્છ પામ્યા પછી કોઈ બાપ કદરૂપો નથી રહેતો.

*******

કેમ કહું મને એ સવાલ કેવો ખુચ્યો,
જયારે દર્દ આપનારે મારો હાલ પૂછયો

*******

વેર માં હમેશા વાંધો હોય છે..
જયારે..
સ્નેહ માં હમેશા સાંધો હોય છે..

*******

ન બાંધશો વેર મારી સાથે અમે વેરી થઈ જશું,
સાપ કરતા પણ વધારે અમે જેરી થઇ જશું.
– વૈભવ

*******

આંખોમાં વસેલો પ્રેમ એનો છે
નયનમાં લખેલો ઇન્કાર એનો છે
અગર જોઇને મારી આંખો એ સમજી જાય તો ઠીક છે
નહી તો જનમ જનમ નો મને ઇન્તજાર એનો છે.

*******

માફ કરી શકો છો તમે અમને તમે તો ઉદાર દિલના છો,
બસ કંજૂસાઇ તો અમારી જ પ્રખ્યાત છે.
– વૈભવ

*******

કયાંક એવુ તો નથીને કે
‘લખાય છે લાગણીઓ અને વંચાય છે શબ્દો.

*******

#ChetanThakrar

#+919558767835

Advertisements
 

ટૅગ્સ:

Gujarati Shayri & Kavita Part 3


માણસ એક એવો ખજાનો છે,
જેને ન ખોલીએ તો જ મજાનો છે.

*******

આમ ને આમ તો મારે ક્યા સુધી સેહવુ…

તારુ હોવુ ઓનલાઇન ને મારે એને જોતા રેહવુ…

*******

હથેળી તારા હાથ માં સોપી દીઘી છે જ્યારે;

હવે હસ્તરેખાઓ જોવા ની ક્યાં જરુર છે મારે…!!

*******

એ કાગળા તુ ક્યા છે?
એમની યાદો નુ શ્રાધ્ધ કરવુ છે મારે…

*******

કેવળ દવાથી રોગ અમારો નહી મટે,
સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં..!!!

*******

જુઠા ના પડે ક્યાંક તબીબોના ટેરવાં ,
પ્રેમીની નાડ છે, મામુલી નસ નથી.

*******

ભાર એવો આપજે કે,
હું જુકી ના શકુ.

સાથ એવો આપજે કે,
હું મૂકી ના શકુ…..!!

*******

નથી હાથમાં એના કે કરે એક તણખલા નું યે સર્જન,

લો લઇ હાથમાં નીકળ્યા એ કરવા તારું વિસર્જન.

*******

પ્રેમ એટલે
‘તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ…

*******

હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ,

મને સંભાળી શકે એવી તું એક જ છે..!!

*******

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે.. એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે.. એ પ્રેમ છે..
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે.. એ પ્રેમ છે..
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે.. એ પ્રેમ છે..
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે.. એ પ્રેમ છે..
બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે.. એ પ્રેમ છે..
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે.. એ પ્રેમ છે..
રાત આખી બેકરારી થઈ, મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને.. એ પ્રેમ છે..

*******

ફૂલ નહિ..
પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે…
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો…
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે…
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે….

*******

વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા

બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા

શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં.
જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા…

*******

તને લખતા લખતા,

જાત ભુસાઇ મારી…!!
ચિરાગ ભટ્ટ

*******

કલમ ને વિરામ આપું,
હું દર્દ ને આરામ આપું…!
ચિરાગ ભટ્ટ

*******

ગોખવા નથી બેઠો કયારેય તને,

છતાં શ્વાસોશ્વાસ ના સોગંધ કડકડાટ યાદ છે તું મને…

*******

પસંદ કરેલી ખોટી વ્યક્તિ,
હંમેશા જીવન માં સાચા સબક સીખવી જાય છે.

*******

મારી આવડી અમથી આંખમાં..હું બેઉને કેમ સમાવું ???
નીંદર કહે હું અંદર આવું…સપના કહે હું બહાર ના જાઉં..

*******

કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે,
જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે..

*******

તરછોડી ગયા આખર
કંઇક તો સમજદાર તમે પણ નિકડ્યા…

*******

તમારો એ જ સિતમ રહ્યો,
મારા કરતા અન્ય કોઇ ઉત્તમ રહ્યો.

*******

હું તો માત્ર લાગણી વ્યકત કરુ છુ.
હા લખાણ થી,પણ પ્રેમ તો સશક્ત કરુ છુ.

વિપુલ બોરીસા

*******

ચાંદ ની જેમ વાદળ માં હજુ છુપાયો નથી.
સાથે જ છું તારા,હજી થયો હું પડછાયો નથી.

વિપુલ બોરીસા

*******

હવે હું છૂટો-છવાયો રહું છું.
બસ,એના માં જ અટવાયો રહું છું.

વિપુલ બોરીસા

*******

શબ્દ ને મેં પ્રાણ આપ્યાં છે.
એટલે જ જીવતો રહું છું,કવિતા ઓ માં.

વિપુલ બોરીસા

*******

હૈયે તો છુ પણ હોઠે થી
ભુલાઇ ગયેલો માણસ છું
હુ મારા ડાબા હાથે ક્યાંક
મુકાઇ ગયેલ માણસ છું…

*******

100%સચ્ચાઈ કયાં થી લાવવી … !!!
એટલી લુચ્ચાઇ કયાંથી લાવવી … ???

*******

કહો મને કેટલા પથ્થરો નાખશો?
હ્રદયમાં મારા ઠેર ઠેર ખાડાઓ પડ્યા.

*******

હુ તુજ સુધી પહોચતા કદાચ રડી પડીશ
તુટયો છુ એટલો ભિતરથી કે ખરી પડીશ

*******

દરેક કણ તારા વિના અધુરો લાગે,
તું સાથે તે સમય કેવો મધુરો લાગે.

*******

એવા કયા ઘાવ છે,
જે મેં સહ્યા ન હોય..?

હા,
એવું બને કે, મેં, તમને કહ્યા ન હોય.

*******

તારી ગેરહાજરી એટલે “ફીલ”…

અને તારી હાજરી એટલે “મહેફિલ”…..

*******

દુનિયામા સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો,

એમા તમે જરાક વધારે ગમી ગયા……

*******

ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં,

ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં…

*******

તબક્કે તબક્કે તફાવત નડે છે,
મને, માત્ર મારી શરાફત નડે છે,

ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે,
કે સરવાળે, એકાદ અંગત નડે છે ……..

*******

ટૂંકી વાત:
આંખો બંધ થાય
તે પહેલા “ઉઘડી” જાય
તો આખો જન્મારો સુધરી જાય.

*******

જયારે નથી ગમતું,
ત્યારે
ગમતું પણ નથી ગમતું…

*******

તારા બે ચહેરા જોયા પછી આ એકલતા જ પસંદ છે મને,
જે પોતાનો માની કહ્યા’તા કદી… એ શબ્દોનો રંજ છે મને..

*******

‘પ્રસંગે પ્રસંગે મહોરાં ચડે છે,
અસલ જાત માણસ હવે ક્યાં જડે છે ?’

રાસાયણિક લાગણી છે દિલમાં
નિર્દોષ ખીલતા સંબંધો હવે ક્યાં જડે છે ?’

*******

જો બને તો મારાથી દુર જ રહેવું,
ઘણું અઘરું છે પ્રેમ નુ મીઠુ લાગતું દર્દ સહેવુ !!!

*******

દિલ પણ તારું મરજી પણ તારી પણ એક વાત કહું તને મઝા પડશે

એક સોમવારે કામ કાજ માંડી વાળી ને બેફામ રખડ્શું સાચ્ચું કહું મઝા પડશે

બધા રચ્યા પચ્યા હશે કામ માં આપણ ને કોઈ નહિ નડશે સાચું કહું મઝા પડશે

મોબાઇલ બાજુએ મૂકી ને હરજે ફરજે બહુ ફરક પડશે સાચું કહું મઝા પડશે

ખુલ્લી હથેલીયો પર વરસાદી પોરાં ઝીલશું હૈય્યે ઠંડક પડશે સાચું કહું મઝા પડશે

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી તને બાળપન જડશે સાચું કહું મઝા પડશે

પેહલાં પણ જીવતા હતા એવું વર્ષો પછી ખબર પડશે સાચું કહું મઝા પડશે

બહુ બહુ તો શું થશે એક રજા પડશે પણ સાચું કહું મઝા પડશે !!

*******

કીમત વધતી જાય છે મીત્રોના શબ્દો મા….

લોકર ખોલવુ પડશે મારે પણ હૃદય મા…..!!!

*******

ગરીયા જેની સાથે ફેરવ્યા હોય
તેને જી-ગરીયા કે’વાય…

*******

એક વૃક્ષ અપલોડ કરી જુઓ…!!
વાદળોનું ટોળું આવશે લાઇક કરવા…!!.

*******

પરસેવાની શાહીથી જે લખે છે ઇરાદાઓ..
એમના નસીબના પન્ના કોરા નથી હોતા…

*******

બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હું જાણું છું એ કેમ થયો છે;
કહું! કોઈને કહેશો નહિ કે,
પહેલી જ નજરે પ્રેમ થયો છે.

*******

પ્રેમ ની દવા શોધાય તો ઠીક,
બાકી તારા સ્પર્શ જેવુ કંઇજ નઈ.

*******

આમ તો હવે આખા જગ સાથે લડી જાવ છું,
પણ કોઇ હવે પ્રેમ બતાવે તો ડરી જાવ છું

*******

મજાક મજાકમાં અમે “ધબકારો” શું ચૂકી ગયા…

એ તો હસતાં હસતાં અમને”સ્મશાન” સુધી મૂકી ગયા…

*******

જીવન રાખ જેવુ હતુ
પછી સ્મશાને બાળવા ની શુ જરુર હતી

*******

તુ મને જ્યારે હળવેથી અડકે
લાગે ઉભો છુ સવારના તડકે

*******

જે મજા‪ ‎લાલ પાણી‬મા છે ,

એ મજા‪ માલ પાણી‬મા નથી મારા વાલીડા . . .

*******

ટચુકડી વાર્તા

” જે ખીલી ઉચી રહેશે તેના પર ચોક્કસ હથોડી પડશે”….

*******

એક સત્ય હકીકત..

જે તમારી સાથે વાત કરવાનુ બંધ કરે છે,
એ બીજા પાસે તમારી વાતો કરે છે..

*******

મનને મનાવીએ તો માની જાય ડાહ્યુ છે બીચારૂ,

પણ પેલી યાદો બહુ નકટી એ મનની કાન ભંભેરણી કર્યા જ કરે…

*******

એક બાજી જીતવા, બાજી ઘણી હારી ગયો ,

ના મળે કિસ્મત વગર એ વાત, હું માની ગયો….

*******

તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી..
દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ તહેવાર નથી.

*******

યાદોની ભરમાર ને બાજુ માં રાખુ છું,
નથી તુ મારી છતા હૈયા માં રાખુ છું….

*******

ક્યાં લગી કરવા છે તારે પારખા સંબંધના?

લાગણી સાચી જ સૌ દર્શાવે એવી જીદ ન કર

*******

ફળ-ફુલ બધુ આપ્યા કરે છે છુટથી,

શું આ વૃક્ષને કોઇ વારસદાર નથી ?

*******

બસ એક જ તુ મારી ના થઈ …. ,
બાકી આ દુનિયા માં તો…
ના થવા જેવુ પણ ઘણું થાય છે..!!

*******

મારું જીવન જુઓ તો સદાબહાર છે,
જે કંઇ મળ્યું છે એ મારા ગજા બહાર છે.

*******

મીઠુ સ્મિત,
તીખો ગુસ્સો
અને
ખારા આંસુ.

આ ત્રણેય થી બનતી વાનગી એટલે,

“જિંદગી”.

*******

કાયમ મારે સપનાઓને અધુરાં જ મુકી જવાનું
હે ઇશ્વર, મારું છે બસ આટલું જ માંગવાનું
રાતને થોડી લંબાવામાં તારું ક્યાં કશું જવાનું……

*******

આમ તો જીવન ની દરેક બાબત માં હિસાબ લગાવા માં પાક્કો જ છું હું
ખબર નહિ આ પ્રેમ અને પ્રેમ ની વાતો આવે છે તો
“અભણ” કેમ નો બની જાઉં છું હું ?….

*******

હે દોસ્ત, સીધો તીર જેવો કોઈ પ્રશ્ન ન કર,
આ મારો ચહેરો માત્ર ચહેરો છે, કૈં ઢાલ નથી

*******

રચનાઓનો પડ્યો દુકાળ ….
કારણ ,
એક તો તારો અભાવ
અને
તારા વીના ન રહેવુ એ મારો સ્વભાવ….!!!

*******

નદી ઠપકો આપી ને આગળ વધી ગઈ,
પથ્થર નુ હૈયુ ચીરતી ગઈ..

*******

ભલે ના સમજે અહી કોઈ તારી ને મારી વેદના ,

ચાલ ને સમજી લઈએ આપણે એકબીજાની સંવેદના..

*******

ક્યારેક કાગળ કોરો છોડી દેવાની પણ મજા છે,
લખેલા શબ્દોમાં ઓળખાઈ જાય છે માણસ….!

