RSS

Category Archives: Dr. Akhtar Khatri

નિરાંત


તારો પડછાયો રાતની નિરાંત.
તારા સ્મરણ એકાંતની નિરાંત.

જીવવાનું એકમાત્ર કારણ છે તું,
નહીં ભૂલવાની વાતની નિરાંત.

નથી તું પણ છે જ, ક્યાં જઈશ ?
ના જુદા થાય તે સાથની નિરાંત.

ચિંગારી છે હજુ, અજવાળું થશે,
આશભરી પ્રેમ-રાખની નિરાંત.

સ્મરણ થકી જ જીવશે ‘અખ્તર’
મળી ગયેલા તે ઈલાજની નિરાંત.

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 31, 2021 માં Dr. Akhtar Khatri

 

आ जाओ अब


जब नज़रें पहेली बार मिली थी, उस पल की कसम है,
और उल्फ़त की कली खिली थी, उस पल की कसम है ।

बाहों में बाहें डाल कर, पा लिया था हमने सब कुछ,
सारी ज़िन्दगी हमने जी ली थी, उस पल की कसम है ।

गंवारा नहीं थी एक पल की जुदाई भी, हमे उस वक़्त,
साथ निभाने की कसमें खा ली थी, उस पल की कसम है ।

लोगों ने बहोत कुछ कहा, पर तुम कुछ नहीं बोले जब,
अपनी ज़ुबान को तुमने सी ली थी, उस पल की कसम है ।

लौट आओ की ज़िंदा हो तुम भी, ज़िंदा है ‘#अख़्तर’ भी,
ख़्वाहिशें ज़हर समज के पी ली थी, उस पल की कसम है ।

-अख़्तर खत्री

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 3, 2020 માં Dr. Akhtar Khatri

 

मैं तुमसे बात करूँ या ना करूँ


मैं तुमसे बात करूँ या ना करूँ,
प्यारभरी रात करूं या ना करूँ ।

याद रखो तुम मेरे कण कण में हो,
तुम्हे फ़िर याद करूँ या ना करूँ ।

ज़रूरी जब होगा, तुम आओगे,
तुम्हे कभी साद करूँ या ना करूँ ।

मेरी ज़िन्दगी सिर्फ़ तुम्हारी ही है,
इश्क़ का इज़हार करूँ या ना करूँ ।

प्यारे ही इतने हो तुम ‘अख़्तर’ को,
वारी मेरी ज़ात करूँ या ना करूँ ।

-अख़्तर खत्री

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 27, 2020 માં Dr. Akhtar Khatri

 

અને બીજુ તું


મારા જીવનમાં ફક્ત બે જ વ્યસન, એક કવન અને બીજુ તું,
જેના થકી ચાલે મારું શ્વસન, એક પ્રભુને નમન અને બીજુ તું.

કાવ્યો મારા ઉતરે છે હૃદય સોંસરા, જે પણ વાંચે છે એકવાર,
જેમનાથી શબ્દોમાં છે વજન, એક તારી લગન અને બીજુ તું.

એકમય થઈને આપણે લખીશું રોજ એક નવું પ્રકરણ પ્રેમનું,
મળ્યું છે જ્યાં મને પ્રેમનું શરણ, એક તારું મન અને બીજુ તું.

નથી ગમતું નીકળવું જેની બહાર મને, એ તારો પડછાયો છે,
જેમનું આ જીવનમાં છે ચલન, એક પ્રેમ ગગન અને બીજુ તું.

ઈચ્છા બંને પૂરી થઈ ‘ #અખ્તર’, લાગી ન જાય કોઈની નજર,
ન માંગે કશું હવે મારું આ મન, એક હૈયે અમન અને બીજુ તું.

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 6, 2020 માં Dr. Akhtar Khatri

 

અઘરું છે


તું કલ્પના છે, ખેવના છે, શમણું છે,
તું નહીં તો હું નહીં, તું જ સઘળું છે.

દરેક ક્ષણ જીવનની, છે તને અર્પણ,
ભલે તું કહે, મારું ઝનૂન જબરું છે.

વિચારું તને ને સહજ બને જીવન,
તારું કલ્પન, તારી માફક નમણું છે.

માંગુ શું હવે તને પામી લીધા પછી,
જે મળ્યું, ચાહ્યા કરતા બમણું છે.

