RSS

Category Archives: Uncategorized

જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!


Awesome article by my favorite JV

planetJV

ATT_1446753526088_Времен года)(1)

રિશ્તાના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે, સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે !

———————————————————————————————————————-

નવા વિક્રમ સંવતના પહેલા લેખનું ઓપનિંગ ‘સ્પીકિંગ ટ્રી’ કિતાબના એક હૃદયસ્પર્શી કિસ્સાથી કરીએ :

વાત જરા જૂની છે. થોડા વર્ષો પહેલાની.

એક મિત્રનો પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસે જવાનું થયું. એ દિવસોમાં ઈન્ટરનેટ પર ફોર્મ ભરાતું નહોતું. આવી ઓફિસોમાં દલાલોની બોલબાલા રહેતી. ઉપરના પૈસા લઈને દલાલો ફોર્મ વેંચવાથી જમા કરવાના કામ ‘જુગાડ’ કરીને કરતા. મિત્રને આવા ટાઉટ્સની ટ્રીકબાજીમાં ફસાવું નહોતું.

અમે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા. લાઈનમાં લાંબો સમય ઉભીને ફોર્મ લીધું. ચોકસાઈથી એ ફોર્મ ભર્યું. એમાં કલાકો નીકળી ગયા. હજુ તો એની સાથે ફી જમા કરવાની હતી.

અમે લાઈનમાં એ માટે ય ઉભા રહ્યા, પણ જેવો અમારો વારો આવ્યો, ત્યાં જ બેઠેલા સરકારી બાબુએ બારી બંધ કરીને કહ્યું કે “સમય પૂરો. હવે કાલે આવજો.”

અમે વિનંતી કરી, કહ્યું કે ‘બહારથી આવીએ છીએ. આખો દિવસ આજનો ખર્ચાઈ ગયો છે. ખાલી ફી જમા કરાવવાની જ વાત છે…

View original post 2,282 more words

 
Leave a comment

Posted by on February 20, 2016 in Uncategorized

 

2015 in review


The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 1,300,000 times in 2015. If it were an exhibit at the Louvre Museum, it would take about 56 days for that many people to see it.

Click here to see the complete report.

 
3 Comments

Posted by on December 30, 2015 in Uncategorized

 

ચાલોને મળીને નવું વર્ષ ખીલવીએ.


આજે નવા વર્ષ  ની શરૂઆત કરીએ
જૂની વાતો ને ભૂલીને સંબંધો ખીલવીએ

નાના ને પ્રેમ અને વડીલોના આશીર્વાદ લઇ
ફૂલો ની સુગંધ જીવનમાં ભરીએ

કાલની કોને ખબર દોસ્ત કે કેવી હશે
બધાને સાથે લઈને આજમાં રમીએ.

હેપી ન્યુ યર, કોઈને જયશ્રી કૃષ્ણ
કોઈને અભિનંદન

તો કોઈને  સાલમુબારક કહીએ.
ચાલોને મળીને નવું વર્ષ ખીલવીએ.

-હાર્દ

*******

ભૂલ થી દિલ હો દુભાવ્યું માફ કરજો આજ તો ,
આંગણે આવું તમારાં વાટ જોજો આજ તો.

શત્રુ પણ જો આવશે આજે હસી આંગણે,
હેતથી સામે તમે પણ હાથ ધરજો આજ તો.

દૂર બેઠી રાહ જોવે છે ઉદાસી આવવાં
સ્મિતનું હાથે ધરીને શસ્ત્ર લડજો આજ તો.

દેવ છે માતા પિતા એ યાદ રાખો કાયમી,
સૌ પ્રથમ ચરણે તમે એનાં જ પડજો આજ તો.

પર્વ જીવનમાં ખુશીઓ લાવવાં માટે હશે,
સાવ સાચું લાગશે આ સહેજ સમજો આજ તો.

‘નિરાશ ‘
અલગોતર રતન

*******

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં!
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં?

માત્ર સુખને શું કરું બચકાં ભરું? પપ્પી કરું?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

–     અનિલ ચાવડા

 
Leave a comment

Posted by on November 12, 2015 in Uncategorized

 

Tags:

Gallery

~ The Best Movies of 2013 ~ Hollywood & World cinema

~ The Best Movies of 2013 ~  Hollywood & World cinema

Great work with passion by Nirav…

nirav says

1] ચાલો તો આખરે હું અવતર્યો 😉 મતલબ કે પુન+રાગ+મન પામ્યો ! અને એ પણ એ કારણે કે એકવાર મેં કમીટમેંટ આપેલું કે વર્ષ 2013’ની હોલીવુડ મુવીઝ’નું શક્ય તેટલું સોલીડ સરવૈયું આપવાની કોશિશ કરીશ માટે . . અને તમને તો ખબર જ છે ને કે એક વાર હું કમીટમેંટ આપી દઉં પછી મારું કાઈ નક્કી નહિ 😉 ન પણ પાળું 😀