*******

કોઈ શાયર કોઈ ફકીર બની જાય
તને જે જુએ એ ખુદ તસ્વીર બની જાય,
ન તો મોસમની જરૂર છે ન તો ફૂલોની
જ્યા તુ પગ મુકે ત્યાં કાશ્મીર બની જાય.

*******

કહેવત : ” પૈસો બોલે છે ”

બોલતા તો નહીં,
પણ
ચૂપ કરાવતા જોયો છે….!!

*******

કમાલ છે ને
દુનિયા છોડી તમે
દિલ મા વસ્યા..!!
– ચિરાગ ભટ્ટ

*******

કયારેક તારા વગર પણ સાંજ સુંદર લાગે છે મને,

જ્યારે ડુબતો સુરજ તારી યાદમાં ડુબાડે છે મને.

*******

બહુ ચોટ ખાધા કરી માણસ બની,
હાલ થોડો પથ્થર બની જીવી લવું…

*******

કદી પોતાની વાત વિચારી નહીં,
આટલી બધી સરળતા સારી નહીં.

*******

જમવુ તો માંના હાથનું…
પછી ભલેને ઝેર હોય….
રેવુ તો ભાયુ ભેગુ…
પછી ભલેને વેર હોય….

*******

મૌનની તિરાડમાંથી શબ્દોનું અજવાળું દેખાય,

તમારા અબોલામાં મને મનગમતા શબ્દો સંભળાય !!!

*******

મુઠ્ઠીમાં કેટલીય ગડમથલ સર્જાણી હશે,
ત્યારે માંડ આ આબરું સચવાણી હશે.

*******

MOTHER નો “M” જ મહત્વ નો છે…

એના વિના જગત આખું OTHER..

*******

મન દુઃખો નું મેન્યુફેક્ચરીંગ કરે છે,

જયારે સ્વભાવ અને જીભ એનું માર્કેટિંગ કરે છે

*******

તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું???

********

ચિંતા દેણું અને પ્રેમ કોઈ કરતું નથી…….

પણ થઈ જાય છે. …….

*******

કાગળ પર જ કરતો રહ્યો લાગણી ઓનો મારો

પછી કલમે જ કહી દીધું કે તારું કોઈ નહીં પણ તું આજ થી મારો

*******

તું પણ મને બાળી શકે છે, મારામાં પણ થોડોક રાવણ છે…..

શર્ત એટલી કે તારામાં સંપુર્ણ રામ હોવો જોઈએ.

*******

સુગંધ કેમ ન આવી
મારી તસ્વીર પર હાર તો
સુખડ નો છે.

MV

*******

લખેલી છે પ્રતીક્ષા કિસ્મતમાં તોય કિસ્મત સારી છે
તારી યાદોમાં વીતતી એકે એક પળ પુંજી મારી છે …

*******

તારા ગયા પછી દિન રાત તડપાવતી તારી યાદનો વારસો મારે નથી જોયતો
કંઈક આપવું જ હોય તો તારા સ્મરણોથી આઝાદી આપ તારા હાથમાં હોય તો….

*******

જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી…

સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ…!!!

*******

લઈ આવો ગમે ત્યાંથી મહોબ્બત ના ડોક્ટર ને,,,,

મારા ગ્રુપ માં બધા પ્રેમના દર્દીઓ છે. ….!!

*******

લાગણી આપ
નફરત તો ઘણા
કરશે મને

*******

“સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે ,

પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે.”

*******

કઠીન ઉજાગરા નોરતાના અમસ્તા થાય નહી,

નકકી તારા પાલવ ના આભલા મને આંજી દે છે.

*******

મળી જો તમારી સાથે આંખ…
થઇ ગઇ અફીણી અફીણી સાંજ….

💟Rajni💟

*******

કોઈકે પુછી લીધુ કેમ વહેલા સુઈ જાઓ છો ગરબા નથી રમતા કે શુ?
કઇ રીતે જવાબ આપુ એમને
કે ,
કોઈક દીલ સાથે રમી ગયુ તો હવે ગરબા કોની સાથે રમુ…..:|:|:|

*******

શું ખરીદવા નીકળ્યો છું
દુનિયાની ભીડ માં,
આજ સુધી એજ ખબર નથી,

પણ એટલું ચોક્કસ જાણું છું કે,

નીકળ્યા પછી બસ વેચાતો જ આવ્યો છું.

*******

કાશ !
હુ સમજી શકું કે ‘તરસવુ ‘ અને ‘વરસવુ ‘
આ બે શબ્દો વચ્ચે એક અક્ષરનો નહી , એક અર્થનો તફાવત છે….!

*******

જ્યારે જ્યારે તારું નામ હોઠો પર રમતું આવે છે,
ત્યારે ત્યારે હોઠો પર ગીત મન-ગમતું આવે છે…

*******

બાવળને પણ એ એક ક્ષણ ગમી હશે ….

કોઇ વેલ જ્યારે તેની તરફ નમી હશે……

*******

ચાલ, વહાલ વાવી જોઈએ,,,

ઉગે છે શું તપાસી જોઈએ..!!

*******

તેમના મુખ ને ચાઁદ ની ઉપમા ન દેશો,
ચાઁદ બહું બહું તો તેના ગાલ પરના તલ જેવો છે…

*******

ધબકતું નથી હૈયું….
કંઇક કાંકરીચાળો કરને….

💟Rajni💟

*******

લે છે… selfi હરઘડી….
કયારેક મનની પણ selfi લઇ લે……

💟Rajni💟

*******

અંદર સુધી ઝાંકવાની આદત ખરી….
બસ…ડૂબવાની બીક લાગે છે…

💟Rajni💟

*******

રૂપથી અંજાઇને આંખો અંધ થઇ ગઈ,
તો એ રૂપ મટીને પછી સુગંધ થઇ ગઇ!

*******

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી . . .
ગમ ની મહેફિલ પણ ખુબ સુંદર જામે છે ।।

*******

બસ બહાનું જોઈતુ હોઈ છે એને ઝગડો કરવાનું…,

બાકીપ્રેમ તો એનોમારા કરતા પણ વધારે છે…

*******

હુ દુઆ મા માંગતો રહી ગયો
કોઇકે તને ટુટેલા તારા પાસે માંગી લીધી

*******

એવી રીતે તુ અળગી થઇ
મારી આત્મા પણ સળગી ગઇ

*******

મારા સ્વપ્ન ઉપર એ હસી …..
પણ …
મારું સ્વપ્ન જ…. એનું હાસ્ય હતું

*******

મોકલતી ના મને કંકોત્રી હું વાંચી ના શકીશ,
આમેય, હું મારી બરબાદી પર નાચી ના શકીશ…

*******

હીરાકણી થી પણ ના તૂટે તેવુ હ્રદય,
બસ તેની એક ‘ના’ થી તુટી ગયુ.

*******

તરસ છે એટલે તો જીદગી સરસ છે ,

બાકી તો આંગળી ના વેઢે ગણાય એટલા જ વરસ છે

*******

કેમ આટલી વાર પુછે છે કે , શું થયું છે…

નઈ તો હવે સાચુ જ બોલાઈ જશે , પ્રેમ…

*******

તારા પર કવિતા
હું શી રીતે લખી શકું?
તું તો
સ્વયમ
એક કવિતા છે
જે
પ્રકૃતી એ લખી છે!

*******

Recycle binમાં પડેલાં
વીતેલાં વર્ષો
Restore કરી શકે એવું
Software ક્યાંથી મળશે?
Budgetનો
કોઇ Problem નથી!

*******

રહેવા દે ને મુજને…. સાવ અળગો….અલગ….
તું સમજ ને મને થોડો…થોડો…
શા માટે તું બીજા સાથે સરખાવે છે …
શું અલગ ના હોય શકું..? !!!
શું ફેર ના હોય મારી વિચારસરણી….મારા સ્વભાવમાં…? !!!!
જરુરી નથી કે હું બધા સાથે ચાલું……મારો પણ ચીલો નોખો હોય..

હું તો હમેશાં અલગ જ સમજુ છું તને બધાથી..
મારા માટે…
તો પણ આવું કેમ….

મારા એક-એક શબ્દને અડકી જો….તેની લાગણીની ભિનાશને અનુભવી તો જો….

સમજું છું….કપરું છે….જલ્દી સમજમાં નહીં આવે….પણ એક વાર પ્રયત્ન તો કરી જો…..
મને સમજી તો જો…..

💟Rajni💟

********

દર્દની એક જ વિસાત….
એ નહી છોડે….કોઈ પ્રેમ કરનારને

💟Rajni💟

*******

મેં એક ઊંડો શ્ર્વાસ લીધો
અને મારા હ્રદયમાંથી
એ પુરાતન ધ્વનિ સંભળાયો :

હું છું, હું છું, હું છું !

*******

દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમમાં મજા ના આવે સજા વગર,
દવાની કોઈ કિંમત નથી ઈજા વગર,
એટલે તો આજ સુધી કોઈ જીવ્યું નથી એક-બીજા વગર.

*******

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,

અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે…!!!

*******

સુખચેનથી રહે છે મુસીબત અમારે ઘેર,

દુનિયાના દર્દ પણ છે સલામત અમારે ઘેર.

*******

ના માનશો કે તમને કહેવાની મારામા હિમ્મત નથી,

અફસોસ એજ કે તમને લાગણીની કોઇ કિમ્મત નથી.

*******

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં.

*******

પુષ્પ પર ડાધો પડે , એ બીકથી…
જીવવાની જીદ , ઝાકળ ના કરે..!!

*******

આખ લાલ કરી સપના જોઇ રહ્યો છુ
તારા વીયોગ મા ઉજાગરા કરી રહ્યો છૌ

*******

એણે વરસાદ મા પલળવાનો શોખ છે
એને કહો એક વાર મારી આખ નીચે આવે

*******

મારી પહેલી ને આખરી ઈચ્છા
તારી ઈચ્છાઓ જાણવાની છે…!!

*******

એવું નથી કે આપ મને ગમતા નથી
મન મૂકીને ચાહવાની હવે ક્ષમતા નથી..

*******

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

*******

ના થતી તેથી દવાની કે દુઆઓની અસર,
ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે !

*******

સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,

ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી…!!!

*******

કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે

*******

દૃષ્ટિ મારી પતંગીયુ ને તુ મહેકતુ ફુલ
વસવુ હોતો વસ આખ મા નહીંતર ડાળ ઝુલ

*******

મોટા ભાગ ના જીવો …. અન્ન, પાણી અને ‘હવા’ ઉપર જીવતા હોય છે.
ધન્ય છે આ કવિઓ ને, જે માત્ર એક ‘વાહ’ ઉપર જીંદગી જીવી નાખે છે.

*******

આંખોને સપનાઓ નો બહુ ભાર લાગે છે
જ્યારથી તું દરેક વાતે આભાર માને છે

*******

દુનિયામા સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો,
એમા તમે જરાક વધારે ગમી ગયા..

*******

તું લાખ ઇચ્છે તોય ના પથ્થર થઇ શકું,
તાસીર છે કપૂરની, બસ ઓગળી શકું . …. …

*******

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..

જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..

*******

મૌન એટલે સૌથી અઘરી દલીલ

જેનો પ્રતિકાર કરવો સૌથી કઠણ.

*******

જીંદગી જીવું છું એના નામનો આધાર લઇ,
નામ પોતાનું મને જે બોલવા દેતા નથી.

*******

લાગણીઓને છુપાવવા કરતા કહી દેવી સારી
ક્યારેક લાગણીને સમજનાર મળી જાય

*******

જીંદગીમાથી એક આખો મહિનો ગયો છે..
અને તમે કહો છો આજે પગાર થયો છે..

*******

એક નજર માં જ હૃદય ભીંજાઈ ગયું ……

બીજી નજર માટે ખુદા ને કરગરતું રહ્યું ….

*******

લખતુ હશે કંઈક કોઈ, કો’કનાં માટે.
પણ હું લખુ છું, બસ શોખ નાં માટે.

*******

લઇ ગંગાજળ એ બધા તીર્થસ્થાન ભમતા રહ્યા,
વૃદ્ધાશ્રમમાં માત પિતાને માંકડ કનડતા રહ્યા.

*******

થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.

*******

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,

*******

હૂં એટલા માટે હસુ છૂ કે કયાક પેલૂ ગફલત મા સંતાડી રાખેલૂ આંસુ ટપકી ના પડે..

*******

રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે..
અચાનક ખંજન એમના યાદ આવી જાય છે.

*******

લાગણી છલકાય જેની વાતમાં,

એક-બે જણ હોય એવા, લાખમાં !!

*******

તું મને યાદ ના કરે એજ સારું છે કારણ કે મારી યાદો પણ તને દુખ સિવાય બીજું કશું આપી સકે તેમ નથી

*******

નથી લખાતી હવે મારા થી કોઈ શાયરી
.
લાગે છે પ્રેમ ફરીથી કરવો પડશે મારે…

*******

બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ..

*******

શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?

*******

ન જાણે એમને શું મળે છે મને આમ સતાવીને?
સંતાઈ જાય એઓ સપનામાં એક ઝલક બતાવીને.

