RSS

Monthly Archives: જુલાઇ 2012

સિંહ અને કુતરો


એકવાર એક કુતરો જંગલમાં થી પસાર થતો હતો. તેને રસ્તામાં સામેથી સિંહને આવતા જોયો, એને મનોમન વિચાર્યું કે આજે તો ખેલ ખલાસ, પ્રભુને પ્યારા થવા નો સમય આવી ગયો.પણ એ કુતરો પણ આપણા ગુજરાતીઓ જેવો સ્માર્ટ હતો.

એને રસ્તાની બાજુમાં હાડકાનો ઢગલો જોયો.,તે સિંહ તરફ પીઠ કરી ને તે હાડકા ચૂસવા લાગ્યો. અને બોલવા લાગ્યો.”આહાહા..આજે તો સિંહને ખાવાની મજા પડી ગઈ..સિંહ તો મને બહુ ભાવે છે, એક સિંહ હજુ ખાવા મળી જાય તો તો જલસો પડી જાય.”

આ સાંભળીને સિંહ ને થયું કે આ કુતરો તો બહુ ભયંકર લાગે છે…આનાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે.એટલે તે ચુપચાપ ત્યાં થી નીકળી ગયો..ત્યાં જ ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો આ બધું જોતો હતો.

તેને થયું કે આ કુતરા એ તો સિંહ ને જબરો ઉલ્લુ બનાયો..હું સિંહને જઈને બધું સાચું કહી દુ.. જેથી કરીને સિંહ જોડે દોસ્તી પણ થઇ જાય અને મને જંગલમાં કોઈથી ડરવું પણ નહી પડે.એટલે એ સિંહની પાછળ દોડ્યો..હવે એણે જઈને સિંહ ને બધી વાત કરી..

આ સાંભળીને તો સિંહ ખુબ ઉશ્કેરાયો…તેણે કહ્યું.”ચલ..હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખું” અને પછી વાંદરો સિંહની પીઠ પર સવાર થઇ ગયો..બન્ને પાછા કુતરા તરફ ચાલવા માંડ્યા. હવે જયારે વાંદરો સિંહ તરફ જતો હતો ત્યારે કુતરાએ એણે જતા જોયો હતો અને એ બધું સમજી ગયો હતો.

હવે એ સ્માર્ટ કુતરા એ બીજી યુક્તિ અપનાવી..એણે ફરીથી સિંહ તરફ પીઠ કરી…અને જેવા એ લોકો થોડા નજીક આવ્યા તે જોરથી બોલ્યો..“આ વાંદરાને ૧ કલાકથી મોકલ્યો છે…સાલો હજી સિંહ લઇને આવ્યો કેમ નહી??”.

બોધ : ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે શાંત ચિતે વિચારો તો રસ્તાઓ મળી જ રહે નીકળવા માટે ના.

 
 

સિંહ અને કુતરો


એકવાર એક કુતરો જંગલમાં થી પસાર થતો હતો. તેને રસ્તામાં સામેથી સિંહને આવતા જોયો
એને મનોમન વિચાર્યું કે આજે તો ખેલ ખલાસ, પ્રભુને પ્યારા થવા નો સમય આવી ગયો.પણ એ કુતરો પણ આપણા ગુજરાતીઓ જેવો સ્માર્ટ હતો.

એને રસ્તાની બાજુમાં હાડકાનો ઢગલો જોયો.,તે સિંહ તરફ પીઠ કરી ને તે હાડકા ચૂસવા લાગ્યો.
અને બોલવા લાગ્યો.”આહાહા..આજે તો સિંહને ખાવાની મજા પડી ગઈ..સિંહ તો મને બહુ ભાવે છે, એક સિંહ હજુ ખાવા મળી જાય તો તો જલસો પડી જાય.”

આ સાંભળીને સિંહ ને થયું કે આ કુતરો તો બહુ ભયંકર લાગે છે…આનાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે.એટલે તે ચુપચાપ ત્યાં થી નીકળી ગયો..ત્યાં જ ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો આ બધું જોતો હતો.

તેને થયું કે આ કુતરા એ તો સિંહ ને જબરો ઉલ્લુ બનાયો..હું સિંહને જઈને બધું સાચું કહી દુ.. જેથી કરીને સિંહ જોડે દોસ્તી પણ થઇ જાય અને મને જંગલમાં કોઈથી ડરવું પણ નહી પડે.એટલે એ સિંહની પાછળ દોડ્યો..હવે એણે જઈને સિંહ ને બધી વાત કરી..

