RSS

Category Archives: Uncategorized

Mrugeshbhai Shah


Mrugeshbhai Shah.

 
 

પ્લેનેટજેવી એક્સક્લુઝિવ : જ્યોતિષ કલશ છલકે ?


planetJV

DSC02243

અબ કી બાર કોની સરકાર રચાશે, એ ચિત્ર આમ તો કાલે સ્પષ્ટ થઇ જશે. બહુમતી નોર્મલ ( ઓપરેટિવ વર્ડ: નોર્મલ) ગુજરાતીઓ દિલ્હીનું મિત્ર જગદીપ નાણાવટી કહે છે, એમ “મોદીલ્હી” થતું જોવા થનગનતા હશે. એક્ઝીટ પોલના આધારે તો નરેન્દ્ર મોદીને ચેનલોએ ત્રણ દિવસથી વડાપ્રધાન બનાવી એમની કેબિનેટ પણ રચી નાખી છે. ધારો કે, મોદી વડાપ્રધાન ન બને , ( જો અત્યારે ન બને, તો નેક્સ્ટ ટાઈમ બની જ જાય એવો શોલેનાં સિક્કા જેવો ઘાટ રાજકીય ગણતરીઓ મુજબ છે !) તો પણ આખા દેશમાં જુવાળ સર્જી મીડિયા પૂરતા તો પી.એમ. બની જ ગયા ત્યાં સુધી પહોંચ્યા – એ તો મંદબુદ્ધિના ના હોય એ સિવાય એમના દુશ્મને પણ સ્વીકારવી પડે એવી હકીકત છે.

પણ જો કોઈ તમને એમ કહે કે ડિસેમ્બર ૨૦૦૨થી આજથી ૧૨ વર્ષ પહેલા જ ખબર હતી, કે નરેન્દ્ર મોદી વિજયકળશ સુધી દેશભરમાં પહોંચીને પી.એમ. બની જશે તો ત્યારે એ વાત મોદી ખુદ પણ માની ના શકે. એ સમયે મોદી માટે…

View original post 879 more words

 
 

પ્રેમ – પાંચમો વેદ


હેમનું હલકું ફૂલકું...

પ્રયત્નનાં પ્રાંગણમાં ફેલાયેલું અજવાળું આજે કઇંક જુદો જ ઈશારો કરી રહ્યું હતું ..ને આખી રાતના ઉજાગરા પછી  થોડીક વાર માટે મીંચાયેલી અધમૂઇ આંખો આ અજવાળાથી અંજાઈ ગઈ હતી .

            શું હતું આ રાત ઉજાગરાનું કારણ કે જેનું કોઈ જ મારણ ન હતું. અમથે અમથી નાની વાત , વટે ચડીને  શિયાળામાં થીજી ગયેલી રૂ ની વાટ જેવી થઈ ગઈ હતી . એક દિવાસળીની આગ હવે એને પ્રજ્વલ્લિત કરવા અક્ષમ છે કોણ જાણે કેટલી દિવાસળી તેની જાતને જલાવશે આ વાતને રાખ કરવા॰…ને રાખ થશે કે કેમ એ  સવાલ છે..ડર છે કે જલી ગયેલી સીંદરી જેવા હાલ ન થાય..કે જલી તો જાય પણ વળ ન છોડે.ખેર મગજના દરવાજા બંધ થઈ ગયા છે દિલના દરવાજામાંથી જ આ આવન જાવન થઈ રહી છે….કોની ? ના સમજ્યા ?