*******

એ પ્રેમ પણ વ્યક્ત કરે છે !
ને સાથે વહેમ પણ કરે છે !!!!
હા પ્રેમ જેવું એવું ઘણું બધું જે એ પ્રેમથી અભિવ્યક્ત કરે છે !

*******

સો ટચના સોનાથી ય વધારે શુદ્ધ છે પ્યાર મારો;
વધુ ચળકશે, ચકાસી લો તમે વિરહમાં તપાવીને…

*******

તમારી પ્રીત મળે ને ફક્ત મને જ મળે,
પછી ભલે વધારે નહિ, તો સહેજ મળે………

*******

બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..

આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..

*******

એક પ્રેમ નો મુકામ છે તારા હાથ માં,
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માં,
રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી, પણ એક શ્યામ લખ્યો છે તારા હાથ માં,

*******

મને લાગે નહિં ક્યાંય કશું એકલું,
મને મારું એકાંત ગમે એટલું…

*******

સમય જોયને જે લોકોયે મારો ઇનકાર કયૉ છે…..
યે લોકોને ખબર નથી હુ દરિયો છુ સુનામી બનીને પાછો આવીશ.

*******

તુ સપના મા મલ્હાર રાગ
ગાવાનુ રવાદે
સવારે મારી આખ માથી
પુર આવે છે

*******

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

*******

આ તડકો સુગંધીત થઇ ગયો,

નક્કી તારી ઓઢણી કયાંક સૂકાય છે…

*******

પરપોટો દરિયા ની ડંફાસ મારે,

તો એને આપણે કહીઐ પણ શું ?

*******

લીલી ડાળ પાસે ગયો ત્યાં, તે સૂકી બની ઝૂકી પડી,

સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી.

*******

આંખ શું છે ? ઊંડા કૂવાનાં કોરાં પાણી.
સંબંધ શું છે ? ઉઝરડા…ઉઝરડા…

*******

આજકાલ માથે ઓઢે છે જ કોણ ઓઢણી?
કહો પવનને ખોટો ધક્કો ના ખાય તો સારું !

*******

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

*******

પાગલ પ્રીત

યાદનું મોતી સર્જે

આંખને ખૂણે.

*******

ના લખવાના આમ, વાયદા ના થાય….

આ તો લાગણી છે…એમ રોકી ના રખાય….

*******

હા લખુ છુ સારુ હુ એટલુ તો મને સમજાય છે…

એક છે એવુ ઓશીકુ જે રોજ રાત્રે ભીંજાય છે…

*******

હોત તું પથ્થર તો સારું થાત કે,
હું તને પૂજી શકત પૂછ્યા વગર.

*******

વિરહ ની વેદના નો આ બાફ સહેવાતો નથી ,
મિલન ની વાદળી બની તું કેમ વરસતો નથી ??

*******

એમનાથી થોડા દુર જવાની જરૂર છે,.
ખબર તો પડે એમના પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી આવે છે.

*******

રૂબરૂમાં એમને એક વાત ના કહી એટલે,
મારે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડયું.

*******

તારો છે સંગાથ તો જીવન બહુ વ્હાલું લાગે છે,

તારી વગર મારા શબ્દોને પણ એકલવાયું લાગે છે!!

*******

રેતીના સેતુ પર રચાયેલ અણસમજુ સંબંધને પણ સમજણ થી સાચવે,
તેનુ નામ લાગણી..!

*******

આશા નો એમાં વાંક નથી માનજો એ કલ્પના હતી જે નિરાશા બની ગઈ.

*******

એક ગાલ એનો હદ થી વધુ કાં લાલ છે?

ચુંબન અને તમાચા વચ્ચે લટકતો સવાલ છે

*******

એટલી સસ્તી નથી જિંદગી કે કોઈ ની પાછળ ગુજારી દઉ

છતાં પણ તને જોઈને એમ થાય છે કે ચાલ ને ફરી એક વાર વિચારી લઉં..

********

સંબંધો ના રોટલા આમજ નથી શેકાતા સાહેબ,
સ્નેહના બળતણની સાથે એમાં લાગણીઓની આગ બાળવી પડે.!!!

*******

મને મૂર્છિત કરવાનો
તારો આ આગોતરો પ્રબંધ

એક તો ભારે વરસાદ
ને તારા કેશમાં મોગરાની સુગંધ

*******

સુકાવા નાખી એને ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ..

*******

આવું તે કંઈ,
હોતું હશે,
હૃદય મારું છોલે છે..
જ્યારે તું ,
શબ્દો તોલી ને બોલે છે…

*******

મધમીઠા મિત્રો મળ્યા છે એટલે
જીંદગી કડવી કદી લાગી નથી

*******

લાગણી મારી સુકાતી નથી,
તડકો બની ને આવ તું.

*******

સપના તારા આવતા નથી,
શબ્દો મારા મને જ ફાવતા નથી.

*******

ખુબ હસ્યો ને ખુબ રડ્યો છું,
પાનખર માફક હું પણ ખર્યો છું.

કલી બનીને ખીલ્યો છું,
તો ફુલ બનીને ખર્યો પણ છું.

નીતનવા ઘા સહેતો રહ્યો છું,
તોય નફ્ફટ બની ને ઉભો રહ્યો છું.

સૌ કહે છે પરાણે જીવી રહ્યો છું,
મીત્ર! હું તો મારી મોજમાં જીવી રહ્યો છું. . .

*******

લીલી ડાળ પાસે ગયો ત્યાં, તે સૂકી બની ઝૂકી પડી,

સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી.

*******

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?

*******

જો ને આ મન કેવુ કમાલ કરે છે,

છેતો મારુ પણ તારા માટે ધમાલ કરે છે

*******

માણસ જેટલો ઘસાઈ સાથે એ પણ ઘસાતી જાયછે
મજબૂરી એક પૂરી થાય ત્યાં બીજી લખાતી જાયછે

*******

રીઢા થઇ જાય છે જખ્મો..
જે એકજ જગ્યાએ વાગે છે..

તો પણ હજારો વાર તૂટેલું આ હ્રદય..
લાગણીઓ જ માંગે છે..!

*******

તારી સાથે એવો પણ કેવો સંબંધ છે કે દુ:ખ કોઈ પણ હોય પણ યાદ તો તારી જ આવે..!!

*******

તું…
અને
હું…
અલગ નથી
એક જ છીએ,
ભલે ને પછી ‘એક’ છીએ
એવું બોલવામા પણ
‘બે’ શબ્દ વપરાતા હોય.

*******

પ્રેમ તો જાણે શેમ્પઇનનો ઉભરો…..
જો જે….ઢોળાઇ ના જાય…..

*******

પ્રેમ તો ક્યારનોય એક્સપાયર થઇ ગયો,
હવે તો આંસુ થી એની યાદ અપડેટ કરુ છું.

*******

કયારેક તો મારી મૌનની
ભાષા સમજ
બધુંજ હું કહીશ તો તું શું કહીશ .

*******

રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું…

તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!

*******

અજવાળું ભાળીને થોડો છળી ગયો છું!
આગળના ખાંચામાં ખોટો વળી ગયો છું!

*******

ના મારી આગળ કે ના પાછળ ચાલો ,

ચાહું છું તમારો સાથ ,મારી સાથે ચાલો .

*******

આડી લાઇન મા રહેવુ એ કરતા ઓનલાઈન રહેવુ વધારે સારુ…

*******

સામે હોય તો મૌન રહેવું ને દુર હોય તો હિજરાવું,

આ તે કેવું વળગણ લાગણી નું !પ્રેમ કરી પીડાવું .

*******

જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર આમ બઉ હરખાવ નઇ ..
દીલ બળી તણખો ઊડ્યો એનો પડેલો દાગ છે.

*******

પહેલાંના આવકારા મીઠા હતા,
ફળીયાને કંઇ ડૉર-બેલ નો’તા !

*******

જરૂરી વાત હોય તો કહી દો કાન માં,
બરબાદી ની વાત જાહેર માં ન કરતા તમે…

*******

ફળ-ફુલ બધુ આપ્યા કરે છે છુટથી,

શું આ વૃક્ષને કોઇ વારસદાર નથી ?

*******

તારી સમજને સલામ…
હું દિલ નીચોવું…તું status સમજે….

*******

કોઈ ગઝબ ની રચના કરી જાણે છે
.
તો કોઈ રચનાથી ગઝબ કરી જાણે છે..!!

*******

કોઈ જ તસવીર નથી મારા ઘરની દિવાલો પર ;

જે જે વ્હાલા છે મને એ તો મારા દિલમાં વસે છે…

*******

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ ,

કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

*******

બાહ્ય શબ્દોમાં કહું હું કેટલી ભીતરની વાત?

મેં તો અંતરમાં જ રાખી છે ઘણી અંતરની વાત..

*******

એક તો પુનમ નો ચાંદ બની દરીયા ની નજીક જવુ,

ઉપર થી દરીયા ને ઠપકો આપવો કે ગાંડો કેમ થયો.

*******

ધારી ધારી ને તને જોઇ છે ક્યાં?
બસ ધારી ધારી ને ધારી છે.

*******

કરવા બેઠો એક વખત હું પ્રેમ ની વ્યાખ્યા,
નેઅંતે બસ એટલું જ લખાયું..
સંપૂર્ણ પણે એ મારી ને સંપૂર્ણ પણે હું એનો…..

*******

ગઝલ ના શબ્દો દીલ ના તાર ને છંછેડી ગયા,
ઘા પર રુજ આવવાની જ હતી, ત્યા પાછો ઘા કરી ગયા. . .

*******

મને સમય હતો ત્યારે મારો સમય ન’તો,
હવે સમય મારો છે ને મને સમય નથી.

*******

હું યાદ કરું કે નહિ એનો વિવાદ રહેવા દે…

બાકી જરૂર પડે ખાલી સાદ કરજે..તારો ભરોસો ખોટો નહિ પડવા દઉં ..

*******

એક આવરણ એવું રહયું….
ના તારું કંઈ રહયું કે ના મારું કંઇ રહયું…….

*******

લાગણી માં લાગ જોઇ,
ઘા મારી જાય કોઇ.

*******

સુની મારી આંખોમાં ભલે રણની તરસ છે
ઝાંખીને જો ભીતર, ત્યાં લાગણીની પરબ છે …

*******

સમર્પણ નું ખાતર નાખ્યા વગર પ્રેમ નું વૃક્ષ મોટું થતું નથી..

ભૂલ તારી નથી.. ભૂલ મારી છે એ સમજવું એ જ પ્રેમ છે..!!

*******

તારા વગર જાણે હું છું જીવતી એક લાશ

પણ તું નથી અને હું કરું છું તારી તલાશ

*******

રાત્રી નો સમય લખવા મજબૂર કરે છે,
તું કારણ વગર મને તારા થી દૂર કરે છે.

*******

માણસ ઉતાવળે ભૂલ કરે છે…

ને

નિરાંતે પસ્તાય છે…..

*******

હું ચલાવી લઉં એમ છું મારા વગર,

પણ જીવવું શક્ય નથી તારા વગર..

*******

આજે તડકો સુગંધિત થઇ ગયો….

નકકી તારી ઓઢણી કયાંક સુકાઈ રહી છે..!!!

*******

હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ,

મને સંભાળી શકે એવી તું એક જ છે.

*******

સ્વપ્ન પણ ક્યારેક કડવું લાગશે,
એ હકીકતથી જો મળતું લાગશે.

*******

કાલનું એલાર્મ
જરા મોડું કરવું પડશે,,
સ્વપ્નમાં તારા
આવવાની આગાહી છે..!!

*******

તારા વિશે જયારે મે વિચાર્યું નહોતુ
ત્યારે હુ એકલો હતો પણ આટલો બધો નય…….!!!!

*******

હથેડી તારા હાય માં સોપી દીધી જયારે
હવે રેખાઓ જોવા ની કયાં જરુર છે મારે…!!!!!

*******

તારો વૈભવ રંગમોલ, ને નોકર ચાકર નુ ધાડુ,
મારે ફળીયે “ચકલી” બેસે, તોય મારે “રજવાડુ”

*******

કોઈને નહિ પણ કદાચ મને સમજાય છે….

આવે તું યાદ ત્યારે, કેટકેટલું અહીં બદલાય છે….

*******

આ તે કેવો તફાવત કુદરતે કર્યો …

મારુ કોઇ ના થયુ ને હુ હમેશા તારો જ રહ્યો…

*******

કડવી ગોળીને ગળવાની હોય
ચગળવાની ન હોય,

વેદનાને તો વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!!!

*******

બથ ભરીને ભેટે, એનો કરીએ નહીં વિશ્વાસ
સોપારી ને લઈ બથમાં, સૂડી કરે વિનાશ.

*******

એટલે જ ખતરો હતો દીલ લગાડવા મા,,
મારા માટે જીંદગી હતી,
ને એના માટે અખતરો..!!

*******

તારો બની ને રહી ગયો,
કીનારે ને કીનારે વહી ગયો….!!

*******

નોટો ગણવાંમાં ઉસ્તાદ છે આંગળી.

આંસુ લુછવાંમાં જ સાબિત થાય છે “પાંગળી.”