આ સાંભળીને તો સિંહ ખુબ ઉશ્કેરાયો…તેણે કહ્યું.”ચલ..હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખું”
અને પછી વાંદરો સિંહની પીઠ પર સવાર થઇ ગયો..બન્ને પાછા કુતરા તરફ ચાલવા માંડ્યા.
હવે જયારે વાંદરો સિંહ તરફ જતો હતો ત્યારે કુતરાએ એણે જતા જોયો હતો અને એ બધું સમજી ગયો હતો.

હવે એ સ્માર્ટ કુતરા એ બીજી યુક્તિ અપનાવી..એણે ફરીથી સિંહ તરફ પીઠ કરી…અને જેવા એ લોકો થોડા નજીક આવ્યા તે જોરથી બોલ્યો..“આ વાંદરાને ૧ કલાકથી મોકલ્યો છે…સાલો હજી સિંહ લઇને આવ્યો કેમ નહી??”.

 

હું ક્યાં છું


મેં એને પૂછ્યું ,હું ક્યાં છું
એણે મને હસીને કહું …
મારા દિલમાં ,શ્વાસમાં ,ધડકનમાં
તો મેં ફરી પૂછ્યું , હું ક્યાં નથી
એણે એની ભીની આંખે કહું ” મારા નશીબમાં “

 
Leave a comment

Posted by on જુલાઇ 30, 2012 માં Poems / कविताए

 

ન મળ્યા


ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા

 
Leave a comment

Posted by on જુલાઇ 27, 2012 માં Poems / कविताए

 

ન મળ્યા


ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા

 
Leave a comment

Posted by on જુલાઇ 27, 2012 માં સારી કવિતાઓ

 

7 best quotations


 
Leave a comment

Posted by on જુલાઇ 25, 2012 માં સરસ

 

ટૅગ્સ:

જીવી લઉ…


જિંદગીમાં દુઃખો એટલા મળ્યા કે
વિચાર્યું અપનાવી લઉં મોત,
પણ તારી સાથે રહી સુખની અનુભૂતિ એવી થઇ કે
વિચાર્યું થોડું તારા માટે જીવી લઉ….

 
Leave a comment

Posted by on જુલાઇ 25, 2012 માં Poems / कविताए

 

લીલા લહેર છે..


આજે દુનિયા માં કેટલું ઝેર છે…
જાણે લોકો ને મારા થી શું વેર છે…
મારી કબર પર ઉગેલું ઘાસ જોઇને લોકો કહે છે…
આને તો મર્યા પછી પણ લીલા લહેર છે…

 
Leave a comment

Posted by on જુલાઇ 23, 2012 માં Poems / कविताए

 

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,


ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને

 
Leave a comment

Posted by on જુલાઇ 23, 2012 માં Poems / कविताए

 

બોજ કરજ નો,


જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો,
કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો.

મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી,
રાખી મારા માટે સતત ચિતા જલેલી.

મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો,
મૌત બાદ પણ મને કહે છે લફંગો.

હું તો પ્રેમાળ હતો માણસ ઘણો,
પણ એમણે મને ચિતર્યો છે દરિન્દો

 
Leave a comment

Posted by on જુલાઇ 23, 2012 માં Poems / कविताए

 

મધ


મધ ગમે તેટલો મીઠું હોય ,..
મધમાખી ને સાચવવા કોઈ તૈયાર નહિ થાય .
કારણ ….ડંખ મારવાની ટેવ…………
”સ્વભાવ” ગમે તેટલો સારો હોય …પણ
”બીજા ને સંભળાવી દેવા ની.ટેવ હશે તો
કોઈ સાચવવા તૈયાર નહિ થાય…

 
Leave a comment

Posted by on જુલાઇ 23, 2012 માં સરસ

 

ટૅગ્સ:

દોસ્ત


ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ મળને દોસ્ત,
ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ ભરને દોસ્ત.

લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ સામે લડને દોસ્ત,
કોમ્પુટરને બદલે દિલથી કોઈ છોકરીના પ્રેમમાં પડને દોસ્ત.

હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક ઈશ્વરથી ડરને દોસ્ત,
પોતાનુંજ ઝુડ ઝુડ કરે છે ક્યારેક બીજાનુંય સાંભળને દોસ્ત.

દરેક વખતે લીફ્ટને બદલે કોઈ વાર પગથીયા ચડને દોસ્ત,
આવેલા મહેમાનોને ક્યારેકતો ઉભો થઈને પાણી ધરને દોસ્ત.

