RSS

Monthly Archives: એપ્રિલ 2013

શૂન્ય


શૂન્યથી લગાવ અજબ છે આ મારી જિંદગીનો
માંડ થોડો આગળ વધું, ફરી લાવે છે શૂન્ય પર.

એટલી વખત ઉંચે ઉડીને પડ્યો છું આભ પરથી,
દુનિયાને લાગે છે કે મને હવે ફાવે છે શૂન્ય પર.

પગથીયા ચઢતા કડી પગ લપસે,કે સીડી ખસકે,
મંઝીલજ મારી હવે તો કદાચ લાગે છે શૂન્ય પર.

મેળવીનેજ જંપીશ મુકામ જે હાસિલ કરવું છે મારે,
ભલેને હજારોવાર જિંદગી મને અટકાવે શૂન્ય પર.

 

હું, તું,


હું, તું,
તું, હું.

તું નૈ,
નૈ હું.

તું છે,
છું હું.

તું નૈ,
શું હું.

જો તું,
છું હું.

 

મને ફક્ત તું જ ગમે


તું મને પૂછે કે બોલ તને શું શું ગમે ?
સાચું કહું તો રાત-દી તું સાથે રહે તો ગમે
એ શક્ય નથી તો સપનાનો સથવારો ગમે
તારા વિરહમાં સર્જાતો ખાલીપો ગમે
તારી યાદોનો મહેકતો ગુલદસ્તો ગમે
શ્વાસની આવનજાવનમાં તારો વર્તારો ગમે
હવામાં તારા અસ્તિત્વનો અણસારો ગમે
આ બધુ જ તે વગર માંગે આપ્યું છે પછી
બસ હવે તો તું સમજી જા મને ફક્ત તું જ ગમે …Deepa Sevak.

 
Leave a comment

Posted by on એપ્રિલ 24, 2013 માં Deepa Sevak, Poems / कविताए

 

ટૅગ્સ: ,