*******

અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે દીવા પ્રગટાવે…
પણ અઢી અક્ષરનો વ્હેમ સૂરજને પણ ઠારી નાખે..

*******

પ્રેમ ની પરિક્ષા નું પેપર અઘરું નિકળ્યું …..

ને મેં દિલ ના ગજવામાંથી કાપલી કાઢી !!

*******

જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !

*******

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી નથી ટકતો,

એ તો ટકે છે સુંદર હદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્ર્વાસ થી.

*******

તને દિવસો એવા સોનેરી મળે,
લીમડાની ડાળે પણ કેરી મળે!

*******

ભાગતી દોડતી ઇચ્છા ઓને ઘર મળ્યુ
જાણે કે મને રણ મા ગુલાબ મળ્યુ
કોઇ મળ્યુ એટલી સાદાઇ થી
જાણે કે મારુ વઁષો જુનુ તપ ફળ્યુ..

*******

હું તારો એટલોજ સહારો માગું છું..

મારા શ્વાસ માટે તારો હાથ માગું છુ..

*******

મિલનની એ ક્ષણોનું શી રીતે વર્ણન કરૂં સાથી ?
મજા જે માણવામાં છે, સમજવામાં નથી હોતી !

*******

નીંદમાં જે સપનાં આવે છે,
એ જાગ્યા પછી સતાવે છે.

*******

ચંદ્ર ને ઢાંકતા ‘વાદળ’ તો હું હટાવી ના શકું..

લાવ તારા ચહેરા પર લહેરાતી ‘લટ’ ને હું એક ફૂંક મારું.

*******

મજબૂત છે ખૂબ લાગણી ભર્યું મન મારું ,
ઠોકર મારતા તૂટી ન જાય ક્યાંક હ્રુદય તારૂ .

*******

અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,

ખબર નોતી તારી આંખ મુજને છેતરી જશે..!!

*******

રાહ….

એક એમના આવવાની…

રાહ….

એક નજર જોવાની…

રાહ….

ઓળઘોળ થાવાની…

રાહ….

એમના થઈ જાવાની…

બસ ખાલી…

રાહ….

*******

રાધા ને જો એમ જ મળી ગયો હોત કાન,

તો જગત ને કોણ કરાવત પ્રેમ નું ભાન…….

*******

ચાલ મારુ કિરદાર સમજાવુ,

તુ સ્મરણ કર હુ હાજર થાઉ…..

*******

વર્ષો પછી મળ્યા તો એણે પૂછ્યું કેમ છો..?

મેં કહ્યું જેમ તારી ઇચ્છા હતી એમ જ છું..

*******

દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ પ્રેમ થઇ જાય છે !

*******

જીવન પણ ધીમું મૃત્યુ જ છે,
છતાંય કોઇ ડરે છે જીવવાથી?
– વૈભવ

*******

તમે મને મળો,
ના મળો તો પણ ચાલશે,
એકલતા સાથે મહોબ્બત થઈ ગઈ છે મને.
– વૈભવ

*******

પર્વત નથી
ઝુકી પણ જાણુ છું
જેમ તરણુ.
-હીનલ મહેતા

*******

શબ્દોથી ના બાંધો મને હું બેફામ છું,
કોઇની યાદોમાં રડતી હું એક સાંજ છું.
– વૈભવ

*******

કૈંક વ્યથાઓ હું હ્રદયમાં રાખીને બેઠો છું,
તૂટેલા સપનાઓ સંઘરી રાખીને બેઠો છું

*******

દર્દ મારું એવડું મોટું થયું,
વૃક્ષ કરતાં પાંદડું મોટું થયું.

*******

સબંધો માં ડૂબીને રહેતો હું,
આજે ગુમનામ તરીકે ઓળખાવ છું.,

*******

એમ ના સમજીશ કે હુ રોઈ લઇશ . . .

ઓયે જીંદગી હુ તને પણ જોઈ લઇશ . . .

*******

તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે…

તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!!

*******

‘હા’ જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી…

પણ ‘ના’ની વાત કેમ બધે વિસ્તરી ગઈ ?

*******

તારી સ્મૃતિઓ માં પણ હું પાંગરીશ વેલ ની જેમ.
બસ તું યાદો ને જળ આપતી રહેજે.

*******

જીવન જીવું
છું, ડુંગર ચડતી
કીડીની જેમ.

*******

આમ અમસ્તો જ નથી હસતો…..
બહુ કિંમતી રુદન ગુમાવ્યું છે….

*******

થઇ શકે કે લાગણી ન હોય તને મારા માટે,
પણ નફરત તો નથી જ મારા માટે તારા હ્રદયમાં.

*******

તુ યાદ યા ન રખ

તુહિ યાદ હૈ

યે યાદ રખ

*******

કોઈને પ્રેમની ખબર નથી હોતી
તો કોઈને પ્રેમની અસર નથી હોતી
બહુ થોડાને મળે છે સાચો પ્રેમ
પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી

*******

પ્રકાર કયો છે મહોબ્બતનો કેવી
રીતે કહું,
કાન ઘેલી રાધા અને રાધા ઘેલો કાન.
– વૈભવ

*******

ધુળ જેવી છે જીંદગી આપણી આંસુડા
રેડી એમાં કિચ્ચડ ના કર

*******

કેટલાય પર્વતો તોડ્યા છે
સપનાઓ ના….
એ જીંદગી…
તારા આ પ્રેમે મને તો ”માંજી” બનાવી દીધો…

*******

જગ્યા પણ તારી ને ખાલી જગ્યા પણ તારી,
તારા સિવાય કયા કોઇથી પૂરી શકાય છે હવે.

*******

તાપ પણ તારો ને જાપ પણ તારો,
તારા સિવાય માળા કોની જપાય છે હવે …

*******

વાઈ ફાઈ ના સિગ્નલ માટે મર્યાદીત વિસ્તાર હોય ……
લાગણી ના સિગ્નલો ને સીમાડા ના હોય …

*******

શબ્દો ખૂટી ગયા,
જ્યારે મારા મૂકી ગયા.

*******

વલણ જકકી છે….
પતન નક્કી છે….

*******

સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ?

મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે !!

*******

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.

*******

એક સાચું દિલ મળે તો આખી દુનિયા મળે,
એક પ્રાર્થના ફળે તો ઈશ્વરનું સાનિધ્ય મળે.

*******

મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!

*******

બરબાદી ના પ્રમાણપત્રો નથી હોતા,
કારણ આંસુઓ ને અક્ષર નથી હોતા .

********

રીત હો કોઇ,
તમને સમજવા,
બતાવો મને…!!

*******

નોટો ગણવાંમાં ઉસ્તાદ છે આંગળી.

આંસુ લુછવાંમાં જ સાબિત થાય છે “પાંગળી.”

*******

લાગણીનો આયનો મારો ઘણો તત્પર હતો
પણ ખબર ન્હોતી એમના હાથમાં પત્થર હતો.

*******

તમે આવો ખાલીખાલી….
અમને તો ભર્યુ ભર્યુ લાગે.!!

*******

એકલતાનું જે ક્ષણે વાદળ છવાયું હોય છે…
એ સમયે તારી યાદ પ્રાણવાયુ હોય છે

*******

એણે મને પૂછ્યુ કે પ્રેમ શું છે ?
મલકાતા મુખે મે ક્હ્યુ બસ !
હું છું ને તું છે …

*******

ખુશ રહું એેનો અર્થ એ નથી કે કોઈ મજબૂરી નથી,
ધ્યાનથી જો જરા આંખો મારી સાવ કોરી પણ નથી…

*******

અંતે નથી કામ કોઈ દવા નું દુઆ તો કરવા દે ….

એક નાસ્તિક ને પ્રેમ માં આસ્તિક તો થવા દે….

*******

ઉઠાવીસ કેમ આ ભાર તારા માસુમ ખયાલોનો,….

નથી મળતો મને જવાબ તારા મોંન સવાલોનો….

*******

અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર,
હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર.

*******

સરનામું મારું જાળવી રાખજે બરાબર સાચવીને;
સહુ કોઈ છોડી જશે, ત્યારે એ જ તને કામ આવશે!

*******

ખુદા તારા બંધારણ માંથી
ક્યારેક “જમાનત” મળવી જોઈએ

પ્રેમ માં પડેલા ગરીબ ને પણ
“અનામત” મળવી જોઈએ:

*******

સ્મિતની પ્રસ્તાવના માં ઈશ્વરે એવું લખ્યું
માણસે મન મૂકીને ક્યાંક રડવું જોઈએ

*******

દર્દ સહી સહી ને ગઝલો લખાય છે,
ગઝલો લખી લખી ને દરદ રૂઝાય છે.

*******

આંખોથી હું તને સ્પર્શી શકું તો કેવું ?
ટેરવાથી હું તને સમજી શકું તો કેવું ..?

*******

મારુ તો કામ જ છે લાગણી ઓ વેચવાનુ..
તમારા ઉપર છે કે તમે કેટલી લઇ શકો છો..

*******

તુજને નિહારવાનો મોકો ખોઇશ નહિ…
પણ નજર લાગે એમ જોઇશ નહિ..!!

*******

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

*******

રોજ છુપાઈ ને હવે મારે નથી જોવા તારા નખરાં,
પછી કાગળ અને કલમ મારા નથી રહેતા સખણા,

*******

ખૂટતું રહ્યું કૈક નજીકના સગપણ માં …..
હશે નક્કી કઈ ખોટ મારા સમર્પણમાં ….

*******

લાગણીઓના દરવાજા આમ બંધ ના કરો,

ચાવી વગરનાં તાળા ખોલતા અમને પણ આવડે છે…

*******

ફક્ત દિલ ની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. .

*******

બધા નથી સમજી સકતા આ જમાનાની રાહને,
એટલેજ નાસમજ સાચો પ્રેમ કરી બેસે છે.

*******

માણસ પાસે બહુ રૂપિયા થઇ જાય એટલે

માણસ બહુરૂપિયા થઇ જાય છે … !

*******

તું વરસાવે
વહાલ નું એકાદ ઝાપટું…

તો હું જીવી લઉં
ઘણું બધું એક સામટું…

*******

હું ક્યાં કહું છું કે મને પ્રેમ કરવા દે
મને પ્રેમ છે એવો વહેમ તો કરવા દે

*******

આ પ્રેમ બહું જ પજવે છે,,
જોને, છાનોમાનો કરુ છું..
તોય ગામ આખું ગજવે છે..!!

*******

હાથમાં છે એય સચવાય એવું નથી,
આ નસીબનું તાળું ખોલવા જેવું નથી.

*******

આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની,

અને છેવટે સોયથી કામ પતે,
એમ પણ બને…

*******

કેટલું થાકી જવાતું હોય છે, પણ શું કરું?
ઈચ્છાની ઓફિસમાં રવિવારે રજા હોતી નથી.

*******

તારા મુખની શોભા વધારતો આ કાળો તલ,
જાણે પર્ણ ઉપર ઉપસી આવેલું ઝાકળનું બુંદ.

*******

ભીતરમાં ધરબી રાખેલી એક વાત
સાવ અજાણી નીકળી….
તારી જેમ….

*******

દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ કિસ્મત થઇ જાય છે !

*******

પોતપોતાની રીતે સૌએ માપ્યાં,

લાગણીને જ્યારે મે શબ્દો આપ્યાં.

*******

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.

પણ તમે બધા મારા મિત્રો છો એ મારૂ સૌભાગ્ય છે.

********

દોસ્તીમાં આવતા અવ્વલ નંબરે ને,
પ્રણયમાં અમે સાવ ઠોઠ હતાં 😐

*******

તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી..
દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ તહેવાર નથી.

*******

વર્ષો તારી પ્રતીક્ષા કરી એ શું તપશ્ચર્યા નથી ?
એ વાત જુદી કે પાનખરમાં ય અમે ખર્યા નથી !

*******

શું હોય આપણી હસ્તી ,

જો ન હોય તમારા જેવાંની દોસ્તી .

*******

#ChetanThakrar

#+919558767835

 

ટૅગ્સ:

Gujarati Shayri & Kavita Part 2


તું ભલે હથિયાર માફક વાપરે,

આમ એને લાગણી કહેવાય છે.

*******

સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે,
વાતો કરવી ફૂલો સાથે, મૂંગા રહેવું પત્થર સાથે.

*******

મને તો એકલા રેતા પણ નથી આવડ્યુ….
દિવસે દુનીયા વચ્ચે જીવી લવ છુ રાત્રે યાદો સંગાથે…

*******

મિટાવે પ્યાસ જે તારા અભાવોની,

સ્મરણનો એવો એક જામ આપી જા…!!!

*******

રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઇ લ્યો,
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં!

*******

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

*******

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો,
પીડા જ રામબાણ હતી કોણ માનશે ?

*******

આ મારી ચાહતની જ અસર છે….
તું વિરહ લખે અને વહાલ લખાય છે..

*******

ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એજ

આંખથી નિતર્યા કરે છે ચાહવાનો થાક…!

*******

એમણે પરિચિતોનું વર્તુળ દોર્યુ
અમે બહાર રહી ગયા ,

અમે પ્રેમનું વર્તુળ દોર્યુ
તેમાં સૌ સમાઇ ગયા …

*******

કાળજાને કાપવાના કરવત ન હોય,

એ તો ફૂલ જેવી વેદનાની વાતે વહેરાય…!!!

