RSS

Monthly Archives: સપ્ટેમ્બર 2013

નથી જોઈતો


પ્રેમ આપવો હોય તો આપો
બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થઇ ગયું
લેખિત કરાર નથી જોઈતો.
જીવન બહુ સરળ જોઈએ
મોટો કારભાર નથી જોઈતો
કોઈ અમને સમજે એટલે બસ
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.
માણસમાં માનીએ છીએ
કોઈ ભગવાન નથી જોઈતો,
એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે
આખો પરિવાર નથી જોઈતો.
નાનું અમથું ઘર ચાલે
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,
ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે
લુચ્ચો માલદાર નથી જોઈતો.
મ્હો પર બોલતો મિત્ર ચાલે
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,
ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે
આખો દરબાર નથી જોઈતો.
રોગ ભરેલું શરીર ચાલે
મનનો કોઈ વિકાર નથી જોઈતો
જે કહેવું હોય એ સ્પષ્ટ કહો
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો
કવિતા ફોર્વડ ન કરો તો કઈ નહિ
પણ ગમ્યા નો ઢોંગ નથી જોઈતો.

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 13, 2013 માં Poems / कविताए, SELF / स्वयं, Very Nice

 

ટ્રાફિક


હેમનું હલકું ફૂલકું...

ભરચક ટ્રાફિકમાં સામે રસ્તે જવા માટે બધા જ વાહનોને પસાર થઈ જવા દેવા પડે છે તો જ રસ્તો ક્રોસ કરી શકાય છે અને આટલા બધા ટ્રાફિક વચ્ચે પણ એક સમય એવો આવે છે જ્યારે આપણાં જવા માટે રસ્તો ખાલી થઈ જાય અથવા ટ્રાફિક હળવો થઈ જાય ..બસ જીવનના રસ્તે આવી ચડતી મુશ્કેલીનું પણ આવું જ છે..ક્યાય માર્ગ ન દેખાતો હોય સામે તકલીફોના પાર ન હોય છતાય એક સમય એવો આવે જ છે જ્યારે આપણાં માટે એ રસ્તો ખૂલી જાય …….આ બંનેમાં સામ્યતા એક જ છે ..સામે પાર જવા માટે રાખવી પડતી ધીરજ.

 

hemal dave

View original post

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 11, 2013 માં Uncategorized