RSS

Tag Archives: chetan thakrar

બે લાખ


દોસ્તો,  આપ સૌ મુલાકાતીઓ નો ખુબ ખુબ આભાર, આપ બધા ના પ્રેમ અને સાથ થી આ બ્લોગ ને ૨ વરસ ના ગાળા મા 1,00,000 HIT મળી ચુકી હતી એ વાત મેં ફક્ત બે મહિના પેલા કહી હતી…. અને આ બે મહિનામાં તમે લોકો એ જે પ્રેમ થી આ બ્લોગ ની મુલાકાત લીધી છે જેને લીધે ફક્ત બે જ મહિના માં જે સફર બે વરસ થયું  તું આ બ્લોગ ને એ બે મહિનાં માં પૂરું થયું … એટલે કે બે લાખ HIT મળી ચુકી છે આ બ્લોગ ને. અને આ તૂફાન માં શાયરી નો અને WhatsApp નો ફાળો બહુ મોટો છે , અને હું જે શાયરી ના ગ્રુપ માં છું એ મિત્રો નો અને એડમીન નો પણ ફાળો ઓછો નથી. જેમ કે આનંદભાઇ, ગોવિંદભાઇ રાઠોડ, નીમેશભાઈ ઉર્ફે ટીનુભાઈ (+919892883020) નો પણ ખુબ ખુબ આભાર કે જેમણે મને આવા સરસ ગ્રુપ માં સામીલ કર્યો અને હું એ બધા ગ્રુપમાંથી મારી ગમતી શાયરી કોપી કરી, સાચવી અહી પોસ્ટ કરી શક્યો…. આપ સહું ને જે પણ અમારા ગ્રુપ માં જોડવા માંગતું હોઈ તે ઉપર આપેલા નંબર પર WhatsApp પર મેસેજ કરી જોઈન કરી શકે છે. અને બાકી તમારી પાસે મારો નંબર તો હશે જ (+919558767835).

 
4 Comments

Posted by on August 27, 2014 in અંગત

 

Tags: , ,

બાપુ


બાપુ એક વિચીત્ર પ્રાણી છે એ વધારે પડતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવામાં આવે છે જગડાના સમયે એ ભારી માત્રામાં એકત્રીત થઇ દુશ્મનો પર હુમલો કરે છે, બાપુ નામનું પ્રાણી જોક બનાવવામાં પણ ખૂબ ઉપયોગી છે

જન્મ લઇને ૧૬ વર્ષ સુધી એ પોતાની બાપુગીરી માટે તડપે છે એ કોઇનાથી ડરે નહિ એવું નિડર પ્રાણી છે પરંતુ “બા”થી એ જાળવા કાપે… જ્યારે એ દારુનું સેવન કરે છે ત્યારે એ ‘હુળ હુળ દબંગ’ બની જાય છે, અડધાથી વધારે બાપુ પોલીસ અને લશ્કરમાં છે ૩૦% એસ.ટી. ચલાવે છે ૧૫% ફાઇનાન્સમાં કામ કરે છે જ્યારે બાકીના ૫% દેશી દારૂના બિજનેશ સાથે સંકળાયેલા છે

૫૫% બાપુના મૃત્યુ દારૂના સેવનથી થાય છે ૩૦% અંદરો અંદરના જગડાના લીધે જ્યારે ૧૫% બાપુઓ બીજાઓના જગડાઓ વિના કારણે ઉછીના લેવામાં ખપી જાય છે.

બળવાથી લઇને ઠરવાં સુધીની પ્રકિયામાં પોતાનો આકાર ન ગુમાવવાના ગુણધર્મના લીધે ગુજરાતીમાં કહેવત પડી છે “સીંદરી બળી જાય પણ વળ ના જાય”, જાણકાર સૂત્રોનું કહેવું છે કે વડમાં જે ટેટા થાય છે એનું નામ કરણ પણ બાપુઓની “ટેટાઇ” પરથી થયું હોવું જોઇએ

આપ ગર્મીમાં જે ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છો એ “વા” (પવન)નું ઉત્પતી સ્થાન પણ આ બાપુ નામનું પ્રાણી જ છે “વા” આ પ્રાણીમાં જરૂરતથી પણ વધારે માત્રામાં જોવા મળે છે બાપુનું નવજાત શિશુ આ “વા”નાં કારણે પાંચ કલાક પાંણીમાં તરેલું આ પ્રયોગ દુનિયાભરના ધુરંધર વૈજ્ઞાનિકો દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલો(પરંતુ સત્ય હકીકત બાપુના નાનેરા છોરુને પણ તલવાર હમોરતા આવડે અને દરબારોની દીકરીયુંને તલવાર હમોરતા જુઓ તો જગદંબાને પણ ભૂલી જાઓ) … વાદરી હારૂ ભેંહ મારવાના ઉદાહરણ તો એના અમર છે ઇતીહાસમાં…

“જય માતાજી” આ પ્રાણીનો ટ્રેડમાર્ક કહેવાતો પરંતુ છેલ્લા થોડા સમયથી કોઇ અગમ્ય કારણોસર અમુંક બાપુઓએ સ્વેચ્છાએ “બાપા સીતારામ”નો ટ્રેડમાર્ક અપનાવ્યો છે

હમેંશા દિમાગની તાવડી તપેલી રાખતાં આ પ્રાણીઓનું તખલ્લુસ “સિંહ” છે… સિંહના ટોળા ન હોય પરંતુ જ્યારથી બે કાવડીયાનું વાંદરું સિંહને બુહટનો ઘા કરી ગયું ત્યારથી લગભગ આ પ્રાણી ટોળાના સ્વરૂપમાં જોવા મળે છે અંતમાં આ પ્રાણીઓનો ઇતિહાસ ખૂબ જ ઉજળો છે સૌરાષ્ટ્રના ઇતિહાસમાંથી બાપુઓનો ઇતિહાસ બાદ કરવામાં આવે તો ઇતિહાસના પન્ને ખમીરવંતી ખુમારીનો શૂન્યાવકાશ સર્જાય એવું જાણકારોનું કહેવું છે

 

Tags:

મને ફક્ત તું જ ગમે


તું મને પૂછે કે બોલ તને શું શું ગમે ?
સાચું કહું તો રાત-દી તું સાથે રહે તો ગમે
એ શક્ય નથી તો સપનાનો સથવારો ગમે
તારા વિરહમાં સર્જાતો ખાલીપો ગમે
તારી યાદોનો મહેકતો ગુલદસ્તો ગમે
શ્વાસની આવનજાવનમાં તારો વર્તારો ગમે
હવામાં તારા અસ્તિત્વનો અણસારો ગમે
આ બધુ જ તે વગર માંગે આપ્યું છે પછી
બસ હવે તો તું સમજી જા મને ફક્ત તું જ ગમે …Deepa Sevak.

 

Tags: ,

હતો તારો ને મારો સંબંધ ..


હતો તારો ને મારો સંબંધ ..
રાધા ને શ્યામ જેવો …
મૈત્રી ભર્યો ….
મસ્તી ભર્યો …
ઊંડાણ ભર્યો …..
સ્નેહ ભર્યો …..
નિ:સ્વાર્થ ભર્યો …

એટલે જ કદાચ ….
અંત પણ આવ્યો ….
વિરહ ભર્યો …..

ગીતા

 

Tags: ,

મારા અશ્રુના ખારા પાણીથી ઈશ્વર ઝરણા ભરે છે.


ક્યારેક મારા આલિંગનમાં કલાકો રહેવાવાળા,
રસ્તે પસાર થાય તો મારી અવગણના કરે છે.

જીવથી વ્હાલો હતો જેનો હું કૈંક કેટલાય વર્ષોથી,
આજે હવે અજાણ્યા બની કેવી આ છલના કરે છે.

વિતાવ્યા દરેક ક્ષણ હસી-ખુશીથી તેમની સાથે,
સ્મરણો તે દિવસોના રોજ દિલમાં ધરણા કરે છે.

રડાવીને ઈશ્વરને શું મળ્યુ હશે ? શું જાણે ‘અખ્તર’,
મારા અશ્રુના ખારા પાણીથી ઈશ્વર ઝરણા ભરે છે.

 

Tags: , ,

મને રાવણ જેવો ભાઈ જોઈએ.


માં : દીકરી, તારે ભાઈ જોઈએ છે કે બહેન ?

દીકરી: મને ભાઈ જોઈએ છે માં, પણ આજ કાલ ના છોકરાઓ જેવો નહિ, મને રાવણ જેવો ભાઈ જોઈએ.
.
..
….
…..
……
રાવણ જેવો ભાઈ જોઈએ જેણે પોતાના દેશ માં રહેવા છતાં બીજા દેશ ની સ્ત્રી ( સીતા મૈયા ) ને એની મરજી વિરુદ્ધ હાથ પણ ના લગાડ્યો.
ભાઈ જોઈએ રાવણ જેવો, જે રાક્ષસ કુળ માં જનમ લેવા છતાં એને વેદ પુરાણ નું જ્ઞાન હતું.
ભાઈ જોઈએ રાવણ જેવો, જેણે પોતાની બહેન (સુર્પણખા) ની આબરૂ માટે ભગવાન ને પણ લલકારી દીધા હતા.
 

Tags: ,

હું સવાર ને રોજ પૂછું છું


હું સવાર ને રોજ પૂછું છું
સવાર તું રોજે પડે છે
તો તને વાગતું નથી?
સવાર કહે, વાગે તો છે જ
પણ ઝાકળ બની ને રડું છું
એ કોઈને સમજાતું નથી.

 

 
1 Comment

Posted by on November 30, 2012 in સરસ

 

Tags: ,