ન વીતે સમય, જો તું નારાજ હોય,
‘અખ્તર’ નું શ્વસવું પણ અઘરું છે.

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 18, 2020 માં Dr. Akhtar Khatri

 

અચૂકપણે


કોઈ રહે ન રહે, હું સંગાથે રહીશ અચૂકપણે,
કોઈને ગમે ન ગમે, તને પ્રેમ કરીશ અચૂકપણે.

સુખમાં હસીશું સંગાથે, દુઃખમાં સહારો બની,
તું જ્યારે રડશે, તો હું પણ રડીશ અચૂકપણે.

ઈચ્છે તો પણ ભુલાવી નહીં શકે મને, કેમ કે,
રોમ રોમમાં, કણ કણમાં ભળીશ અચૂકપણે.

કદી જો જુદા થઈએ તો ફરીથી એક થઈશું,
તારી વાટ નિહાળતો તને મળીશ અચૂકપણે.

વચન છે, સાથે જીવવા, મરવાનું, ‘#અખ્તર’,
જે ક્ષણે તું, તે જ ક્ષણે હું મરીશ અચૂકપણે.

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on જૂન 24, 2020 માં Dr. Akhtar Khatri

 

नहीं


चाहे आज तक मैंने तुजे कभी कहा नहीं,
डर तुजे खो देने का कभी मुझे लगा नहीं ।

लापरवाह तो हूँ ज़रा सा, मान लिया मैंने,
पर वो क़ीरदार है मेरा, मेरी ख़ता नहीं ।

ये तो तुम्हें भी पता ही होगा यक़ीनन की,
नाराज़ होता हूँ कभी कभी, पर बेवफ़ा नहीं ।

हर सांस, हर धड़कन सिर्फ़ तुम्हारी ही है,
तुम्हारे अलावा जीने की कोई वजा नहीं ।

कभी ना दिखूं तो ढूंढना नहीं ‘अख़्तर’ को,
मिलूंगा तुम्हारे दिल में, और कोई जगा नहीं ।

-अख़्तर खत्री

 
Leave a comment

Posted by on જૂન 17, 2020 માં Dr. Akhtar Khatri

 

भूल जाया ना करो


अपने एहसासों को यूँ छुपाया ना करो,
चुप रह कर तुम मुझे यूँ सताया ना करो ।

अल्फ़ाज़, ख़ामोशी से अच्छे ही होते हैं,
सिर्फ़ इशारों से इश्क़ को जताया ना करो ।

कुछ बेचैन सा हो जाता है, ये मेरा मन,
रूठ कर के मेरी जान जलाया ना करो ।

ख़ुद आ कर के जान लो तुम मेरा हाल,
गैरों से ऐसे मेरा हाल पुछवाया ना करो ।

बिछड़ कर तुमसे, जी नहीं पाऊंगा मैं,
‘अख़्तर’ तुम्हारा है, भूल जाया ना करो ।

-अख़्तर खत्री

 
Leave a comment

Posted by on જૂન 9, 2020 માં Dr. Akhtar Khatri

 

तितर बितर


हमारे इस आशियाने को तितर बितर नहीं होने देना है,
कुछ हो जाए ज़माने को तितर बितर नहीं होने देना है ।

जान लगा देंगे, लूटी ख़ुशियाँ वापस लाने के लिए,
मुल्क के हर दीवाने को तितर बितर नहीं होने देना है ।

मज़हबी एकता ही जान रही है, इस बेहतरीन मुल्क की,
भारत के इस ख़ज़ाने को तितर बितर नहीं होने देना है ।

पाना है सब से ऊंचा मुकाम हमे इस सारे संसार में,
वहीं रहेगा, उस निशाने कोतितर बितर नहीं होने देना है ।

हर एक व्यक्ति ख़ुश होना चाहिए मेरे मुल्क का ‘#अख़्तर’,
खुशियों के इस पैमाने को तितर बितर नहीं होने देना है ।

-अख़्तर खत्री

 
Leave a comment

Posted by on જૂન 3, 2020 માં Dr. Akhtar Khatri

 

રહે છે


તું જ છે જે કાયમ જ મારી અંદર રહે છે,
મૌન ધરી મુજથી વાતો નિરંતર કરે છે.

શોધે છે બધા મંદિર ને મસ્જીદમાં તને,
અલ્લાહ કહે છે કદીક કોઈ ઈશ્વર કહે છે.

શુદ્ધતા જેવી તુજમાં, તું ચાહે માનવમાં,
સ્વાર્થ હોય મનમાં, પછી અંતર વધે છે.

આંખ બંધ ને તું હાજર, અજવાળું લઈને,
તને પામવાને બીજો ક્યાં મંતર મળે છે.

શ્રદ્ધા અતુટ મારી, તુજ પર સદા ‘#અખ્તર’
તારો હાથ આ મારા માથે સદંતર જડે છે

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on જૂન 2, 2020 માં Dr. Akhtar Khatri

 

તને બસ હું ગમતો રહું


તને બસ હું ગમતો રહું,
તારા હૈયે હું રમતો રહું.

વાંચું તારો ચહરો સદા,
અને તને હું લખતો રહું.

તું સૂર્ય ને હું ધરા જાણે,
આજુંબાજું હું ફરતો રહું.

જાણું છું તું છે મારી બસ,
ખોઈ દેતા હું ડરતો રહું.

ખુદને સોપું તને ‘#અખ્તર’,
આલિંગનમાં સરતો રહું

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on મે 28, 2020 માં Dr. Akhtar Khatri

 

પ્રેમ


મૌન સમજાય તો જ સફળ છે પ્રેમ,
નહીં તો પછી, પળ બે પળ છે પ્રેમ.

તરસ, તડપની પણ મોજ છે એમાં,
નહીં તો લાગશે કે મૃગજળ છે પ્રેમ.

દૂર હોય કે પાસે, મમત રહે કાયમી,
તોડે બધી જ હદ, એ બળ છે પ્રેમ.

ઘણાં પ્રશ્નો તેમાં, ઉત્તર વગરના ય,
એટલે માને બધા કે અકળ છે પ્રેમ.

અપેક્ષાઓ જ્યાં વધારે છે ‘અખ્તર’
બંનેને લાગશે કે ફક્ત છળ છે પ્રેમ.

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on મે 26, 2020 માં Dr. Akhtar Khatri

 

રહું


તને બસ હું ગમતો રહું,
તારા હૈયે હું રમતો રહું.

વાંચું તારો ચહરો સદા,
અને તને હું લખતો રહું.

તું સૂર્ય ને હું ધરા જાણે,
આજુંબાજું હું ફરતો રહું.

જાણું છું તું છે મારી બસ,
ખોઈ દેતા હું ડરતો રહું.

ખુદને સોપું તને ‘#અખ્તર’,
આલિંગનમાં સરતો રહું.

-ડો. અખ્તર ખત્રી

 

 
Leave a comment

Posted by on મે 24, 2020 માં Dr. Akhtar Khatri

 

તારું નામ છે


જીંદગીનું સરનામું, એ તારું નામ છે,
સરસ અને મજાનું, એ તારું નામ છે.

સેંકડો કવિતાઓ લખી મેં જેની પર,
સુંદર રંગીન પાનું, એ તારું નામ છે.

કર્યું બધું જ તને અર્પણ ને હ્રદયમાં,
ધબકે જે છાનુંછાનું, એ તારું નામ છે.

ન નિહાળું તારા સિવાય કશું પણ હું,
કારણ ન એનું જાણું, એ તારું નામ છે.

અર્ચના કરે છે ‘#અખ્તર’ જેની કાયમ,
સ્વરૂપ પ્રભુનું નાનું, એ તારું નામ છે.

-Dr. Akhtar Khatri

 
Leave a comment

Posted by on મે 20, 2020 માં Dr. Akhtar Khatri

 

કર હવે


Pause તેં કર્યું છે, તું જ play કર હવે,
Spoil તારું કરેલું, તું જ okay કર હવે.

છતી આંખે આંધળા થઈ ગયા બધાય,
Night અંધારી કરી, તું જ day કર હવે.

રસ્તો ફક્ત ધૂળ ભર્યો દેખાય છે અત્યારે,
Destination પર લઈ જા, way કર હવે.

અસહ્ય થયું છે જીવન, ગરીબ, લાચારોનું,
Pain નહીં, સુખને કહે કે stay કર હવે.

વચન કે ચાલીશું, તારા કહ્યા રસ્તે ‘અખ્તર’,
Rise કર સૂર્ય ફરી, આશની ray કર હવે.

-Dr. Akhtar Khatri

 
Leave a comment

Posted by on મે 19, 2020 માં Dr. Akhtar Khatri