RSS

Category Archives: Mahabharat

सबसे बड़ा दानी


एक बार की बात है कि श्री कृष्ण और अर्जुन कहीं जा रहे थे। रास्ते में अर्जुन ने श्री कृष्ण से पूछा कि प्रभु – एक जिज्ञासा है मेरे मन में, अगर आज्ञा हो तो पूछूँ ?

श्री कृष्ण ने कहा – अर्जन, तुम मुझसे बिना किसी हिचक, कुछ भी पूछ सकते हो।

तब अर्जुन ने कहा कि मुझे आज तक यह बात समझ नहीं आई है कि दान तो मै भी बहुत करता हूँ परंतु सभी लोग कर्ण को ही सबसे बड़ा दानी क्यों कहते हैं ?

यह प्रश्न सुन श्री कृष्ण मुस्कुराये और बोले कि आज मैं तुम्हारी यह जिज्ञासा अवश्य शांत करूंगा।

श्री कृष्ण ने पास में ही स्थित दो पहाड़ियों को सोने का बना दिया। इसके बाद वह अर्जुन से बोले कि हे अर्जुन इन दोनों सोने की पहाड़ियों को तुम आस पास के गाँव वालों में बांट दो। अर्जुन प्रभु से आज्ञा ले कर तुरंत ही यह काम करने के लिए चल दिया।

उसने सभी गाँव वालों को बुलाया। उनसे कहा कि वह लोग पंक्ति बना लें अब मैं आपको सोना बाटूंगा और सोना बांटना शुरू कर दिया। गाँव वालों ने अर्जुन की खूब जय जयकार करनी शुरू कर दी। अर्जुन सोना पहाड़ी में से तोड़ते गए और गाँव वालों को देते गए। लगातार दो दिन और दो रातों तक अर्जुन सोना बांटते रहे।

उनमे अब तक अहंकार आ चुका था। गाँव के लोग वापस आ कर दोबारा से लाईन में लगने लगे थे। इतने समय पश्चात अर्जुन काफी थक चुके थे। जिन सोने की पहाड़ियों से अर्जुन सोना तोड़ रहे थे, उन दोनों पहाड़ियों के आकार में जरा भी कमी नहीं आई थी।

उन्होंने श्री कृष्ण जी से कहा कि अब मुझसे यह काम और न हो सकेगा। मुझे थोड़ा विश्राम चाहिए।

प्रभु ने कहा कि ठीक है तुम अब विश्राम करो और उन्होंने कर्ण बुला लिया।

उन्होंने कर्ण से कहा कि इन दोनों पहाड़ियों का सोना इन गांव वालों में बांट दो।

कर्ण तुरंत सोना बांटने चल दिये। उन्होंने गाँव वालों को बुलाया और उनसे कहा – यह सोना आप लोगों का है , जिसको जितना सोना चाहिए वह यहां से ले जाये। ऐसा कह कर कर्ण वहां से चले गए।

यह देख कर अर्जुन ने कहा कि ऐसा करने का विचार मेरे मन में क्यों नही आया?

श्री कृष्ण द्वारा अर्जुन को शिक्षा : इस पर श्री कृष्ण ने जवाब दिया कि तुम्हे सोने से मोह हो गया था। तुम खुद यह निर्णय कर रहे थे कि किस गाँव वाले की कितनी जरूरत है। उतना ही सोना तुम पहाड़ी में से खोद कर उन्हे दे रहे थे। तुम में दाता होने का भाव आ गया था।

दूसरी तरफ कर्ण ने ऐसा नहीं किया। वह सारा सोना गाँव वालों को देकर वहां से चले गए। वह नहीं चाहते थे कि उनके सामने कोई उनकी जय जयकार करे या प्रशंसा करे। उनके पीठ पीछे भी लोग क्या कहते हैं उस से उनको कोई फर्क नहीं पड़ता।

यह उस आदमी की निशानी है जिसे आत्मज्ञान हांसिल हो चुका है। इस तरह श्री कृष्ण ने खूबसूरत तरीके से अर्जुन के प्रश्न का उत्तर दिया, अर्जुन को भी अब अपने प्रश्न का उत्तर मिल चुका था।

कथासार

दान देने के बदले में धन्यवाद या बधाई की उम्मीद करना भी उपहार नहीं सौदा कहलाता है। यदि हम किसी को कुछ दान या सहयोग करना चाहते हैं तो हमे यह बिना किसी उम्मीद या आशा के करना चाहिए, ताकि यह हमारा सत्कर्म हो, न कि हमारा अहंकार।

राधे राधे।।

 
Leave a comment

Posted by on જુલાઇ 30, 2020 માં Mahabharat, Mythology

 

મહાભારતમાં થી શિખવા જેવું


સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો. કૌરવો

તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં થઈ જશે. – કર્ણ

સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે. -અષ્વત્થામા

ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. – ભીષ્મપિતા

શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે. -દુર્યોધન

અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે. ધ્રુતરાષ્ટ્ર

વિધ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો. -અર્જુન

બધા સમયે-બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ. -શકુનિ

જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. યુધિષ્ઠિર

धर्मो रक्षति रक्षित:

 
Leave a comment

Posted by on જૂન 9, 2020 માં Mahabharat

 

કૃષ્ણ હોવું એટલે શું?


કૃષ્ણ હોવું એટલે શું?

કૃષ્ણ હોવું એટલે Committed હોવું. આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા.

એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું Commitment પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કૃષ્ણ આપણને Commitment શીખવે છે.

કાચા તાંદૂલ ખાઇને એમણે દોસ્તીનું Commitment પાળ્યું.

સંબંધોમાં મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે. એ પણ કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને બેઠાં હોવ. ભીષ્મ અને કર્ણ બેઉ પોતાનાં ઇગોને બાજુ પર ન મૂકી શક્યા. કૃષ્ણએ ઇગોને બાજુ પર મૂકી દીધો. ભીષ્મએ પોતાનો પ્રતીજ્ઞા પાલકનો ઇગો બાજુ પર મૂકીને જો રાજગાદી સંભાળી લીધી હોત તો કુરુવંશનું નિકંદન ન નીકળ્યું હોત.

કર્ણનું Commitment કૌરવો માટે ન્હોતું- એનાં દાનવીર હોવાનાં ઇગો માટે હતું. એણે જો કવચ-કુંડળ દાનમાં ન આપી દીધા હોત તો કૌરવો જીતી ગયા હોત. કૃષ્ણ જ એકમાત્ર એવા હતા જેમણે પાંડવો માટે પોતે જ લીધેલી પ્રતીજ્ઞા તોડી અને ચક્ર ઉંચકીને મારવા દોડી ગયા.

કૃષ્ણએ દ્રૌપદી સાથેનો સંબંધ પણ એટલા જ Commitment સાથે નિભાવ્યો. યુધ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું. એનાં હજાર ચીર પૂરીને એના પ્રત્યે Committed રહ્યા. હા, કર્ણને દ્રૌપદીની લાલચ આપી પણ એ જાણતા હતા કે કર્ણ ના જ પાડી દેશે. યુધ્ધ પહેલાં એને Emotionally Down કરી દેવાનો એ પેંતરો હતો.

યુધ્ધમાં પોતાની સેના મોકલીને એમણે દુર્યોધનને આપેલું Commitment પણ પાળ્યું. એ રણ છોડીને ભાગી ગયા કારણ કે જાણતા હતા કે જરાસંઘ ચડાઇ કરશે અને પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. એમણે પ્રજાની સાથે સ્થળાંતર કર્યું-એક નવી જ નગરી સ્થાપી અને એને સોનાની પણ બનાવી. આ એમનું રાજા તરીકેનું પ્રજા માટેનું Commitment હતું.

ગોકુળવાસીઓને કૃષ્ણ પર ભરોસો હતો કે એ એમની રક્ષા કરશે જ. જ્યારે ખૂબ વરસાદ પડ્યો ત્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પણ ઉંચકી લીધો. ક્યારેક-ક્યારેક સંબંધમાં ભરોસો જાળવવા ગોવર્ધન પણ ઉંચકી લેવો પડે.

કૃષ્ણ ધર્મ માટે પણ Committed હતા. રામે ક્યારેય ન કહ્યું પણ કૃષ્ણએ કહ્યું, કે “જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ!”

સંબંધોનાં ટકી જવા અને એનાં જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે Commitment. જેને પ્રેમ કરો એને Committed રહો. કૃષ્ણ સંબંધોમાં Commitment શીખવે છે. સંબંધોમાં Commitment નું નામ જ કૃષ્ણ છે.

દરેક કૃષ્ણભક્તે પોતાની જાતને એક વચન ચોક્કસ આપવુ જોઈએ કે સંબંધોમાં Committed રહેવાનું..!

 
2 ટિપ્પણીઓ

Posted by on મે 31, 2020 માં Mahabharat

 

મહાભારતની માથાકૂટ


જે કરવાનાં હતાં નહી કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે.

કૃષ્ણ

 

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,

ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે.

– ભીષ્મ

 

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું,

પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે.

– ધૃતરાષ્ટ્ર

 

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને,

આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે.

– ગાંધારી

 

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.

– કુંતી

 

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે.

– સહદેવ

 

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.

– દ્રૌપદી

 

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે.

– ભીમ

 

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે.

– કર્ણ

 

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે.

– અર્જુન

 

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં
બસ ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે.

– એકલવ્ય

 

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,

માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે.

– અભિમન્યુ

 

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે.

– શકુનિ

 

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે.

– દ્રોણ

 

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તોસંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાનીમાથાકૂટ છે.

– દુર્યોધન

 

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે.
અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે હું સમજાવું પણ કેવી રીતે?
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે.
યુધિષ્ઠિર

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું વ્યથાકથામાં
ઓતપ્રોત થઇ ઉંડે ને ઉંડે વિચર્યાની માથાકૂટ છે.
વેદવ્યાસ

 
Leave a comment

Posted by on મે 18, 2020 માં Mahabharat