RSS

Category Archives: Dharati Dave

અવાજ


અવાજ

વનિતાની નાની નણંદને દશમા ધોરણમાં 70 ટકા આવ્યા હતા એની ઈચ્છા હજી આગળ ભણવાની અને ડોક્ટર બનવાની હતી પણ ગામમાં 10 પછી આગળના ધોરણની સ્કૂલ ન હોવાથી એના પિતાશ્રી એ એના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને આ સાંભળીને વનિતા એ વિચાર્યું કે પોતાને પણ ભણવાની ઈચ્છા હોવા છતાં ગામમાં આગળના ધોરણની સ્કૂલના હોવાથી એના પપ્પાએ એના લગ્ન કરાવી નાખ્યા. એનો અવાજ દબાઈ ગયો લગ્નની ચોરીમાં, પણ હવે એ પોતાની નણંદ સાથે એજ અન્યાય નહી થવા દે અને પોતાનો અવાજ ઉઠાવશે ભલે એનું પરિણામ કઈપણ આવે.અને વનિતાનાં લીધેજ આજે એની નણંદ એક સફળ ડૉકટર બની.

-ધરતી દવે
Dhara3192@gmail.com

 
Leave a comment

Posted by on મે 3, 2020 માં Dharati Dave

 

કૉફી ટેબલ


કૉફી ટેબલ

“ડાર્લિગ એક વાત કરવી હતી અને આજે સીરીયસ વાત કરવી છે તો તું ફ્રેશ થઈને ટેબલ પર આવ હું કૉફી બ્રેકફાસ્ટ સાથે તારી રાહ જોઉં”- ઉન્નતિ એ ઉલ્લાસને કહ્યું અને ટેબલ પર બેસી ગઈ.

થોડીવારમાં ઉલ્લાસ ફ્રેસ થઇને આવ્યો કૉફીનો સીપ લેતાજ હસતા હસતા બોલ્યો બોલ “આજે શું ટોપ સિક્રેટ ખોલવાની છે?”

“હું સીરીયસ છું ઉલ્લાસ આજે કોઈજ મજાક નથી કરવાની એક એવી વાત કરવા જઈ રહી છું એ કદાચ તને નહિ પચે, પણ મને પ્રોમિસ આપ એ વાટ સાંભળીને તું ગુસ્સામાં કોઈ એવો નિર્ણય નહી લે જેનાથી આપણા બધાંની જિંદગી પર પ્રશ્નાર્થ લાગી જાય”

ઉલ્લ્સાસ હજીય મજાકના મૂડમાંજ હોય છે કેમકે ઉન્નતિ ગમે ત્યારે આમ સિરિયસ થઈને ડરાવતી તેથી એ હા પાડે છે અને ઉન્નતિ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કહીદે છે કે “તને એ ખબર છે કે તુ મારો પહેલો પ્રેમ….” “નથી એ બીજો કોઈ હતો તારો સ્કુલ ફ્રેન્ડ”- ઉલ્લાસે ઉન્નતિનું અધૂરું વાક્ય પૂરું કર્યું.

“હા ઉલ્લાસ પણ એ કોણ હતો એ તો તને નથીજ ખબરને ? તો હું આજે એનીજ વાત કરવાની છું એ બીજો કોઈ નહી પણ સિધ્ધાર્થ હતો, સિધ્ધાર્થ અંતાણી.”

“ઉન્નતિ હું મજાક તારી બધીજ વાહિયાત મજાક સહન કરી લઉં છુ તો આ પણ સહન કરી લઈશ એવું તે કેવી રીતે ધાર્યું ?” ટેબલ પર હાથ પછાડીને ઉલ્લાસ બોલ્યો.

ઉન્નતિનો ડરેલો ચહેરો જોઈ એ જોરથી હસ્યો અને બોલ્યો, “તને શું લાગે છે મજાક કરવાનો ઈજારો તારો જ છે?”

ઉન્નતિ હજીય ડરેલી હતી એણે કહ્યું “ઉલ્લાસ આ સાચી વાત છે. આપણા લગ્ન પછી જયારે ખબર પડી કે વિનીતાબેનનાં લગ્ન સિધ્ધાર્થ સાથે નક્કી થયા હું ડરીજ ગઈ હતી કે હવે શું થશે. પણ એણે આ વાતનો ઉલ્લેખ ક્યારેય ન્હોતો કર્યો એટલે મેં પણ એની જોડે બધાં સામે અજાણ્યાની જેમ વાતચીત કરવાની શરુ કરી હતી.”

“તો પછી આજે મને આ વાત કરવાની શું જરૂર પડી ? મારું મન ખાટું થઇ ગયું તમે બેઉ……” ગુસ્સામાં કૉફીનો કપ પછાડીને ઉલ્લાસ બોલ્યો.

“તો સાંભળ, લાસ્ટ ત્રણ મહિના પહેલા જયારે હું વિનીતાબેનને મિસકેરેજ થયું ત્યારે એમનું ધ્યાન રાખવા ફ્લોરીડા ગઈ હતી ત્યારે વિનીતાબેનનાં કહેવાથી હું સિધ્ધાર્થ સાથે ડીપાર્ટમેન્ટલ સ્ટોર પર ઘર સમાન ખરીદવા ગઈ હતી.એ સમયે અમે બેઉ ફરી એજ “ઉન્ની” અને “સીધુ” બની ગયાં હતાં. ખુબ વાતો કરી અને એવું વિચારી પણ જોયું કે જો હું હમેશા માટે ઇન્ડિયા છોડી તારી જોડે અહી આવવા રાજી થઇ ગઈ હોત તો અમારી દુનિયા કેવી હોત….અને પછી આટલા વરસોનો બાંધી રાખેલો કાચો બંધ તૂટી ગયો અને લાગણીઓનું પુર આવ્યું એ પુરમાં અમારી મર્યાદા તણાઈ ગઈ. હું સમજી શકું છુ કે આ બધું સાંભળવું તારા માટે આસાન નહિજ હોય પણ આટલા વરસોમાં કરેલી એક ભૂલનાં ભોગે તુ આપણો સંસાર નહિજ બગાડે. આવી ત્યારથી આ વાત કરવી હતી માટેજ આવી ગેમ કૉફી ટેબલ પર રમતી જેથી એક દિવસ તારી સામે આ ભૂલ સ્વીકારીને મારી ભૂલનો પસ્તાવો કરી લઉં.”

વચન આપીને બંધાઈ ચુકેલો ઉલ્લાસ કંઈ પણ કરી શકવા અસમર્થ હતો એટલે એ પોતાની ઓફીસ જતો રહ્યો. હવે એમના ઘરનું વાતાવરણ બદલાઈ ચુક્યું હતું. હવે રોજની જેમ કૉફી બ્રેકફાસ્ટનાં સમયે કોઈ હસી કિલકારી નહોતી સંભળાતી. થ્રી બીએચકેનું ઘર જાણે સહારાનું રણ બની ગયું હતું. કોઈ અવાજ નહોતો બસ ખાલીપો જ ખાલીપો ….આમને આમ કરતાં બે મહિના વીતી ગયા. રોજની જેમ આજેય એ એકલી ટેબલ પર બેસીને કૉફીના બે કપને જોઈ રહી હતી.

બે મહિના પછી પહેલી વાર ઉલ્લાસ એની સામે ટેબલ પર બેઠો કૉફીનો કપ હાથમાં લઇ સીપ લેતા લેતા ઉન્નતિને એક કવર આપતા બોલ્યો “લે,ઉન્ની આ કવરમાં આપણી બધીજ સમસ્યાઓનું સમાધાન છે.”

-ધરતી દવે
Dhara3192@gmail.com

 
2 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 28, 2020 માં Dharati Dave

 

આકર્ષણ


આકર્ષણ

હું સાતેક વર્ષનો હોઈશ મમ્મીનાં ગયા પછી એકલાં રેહતા શીલા આંટી મારા ઘરે આવી પપ્પાની રસોઈમાં મદદ કરતા. કામવાળીનું ધ્યાન પણ એ જ રાખતા હતા. એમને જોઈને મને  કંઈક અલગ જ લાગતું હતું. આંટી  જાણે મારા ઘરમાંજ રહેતા હોય એમ  બધા જ કામ કરતાં હતાં એકવાર નવી આવેલી કામવાળીતો આંટીને મારા ઘરના સભ્ય સમજી બેઠી હતી પછી સમય જતા એને ખબર પડી કે આંટી તો મારા પાડોસી છે. સોળ વરસનો થયો ત્યારે મને ખબર પડી કે વેલેન્ટાઇન વીક જેવું પણ કંઈક હોય છે. આંટી માટે મને આકર્ષણ હતું, અલગ જ પ્રકારનું આકર્ષણ પછી  ખબર પડી કે કાલે પ્રપોઝ ડે છે. હું ગિફ્ટ શોપમાં  ગયો ત્યાંથી સરસ મજાનું કાર્ડ અને એક કિચેન લીધું. બીજા દિવસે સવારે આંટી આવ્યા એમને મે કાર્ડ અને એમને ગમતાં સફેદ ગુલાબ અને અમારા ઘરની ચાવીઓ ભરાવીને કીચેન  સાથે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું  “શું તમે મારા મમ્મી બનશો?”

-ધરતી દવે
Dhara3192@gmail.com

 
Leave a comment

Posted by on માર્ચ 30, 2020 માં Dharati Dave

 

મંદિર


એની  મા બહુજ ધાર્મિકવૃતિની હતી. મા એને રોજ શીખવાળતી કે વહેલા ઉઠી ને નાહિ-ધોઈ મંદિર જઈ ભગવાનનાં પૂજાપાઠ કરવા જોઈએ જેથી ભગવાન એમની કૃપા આપણા પર વરસાવતો રહે.એક દિવસ કોઈ કથામાં એ સાંભળી આવ્યો કે આપણું શરીરજ એક મંદિર છે અને આપણો આત્મા એ પરમાત્મા છે.બીજા દિવસે પૂજા માટે ફૂલ-પ્રસાદ અને નવા વસ્ત્રો લઇને નીકળ્યો.

રસ્તા માં એની નજર એક ગરીબ બીમાર માણસ પર પડી જેના શરીર પર પૂરતા વસ્ત્રો ન્હોતા  ઘણા દિવસ થી કઈ ખાવાનુંય નઈ મળ્યું હોય નાહવાની તો વાત  દુર હતી. એ ગરીબ પાસે ગયો એને મંદિરના રસ્તા માં આવતા પાણી ના બોર પાસે લઇ જઈ સ્નાન કરાવ્યું.ભગવાન ને ચડાવવાના વસ્ત્રો એ ગરીબ ને પેહરાવ્યા અને મહાપ્રસાદ ખવડાવી ને દાનપેટી ના પૈસા આપી ડોક્ટર પાસે મોકલ્યો.ઘરે આવી મા એ પૂછ્યું:- “પૂજા વ્યવસ્થિત તો કરી’તી ને?” એને જવાબ આપ્યો: આજ જેવી સરસ પૂજા આજ સુધી ક્યારેય નથી થઇ

લેખિકા:- ધરતી દવે
Dhara3192@gmail.com

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 25, 2020 માં Dharati Dave

 

ટૅગ્સ: ,