હાથમાં હમેશા મોબાઈલને બદલે સારું પુસ્તક પકડને દોસ્ત,
ઘરના બધા સાથે બેસીને કોઈ વાર પ્રેમથી વાતો કરને દોસ્ત.

આખો દિવસ ગુગલ શું કરે છે? ઘરની બહાર નિકળને દોસ્ત,
કુદરતમાં ખોવાઈને નવા સ્વરૂપે તું તનેજ ફરીથી જડને દોસ્ત

 
Leave a comment

Posted by on જુલાઇ 19, 2012 માં Poems / कविताए, Very Nice

 

ટૅગ્સ:

ના બનુ હુ


ના બનુ હૂ પડછાયો મારો, આંધકારમા સાથ છોડી દેશે…
ના બનુ હુ પ્રતિબિંબ મારૂ, દર્પણ તૂટતા આસ તોડી દેશે…

ના બનુ હૂ અલંકાર ઍવુ, ક્યાક્ ખૂણા મા મને જડી દેશે…
ના બનુ હૂ કલાકાર ઍવો, કોઈ પાગલ કઈ હસી દેશે…

ના બનુ હૂ ખારુ આસુ આ આંખ નુ, બધા ખુશી અને દુખ મા રોઈ દેશે…
ના બનુ હૂ સ્વપ્ન આ આંખ નુ, બસ આંખ ખુલતા જ મને ખોઇ દેશે…

ના બનુ હૂ સુવાળુ પીંછુ આ પાંખ નુ, નવુ આવતા મને ખંખેરી દેશે…
ના બનુ હુ રૂપાળુ ચિત્ર આ સાખ નુ, સમય બદલાતા મને ફેકી દેશે…

હતુ કે અંતે બનુ તમારા પગ ની રજ…કારણ..સદાય સાથ દેશે…
પણ ખબર ના હતી મને…કે…ઍ નદીના ઝરણા મા પગ બોડશે…
“અંતે છેલ્લી આસ પણ મને ત્યજી દેશે…”

 
 

જુદાઈ


જીસ્કી આંખોમે કટીથી સદીયાં
ઉસ્ને સદીયોં કી જુદાઈ દી હે
ઈક પરવાઝ દીખાઈ દી હે
તેરી આવાઝ સુનાઈ દી હે…. ગુલઝાર.

એની પ્રેમાળ અને શરમાળ આંખોની તો શી વાત કરીએ ? એના નેણમાં એટલી અદ્‌ભુત ચમક, તેજસ્વીતા ને રંગત હતી કે એની સંગત માણવામાં ને માણવામાં અમે તો વર્ષોના વર્ષો વીતાવી નાંખ્યા… કહો કે સદીઓ જાણે પાર કરી દીધી.. એનાથી વંચિત રહેવા ચિત્ત સહેજે તૈયાર નથી. પણ નસીબની છીપમાંથી મિલનના નહી પણ જૂદાઈના મોતી છેવટે એવા નીકળયા કે અમારી આંખોની તો જાણે જ્યોતિ જ ચાલી ગઈ… સદીઓથી માણેલી એની આંખોની મીઠાશ એવી તીવ્ર તીખાશમાં પરિણમી કે હવે વિયોગની એક એક ક્ષણ સદીયો જેટલી ચિર લાગે છે. મન એટલું તો આકુળવ્યાકુળ થઇ ગયું છે કે ગમે તેવી ખુશીઓમાં પણ સાનુકૂળ થતું નથી.. પળે પળે જાણે એ ઉડીને (પરવાઝ) આવતી હોય એવી ઝલક આંખો સામેથી પસાર થઇ જાય છે.. એના અવાજના ભણકારા એવા વાગી રહ્યા છે કે તે આસપાસમાં જ છે.. આશા જીવંત છે ને તેમાં ધબકતું આ જીવન ઝંખનામાં ને ઝંખનામાં અસાર લાગતું હોવા છતાં પસાર થઇ રહ્યું છે…

કિતના ખુશનસીબ હોતા હે વો શખ્શ
જીન્કા બરસોંસે દિદાર હોતા હૈ…
આતા હે જબ જૂદાઈ કા મૌસમ..
ઉસ્કા સેહના કિતના દુશ્વાર હોતા હૈ..

 
Leave a comment

Posted by on જુલાઇ 16, 2012 માં Poems / कविताए, Very Nice

 

ટૅગ્સ:

સરસ


 
Leave a comment

Posted by on જુલાઇ 13, 2012 માં સરસ

 

ટૅગ્સ: