RSS

Monthly Archives: મે 2017

ગુજરાત


જય શ્રી કૃષ્ણ,

આજે તમે મને બોલવા માટે “ગુજરાતનો વિકાસ ગૃહિણી ની નજરે ” વિષય આપ્યો છે, એ માટે હું આપની આભારી છું કારણકે ગુજરાત મારી જન્મભૂમિ છે અને સાથે પ્રિય ભૂમિ પણ છે.

વિકાસ ની વાત કરતાં પેલા થોડી વાત ઇતિહાસ ની કરું.

ગુર્જરોનો દેશ એટલે ગુજરાત. ગુજરાતી ભાષા બોલતો પ્રદેશ એટલે ગુજરાત.

પારસી કવિ શ્રી અરદેશરના કાવ્યની એક પંક્તિ, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિ ગુજરાતી લોકોની ઓળખ સમાન બની ગઈ છે અને એ વાત એટલી સાચી પણ છે કે જ્યાં પણ તમે ગુજરાતી વ્યક્તિને જોશો ત્યાં તમને ગુજરાતની ખુશબૂનો અહેસાસ થશે.

ગુજરાત પર્વત, નદીઓ, દરિયાકિનોરો, વનપ્રદેશ ધરાવતો એક સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં વિવિધ તહેવારો, ઉત્સવો, મેળાવડાનું પણ આયોજન થતું હોય છે. ગુજરાતનાં ઢોકળા અને થેપલાં વિશ્વભરમાં જાણીતાં છે.

ઔદ્યોગિક દૃષ્ટિએ ગુજરાત ભારત દેશનું મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજ્ય છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર ઘણો ઊંચો છે. ગુજરાતમાં ઘણા વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. અને તેમાં ગુજરાતીઓ નું યોગદાન બહું મોટું છે. નામ તમને બધાંને ખબર જ છે.

આજ થી 30 ય 40 વર્ષો પેલાં ના ગુજરાત માં અને આજ ના ગુજરાત માં બહુ ફેર છે, ગુજરાત સાથે લોકો ની માનસીક્તાઓ નો પણ વિકાસ થયો છે. સ્ત્રીઓ educated અને confident થઇ છે, ઘર ની જવાબદારી સાથે વ્યવસાય અથવા નોકરી પણ સારી રીતે કરતી થઇ છે. independent થઇ છે આજ ની ગૃહિણી, આજે એની કોખ માં દિકરી હોય તો પણ એ ખુમારી થી એને જન્મ આપે છે અને ગૌરવ લે છે જે પહેલાં શક્ય નહોતું , કડવું છે પણ સાચું છે.

બીજાં રાજ્યો ની સરખામણીમાં ગુજરાતમાં સ્ત્રીઓ ની સેફ્ટી સારી છે. આજે સ્ત્રીઓ મોડી રાત સુધી એકલી બહાર હરિ ફરી શકે છે, job પાર થી મોડું થયું હોય તો પણ બેફિક્ર એકલા ઘરે જય શકે છે,સવારે જોગિંગ માટે જઈ શકે છે ( ફિટનેસ conscious થઇ છે આજની નારી।) મહિલાઓના વિકાસ અને જાગૃતિકરણ માટે ખુબ બધી સંસ્થા ગુજરાત સરકાર સાથે કામ કરે છે.

પહેલાં સ્ત્રીઓ ને ક્યાંય આવું-જાવું હોઈ તો રીક્ષા યા બસ માં મુસાફરી કરવી પડતી, હવે તો બધા પ્રકાર ના વાહન ચલાવતી થઇ ગઈ છે.

પહેલાં જ્ઞાન માટે નાં આટલા source નહોતા, આજે આંગળી ના ટેરવે દુનિયાભર ની માહિતી મળતી થઇ ગઈ છે અને એનો ઉપયોગ ગૃહિણીઓ પણ ખુબ કરે છે, રસોઈકળા ની માહિતી થી લઇ ને જીવનસાથી ની માહિતી એ આસાનીથી મેળવી શકે છે. ઘર બેઠાં બધી માહિતી મેળવી શકે છે, social networking માં ગ્રુપ બનાવીને સરસ activities કરતી થઇ છે. પહેલાં સ્ત્રીઓ ને ક્યાંય આવું-જાવું હોઈ તો રીક્ષા યા બસ માં મુસાફરી કરવી પડતી, હવે તો બધા પ્રકાર ના વાહન ચલાવતી થઇ ગઈ છે.

ગુજરાતનાં વિકાસ ની વાત માં અંતે એ પણ કહું છું કે એક મુખ્યમંત્રી પણ મહિલા રહી ચુક્યા છે અને IPS / IAS અધિકારી કક્ષાએ પણ મહિલાઓ હવે પોતાની ફરજ બજાવે છે. શૂન્ય પાલનપુરી ની એક રચના સાથે મારી વાત પૂરી કરું છું.

” શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું ,

મૃત્યુ ટાણે પણ મળે, જો ગોદ ‘મા’ ગુજરાતની.

-એક શિક્ષકમિત્ર માટે લખી આપેલ.

– ચેતન ઠકરાર

9558767835

02-05-2017

 

ટૅગ્સ: ,