*******

હું બળું છું અને તેય અંદર ફકત,

એક કમરામાં દીવો બળે એ રીતે…!!!

*******

એક લટને સ્હેજ ફુંક મારી ઉડાડતી જાય છે..

નજરો નીચે ઝુકાવી લોકોને ડુબાડતી જાય છે..

*******

શબ્દો ઘણા છે તોયે રોજ ખુટે છે,
જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે.

*******

હથેળીએ તારી
ઉષ્માની આગ
કેમ દુર કરુ હું ..

આટલા બધા
ઉમળકાથી
ન મળ્યા કર તું..!!

*******

હું તો રોજ કાનો બનીને આવુ છુ…
ક્યારેક રાધા બનીને આવી તો જો..!!..

*******

હજારો ની વસ્તી તોય ખાલી આંખુ ગામ હતું

તારા પગલા જ્યાં પડતા ત્યાં ટ્રાફિક જામ હતું

******

જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે ,
જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,

પણ એ ખુદા કઈક તો એવું કર,
કે મારે તારો આભાર માનવો પડે..

*******

મને મુસળધાર જ ગમે છે એ
પછી
વરસાદ હોય પ્રેમ……

*******

સંતાવવું છે મારે તારા હ્રદયના ખુણામાં
ચાલ તું
એક_બે_ત્રણ ગણ…!!!

******

આજે તો પવન ને પણ વાદળ સાથે પ્રેમ થઈ ગયો..
વરસવાનું ચાલુ કર્યા પહેલા જ ખેંચીને લઈ ગયો !

*******

સોના રૂપાના મહેલમાં તુજને કોઈ વાત સતાવે છે ,
સખા આ ઉદાસ તારો ચહેરો કઇક વાત છુપાવે છે !

*******

પાછા મારા નસીબ પાછા પડી ગયા,

ગમતા હતા જે લોક પાછા વિખુટા પડી ગયા.

*******

કોઈ આ વેદનાને એમના સુધી પહોચાડો,

એમને પણ ખબર પડે એમની કરામત ની.

*******

દર્દ થી હું નાહ્યો છું,
કોણ કહે હું ડાહ્યો છું!

*******

પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો….

*******

કંઈક તો છેલ્લેય રહી અધૂરું જાય છે,

જિંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે…

*******

કંઈક તો છેલ્લેય રહી અધૂરું જાય છે,

જિંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે…

*******

જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે .

*******

એ એટલું ના સમજી શક્યા કે……..

એમને સમજનારો નાસમજ નથી.

*******

કદી ભરમ નડે; કદી શરમ નડે.
માણસને, ભાઈ; એનાં કરમ નડે…

*******

ચલો, મારી જિંદગી કો’કને એટલી તો ફળી….

મફતના ભાવમાં,એક પ્રયોગશાળા તો મળી.

*******

અઘરી રચના પ્રેમ ની ક્યાં કોઈને સમજાણી છે…..?

ઝેર મીરા પીએ તોયે રાધા દિલ ની રાણી છે..

*******

જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું
પછી મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં..

*******

સાવ અમસ્તા જ હુ કોઇ ને મળ્યો નહી…
સારુ જ થયુ કે એના વ્રત બનીને એને હુ ફળ્યો નહી..

*******

કાબરચીતરી વિચિત્રતાઓનું રંગીન ચિત્ર. …

એટલે મિત્ર!

*******

ભલે તું મારા થી ખુબ દુર છે પણ..

મારા અંતર માં તારી યાદ ભરપુર છે..

*******

પ્યાર થોડો વ્યવહાર છે…??

કે તું કરે તો જ હું કરું..??

*******

ચોઘડીયા પણ ત્યારે સરમાય છે
જ્યારે
તારો બહાર નીકળવા નો સમય થાય છે

*******

કોના નસીબમાં શું છે એ કોણ કોને સમજાવે ,
રોજ હીબકા ભરતી આ લાગણીઓને, નસીબની ઓળખાણ કોણ કરાવે !!

*******

વિધાતાને લેખ બદલવા પડે છે ચાહનારા કાજે,
તારું મને મળવું એ વિધિના બદલાયેલા લેખ છે…!!

*******

તુ તારે તો તરીયે અને તુ મારે તો મરીયે,

છે પ્રેમ-નાવ મજધારે, તુ કહે એમ કરીયે…!!!

*******

જગથી દુર અને મનથી ચુપ રહુ છુ
દુનિયાથી કંટાળી હું એકાંતમાં રહુ છુ

રાજુ દવે…….

*******

હા મારે તો તારા માં જ સમાવુ છે
તારી એ આંખનું કાજલ બની અંજાવુ છે,
તારા આંખનુ અશ્રુ બની સમાવવુ છે,
તારા હાથની મહેલથી બની ચિત્રાવુ છે,
તારા પ્રત્યેક ધબકારા માં ધડકવુ છે,
તારા હોઠની લાલી બની મલકવુ છે
તારી કેડનો કંદોરો બનીને લટકવુ છે,
તારા પગનું ઝાંઝર બની વીંટળાવવુ છે,
હંમેશ માટે તારો પડછાયો બની રહેવું છે,
એક વાર તો હાથ લંબાવ રુપાળી…
આ ધર્મેશને તારા માં જ સમાવવુ છે…
તારા માં જ સમાવવુ છે…
ને ફક્ત તારા માં જ સમાવવુ છે…
-ધર્મેશ વેકરિયા

*******

મજબુરી હોય છે મનુષ્ય અવતારમાં સાહેબ,,

નહીં તો રામ વનમાં અને કૃષ્ણ જેલમાં થોડા જાય..?

*******

ઘરેથી હું એકલો નીકળ્યો છું,
મંઝીલ ને ક્યારેય જોતો નથી.
ભરોસો છે મારા કાંડા પર,
જીવનમાં હું ક્યારેય રોતો નથી.

*******

તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા,

*******

તારી સાથે જે વિતશે એ જિંદગી ….
અને….,
તારા વગર જે વિતશે એ ઉમર ….

*******

કોઈ આગળ નડ્યા એવા કે
રસ્તાઓ રૂંધી નાખ્યા

કોઈ પાછળ પડ્યા એવા કે
પગલાઓ ભૂસી નાખ્યા…

*******

ના માનશો કે તમને કહેવાની મારામા હિમ્મત નથી,

અફસોસ એજ કે તમને લાગણીની કોઇ કિમ્મત નથી.

*******

બનાવટી આંસુ અને લાગણી ની જેરોક્ષ ની દુકાન શોધું છું..

હવે દિલ થી લખવાની આદત મોંઘી પડતી જાય છે..

*******

માણસ એટલો ચાલાક નીક્ળ્યો,

અરીસો એની પાસે નીષ્ફળ નીવડ્યો

*******

સવાર ના સપના જો સાચા હોત,
તો તારો હાથ મારા હાથ માં હોત.

*******

તારા નામ ની જ ભરતી ને તારા જ નામ ની ઓટ;
ભલે હુ ગમે તેટલુ લખુ, પણ હમેશા રેહશે તારી વાહ ની ખોટ!

*******

થીજેલી ઠંડી માં હુંફાળો એક ખયાલ આપ

રેહવા દે શાલ તારી પાસે એક ઉષ્મા ભરેલું વહાલ આપ !

*******

ટચુકડી વાર્તા :-

હોળી કરો કે દીવાળી…….

દીવાસળી ને શું……???

*******

છે કોઈ સારો વકીલ..!
એક નોટિસ મોકલવી છે,

જેમને દિલમાં જગા આપી હતી,
હવે ખાલી નથી કરતા…

*******

તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…

*******

ગુલાબ સુંદર છે, કારણ કે
એ ગુલાબ હોવાનો ઢોંગ નથી કરતું !

*******

ક્યારેક ઘરના બારણે એક બોર્ડ પર સંદશો લખવાનું મન થાય છે..

ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો..!!

*******

તું મને યાદ આવે છે, બહું યાદ આવે છે,
રાત વીતે ને ફરી અંધારી રાત આવે છે.

ક્યાં રોકાય છે અશ્રું, તારી યાદની જેમ,
અશ્રું લુંછું ને ફરી ખરો વરસાદ આવે છે.

વિરહનો ગાળો શી રીતે વીતશે ? શું કહું,
માંડ વીતે ક્ષણ ને મૃત્યુની વાત આવે છે.

વેરાન થયું છે, સર્વસ્વ જે તુજ થકી હતું,
મનના તે મૌનમાં તારો અવાજ આવે છે.

કોઈ કહે કે તું પણ યાદ કરે છે ‘અખ્તર’ને,
તો ઘડી બે ઘડી શ્વાસમાં શ્વાસ આવે છે.

*******

જરૂરત જેમ પડતી જાય, સહુ બદલાય છે પોતે,

સવારે હોય એવો માનવી ક્યાં હોય છે રાતે ? .

*******

જો આંસુઓ નો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો…
રિઝલ્ટ એક જ આવે

“લાગણી”…

કયાંક ન મળ્યા નુ કારણ હોય,
કયાંક વધુ મળ્યા નુ…

*******

તે બનાવ્યા એક સરખા એજ તારી ભૂલ ભગવાન
માણસાઇ ના હોય જેમા … એ પણ માણસ લાગે છે ..

*******

“દરીયાની દરીયાદિલી જોઇ લીધી,
જીવ લઈને લાશ બહાર ફેંકી દીધી…..”

*******

સાચવી રાખી છે મેં તારી યાદોને દિલના એક ખૂણે,
તારી યાદોથી આંસુ આવીને અટકી જાય છે આંખોના ખૂણે…

*******

આમ તો હું બધા થી સવાયો છું …. ,પણ
દરેક વખતે લાગણી થી ઘવાયો છું….!

*******

તું મને પૂછે જ્યારે કે કેટલું ચાહે મને ?

ત્યારે હું કહું,

મને પ્રેમ કરતા આવડે, માપતા નહિ……

*******

એને
કોફી
સ્હેજ
ફૂંક મારીને આપવાની
આદત હતી..

હુંફાળી
કોફીમાં
પછી
ગળપણની
ક્યાં જરૂરત હતી…

*******

મૂળ વગરના વૃક્ષ
અને વિશ્ર્વાસ વગરના
વ્યવહાર વધુ
સમય ટકતા નથી.

*******

જે ઘર માં ‘વડીલ’ ની સલાહ લેવાતી ન હોય ….
એ ઘર માં સમય જતાં ‘વકીલ’ ની સલાહ લેવાની નોબત આવી શકે..

*******

માંગતા તો મંગાઈ ગયો અવતાર પતંગિયાનો ઈશ્વર પાસે,
ક્યાં ખબર હતી કે જગત માં ફુલો પ્લાસ્ટિકના જ વધ્યા છે.

*******

એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ….

રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ….!!

*******

આમ તો હું બધા થી સવાયો છું …. ,પણ

દરેક વખતે લાગણી થી ઘવાયો છું….!

*******

લાયક બનવા માટે જ મહેનત કરવી પડે છે .
ઉમરલાયક બનવા માટે નહિ . . . !

*******

આપણા સંબંધ ના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણ નો આકાર છે.

*******

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !

*******

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે,
સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,
તોય મારી “માવડી” મારી લેણદાર નીકળે…

*******

મુસીબતની નથી મજાલ કે ઝુકાવે મને,
સામા વહેણમાં તરવાની આદત છે મને.

*******

પાંખ કાપીને તે આભ અકબંધ રાખ્યું…..,
ને પછી…
એનું નામ તે “સંબંધ” રાખ્યું…!!

*******

મારા પ્રેમ ની આ રજૂઆત છે,
તું સ્વીકાર કે ના સ્વીકારે એ તને દરખાસ્ત છે.
ખબર છે, તું પણ પ્રેમ કરે છે મને,
તારો પ્રેમ છુપાવા નો આ ખોટો વલોપાત છે.

*******

તેને બીજું કશું ન જોઈએ તેને, જેણે દુઆ કમાઈ છે,

પ્રેમ ફક્ત તેમનો જ સાચો છે જેમણે વફા કમાઈ છે.

*******

નથી હુ ઘાયલ કે નથી હુ ઘેલો …
બસ ભુલ એક જ થઇ જીંદગી મા પ્રેમ ગુમાવી બેઠો પહેલો…

*******

મારા હાથ ની આંગળી માં …
તારા નામ ની વીંટી કરતાં પણ વધારે,

તારા હાથ ની આંગળીઓ બહુ શોભે !!!

*******

માણવાને એક તો ક્ષણ જોઈએ,

ને પછી એમાંય બે જ્ણ જોઈએ…!!!

*******

અમુક હીસ્સા કહાનીના યાદ રહી જાય
હીચકી માં આવીને કોઇ સાદ કરી જાય..

*******

હું યાદ કરું છું કે નહિ. . એનો વિવાદ રહેવા દે.

મારું મન નહિ કળવા દઉં..

બાકી જરૂર પડે ખાલી સાદ કરજે . . . .

તારો ભરોસો. . ખોટો નહિ પડવા દઉં..!

*******

બે જણાંના મૌનની સાથે સતત,
એમનો વાંધો બબડતો હોય છે.

*******

એમ કઈ કાચા હ્રદયના લોકોનું આ કામ નથી…

જીગર જોઈએ જે નથી મળવાનું એને ચાહવા માટે…

*******

કોઈપણ સમજી શક્યુ નહી
“આપણી દરિયાદીલી”

તબીબો ખિન્ન થઈ બોલ્યા કે
“હાર્ટ પહોળુ થાયછે . . . . ”

*******

રોજ બપોરે
એ જોર જોર થી બુમો પાડે,
કંઈ ભંગાર આપવાનો છે
કેટલીય વખત મને થાય છે કે,
પુછી જ લઉ
આ અધુરી ઇચ્છા ઓ અને
તૂટેલા સપના ઓ ની
શુ કિંમત આપશો ?

વષૉ થી ભેગાકરી રાખ્યા છે.

*******

ગણી ને અહીં શ્વાસ લેવા પડે છે,

મળે એટલાં પાછા દેવા પડે છે..

*******

સુખ ગયુ તુ એજ રીતે દુ:ખ રવાના થઈ જાશે..
આપણા દિવસો ફરી થી મજાના થઈ જાશે,
મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો.,
સત્ય જયારે જાણસે મારા દીવાના થઈ જાશે.,
આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે…
આપણી ઈર્ષા કરીને લોકો નાના થઈ જશે..!!

*******

અગણિત નહોતી ખુશીઓ એટલે,
અમે ક્ષણો ને ગણતા શીખી લીધુ.

સહારો ના બને ઊપકાર એટલે,
અમે લથડી ને પડતા શીખી લીધુ.

મિલન બની ગયુ સપનું અમારું, ને,
અમે બંધ આખોમાં મલતા શીખી લીધું.

ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર, તો,
અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ

*******

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.

નકામો શોધશો નાં, બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું,
ગરીબોને કદી ઈશ્વર નથી મળતો.?

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ, શાયર નથી મળતો.

અરીસામાં નહી શોધો તમે માણસ,
બહારે હોય, એ અંદર નથી મળતો.

*******

બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો ” માં”,
સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓય માં ”
સ્કૂલે જતા જતા રોજ કેહતો “બાઇ બાઇ માં ‘
મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી માં”
ભાઈ બેહનો ને જગડી ને કેહતો” મારી એકલાની માં ”
કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો ” પ્લીઝ , માં ”
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો ” જો ને, માં ”
ફોરેન ગયો તો યાદ આવતી ” હમેશાં , માં”
સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું ” હવે શું થશે માં ?”
પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું ” ખમ્માં ખમ્માં”
આજે દિલ ખોલીને કેહવા માંગું છું “ઓરે માં ”
ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યું હોય તો ” માફકરજે માં”
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ મા બને ” તૂજ મારી માઁ ”

પ્યારી માઁ

*******

ભલે ખોટે ખોટુ રાખ

પણ મન મોટુ રાખ

*******

બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા,

ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે.

*******

વિશ્વાસ આંધળો લગાતાર કર્યો
ઘા પણ એણે કેવો આરપાર કર્યો

*******

ઝેર નો પ્રશ્ન ક્યાં છે,
ઝેર તો હુ પી ગયો

બધાને તો એ વાંધો છે કે હુ જીવી ગયો ..

*******

એના પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી ,
એનુ ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી ,
કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા ,
કુદરતે કહ્યુ મજબુર છુ આવા સુંદર બીજા અંગ નથી .

*******

એવા ક્યા ઘાવ છે જે મેં સહ્યા ન હોય ?
હા, એવું બને કે મેં તમને કહ્યા ન હોય…

*******

અમને મળ્યો નહિ જ રજુઆતનો સમય,

નહિ તો મજાનો હોત મુલાકાતનો સમય…..

*******

તને પામી લોટરી જેવું કશુંક લાગી ગયું,
તું હથેળીને સ્પર્શી ને નસીબ જાગી ગયું !

*******

રોજ એક તાજા ગુલાબ ની જેમ મારા મા જો ખીલે તુ…
સુગંધ ની મારે ક્યા જરુર છે મારા શ્વાસ બની ને મારા મા જ જો મેહકે તુ…

*******

એમને સમય જ ના રહ્યો મારો હાથ પકડવાનો
જેના માટે હુ હાથ મા સમય પકડી ને બેઠો હતો..

*******

ચાલ ને કંઇક પહેલા જેવુ કરીએ.,
સામ-સામુ જોઈને ફરી હસીએ…….

*******

વરસાદ પણ એમની મોજમાં વરસતો રહ્યો,
જયારે ‘હું ‘ ‘તેમના’ ભીંજાયલા ચહેરા ને જોવા તરસ્તો રહ્યો…….

*******

આશ્રું બની તારી પલકો માં અટક્યો છું
હાથ થી મસળી નાખ મને એટલે કિસ્સો ખતમ થાય.

*******

હવે નહી હોય એટલા સુંદર ચોમાસા…
તારી ઓઢણી ની ઓથે જ મે તો આજ સુધી વીતાવ્યા તા ચોમાસા…

*******

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા,

ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું…

*******

કંઈક કાચીંડા ઘાયલ થયા

રંગ મારી જિંદગી ના જોઈને..

*******

ના જાણે આજે કેમ મન મૂંજાય છે,
દરેક જગ્યા એ ખોટ તમારી વર્તાય છે,
કારણ શોધવા ઘણા પ્રયત્નો કર્યા,
પણ એમાં વળી નવી મૂંઝવણ ઉભી થાય છે……

*******

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

*******

એક તો પૂનમ નો ચાંદ બની દરિયા ની નજીક જવુ……..,

ને ઉપર થી દરિયા ને જ ઠપકો આપવો, કે ગાંડો કેમ થયો …….??

*******

શું રોજ જુએ છે ઘુઘરી તારા પાયલની,

ક્યારેક તો જોઈ લે હાલત તારા ઘાયલની..

*******

તું.. નાં પૂછ, કેમ છે ?
બસ એટલું સમજ,
તારા વગર બધું.. જેમ-તેમ છે..

*******

જયારે તારી આંખો માં જોયું,મને એક ઉખાણું મળ્યું,

તરતા તો આવડતું હતું,પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું..

*******

અપડેટ નથી કરવા માંગતો હું જિંદગી ને બસ જ્યાં તું અને હું સાથે હતા એ લાસ્ટ અપડેટ જ બસ છે…

*******

તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર…

*******

વ્યક્તિત્વ તારુ ગમી ગયુ
ને અહંમ મારુ નમી ગયુ…

*******

ગામમાં ભલેને ચારે તરફ…
…. ગારો કરી ગયો…!

આજ આ વરસાદ.. દિલથી..
….. મને, તારો કરી ગયો..!!

*******

જાણે છે છતાં અજાણ બને છે,

આવી રીતે શું કામ મને હેરાન કરે છે,

મને પૂછે છે કે તને શું ગમે છે..?,

કેવી રીતે કહું એને કે, “જવાબ ખુદ સવાલ પૂછે છે..!”

*******

દુનીયા ભર ના તેહવારો ની મને ક્યા પડી છે…
મારે તો રોજ છે તહેવાર જ્યાર થી તુ મને ગમી છે….

*******

જેને પણ પુછું છું એ બધાને જલસા છે

મને તો લાગે છે

દુનિયા દુ:ખી હોવાની વાત માત્ર અફવા છે

*******

મારું હૃદય સંતૃપ્ત છે,

કારણ કે એમાં તું છે…!

*******

આ વેદનાને કાંઠે નકરા સ્વજનના ઘર છે,

શત્રુને ક્યાં સમય છે કે ફાલતું સતાવે ?

*******

ગુલાબની જેમ ખીલ્યા એ પ્રોફાઈલ ચિત્રમાં,

લાઇક કરવા ગયો તો વાગ્યો કાંટો અંગુઠામાં..

*******

જો તમે
કોઇ વ્યકિત માટે
થોડી મિનિટ રાહ જુઓ તો એ તમારી જરૂરીયાત છે…
થોડાક કલાક રાહ જુઓ તો એ તમારો વિશ્વાસ છે..
થોડા દિવસ રાહ જુઓ તો એ તમારી મિત્રતા છે…
પણ જાણવા છતાં એ ક્યારેય નહી આવે અને તમે રાહ જુઓ…તો
એ તમારો પ્રેમ…

*******

તારા નામ ની જ ભરતી ને તારા જ નામ ની ઓટ…

ભલે હુ ગમે તેટલુ લખુ પણ હમેશા રેહશે તારી વાહ ની ખોટ..

*******

હૃદય થાક્યું ને સર્જરી કરવી પડી ,
ત્યાંય તારા નામ નું જ બ્લોકેજ નીકળ્યું !!!

*******

ભલે ખોટે ખોટું રાખ,
પણ મન મોટું રાખ…

*******

રોજ એક જેવી જ સવાર સાંજ પડે છે……

કુદરત પણ કોપી પેસ્ટ કરે છે….!..

*******

તે બનાવ્યા એક સરખા એજ તારી ભૂલ ભગવાન…
માણસાઇ ના હોય જેમા …

પણ માણસ લાગે છે …

*******

તારા ગયા બાદ કઈક એવો સોપો પડી ગયો,
તારી ઝૂલ્ફો ઉડાવતો પવન પણ પલાંઠી વાળી બેસી ગયો…!!

*******

સમયને જરા પણ હસાવીશ નહિ, બળેલાં ઘરોને સજાવીશ નહિ.
મને તું કદી આપવાનો નથી, મને એ જ વસ્તુ બતાવીશ નહિ.

*******

આતો વરસાદ વરસ્યો,
તુ વરસે તો માનુ…!!!

*******

જરીક જરીક મળતા રહો તો સંબંધ જેવું લાગ્યા કરે,

ઘડી બે ઘડી આવ્યા કરો તો પ્રસંગ જેવું લાગ્યા કરે…..

*******

આજે તો પવન ને પણ
વાદળ સાથે પ્રેમ થઈ ગયો

વરસવાનું ચાલુ કર્યા પહેલા જ
ખેંચીને લઈ ગયો

*******

મીત્રો જોઈએ છે…
કોઈ કામ કે કારણ વગર યાદ કરે તેવા..

*******

મહોલ્લા માં રમતા બાળકોએ જયારે આજીજી કરી કે કોઈ પરી ની વાર્તા સંભળાવો ને…

અનાયાસે તારા મકાન ની ખાલી બારી પર નજર ચાલી ગઈ !!!

*******

એવી રીતે એ થોડું હસીને જતા રહ્યા,
મારા બધાય સ્મિત હરિને જતા રહ્યા.-

*******

‘બીક’ તો ઘણી લાગે છે પણ.. તું સાંભળેતો ‘એક વાત’ જણાવું !

હું એકલવાયુંપંખી છું.. તું ‘હા’ પાડે તો.. ‘માળો’બનાવું !!

*******

પાનખર મા પીડા માટે
દિકરી નો ખંભો મળે છે,
અંતિમ પ્રવાસ માટે
દિકરા નો ખંભો મળે છે.

*******

મારી ફરતે એવી રીતે છે તારી યાદ,
જાણે નીલકંઠ ના ગળે નાગ.

*******

ડૂબી રહ્યું છે આ હદય તારી યાદમાં,,,,,,,,
સમાવી લે મને તું તારા શ્વાસ માં.!!!
જીવું છું તારા અસ્તિત્વ ના અહેસાસમાં,,,,,
જરીક હાથ લંબાવ,આવવા દે તારી પનાહમાં.!!

*******

પડછાયા સાથે રેસ લગાવેલી . .
છેક સાંજે જીત્યો. . .

*******

શોભી રહી છે છબી એમની સુખડના હારથી,
બાળી આવ્યા’તા જેમને વિજળીના તારથી !

*******

વિધાતા,તારી ઝંખના ય મને ખુબ ભારે પડી,
તું આવી નહીં ને આ કોરીકટ જીંદગી પનારે પડી!

*******

એક જીવન છે અને લાખો મરણ,અર્થના કેવા અનર્થો થાય છે !
-શૂન્ય પાલનપુરી

*******

ભુલી જવાય નહીં એને સુખોના ખ્યાલમાં,
એટલે આંસુઓ સાચવી રાખ્યા છે રૂમાલમાં !

*******

વસીયત નામું ક્યારે લખાય ?
“સીધો”વારસદાર ન હોય ત્યારે
અથવા
વારસદાર “સીધો” ન હોય ત્યારે !

*******

બાળપણ ચાલ્યું નવી દુનિયાને જીતવા માટે,
હશે જ્યાં અનેક મંજીલ મનથી ઇચ્છવા માટે.
મળશે અસંખ્ય નવા મિત્રો જે હમસફર બનશે,
મળશે વિવિધ સંબંધ જીંદગીમાં ઘુટવા માટે.

*******

જિંદગીની ઘટનાઓનું સાથે આચમન કરીએ,

ચાલને આજ, ‘હું’ અને ‘તું’નું બહુવચન કરીએ.

*******

પૂછે છે તેઓ સ્વર્ગ અને નર્ક વચ્ચે શો ફરક?
તમે પાસે હોવ અને ન હોવ એટલો જ ફરક!