         પ્રેમ નામના સંબંધની દોર આજે લક્ષ્મણ ઝુલાની જેમ બે સમાન તથ્યો વચ્ચે ઝૂલી રહી છે, બંને પક્ષે કારણો સરખા પરંતુ તારણો જુદા જુદા.સમાંતરે વહેતા ખ્યાલોના મૂળને…

View original post 449 more words

 
 

યારા – દિલદારા – દુ:ખિયારાં !


superb

planetJV

Les Miserables-Cosette

વર્ષોથી મારી આ અતિપ્રિય એવી કૃતિ “દુખિયારાં” ઉપર લખવાનું હું ટાળતો હતો. કારણ કે , જે અનુભવ્યું એ પૂરું વ્યક્ત નહિ કરી શકું એવું લાગતું હતું. આવી જ રીતે ગયા વર્ષે જ ‘સાહસિકોની સૃષ્ટિ’ પર લખાયું અને હવે ૧૫૦ વર્ષ અને ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ નિમિત્તે થયું કે અત્યારે જો નહિ લખું તો ક્યારે લખીશ ? અને ત્રણ ભાગમાં આ પહોળા પને લખ્યું. ( આથી એ લાંબા આસ્વાદોની લાલચ પર લગામ રાખવી જોઈએ. કારણ કે તો તો પછી મહાનવલ જ ના લખી નખાય નવી ? lolzzz)  અને મને મારી આ સ્વતંત્રતા વહાલી છે, બાકી બીજા કયા તંત્રીમાં ત્રેવડ હોય આ બધું યથાતથ છાપવાની ? પણ મને બહુ જ વ્હાલ મળ્યું છે ‘ગુજરાત સમાચાર’નું કે હું આ બધું મારી મોજથી લખી શકું છું.

અને આ નાનકડી લેખત્રયી ( triology ) વાચકોને ખૂબ ખૂબ ગમી. લખી લખીને તમે બધા શું ઉકાળી શકો ? એવા સવાલનો મારી પાસે લાંબો જવાબ તૈયાર હોય છે. પણ…

View original post 6,577 more words

 
1 Comment

Posted by on October 17, 2013 in Uncategorized

 

ટ્રાફિક


હેમનું હલકું ફૂલકું...

ભરચક ટ્રાફિકમાં સામે રસ્તે જવા માટે બધા જ વાહનોને પસાર થઈ જવા દેવા પડે છે તો જ રસ્તો ક્રોસ કરી શકાય છે અને આટલા બધા ટ્રાફિક વચ્ચે પણ એક સમય એવો આવે છે જ્યારે આપણાં જવા માટે રસ્તો ખાલી થઈ જાય અથવા ટ્રાફિક હળવો થઈ જાય ..બસ જીવનના રસ્તે આવી ચડતી મુશ્કેલીનું પણ આવું જ છે..ક્યાય માર્ગ ન દેખાતો હોય સામે તકલીફોના પાર ન હોય છતાય એક સમય એવો આવે જ છે જ્યારે આપણાં માટે એ રસ્તો ખૂલી જાય …….આ બંનેમાં સામ્યતા એક જ છે ..સામે પાર જવા માટે રાખવી પડતી ધીરજ.

 

hemal dave

View original post

 
1 Comment

Posted by on September 11, 2013 in Uncategorized

 

સદા,


આપણે એકબીજાના સ્મરણમાં રહીશું સદા,
કલ્પનાના ભીનાભીના રણમાં મળીશું સદા.

શરીર આપણાં ભલે અલગ થયા સદા માટે,
સ્વપ્નોના આપણાં આંગણમાં રમીશું સદા.

દુઃખમાં ભલેને યાદ ન કરીએ એકબીજાને,
ખુશીઓના બધાં આમંત્રણમાં લખીશું સદા.

ભૌતિક અંતર કાયમજ રહેશે આપણી વચ્ચે,
પરસ્પર આત્માના કણકણમાં ભળીશું સદા.

આ મોંઢે ભલે સ્મિત હશે બનાવટી ‘અખ્તર’
પણ નયનોથી વહેતા શ્રાવણમાં વહીશું સદા

 
 

Tags:

જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…


Planet GUJARAT

જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે.

ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.

ત્રણેય ઝાડ કપાયાં. ત્રણેય દુ:ખી થયાં. એમના ધાર્યા પ્રમાણે કશું ન થયું પણ ઘાસ…

View original post 199 more words