2] કોઈ કહેશે કે 2014 પૂરું થવા જઈ રહ્યું છે અને આ કમીટમેંટ’વાળા ભાઈ 2013’ની ફિલ્મોનું ગણિત માંડી’ને બેઠા છે !!! તો મારે એટલું જ કહેવાનું કે ભાઈ આ કમીટમેંટ છે , પીપરમેંટ નહિ 😉 . . અરે નાં ભાઈ એવું કશું ખાસ ભારે નથી પણ ખરેખર તો આ લિસ્ટ છેક એપ્રિલ મહિનાની આસપાસ આપવાનું હતું પણ ધીમે ધીમે કરીને વધુ ને વધુ મુવીઝ ઉમેરાતી ગઈ અને ટોટલ મુવીઝ’નો આંકડો ગજબ’નો ગંજાવર બની ગયો !

3] અને વળી પાછો મેં વચ્ચે ત્રણેક મહિનાનો આછો પાતળો બ્રેક લઇ લીધો…

View original post 5,104 more words

 
2 Comments

Posted by on November 4, 2014 in Uncategorized

 

મમ્મીની રાહમાં


ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

  ઘણા વખત પછી હું મારા બ્લોગમાં નવી પોસ્ટ મૂકી રહ્યો છું. આ વખતે હું એક, મેં લખેલી નવી વાર્તા ‘મમ્મીની રાહમાં’  મૂકી રહ્યો છું. આશા છે કે મારા વાંચકો ને તે ગમશે.                                                                      

                                                                          મમ્મીની રાહમાં

‘હરીશભાઈ, બસ હવે, રોવાનું બંધ કરો. મનમાં થોડી શાંતિ રાખો. ગયેલું માણસ થોડું પાછું આવવાનું છે ?’

‘હરીશભાઈ, હવે તો તમારે તમારા આ છોકરાનું ધ્યાન રાખવાનું છે. મા વગરના પાંચ વર્ષના છોકરાને ઉછેરીને મોટો કરવાનો છે. એમ હિંમત હારી જશો તો કેમ ચાલશે…

View original post 1,154 more words

 
 

( 548 ) છેલ્લે તો આપણે બે જ હોઈશું… ઘડપણનું કાવ્ય … કવી મૃગાંક શાહ


વિનોદ વિહાર

ઘડપણ વિશેના ૧૩ લેખોને આવરી લેતી પોસ્ટ નમ્બર 547 ના અનુસંધાન રૂપે શ્રી ઉત્તમભાઈ

ગજ્જર એ એમના ઈ-મેલમાં મોકલેલ કવી મૃગાંક શાહ રચિત કાવ્ય રચના

” છેલ્લે તો આપણે બે જ હોઈશું” ,એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે  .

બે વર્ષ પહેલાં કવી મૃગાંક શાહે રચેલી નીચેની રચના ભારે લોકપ્રીય બની હતી.

એમના પ્રથમ કાવ્યસંગ્રહ(‘વજુદ’)ના ચોથા ટાઈટલ પેજ પર તે હતી.

છેલ્લે તો આપણે બે જ હોઈશું

Old couple- Life long love

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ,

એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જહોઈશું.

 

જે કહેવું હોય એ કહી લે,

જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર) શોધવા છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

હું રીસાઈશ તો તું મનાવજે,

તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

આંખો જયારે ઝાંખી થશે,

યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

ઘુંટણ જ્યારે દુઃખશે, 

કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ…

View original post 203 more words

 
1 Comment

Posted by on October 7, 2014 in Uncategorized

 

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪


કુરુક્ષેત્ર

પ્યારા મિત્રો,

ગુજરાતી બ્લોગ જગતમાં બેસ્ટ કહી શકાય તેવા બ્લોગ કયા અને કેટલા ? શ્રી વિનય ખત્રીનાં બ્લોગ ફનગ્યાન ઉપર બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટેના નોમિનેશન લેવાનું શરૂ કર્યું છે. સરેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર. સર્વેક્ષણના તારણો ધનતેર્સ ૨૧ ઑક્ટોબરના રજુ થશે.

આ સર્વેમાં ભાગ લેવા માટે ક્લિક: http://funngyan.com/bgbs14/ કરો અને સર્વેક્ષણમાં ભાગ લેવાની વધુ વિગત મેળવો.

View original post