*******

છે મારી મુસીબતનુ “મરીજ” આ ઍક જ કારણ,
ખુદથી જ હુ રૂઠેલો છુ, મને કોણ મનાવે?

*******

મને મળે તેના કરતા સુખ તને વધુ મળે .
તને મળે તેના કરતા દુઃખ મને વધુ મળે .

*******

વાત બધી મનમાં રાખી મને ફસાવે છે….

તું આપે દર્દ, ને પાછી હસાવે છે….

*******

દુભવવું એ દુનિયાનો ક્રમ થઇ ગયો છે,
તડપવું એ દિલનો નિયમ થઇ ગયો છે.

*******

તારા થી ક્યા કદી છુપાઇ છે…
તારી જ દીધેલ લાગણી ઓ છે ને તારા થી જ તો ઘવાઇ છે…

*******

બહુ લાંબા લખાણોની આશા ન રાખો ,

અહીં લાગણીઓ માત્ર :)સ્માઇલીથી વ્યક્ત થાય છે…..

*******

આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની,,;

અને છેવટે સોયથી કામ પતે,
એમ પણ બને…❗❗

*******

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

*******

પ્રશ્ન તારો હમેશ નો હોય છે હુ તને સમ્જ્યો નથી,

ને હુ બસ એટલુ કહુ છુ કે તને ચાહવામા વ્યસ્ત છુ,

*******

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,

આ તારી સારવાર, મને મારી નાખશે.

*******

સંબંધો તૂટે એનું નામ શંકા ,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા …

*******

આખો દિવસ ની એક જ પોસ્ટ થાય છે
બાકીનો સમય તારા વિચારમાં જાય છે

તારા નામ પર જયારે લીલી લાઈટ જોવ
ને મારું મનડું મલક મલક મલકાઈ છે

મેસેજ કરવાની તો તને ઘણી હિમ્મત કરું છું
પણ તું શું વિચારીશ તેના થી હૈયું ગભરાઈ છે

તે ફોટો તો નથી મુક્યો તારો પ્રોફાઇલમાં પણ
રોજ મારી નજરમાં તારું ચિત્ર ઉભરાઈ છે

તું સામે ન હો તે સમયે આવેલા વિચારો થકી
તને શણગારવા મારા હાથે કવિતા લખાઈ છે.

*******

હે પ્રભુ,
તારા મંદિરમાં
હું
કેટલા દિપક પ્રગટાવું
તો
મારા જીવનમાં
અજવાળું
આવી શકે ??

********

સુખ એટલે શુ?

તમે ડોક્ટર ને શોધો નહી
અને
પોલીસ તમને શોધે નહી
તેનું નામ સુખ..

*******

સાચું કહું તો તને મળવા કરતા તો તારી યાદ વધુ સારી લાગે છે.
કારણકે મળીયે ત્યારે
તો થોડીક ક્ષણો માં જુદા થઇ જશુ.
જયારે તારી યાદ તો ક્યારેક પાછી વળવા નું
નામ જ નથી લેતી.

*******

દિલ લેવા આવ્યો હતો દિલ આપી દીધું..

અમે તમારું નામ હૈયે સ્થાપી દીધું..

સાચવજો સંભાળીને તમે મારા દિલને..

અમે તો જે કંઈ હતું એ બધું જ આપી દીધું..

*******

” અકળામણ એટલીજ છે કે ઇચ્છાઓ પુરી કેમ ના થઇ,
નસીબ માજ ન હતી એ વાત કે પછી મારી લાગણીઓમા ખોટ હતી..!

*******

તારા અને મારા વચ્ચે કેટલી સમાનતા,
તું અંતર રાખે છે ને હું અંતરમાં રાખુ છુ…!!

*******

કોઈ શાયર ને
ઉદાસી નું કારણ ના પુછતા.

દર્દ પણ એટલો હસી ને
દરશાવશે કે પ્રેમ થઈ જાય….

*******

આપણા ‘હસ્તમેળાપ’ વખતે
મારી ભાગ્યરેખા તારી ભાગ્યરેખા સાથે ભળી ગયેલી.
મેં મારું પોતાનું કશુંજ નહીં રાખેલું,
ભાગ્ય પણ નહીં.
હું હવે મારા નહીં તારા ભાગ્યને આધિન છું!

*******

ચાહુ છું જો એ મને મળે તો સોનામાં સુગંધ ભળે,
પછી ભલેને આ અવતાર કદિ ના મળે!

*******

ના પૂછો મને સરનામું મારી હાજરીનું…

નહીતર નામ લેવાઈ જશે એના દિલનું…

*******

ઉપર મળવાનું થતું હશે કે કેમ એ તો ખબર નથી,

પણ અહીં નીચે હવે તારા વગર જીવાતું નથી એ હકીકત છે.

*******

આ મારા “ટેરવા” પણ કેવા “ભોળા” છે … ,

“ટકોરા” ત્યાં જઈ ને’જ મારે જે બારણે “તાળા” છે … !!

*******

હરવા નથી દેતા ને ફરવા નથી દેતા
પડછાયો મને એકલા મરવા નથી દેતા
“આદિલ મન્સૂરી”

*******

હજારો છે છતાં તારો દિવાનો છું,
નથી મારી છતાં હું ચાહવાનો છું…

*******

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

*******

બહુ દિલથી લુંટાયો છુ,
હજી એનાથી પરાયો છુ.

*******

કોની સામે કરું તમારી ફરીયાદ ?
ભૂલવા છતાયે આવો છો ફરીયાદ…

*******

સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે,

વાતો કરવી ફૂલો સાથે, મૂંગા રહેવું પત્થર સાથે.
– બેફામ

*******

આભાર તારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી…

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી…

*******

જવાબદારી તારી છે પ્રભુ કારણ કે ,
તુ ”મારો” નહી પણ હું “તારો” છુ ! ! !

*******

અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા,
નાભીથી વેણ નીકળે, મોઢે આવે ‘માં’

*******

‘તું’ એટલે મૃતપ્રાય અવસ્થામાં પડેલી
મારી સર્વ ઝંખનાઓ માટેની ‘સંજીવની’..!!

*******

તારો છે સંગાથ તો જીવન બહુ વ્હાલું લાગે છે..
તારી વગર મારા શબ્દોને પણ એકલવાયું લાગે છે..

*******

કુદરત ની આ જ રીત મને બહુ ગમે છે..
એ મારી નથી છતાય મને બહુ ગમે છે…

*******

પર્વતો કુદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો હતો,

આ વખતે કોઈની પાંપણેથી પટકાયો હતો.

*******

‘બેફામ’ હું તો રોજનો પ્યાસો જ છું હજી,
બીજા પીએ છે મારી બધી જીંદગી નો રસ.

*******

તારા મળી ને ગયા બાદ, મને એક જ સવાલ કેમ હરદમ સતાવે..?

રૂબરૂમાં વાતો કરવી હોય ઘણી પણ ત્યારે કેમ કંઇ યાદ ના આવે..?

*******

આ રસ્તા ની લંબાઈ જ
આપણ ને દુર રાખે,

બાકી તો હું આંખ બંધ કરું
અને તું મારી પાસે હોય જ છે….

*******

ના શોધ કારણ તું કોઈપણ,
આપણી મિત્રતા ના..

મળી જશે એકાદ તો,
મૂંઝવણ વધી જશે……!!

*******

વાગી ગયું અજાણમાં,,,
ઘવાયું હદય પળવારમાં.!!
તીર નહોતું જોયું હાથમાં,,,
છુપાવ્યુંતું એણે આંખમાં.!!

*******

અર્થ લાગણીનો જયારે તમને સમજાશે…
લખી રાખજો ત્યારે ખોટ મારી વર્તાશે…!!

*******

જોવા માટેની આંખો એક છે,
છતાય ક્યાંક સમજ ફેર છે તો ક્યાંક નજર ફેર છે.

*******

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

*******

ફુલની તસ્વીર ખેંચી, તારી સરખામણી કરી.

માત્ર સુગંધ છુટી પડી, મેં મહેનત ઘણી કરી….

*******

અમે તરસ્યા થયા તો ઘુંટડો પીધો,

તમે ખોબો માંગ્યો અમે દરીયો દીધો…..

*******

તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે,

નીરખું તને કે તરતજ તારા ચહેરા પર દોડી આવે છે..

*******

શરમાઇ રહ્યાં છે કેમ મારા બગીચાના ફૂલો?

રહી ગયો લાગે છે આપનો ચહેરો અધખુલ્લો!

*******

ગમવામાં હંમેશાં ‘કારણકે’ હોય છે,

પણ ચાહવામાં તો –
હંમેશાં ‘તે છતાં પણ’ જ હોય છે!!..

-ચંદ્રકાંત બક્ષી

*******

સુખની અનુક્રમમણિકા અને અંદર દુ:ખનાં પ્રકરણ

*******

લાગણીઓનો કોઈ તોડ મળે તો કહેજો. . .
નહિ તો જેવો છું. . એવો સહેજો…!!!

*******

છૂટ્યા કે તરત વાગતા હથિયાર નથી ને ?
શબ્દોને ચકાસી લો, અણીદાર નથી ને ?

*******

આજે તો અમારા દીલ મા પણ કોઈ ઝરમર ઝરમર વરસી રહયુ છે…
ફકત મને ચિંતા એટલી છે કે કયાંક ધોધમાર ના વરસે…

*******

પ્રેમમાં તે વળી કેવી શ્રદ્ધા હોય
તે પણ મને ચાહે જ છે ,
બસ આવી જ અંધશ્રદ્ધા હોય.

*******

સંભાળી ને રાખજો આ પીઠ ને…

શાબાશી હોય કે ખંજરના નીશાન,
બન્ને ત્યાંજ મળે છે…

*******

તું શિખરે ને હું તળિયે …
કહેને કેમ કરીને મળીએ ? ? ?

*******

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

*******

‘પ્રેમ’ એ કોઈને અપાઈ એવી સૌથી મોટી ‘ભેટ’ છે,
તથા ‘પ્રેમ’ એ કોઈને મળતું સૌથી મોટું ‘સન્માન’ છે.

*******

આંખ એક જ ભાષા સમજે એ પ્રેમની
મળે તો પણ છલકે ન મળે તો પણ છલકે .

*******

આ તારી અને મારી યાદો નુ સ્મરણ છે,
ના પુરૂ થાય એવા આ મારા પ્રેમ નુ રણ છે..

*******

આપ અથવા આપની જો યાદ તડપાવે નહિ,
તો પછી આ જિંદગાનીમાં મજા આવે નહિ.
મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈ પણ ભાવે નહિ.

*******

કાઇક તો કામ કરુ છુ
તારી યાદ નો વ્યવસાય કરુ છુ

*******

નાની ઉંમરે સમજદાર થઇ ગયો,
બાળપણ ખોઇને ખુવાર થઈ ગયો.

*******

રસ્તે મળીજાય પ્રેમ તો પૂછી લેવું છે,
મારા હદય નું આગણું તારે ભાડે લેવું છે..

*******

ખબર જ ના રહી, દોસ્ત આ અમે શું કરી બેઠા,
હૃદય તૂટ્યા પછી, અંતરની વેદના લખી બેઠા !

*******

રોજ રોજ દટાય છે મારી જાત મારામાં,
ક્યારેક શોધ્યો નહિ જડે મને મારો અંશ મારામાં.

*******

તારી હાજરીએ ક્ષણો સઘળી મુલાયમ,
તું જાય પછી એકાંત તરફડે છે અહીં …

*******

કહેતાતાને વાતે વાતે,,
ચલો પલળવા મારી સાથે…

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

*******

નફરત કરવા વાળા પણ ગજબ પ્રેમ કરે છે મને …
જયારે મળે છે ત્યારે કહે છે
છોડીશ નહીં તને …

*******

જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,

જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં …!!

*******

ચૂમે છે જયારે આપની લ્હેરાતી ઝુલ્ફ્ને

ત્યારે નિરાળી શાનથી લ્હેરાય છે પવન
– આદિલ મન્સૂરી

*******

કદી જો મારું દુખ કહેવું પડે છે,

તમારું નામ પણ લેવું પડે છે !

*******

દીલ જોડી ને દીલ નુ તુટવુ….
બહુ તકલીફ આપે છે મને તારુ રુઠવુ

*******

જિંદગી,તે મને આપી દીધું છે ઘણું,
હવે તું જ કહે કે તારા માટે હું શું કરું.

*******

યાદો ના બાણ ના ચલાવ
આમ પણ ઘવાયેલો છુ.

*******

મને મારાથી નહીં, તારાથી સૌ ઓળખે છે,
મને હું ઓળખું છું તેથી વધુ તું ઓળખે છે!

*******

કંઈ પાંચ અક્ષરમાં સમાય એટલું નથી ,

મારૂં આ “આઈ લવ યું” , જરાં મોટું છે…..

*******

પસંદગી મુશ્કેલ બને છે જ્યારે,
એક બાજુ મારા હોઠે તું બે આંગળી મુકે છે
બીજી બાજુ કેડબરી ડેરીમિલ્ક ‘સિલ્ક’ ધરે છે.

*******

કંઈક તો છેલ્લેય રહી અધૂરું જાય છે,

જિંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે…

*******

❛ નક્કી તારી આંખમાં
કંઈક કમી હશે

બાકી તું મને પસંદ ના કર
અેવું બને નહીં ❜

*******

હું શું કમાણો
ના પ્રેમ, ના વિશ્વાસ.
ના તારો સાથ.
હાર્દ

*******

જોઈએ છે દોસ્ત….

વગર કામ અને કારણ વિના યાદ કરે એવો….

*******

છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,

જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી …!!

*******

નથી ‘નકાર’ની કઈ દાઝ મારા અંતરમાં,
ફકત તમારા પુરાણા ‘હકાર’ સળગે છે.

*******

નહિ સમજી શકે નાદાન દુનિયા મારી મસ્તીને,

સુરાહીમાં જ રહેવા દો ડૂબેલું શાણપણ મારું !

*******

પગલા ના નીશાન અમારા અમે જ ગોતતા રહ્યા,

હરીફાઇ હતી પ્રેમ ની અને તેમા જ અમે પાછળ રહ્યા.

*******

ભલે તારા જવાબો અજીબ છે.
છતાં તુ આ દિલના નજીક છે…..

*******

પુછતી નહીં કે તમને કમી કઈ છે.
બસ એક તું છે જે મને ગમી ગઈ છે

*******

હું જ્યારે મારાં હિસ્સાની છત્રી ખોલું છું,

નશીબ કાયમ કાગડો થઇ જાય છે,

*******

મળી ગયો છે જીવ તો ચાલ પ્રેમ પ્રેમ રમીએ,
રહે અધૂરી જ કાયમ, રમત એમ એમ રમીએ !!

*******

વરસાદ ની ક્યા ઝરૂર છે
મારી આખ ને પલાળવા
તારી યાદ જ કાફી છે.

*******

આંખો તળાવ નથી,
તોય ખબર નહી કેમ..? ભરાય જાય છે..

ઇગો શરીર નથી,
તોય ખબર નહી કેમ..? ઘવાય જાય છે..

દુશ્મની બીજ નથી,
તોય ખબર નહી કેમ..? વવાય જાય છે..

કુદરત પત્ની નથી,
તોય ખબર નહી કેમ..?
રિસાઈ જાય છે..

બુદ્ધિ લોખંડ નથી,
તોય ખબર નહી કેમ..?
કટાઇ જાય છે..

માણસ હવામાન નથી,
તોય ખબર નહી કેમ..? બદલાઈ જાય છે..

*******

પ્રેમ તરફ એક પગલું એટલું મોંઘુ પડ્યું છે,
દરિયો ભરી અમારે રડવું પડ્યું છે.
સમય તો હતો વસંતનો ને,પાનખરની જેમ
અમારે ખરવું પડ્યું છે.
પ્રેમ હોય તો આત્મનું મિલન પણ
કાચની માફક અમારે તૂટવું પડ્યું.
ક્યાં શોધું હવે એ
દુનિયાદારી ,પામવા તુજને અમારે દર દર
ભટકવું પડ્યું.
એવો હવે સમય નથી કે તું મળે,જોવા તને
અમારે વરસો તરસવું પડ્યું છે.

*******

ક્યારેક ન બોલવામાં પણ બધું કહેવાઈ જતું હોય છે
ક્યારેક ન સાંભળવા છતાં બધું સમજાઈ જતું હોય છે..

*******

એમનુ ચાલે તો મૃત્યુને પણ રાહ જોવડાવે
સારું છેકે મારી ગણત્રી જિદંગીમા કરે છે…!!

*******

તિથિ હતી તો અમાસ ની
પણ લાડ થી ફૈબાએ નામ પાડયું પુનમ….

*******

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,

જ્યાં થયું મન ત્યાં જઇ ને હેત વરસાવી નીકળી ગયા અમે.

*******

ગોખવા નથી બેઠો કયારેય તને ….

છતાં શ્વાસોશ્વાસ ના સોગંધ કડકડાટ યાદ છે તું મને …

*******

કહેતો રહ્યો હું સહુને દોસ્ત, અહીં બધું બરોબર છે;

કોઈએ એ ન જોયું કે આંખોમાં આંસુનું સરોવર છે.

*******

જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની ?

જે કદીય પુરી ન થાય એવી મન્નત શું કામની ?

જા, હવે નથી રમવું મારે તારી
સાથે કદી ,

હું હારું તું જ કાયમ જીતે એવી રમત શું કામની … ?

*******

સુખ એટલે નહીં ધારેલી,
નહીં માગેલી અને
છતાં ખૂબ ઝંખેલી કોઈ કીમતી પળ…

*******

ફરીથી એકવાર પ્રેમનો જુગાર રમવા બેઠો હતો
આ વખતે પણ રાણી જ પાયમાલ કરી ગઈ!

*******

એક હાથ માં “છત્રી” અને બીજા હાથ માં પલળવાની “ઈચ્છા”,

જો હવે … આ વરસાદ તો આવ્યો …

હવે તું આવ તો ઈચ્છા ખોલું,
અને નાં આવ તો છત્રી…

*******

એમ કઈ કાચા હ્રદયના લોકોનું આ કામ નથી..
જીગર જોઈએ જે નથી મળવાનું એને ચાહવા માટે..

*******

ક્યારેક મહેફિલ જોઈ ને હૃદય ને ઈર્ષા થાય છે,
કે મારું નામ આજે પણ એકલું લેવાય છે !!!

*******

એક અહેસાન કરીશ મારા પર
પ્રેમ કયારેય ઓછો ના કરીશ..!

*******

મળતા મળતા મળી જશે તનમન; વચમાં કોઈ ભીંત તું ક્રિયેટ ન કર.
ફકત લૉગ ઓન થા દિલ પર તું; ભલે સ્ટેટસ તારું અપડેઇટ ન કર.

*******

નથી જોઇતુ સુખ કે નથી જોઇતુ કોઇ દુખ હવે…
મને તો જોઇએ પળે પળે તુ જ હવે…

*******

નામ તમારું લખ્યું હજુ ત્યાં આંસુ આવ્યું આગળ ,
ઝળહળિયા ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ … !

*******

લાવ એકવાર ફરી એને ભુલવા ની કોશિશ કરી લઉં

આ વરસાદ મા એની યાદો નુ ધોવાણ કરી લઉં…

*******

તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું..?
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું..?

*******

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે …!!

*******

પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી
બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી….

*******

હા,
હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ,
મને સંભાળી શકે એવી તું એક જ છે.

*******

લાગે છે કે ભુલાઈ ગયા તને બધા સંસ્મરણો…
અહી તો આજે પણ કાગડોળે વાટ જોવાય છે તારી…

*******

ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
અહમને બાદ કરો તો જવાબ સહેલા છે …

*******

ખબર તો પડશે – જઈએ ચાલ, સૌ પાસે જખમ લઈને,
ઉભા છે કોણ દુનિયામાં, નમક લઈને, મલમ લઈને.

*******

નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલા સુંદર નહિ મળશે.

*******

એક પળ એના વિના તો ચાલતું નહોતું
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

*******

માન્યું હતું કે વિરહમાં,વધે પ્રેમ અપાર એવો કે ?
સમજાયું જોઈ તમને, કે કેમ ? પ્રેમ કરતા હશે..!!

*******

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,

તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે…!!!

*******

કેવાં હતા આપણે બધા પાસે-પાસે..
જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!!

*******

પ્રેમની વ્યાખ્યામાં શું લખું,
મારા માં છે તું, વધારે શું લખું.

*******

શબ્દો ચોટદાર હું વણી રહ્યો છું,
દુ:ખ લખવાનું હું ભણી રહ્યો છું.

*******

કરો જેમ મજા આવે એમ તમને,
બસ આમ મજા કરાવતા રો અમને.

*******

શોભી રહી છે છબી એમની સુખડના હારથી,
બાળી આવ્યા’તા જેમને વિજળીના તારથી !

*******

આ બધુ કેમ નવું લાગે છે..
કોઈ હૈયા માં ગયું લાગે છે…!

*******

કડવી વાત હોઠથી નીકળતી નથી,

હોઠ મારા તમે ચુમી લીધા પછી !

*******

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

*******

હમણાં હજી તમે મળ્યા અને હૈયા સુધી ગયાં,

તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં…!!!

*******

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

*******

એક હાથ માં છત્રી બીજા હાથ માં પલળવાની ઈચ્છા ,
તું આવ તો ઈચ્છા ખોલું અને ના આવ તો છત્રી …!!!!

*******

આંસુ બીજું કંઈ નથી ,

કોઈ ને જોવા અથાગ મહેનત કરતી
આંખો નો પરસેવો છે

*******

લખું ઝાકળથી પત્ર ,

પણ તમે તડકામાં ખોલો તો?!…

*******

તું જો હજૂય વરસે
તો ……….

તરસે મારવાનાં તારાં
બધાય ગુનાહો માફ જા..

*******

અમને મળ્યો જ નહિ રજુઆતનો સમય,
નહિ તો મજાનો હોત મુલાકાતનો સમય.

*******

તને પામવા માટે મારે એવુ તો સુ કરવાનુ.,

એક તને લાગણી ઓ સમજાતી નથી.,

ને મારે રચના ઓથી જ બધુ કેવાનુ.,

*******

બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર
ઓ સંગાથી કલાકારો તમારું કામ લાગે છે

*******

ના પૂછો મને કે શું થયું છે આજે.???
પ્રેમમાં તો હતો જ તારા…
લાગે છે કે ફરી વધારો થયો છે…!!!

*******

આવશે અંદર થી ભીની ભીની સુગંધ
તું કરી જો શ્રદ્ધા સાથે આંખો બંધ.

*******

એવું સુખ તો દુનિયા ઘુમવાથી ય ના મળે,
બસ આપણે આપણામાં ખોવાઇ જવું પડે.
તારાથી જાણે હું એ રીતે વિખુટો પડયો,
જેમ પંખીના ટોળાથી ટહુકો છુટો પડયો.

*******

આ ફેસબુક રોજ એવુ પુછે છે કે,
“What’s on your mind?”
કોક દિ તો એવુ તો પુછી જો કે
“તારા દિલ માં શું છે.?”

*******

તારી બધી જ ખુશીઓ માં , ક્યાંક તો માંરી દુવા હશે ..
પછી ભલે મારા ઘર થી ,ઉંચી હવેલી તારી હશે…

*******

મારા ધડકતા હ્રદય માં મિત્રોનો વાસ છે

જ્યાં સુધી શ્વાસ છે
ત્યાં સુધીનો વિશ્વાસ છે

નચિંત બની ને રહું છું
ઈશ્વર હું તારી દુનિયા માં

તારા રૂપમાં
મિત્રો મારી આસપાસ છે…

*******

તું મારા થી દૂર છે એટલે અવારનવાર ફોન કરી પૂછી લઉં છું,

વરસાદ આવે છે કે નહીં ?

અને તું કહે છે હા “આંખોમાં”.

*******

જે કંઈ શોધવું હોય તે છાનુંમાનું શોધ; ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ.
ગમ તો ઘણાં ય પડ્યા છે જિંદગીમાં; ચાલ,આજે હસવાનું કોઈ બહાનું શોધ.

*******

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.

*******

પડી ગયી છે હવે તો બસ તારી જ આદત
ખુદથીય નથી અમને આટલી તો ચાહત

*******

શાયર ભલે હો નામી કે બેનામ હાલ તો બધા ના એક જ થવાના…
રચતો રહેશે આખી જીંદગી પે્મ ના નામે રચના ઓ ને એનો પે્મ બીજા માણસો જ લઇ જવાના…

*******

હવે મારું આ દર્દ,
તું સહેવું રહેવા દે,
તારાં માથે મારાં પ્રેમનું,
થોડુંક તો દેવું રહેવા દે…..

*******

પ્રેમ બે પ્રકાર ના હોઈ છે પ્રેમ કરી ને મરવું ને પ્રેમ માં રહી ને મરવું.

*******

સુંદર થી પણ અતીસુંદર છે તુ….
લોકો પુજે પથ્થર ને મારી તો ભક્તી જ છે તુ…
પુછે છે લોકો મને કે કોણ છે તુ…
હસીને હુ જવાબ આપુ કે જીવન છુ હુ ને શ્વાસ મારા છે તુ…

*******

તેની યાદો રોજ ધક્કા ખાય છે મારા દિલમાં રહેવા,
જેમ મોજા આવે છે કિનારાના કાનમાં કઇંક કહેવા..

*******

પુરી થવા આવી છે જિંદગીની ક્ષણ, ભુલાતી નથી કદી આનંદની પળ,
શ્વાસોમાં હિંમતને સિંચતું રાખે, બસ તારૂ જ એક સ્મરણ.

*******

મિત્રો, આ ગુજરાતી શાયરી અને કવિતા ના ભાગ માં મારા કવિ મિત્રો ની રચના છે જે મેં એમના નામ સાથે જ મુક્યા છે. હું ગર્વ અનુભવું છું કે મને આ બધા ની રચનાઓ વાંચવા મળી અને એમાથી શીખવા પણ મળ્યું. કોઈ ને જે તે રચના કરનાર ના નંબર જોઈતા હોઈ તો એ હું એમને પૂછી ને આપીશ.

#ChetanThakrar
#+919558767835

 

ટૅગ્સ: