RSS

Category Archives: Very Nice

સુખ એક શોધ


ગીતાના  સૂત્ર પ્રમાણે વ્યાખ્યા આપી શકાય કે, ” મનની શાંતિ એટલે સુખ.” એટલે ગીતામાં કહ્યું છે કે ” જે સ્થિતપ્રગ્ન છે, જેની બુદ્ધિ સ્થિર છે- જેનું મન સ્વસ્થ છે તે સુખી છે.” ” અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન વિચલિત ન થાય, હર્ષ કે શોકનો આઘાત મનને અસ્વસ્થ ન કરી શકે તે સાચું સુખ.” કારણ ” પ્રસાદે – સર્વ દુઃખના હાનિરસ્યોપ જાયતે”. મનની પ્રસન્નતાથી સર્વ દુઃખોનો અંત આવે છે.

સુખ એ માનવની આંતરિક શક્તિ છે. માનસિક, લાગણી સભર અને  જીવન પ્રત્યેના અભિગમ સાથે જોડાયેલ. સુખને મેળવવું હોય તો પહેલા ભૂલવું પડે ચિંતિત થવું. દરેક ક્ષણનો અહેસાસ માણવો પડે અને તેના દ્વારા મળતી  આનંદની ભાવનામાં રાચવું પડે.

દરેક વ્યક્તિજીવનમાં ઈચ્છે  સુખની ‘પ્રાપ્તિ.’ સામાન્ય શબ્દોમાં કહીએ તો સુખ એટલે શું ? આનો જવાબ માણસ એની ઈચ્છા સાથે જોડશે પણ “અનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ”, ” મનગમતું વ્યક્તિ કે ગમતી વસ્તુની પ્રાપ્તિ એટલે સુખ.

આખી જિંદગી આપણે સુખ શોધીએ છીએ. અને વર્તમાન માં મળતી એક એક પળને અતીત માં જે ઘટ્યું એની પાછળ ગુમાવી દુઃખી થતા રહીએ છીએ. દરેક માણસ વગર વાતે બસ દુઃખી થતો રહે છે, અને સુખ ની શોધમાં ભટકતો રહે છે.

કેવો ખળભળાટ જીવનનો કે માણસ સંતોષ અનુભવી જ ના શકે. બસ અઘટીત ઘટનાઓ ભવિષ્યની અને અતીત ની ઘેરી ને બેસ્યો રહે માણસ અને આજ ને ગુમાવ્યા કરે. સતત એક  અજંપો  એની આસપાસ જ હોય, સુખ મેળવવાનો. કેટલું અજીબ છે નહીં… સુખની પળો ને શોધવી પડે એ.

આપણું જીવન જ એક રહસ્ય છે, રોજ ધાર્યા કરતાં નવા ચેપ્ટર નવા ખુલશે, છતાં ભવિષ્યની ચિંતામાં બધી શકિત ગુમાવી બેસીએ છીએ. એક ઉણપ કંઈકના મળવાની એક સપનું જે પૂરું ના થયું હોય એમાં મનને  રોજ કોતરયા કરે, શું ફર્ક પડે જો એકાદ સપનું  એકાદ વિચાર આપણા ધાર્યા કરતાં ઊંઘો થયો તો. કુદરતે કંઈક સારુ જ વિચાર્યું જ હશે.

વધારે પડતા અસંતોષ જીવ ના થઇ જીવનને માણવાનું ભુલી જાય છે માણસો. ભાગદોડ માંથી થોડી  નવરાશ અને નિરાંતનો સમય કાઢી, પોતાનું મનગમતું કામ કરી સુખ મેળવી જ શકાય.

દર વખતે આઉટપુટ  પૈસા અને સ્ટેટ્સ ના જ હોય. કંઈ પણ લાલચ  વગર સુખ મેળવી જ શકાય. પૈસા આવે કે ડિગ્રી આવે સારી નોકરી મળે એ સુખ ના પણ હોઈ શકે, હા એ વિચાર સુખ હોઈ શકે, પણ આ બધું મેળવ્યા પછી પણ માણસ વધુ મેળવવાની લાલચ માં સુખ માંણી જ ના શકે.

અસંતોષ ના અંઘારા કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ  એટલે  વર્તમાનમાં જીવવું અને જે મળ્યું એનું સુખ મહેસુસ કરવું. ઘણીવાર ભૂતકાળના દુઃખો( જે ખરા અર્થમાં દુઃખ હોતા જ નથી) એ આજના આનંદ ઉપર હાવી થતા હોય છે, એને રોકવા જરૂરી છે. અને અને રોકતા અટકાવવાનો ઉપાય એટલે હાસ્ય. એ હાસ્ય એટલે જ સુખ.

જીંદગીની સાચી મજા તો આજને સ્નેહથી માણવામાં  છે. ક્યારેક કોઈ છૂપો ભય અંદર રહેલી ખુશીઓને મારી નાખે છે.  સાચી વાત તો એ છે કે જયારે  આપણું ઘાર્યું નથી થતું ત્યારે આપણે દુઃખી થઇ જઈયે છીએ. અને ધાર્યું કરવામાં આપણે સુખ ભોગવી શકતા નથી.

ચિંતા માં એટલા ગરકાવ હોઈએ છીએ કે આપણે પ્રેમાળ નથી બની શકતા. આપણે બીજા જેવા બનવા માંગતા હોઈએ છીએ. પણ રાખો બીજા લોકો આપણા જેવા બનવા માંગતા હોય છે.

ખરા અર્થમાં સુખ મેળવવું હોય તો બધા કરતાં અલગ બનવું પડશે, સર્જનાત્મક અને  ચિંતા મુક્ત. અંતે પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ સુખ.

-પારુલ અમીત ‘પંખુડી’

 
Leave a comment

Posted by on નવેમ્બર 9, 2020 માં Very Nice

 

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે


વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે, ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે…

૧.
બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા
પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી
– હિતેશ તરસરિયા

૨.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ લીમડો વાટીને પીતો.– પરીક્ષિત જોશી

૩.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
”કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

૪.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે…
– નિમેષ પંચાલ

૫.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

૬.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
– દક્ષા દવે

૭.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
– દેવદત ઠાકર.

૮.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

૯.
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,
અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે…
-હિતેશ તરસરિયા

૧૦.
“ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ”
ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું ‘SAVE TREES’
– હિતેશ તરસરિયા

૧૧.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: “મા ના ખોળે !!!”

 
 

ટૅગ્સ:

ફિલિંગ્સઃ રજૂ કરવી અને અનુભવવી


લાગણી વ્યક્ત કરવાની આવે ત્યારે આપણી અપેક્ષાઓ આપોઆપ વધી જાય છે. ખાસ કરીને સામેની વ્યક્તિ પાસેથી લાગણીઓની અપેક્ષા હોય ત્યારે આપણી ઈચ્છા અને અપેક્ષાઓ સાતમા આસમાને હોય છે. આપણને એમ જ હોય છે કે, સામે રહેલી વ્યક્તિ, પ્રિય પાત્ર તેની તમામ લાગણીઓને એક જ શ્વાસે અને અવિરત વ્યક્ત કરતી રહે. આપણી આ અપેક્ષાઓ જ સંબંધોને સૌથી મોટું નુકસાન કરે છે. આપણા પોતાના સંબંધો હોય કે પછી આપણી આસપાસ રહેલી વ્યક્તિના સંબંધો હોય. ધ્યાન આપો તો ખ્યાલ આવે કે આપણને લાગણીઓ હોવા કરતાં તેને વ્યક્ત કરાવવામાં વધુ રસ હોય છે.

મોટાભાગે લગ્નને થોડો સમય પસાર થયા પછી આ લાગણીઓનાં લાઉડસ્પીકર વગાડવા માટે ધમપછાડા થતા હોય છે. તમે હવે પહેલાં જેવા રહ્યા જ નથી, મારી સાથે વાત કરતા જ નથી, તમને મારામાં રસ જ નથી. તું સાવ બદલાઈ ગઈ છે. આખો દિવસ ઘરના કામમાં જ પડેલી રહે છે. તને આપણા માટે સમય મળતો જ નથી. આવી ઘણી વાતો, વાક્યો, સંવાદો જાણે કે અજાણે આપણે સાંભળ્યાં છે અથવા તો આવા સંવાદોમાં સીધી રીતે પણ જોડાયા છીએ. લગ્ન પછી સૌથી મોટો સવાલ એક જ આવતો હોય છે કે તેઓ ક્યારેય મને આઈ લવ યુ કહેતા નથી કે લાગણી રજૂ કરતા નથી. મોટાભાગે આ બાબત સ્ત્રીઓ દ્વારા જ કહેવાતી હોય છે. તેમની ઈચ્છા હોય છે કે તેમનો જીવનસાથી સમયાંતરે શબ્દો દ્વારા લાગણી વ્યક્ત કરે. બીજી તરફ પુરુષને એવું ઓછું ફવતું હોય છે. તેના માટે સ્પર્શ, સંવેદના, ચિંતા અને વ્યવહાર બધું એક જ હોય છે. પત્નીને કામ કરતાં હાથમાં વાગે તો પણ તે ગુસ્સો કરીને જ પોતાની લાગણી વ્યક્ત કરતો હોય છે. તેમાં રોષ કરતાં ચિંતા વધારે હોય છે. સ્ત્રીઓ આ જાણે છે પણ સ્વીકારી શકતી નથી.

સ્ત્રીઓ અને પુરુષોની લાગણીઓ જુદા સ્તર પર કામ કરતી હોય છે. સ્ત્રી માટે લાગણીની અભિવ્યક્તિ અનિવાર્ય છે જ્યારે પુરુષ માટે લાગણીનો અનુભવ. સ્ત્રીને સતત એવું થતું હોય છે કે સામેની વ્યક્તિ તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કર્યા કરે. પુરુષ માટે આ બાબત ઘણી મુશ્કેલ છે. અભાવ અને અભાવનો અનુભવ બંને એવા વિષયો છે જે વ્યક્તિની અંડર સ્ટેન્ડિંગ ઉપર આધાર રાખે છે છતાં આપણા સમાજમાં અભાવના પીડિતોનો તોટો જડે તેમ નથી. આ અભાવ ખરેખર ઊભો થયો છે કે ઊભો કરવામાં આવ્યો છે તે પણ આપણે સરખી રીતે જાણતા નથી કે જાણવા માગતા નથી. બસ, જીવનમાં અભાવ છે અને સામેનું પાત્ર તેના માટે જવાબદાર છે તેવા ઢંઢેરા પીટવામાંથી આપણે નવરા પડતા નથી.

અહીં દલીલ એવી થાય છે કે સ્ત્રીને પામવાની કે પરણવાની વાત આવે ત્યારે પુરુષ બધું જ કરતો હોય છે. એસએમએસ મોકલે, પત્રો લખે, ગિફ્ટ લાવે, દરેક તહેવાર, દરેક પ્રસંગ અને લગભગ બધું જ યાદ રાખતો હોય છે તે પછી લગ્ન બાદ બધું કેમ ભુલાઈ જાય છે. એક સમયે દિવસમાં પચાસ વખત આઈ લવ યુ કહેનાર પુરુષ હવે દિવસમાં એક વખત પણ કહી શકતો નથી. અહીંયાં એ માની લેવું ભૂલભરેલું છે કે પુરુષને હવે તે સ્ત્રીમાં રસ નથી કે પ્રેમ નથી. હા, એવું કહી શકાય કે હાલમાં તે પ્રાયોરિટીમાં નથી. સ્ત્રી સાથે આવ્યા બાદ સ્થિતિ બદલાય, જવાબદારી બદલાય તો પ્રાયોરિટી પણ બદલાય.

સ્ત્રી માટે રોમાન્સ અત્યંત જરૂરી છે. તે રોમાન્સને પોતાના જીવન સાથે જોડે છે. તેના માટે લાગણીઓની અભિવ્યક્તિ જ જીવનની સાર્થકતાને રજૂ કરનારી હોય છે. તેની સતત એવી અપેક્ષા હોય છે કે તેના પ્રત્યેની લાગણી શબ્દો દ્વારા રજૂ થવી જ જોઈએ. બીજી તરફ પુરુષને એવું નથી હોતું. તેના માટે માત્ર ભેટવું, સ્પર્શ કરવો કે પછી કાળજી રાખતા હોઈએ તે બતાવવું તેમાં જ પ્રેમ અને અભિવ્યક્તિ બધું જ આવી જાય છે. પત્ની ફેન ન ઉપાડે અને પતિ ગુસ્સો કરે એ પ્રેમ જ છે. બીમાર પત્નીને ડોક્ટર પાસે જવા માટે ધમકાવતો પતિ પણ પ્રેમ અને ચિંતા જ વ્યક્ત કરતો હોય છે. તે નવું મકાન કે કાર ખરીદી પત્નીને આપે તેમાં પણ પ્રેમ જ છે.

પુરુષ ઘરેથી નીકળે પછી અનેક પ્રકારનાં કામ, ટેન્શન, જવાબદારીઓ અને એડજસ્ટમેન્ટ હોય છે. તે આ બધામાં અટવાયેલો ફ્રતો હોય છે. બીજી તરફ સ્ત્રીઓને ઘરની જવાબદારી, સંતાનોની ચિંતા, સાસુ-સસરાની સંભાળ, ઘણું બધું હોય છે. દિવસના અંતે બંને મળે ત્યારે સ્ત્રી પ્રેમ અને ચાહતની ઇચ્છા રાખતી હોય છે જ્યારે પુરુષ માત્ર આરામની. આપણે ત્યાં વેલેન્ટાઈન્સ ડેને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આપણે ક્યારેય એકબીજાને સર્મિપત પતિ કે પત્નીને વેલેન્ટાઈન્સ તરીકે સ્વીકારતા જ નથી. આપણે ત્યાં પ્રેમ અને પરિણયને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. આપણે પત્નીને પ્રેમિકા વિશે કે પતિને પ્રેમી વિશે સ્વીકારી શકતા જ નથી. જેની સાથે જીવનના દરેક તબક્કા પસાર કર્યા કે કરવાના છે તેનાથી મોટું કોઈ પ્રિય પાત્ર હોઈ જ ન શકે. ખાસ કરીને પ્રેમને અભિવ્યક્ત કરવાની વાત આવે ત્યારે સ્ત્રી અને પુરુષે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જઈને રહેવું પડે તો જ પરિણય અને પ્રેમને એક કરી શકાય.

સ્ત્રી અને પુરુષ પરિણય બાદ કહેવાતા શબ્દો કરતાં જિરવાતા મૌનને સમજી જાય તોપણ લાગણીઓ અભિવ્યક્ત થઈ જાય છે. ચાહતા રહેવાનું રટણ કરતાં અનુભવ થાય તે વધારે મહત્ત્વનું છે. તું મારી સાથે રહેજે એવી વિનંતિ કરતા તું મારી સાથે જ છું એવો વિશ્વાસ સંબંધને વધારે મજબૂત અને હૂંફળો બનાવે છે.

-રવિ ઈલા ભટ્ટ

raviilabhatt@gmail.com

 
Leave a comment

Posted by on નવેમ્બર 3, 2020 માં Very Nice

 

ટૅગ્સ:

સ્વામી વિવેકાનંદ


( ૧૨ જાન્યુઆરી , ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨),

નરેન્દ્રનાથ દત્ત,  ૧૯મી સદીના ગુઢવાદી સંત, રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.  યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે  અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં  વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.

તેઓ “અમેરિકાના ભાઈઓ તથા બહેનો” સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.* ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત , યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષચન્દ્ર બોઝ , અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

-યુવરાજસિંહ જાડેજા  (૯૦૯૯૪૦૯૭૨૩)

*******

સ્વામીવિવેકાનંદ એટલે આત્મવિશ્વાસનો હિમાલય

વિવેકાનંદનું નામ સ્મરણ કરતાં જ શરીરમાં એક અદ્ભુત રોમાંચ , સ્ફૂર્તિ , તાજગી , આનંદ અને ભરપૂર આત્મવિશ્વાસનો અનુભવ થવા લાગે છે . એક હિમાલયની માફક અડગ અવસ્થામાં સ્મિત ચહેરે અદફ વાળીને ઊભેલો હંમેશ માટેનો ભારતીય યુવાન એટલે આપણા દેશનું ગૌરવ અને હિંદુઓનું ગૌરવ……સ્વામીવિવેકાનંદ

વિવેકાનંદના જીવનપ્રસંગોમાંથી દરેક યુવાન અને ભારતીયોએ પ્રેરણા મેળવવાની વર્તમાન સમયે જરૂર છે . પરંતુ કમનસીબે આજનું યુવાધન કઇ દિશા તરફ જઇ રહ્યું છે તે એક ચિંતાનો વિષય છે . સાથે – સાથે અન્ય પરિબળો પણ એટલાં જ જવાબદાર છે . વાસ્તવિક્તા એ છે કે આપણે સૌ મહાપુરુષોને માત્ર જન્મ જયંતિ પૂરતા જ યાદ કરીએ છીએ . 12 મી જાન્યુઆરી આવે ત્યારે જોર – શોરથી સ્વામીવિવેકાનંદને યાદ કરવામાં આવે છે અને ગુણગાન ગાવામાં આવે છે . દિવસ પૂરો થતા ફરીથી એક વર્ષ માટે મહાપુરુષ સમાધિસ્થ…..!

આજના બાળકો , યુવાનો અને નેતાઓ માટેતો વિવેકાનંદનું જીવન કામધેનુ સમાન છે પરંતુ બાળકો અને યુવાનો મોબાઇલમાંથી નવળા પડતા નથી અને નેતાઓ આક્ષેપબાજીમાંથી…..! વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું . તેમની અંદર બાળપણથી જ ઉત્તમ પ્રકારના ગુણોનું સિંચન થયું હતું . પ્રખર તેજ બુધ્ધિ , ચતુરાઇ , નીડળતા , નેતૃત્વ , નિર્ણયશક્તિ અને ભારોભાર આત્મવિશ્વાસ વિવેકાનંદમાં ભરેલો હતો . તેમના જીવનનાં કેટલાક પ્રસંગો પર નજર કરીએ તો જરૂરથી પ્રેરણા મળી શકે તેમ છે . વિવેકાનંદના ગુણોને બાળકો અને યુવાનોના જીવનમાં ઉતારવામાં આવે તો અને તો જ તેમને સાચી શ્રધ્ધાંજલિ આપીએ છીએ તેમ કહી શકાય . તેમના જીવનનો એક બાળપણનો પ્રસંગ……

( 1 ) શાળાએથી બાળકોનો પ્રવાસ જઇ રહ્યો હતો. તેમાં નરેન્દ્ર પણ હતો. એક કિલ્લો જોવા જવાનું હતું. બધા બાળકો અને શિક્ષકો કિલ્લો ચડવામાં તલ્લીન હતા. એક બાળક અશક્ત અને બીમાર હતો. તે ચડતાં–ચડતાં ઢળી પડ્યો. નરેન્દ્ર અને બીજા બાળકોની નજર તેના ઉપર પડી. બીજા બાળકો આગળ જતા રહ્યા જ્યારે નરેન્દ્ર તેની સેવામાં લાગી ગયો. અન્ય બાળકો અને શિક્ષકો પાછા ફળ્યા ત્યાં સુધી નરેન્દ્ર તે બાળકની સેવા તેમજ ડોક્ટરની વ્યવસ્થામાં લાગી રહ્યો હતો. બાળક હવે સ્વસ્થ થઇ ગયો હતો. શિક્ષકો અને અન્ય સાથી મિત્રોએ નરેન્દ્રની પ્રશંશા કરી. આવા અંગત સ્વાર્થનો પણ ત્યાગ કરીને બીમાર અને સાથી મિત્રની સેવા કરવાનો ઉત્તમ ગુણ બાળપણથી જ વિવેકાનંદમાં હતો.

( 2 ) બીજાને નુક્શાન ન થાય તેવી રીતે કામ કરવાની અદમ્ય આવડત વિવેકાનંદમાં હતી એ બાબત તેમના આ જીવન પ્રસંગમાંથી ગ્રહણ કરી શકાય તેમ છે. વિવેકાનંદને અમેરિકામાં હિંદુ ધર્મ સંમેલનમાં ભાગ લેવા માટે જવાનું હતું. ગુરુ પત્નીને તેમની પરીક્ષા કરવાની ઇચ્છા થઇ કે આ યુવાન પરદેશમાં કેટલો સફળ થશે. તેમને નરેન્દ્ર પાસે શાક સમારવા એક ચપ્પુ માંગ્યું. નરેન્દ્રએ ચપ્પુ લાવીને આપ્યું. ચપ્પુ લેતા જ ગુરુ પત્ની બોલી ઊઠ્યા કે તું જરુરથી પરદેશમાં સફળ થઇશ. નરેન્દ્રને આ વાતની કાંઇ ખબન ન પડી. ત્યારે ગુરુમાતાને તેમણે પૂછ્યુ.  ગુરુમાતાએ કહ્યુ “હું તારી પરીક્ષા કરી રહી હતી. તારી પાસે ચપ્પુ મંગાવ્યું, તે ચપ્પુની ધાર મને આપતી વખતે તારી તરફ હતી અને ચપ્પુ પકડવાનો ભાગ મારી તરફ હતો. આ બાબત એ વસ્તુ બતાવે છે કે તું હંમેશા સામે વાળાનું ભલુ ઇચ્છે છે અને બીજા કોઇને નુક્શાન પહોંચાડીશ નહિ. તારી અંદર જરાપણ સ્વાર્થ ભરેલો નથી. તું હંમેશા પરમાર્થી છે. દેશ માટે તું ગૌરવ પ્રાપ્ત કરીશ.” આટલી કુનેહ સૂક્ષ્મ બુધ્ધિ હતી વિવેકાનંદમાં .

( 3 ) હાજર જવાબીપણું અને યોગ્ય જવાબ આપવાની શક્તિનાં દર્શન તેમના જીવનનાં આ પ્રસંગમાંથી થાય છે. એકવાર સ્વામીજી રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. તે હિંદુ સાધુસંતોના ભગવા કપડામાં હતાં. તે જ રેલવેના ડબ્બામાં બે અંગ્રેજ અધિકારી પણ સામે બેઠા હતાં. થોડા સમય પછી આ અંગ્રેજ અધિકારીઓને સામે બેઠેલા સાધુની મજાક કરવાની ઇચ્છા થઇ. તેમને હિંદુ સાધુઓ વિશે અંગ્રેજીમાં મશ્કરી કરવાનું શરુ કર્યું. તેઓ એમ માનતા હતા કે આવા બાવાઓને અંગ્રેજીમાં શું ખબર પડવાની છે. તેમનો વાર્તાલાપ પૂરો થયો ત્યા સુધી આ વિવેકાનંદ બધુંજ શાંતિથી સાંભળી રહ્યા હતાં. જેવા અંગ્રેજો શાંત પડ્યા કે સાધુ સ્વરૂપે બેઠેલા વિવેકાનંદે અંગ્રેજી ભાષામાં અંગ્રેજોને જવાબ આપતા કહ્યું કે “અમે હિંદુ કપડાથી નહિ વિચારોથી શોભીએ છીએ, અમારા કપડા ભલે મેલાં હોય પરંતુ અમારા વિચારો પવિત્ર હોય છે જ્યારે તમારા અંગ્રેજોનાં કપડા ભલે ચોખ્ખા હોય પણ મન ગંદા હોય છે.” આગળનાં સ્ટેશને બન્ને અંગ્રેજો સીટ ખાલી કરી જતાં રહ્યા. આ શક્તિ હતી આપણા હિંદુ પુરુષની.

( 4 )  સ્ત્રી માટેનાં ઉત્તમ વિચારો વિશ્વમાં કોઇએ શીખવા હોય તો તે વિવેકાનંદનાં વિચારોમાંથી જ શીખી શકાય છે. અમેરિકાનાં શિકાગો શહેરમાં પ્રવચન આપ્યા બાદ વિવેકાનંદ અમેરિકા અને ભારતમાં લોકપ્રિય બની ગયા. અમેરિકામાં એક ધણાઢ્ય સ્ત્રી તેમના વિચારોથી એટલી બધી પ્રભાવિત થઇ કે તેમણે પોતાના ઘરે રોકાવાનું આમંત્રણ આપ્યું. સ્વામીજીએ આમંત્રણ સ્વીકારી લીધું. સ્વામીજી ત્યા રોકાયા પણ ખરા. આ સમય દરમિયાન તે સ્ત્રી સ્વામીજી તરફ આકર્ષાયી. તેણે સ્વામીજી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સ્વામીજીએ લગ્ન માટેનું કારણ પૂછ્યું. સ્ત્રીએ જવાબ આપતા કહ્યુ કે “મારે તમારા જેવો તેજસ્વી અને પ્રખર બુધ્ધિશાળી સંતાન એટલે કે બાળક જોઇએ છે. હું તમારા જેવા પુરુષની માતા બનવા માંગુ છું. જગત મને શ્રેષ્ઠ બાળકની માતા તરીકે ઓળખે તેવી મારી ઇચ્છા છે.” આ સમયે સ્વામી વિવેકાનંદે આપેલો જવાબ વર્તમાન સમયે આપણા સૌના માટે ગર્વ અપાવે તેવો હતો. સ્વામીજીએ તે સમયે તે સ્ત્રીને જવાબ આપતા કહ્યુ કે “જો તમે ખરેખર મારા જેવા પુત્રની અપેક્ષા રાખતા હો તો તેના માટે તમારે કમસેકમ નવ મહિનાની તો રાહ જોવી જ પડશે….. અને એની પણ ક્યાં ખાતરી છે કે પુત્ર મારા જેવો જ જન્મે ? પરંતુ એક રસ્તો છે જો આપ મને અત્યારથી જ આપનો પુત્ર સમજી લો તો નવ મહિના સુધી પણ રાહ જોવી નહિ પડે.” એક હિંદુ યુવાનનાં સ્ત્રી અંગેના વિચારો સાંભળી અમેરિકન સ્ત્રી સ્વામીજીનાં ચરણોમાં પડી ગઇ. આવી ઉત્તમ દ્રષ્ટી હતી સ્ત્રી અંગેની સ્વામીજીની.

( 5 ) ધર્મ અને ભગવાન અંગેના સ્વામીજીનાં વિચારો જોઇએ. સ્વામીજી આસ્તિક હતાં. એક રાજ દરબારની ઘટના છે. એક દરબારને એક પુત્ર હતો, તે ભગવાનમાં માનતો ન હતો. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કાંઇ ફરક પડ્યો નહિ. ઘણાબધા સાધુસંતોનો આધાર લીધો પરંતુ સફળતા મળી નહિ. કોઇકે કહ્યુ કે સ્વામીજીને બોલાવો. દરબાર સ્વામી વિવેકાનંદ પાસે આવ્યા અને પોતાના દિકરાની બધી બાબત કહી સંભળાવી. દિકરાને ઘરે આવીને સમજાવવા કહ્યું. સ્વામીજીએ ચોક્કસ દિવસ અને સમય ફાળવી દીધો. તે સમય મુજબ સ્વામીજી દરબારના ઘરે પહોંચી ગયા. સ્વામીજી દિવાનખંડમાં બેઠા હતા. દરબારનો છોકરો આવ્યો ત્યાં સુધી દિવાનખંડનું નિરીક્ષણ કરતાં હતાં. દિકરો ઉપરનાં માળેથી સીડી ઉતરી નીચે આવ્યો. સ્વામીજીની સામે આવીને બેસી ગયો. સ્વામીજીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભલે આપણે ભગવાનને જોયા નથી પરંતુ ભગવાન છે તે શ્રધ્ધાનો વિષય છે. છોકરો કોઇ કાળે માનવા તૈયાર ન હતો. ત્યારે સ્વામીજીએ સૂક્ષ્મ સમજનો ઉપયોગ કરીને દિવાનખંડમાં લગાડેલા દાદા પરદાદા અને પૂર્વજોનાં બતાવતા છોકરાને પૂછ્યું કે “તે તારા દાદાને જોયા છે?” છોકરાએ હા પાડી . ફરી પૂછ્યું , દાદાના દાદાને જોયા છે ? છોકરાએ ના કહ્યું . છોકરાને ફોટા બતાવતા સ્વામીજીએ કહ્યુ આ ફોટાના માણસને જો તું ઓળખતો ના હોય, તે ક્યારેય તેમને જોયા ન હોય તો તું આ ફોટા પર થૂંક …… સ્વામીજીનો આ પ્રશ્ન સાંભળી દરબાર અને છોકરો બન્ને લાલ-પીળાં થઇ ગયા. છોકરાએ કહ્યું , આ તમે શું કહી રહ્યા છો ? મારા દાદા પરદાદાને જોયા નથી તો શું થયું ? હું તેમના ફોટા પર થૂંકી ન શકું . ત્યારે સ્વામીજીએ ખૂબજ સુંદર જવાબ આપતા છોકરાને સમજાવ્યું કે , જો તે તારા દાદા પરદાદાને જોયા નથી છતાં માને છે કે તે મારા દાદા છે તો પછી આ સંસાર જેમને બનાવ્યો છે અને જે જગતને ચલાવી રહ્યા છે તેમને જોયા હોય કે ન જોયા હોય તેનાથી કાંઇ ફરક પડતો નથી . આપણે તેના અસ્તિત્વને નકારી ન શકીએ . ભગવાન એ શ્રધ્ધાનો વિષય છે . છોકરો સ્વામીજીના પગમાં પડી ગયો અને ભગવાનના અસ્તિત્વને માનવા લાગ્યો .

સ્વામી વિવેકાનંદ એટલે આત્મવિશ્વાસનો હિમાલય ……. મહાસાગર એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી કારણકે તેમને દેશના યુવાનોને જે ઉત્સાહ વર્ધક વાક્ય કહ્યું એ વાક્ય જ તેમના વ્યક્તિત્વને સાકાર કરે છે . તેમનો આત્મવિશ્વાસ જુઓ ……….. જો તમે મને દેશનાં 100 નવયુવાનો આપશો તો હું દુનિયા બદલી આપીશ . YOU CAN GIVE ME ONE HUNDRED NACHIKETA , I WILL CHANGE THE WORLD .

-જીતુ નાયક….મો. 9228705796

(સ્વામી વિવેકાનંદ વિષેના આ બે લેખ મને ખુબજ ગમ્યાં એટલે બંને એકસાથે પોસ્ટ કર્યા છે.)

 
Leave a comment

Posted by on નવેમ્બર 3, 2020 માં Very Nice

 

ટૅગ્સ: ,

આપણી જિંદગીમાં લોકોની અવરજવર


આપણી જિંદગીમાં લોકોની અવરજવર ચાલતી રહે છે. કોઈ થોડા સમય માટે તો કોઈ લાંબા સમય માટે આપણી લાઈફમાં આવે છે. માણસમાં એક પડાવ હોય છે. અમુક લોકો અમુક સમય રોકાય છે અને પછી ચાલ્યા જાય છે. દરેક વ્યક્તિ જાય ત્યારે આપણામાં કશુંક મૂકતી જાય છે. થોડીક મીઠાશ, થોડીક કડવાશ, થોડીક યાદ, થોડીક ફરિયાદ, થોડીક આશા, થોડીક નિરાશા, થોડોક આનંદ, થોડોક ઉત્સાહ, થોડીક હતાશા જનાર વ્યક્તિ આપણામાં મૂકતી જાય છે. જેની પાસે જે હોય એ મૂકતું જાય છે. અમુક લોકોને મળીને એટલે જ આપણે થોડાક હળવા થયા હોય એવું લાગે છે. એ માણસે આપણામાં થોડીક હળવાશ મૂકી હોય છે. કડવાશ મૂકી જનારા પણ કંઈ ઓછા નથી હોતા! એક માણસે સંતને ફોન કરીને કહ્યું કે, તમને મળવું છે, ક્યારે આવું? સંતે સામો સવાલ કર્યો કે, આમ કેમ અચાનક આવવાનું મન થયું? પેલા માણસે કહ્યું, છેલ્લા થોડા દિવસથી અમુક લોકો સાથે હતો. એ બધાની નેગેટિવિટી મારા પર સવાર થઈ ગઈ છે. એનાથી મુક્તિ મેળવવા તમારી પાસે આવવું છે. મને એવું ફીલ થાય છે કે મારી અંદર જે ભરાઈ ગયું છે એને ખાલી કરવાની જરૂર છે. થોડાક જાળા બાઝી ગયા છે એને સાફ કરવા છે.

આપણે કોઈને મળ્યા પછી અથવા તો કોઈની સાથે રહ્યા પછી એનું વિચારીએ છીએ કે, એની સાથે રહેવાથી મારામાં શું ફેરફારો થયા? થતાં હોય છે. આપણે એના ઉપર નજર નથી કરતા. આપણે એવું પણ નથી વિચારતા કે, જનારો માણસ મારામાં જે મૂકી ગયો છે, એ રાખવા જેવું છે કે પછી ઉખાડીને ફેંકી દેવા જેવું છે? અમુક લોકો આપણું મગજ બગાડી દે છે. એટલે જ આપણને એવું થાય છે કે, આ મને ક્યાં મળ્યો? તમારી લાઈફમાં એવી કઈ વ્યક્તિ આવી છે જેના વિશે તમને એવું થાય કે, આ મારી લાઈફમાં આવ્યો કે આવી ન હોત તો સારું હતું? ઘણા કિસ્સામાં એવું પણ થાય છે કે, કોઈ વ્યક્તિ આપણી લાઈફમાં આવે ત્યારે સારી લાગે છે. ધીમે-ધીમે એની સાચી ઓળખ આપણી સામે આવે છે. આપણને પછી સમજાય છે કે, આ વ્યક્તિ તો મેં ધારી હતી એવી નથી. આપણે કોઈ વ્યક્તિને ઓળખી જઈએ પછી પણ તેનાથી મુક્ત થઈએ છીએ ખરાં?

એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેની લાઈફમાં એક છોકરો આવ્યો. છોકરીને તેના પ્રત્યે આકર્ષણ થયું. છોકરો જ્યારે પણ મળે ત્યારે સારી સારી વાતો કરે. છોકરીના વખાણ કરે. ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ઘણીવખત માણસ દૂર હોય ત્યારે સમજાતો નથી, પણ નજીક આવે ત્યારે પરખાઈ જતો હોય છે. છોકરીને એવી ખબર પડી કે, પોતે જેને પ્રેમી માને છે એ તો અનેક છોકરીઓને ફેરવે છે. જેવી વાતો મારી સાથે કરે છે એવી વાતો તો બીજી કેટલીય છોકરીઓ સાથે કરે છે. છોકરીને દુ:ખ થયું, પણ આખરે એ સમજી ગઈ કે, આની સાથે વધુ સંબંધ રાખવામાં માલ નથી. એક દિવસ છોકરો મળવા આવ્યો ત્યારે છોકરીએ કહી દીધું કે, મને તારી હકીકત ખબર પડી ગઈ છે. આજથી તારો અને મારો સંબંધ પૂરો. છોકરાએ કહ્યું, ફાઈન, તારી મરજી! એ તો જાણે કશો જ ફેર પડતો ન હોય એમ ઊભો થઈને ચાલ્યો ગયો. છોકરીને થયું કે, અરે આને તો કંઈ હતું જ નહીં! હું જ મૂરખ બની! આપણે મૂરખ બન્યા, આપણે છેતરાયા, એવું ભાન થાય પછી પણ આપણાથી સહન થતું નથી!

એ છોકરી ડિસ્ટર્બ રહેવા લાગી. તેની ફ્રેન્ડે પૂછ્યું કે, શું વાત છે? છોકરીએ બધી સાચી વાત કહી દીધી. તેની ફ્રેન્ડે કહ્યું કે, તેં જે કર્યું એ સારું કર્યું. આવા માણસ સાથે સંબંધ ન જ રખાય. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે, તારી વાત સાચી છે, પણ એ મારા દિમાગમાંથી ખસતો જ નથી. એણે મને છેતરી. મને ક્યારેક તો એના પર એવો ગુસ્સો આવે છે કે, એને થપ્પડ મારી દઉં. એ શું બધી છોકરીઓને રમકડું સમજે છે? આ વાત ચાલતી હતી ત્યારે જ છોકરીની ફ્રેન્ડના મોબાઈલમાં એક ઈમેલ આવ્યો. તેણે મેઈલ ખોલ્યો. મેઈલ નક્કામો હતો. તેણે તેની ફ્રેન્ડને કહ્યું કે, આ મેઈલ જો. સાવ નક્કામો છે. હું આનું શું કરીશ? રિપોર્ટ સ્પામ એન્ડ અનસબસ્ક્રાઈબ! એવું કરીને તેણે કહ્યું, આપણી લાઈફમાં પણ અમુક સ્પામ લોકો આવી જતા હોય છે, એને અનસબસ્ક્રાઈબ કરી ડિલીટ કરી દેવાના હોય છે. તેં અનસબસ્ક્રાઈબ તો કરી દીધો, પણ હજુ ડિલીટ તો કર્યો જ નથી! એ તો કદાચ તને ભૂલી પણ ગયો હશે, તું શા માટે એને યાદ કરી કરે છે? તારા મનમાંથી પણ એને કાઢી નાખ! આપણને ન ગમતી વ્યક્તિને ફિઝિકલી જ દૂર કરી દઈએ એ પૂરતું હોતું નથી. માનસિક રીતે પણ તેને હટાવવી પડે છે. આપણા દુ:ખનું કારણ મોટાભાગે એ જ હોય છે કે, આપણે મનમાં ઘણું બધું ધરબી રાખીએ છીએ. મનમાં પણ અમુક ગાંઠો એવી હોય છે જેને ખોતરતા રહીએ તો વેદના જ થાય! એવી ગાંઠોને ઉખેડીને ફેંકી દેવી પડતી હોય છે!

આપણી જિંદગીમાં આવતા બધા જ લોકો આપણા હોતા નથી. આપણી જિંદગીમાં આવતા માણસને આપણે બને એટલી વહેલી તકે ઓળખી લેવો જોઈએ. જેટલું મોડું થાય એટલી વેદના વધવાનું જોખમ હોય છે. અમુક લોકો એવા પણ હોય છે જેને આપણે ફટાક દઈને દૂર કરી શકતા નથી. એવા સમયે સેઈફ ડિસ્ટન્સ રાખવું જરૂરી બની જાય છે. નકામા લોકો સાથે પણ ક્યારેક કામ પૂરતા સંબંધો રાખવા પડતા હોય છે. એક યુવાનની આ વાત છે. તેની સાથે કામ કરતી એક વ્યક્તિએ તેની સાથે દગો કર્યો. આ યુવાન ખૂબ જ દુ:ખી થયો. તેણે નક્કી કર્યું કે, હવે આની સાથે લિમિટેડ રિલેશન જ રાખવા છે. તેને તકલીફ એ જ થતી હતી કે, એ માણસ સામે ને સામે હતો. દરરોજ ઓફિસમાં એને જોવો પડતો. તેને જોઈને એના મગજની નસો તંગ થઈ જતી હતી. તેની હાલત જોઈને તેના મિત્રએ કહ્યું કે, એ સામે હોય છે, પણ તું એના પર નજર માંડ નહીં. તેને જોઈને કેમ બધું તારા મનમાં ફરીથી તાજું થઈ જાય છે? કોઈની હાજરીને ગેરહાજરી કરી દેવાની આવડત પણ જિંદગીમાં જરૂરી છે.

છેલ્લો સીન :

અમુક માણસ આપણી જિંદગીમાં એવું શીખવાડવા માટે આવતા હોય છે કે દરેક માણસ ભરોસાપાત્ર હોતા નથી! –કેયુ.

-કૃષ્ણકાંત ઉનડકટ

kkantu@gmail.com

 
Leave a comment

Posted by on નવેમ્બર 2, 2020 માં Very Nice

 

ટૅગ્સ:

ભાષાની રક્ષા


મુસ્લિમ ભાઈઓ દુનિયામાં ક્યાં છે તેનાથી કોઈ ફરક નથી પડતો .. તેઓ તેમના ઈદના દિવસે ક્યારેય “HAPPY EID” નથી કહેતા. તે “ઈદ મુબારક” જ કહે છે …

ખ્રિસ્તી ભાઈઓ તેમના ક્રિસમસના દિવસે ક્યારેય “હેપી ક્રિસમસ” કહેતા નથી. તેઓ “મેરી ક્રિસમસ” …જ કહે છે …

હેપ્પી દિવાળી, હેપ્પી નવરાત્રી, હેપ્પી દશેરા, હેપ્પી બર્થડે, હેપ્પી હોલી … ફક્ત આપણે હિન્દુઓજ આવા અંગ્રેજી શબ્દો બનાવીએ છીએ …. કારણ કે,

” શુભ દિવાળી”
“શુભ દશેરા”
“જન્મ દિવસ ની શુભકામના “

આ શબ્દો બોલવામાં આપણને ઓ઼છપ લાગે છે …. શા માટે આવું થઈ રહ્યું છે?

એકમાત્ર કારણ છે ….. ધર્મ શિક્ષણનો અભાવ! જો આપણી પાસે ધર્મનું શિક્ષણ હોત …. તો આપણે આવું બોલ્યા ન હોત ….! આપણને આપણી ભાષા પર ગર્વ હોત… જો આપણને ખરેખર ધર્મ શિક્ષણ મળ્યું હોત, યાદ રાખો કે આપણી ભાષા આપણી ઓળખ છે .

આપણી ભાષા એજ આપણી સંસ્કૃતિ છે, આપણાં સંસ્કાર છે અને આ જ ભાષા આપણો ધર્મ છે.

કોઈએ કહ્યું છે, ભાષા રક્ષતી, રક્ષિત: એટલે કે તમે ભાષાની રક્ષા કરો. તો જ ભાષા તમારું રક્ષણ કરશે.

હવે.. શરૂઆત તો કરીએ.. શુભ દશેરા અથવા દશેરાની શુભેચ્છા કહેવાની.

શુભ દિવાળી અથવા દિવાળીની શુભેચ્છા કહેવાની.

આપણે જ પહેલ કરવી પડશે.. જાગ્યા ત્યારથી સવાર

-અજ્ઞાત 

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 20, 2020 માં Very Nice

 

જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેશો


“ઓહ ડેડ, તમે પણ શું ? મોઢામાં એક જરાસરખુ ચાંદુપડ્યું છે,એમાં આટલા બધા કેમ અકળાઓ છો?, થોડા દિવસ ઘરગથ્થું દવા કરી રાહ જુવો,”

અમેરિકાથી બે અઠવાડિયામાટે આવેલ N.R.I અતુલે પિતાની ફરિયાદનો જવાબ આપતા આગળ ચલાવ્યું, “પપ્પા, તમને ખબર છે કે હું માત્ર બે અઠવાડિયામાટેજ ભારતમાં આવ્યો છું. ત્રણ દિવસ તો થઈ ગયા. હજુ મીનાના પિતાને મળવા સુરત જવું છે, ત્યાં પણ ચાર દિવસનું રોકાણ થશે ઉપરાંત અમો મિત્રોએ ઘણે સમયે ભેગા થયા હોઈએ એક શોર્ટ ટ્રીપ પણ અઠવાડિયાની ગોઠવી છે, આમ સમય જ ક્યાં છે ? કે હું તમને દવાખાને લઈ જાઉં? ડોક્ટરો,એન્ટી-બાયોટિક્સ,અને સ્ટીરોઈડનો હારડો લખી આપશે, એક્સરે,એન્ડોરસ્કોપી, સ્ક્રીનિંગ જેવી લાંબી ખર્ચાળ વિધિમાં ઉતારી દેશે વારેવારે દવાખાનાના ધક્કા રહેશે, અને દવા ગરમ પડશે તે નફામાં.”

“અગાઉ પણ ઘણીવાર મને ચાંદા પડતા, ત્યારે હું ચણોઠીના પાન ચાવતો, મીઠા, અને ફટકડીથી કોગળા કરતો, અને બે દિવસમાં બધું મટી જતું હતું. ગમે તે હોય, પણ આ વખતે તે મને અતિ વસમું લાગે છે, ખોરાક પણ ગળે ઉતરતો નથી, છતાં તારી વાત સાચી છે, થોડો સમય ઘરગથ્થુ ઉપાય જારી રાખી રાહ જોઈએ.” કચવાતે મને પુત્રને રાજી રાખવા અસહ્ય, દર્દ, અને વેદનાને દબાવી વૃદ્ધ કંચનરાય બોલ્યા.

આમને આમ બે અઠવાડિયા વિતી જતાઅતુલ ફરી અમેરિકા જવા ઉપડી ગયો જતા જતા પિતાને ભલામણ કરતા બોલ્યો “તબિયતનું ધ્યાન રાખજો, હું ફરી પાંચ વર્ષસુધી તમારું મોઢું જોવાનહીં પામું, અને જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો.”

અતુલના ઉપડીગયા બાદ બીજે જ દિવસે કંચનરાય અને તેના પત્નિ મધુરીબહેન પોતાના ફેમિલી ડોક્ટર મહેતા પાસે તબિયત બતાવવા ગયા. ડોક્ટરે ગળું તપાસી અને સલાહ આપતા કહ્યું કે “સાહેબ, તમે અહીંના નિષ્ણાત ડો. દેસાઈને બતાવો, હું તમને તેના ઉપર ચિઠ્ઠી લખી આપું છું.”

ડોક્ટર આશિષ દેસાઈ,નામી કેન્સર શ્પેસ્યાલિસ્ટ હતા,વર્ષો સુધી લન્ડનની રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં કેન્સર ઉપર રિસર્ચ કરી વતનમાં સ્થિર થયા હતા. ડો. મેહતાના સૂચનથી તેમની ચિઠ્ઠી સાથે કંચનરાય ડો. દેસાઈને દવાખાને તેની એપોઇન્ટમેન્ટ મેળવી પહોંચ્યા. ચેમ્બરમાં દાખલ થતાંજ ડોક્ટર દેસાઈ કંચનરાયને ઓળખી ગયા. તેને જોતાજ, કપાળે હાથ ફેરવતા ભૂતકાળમાં સરી પડ્યા.

આજથી 40 વર્ષ પહેલાનો આછી મૂંછ, ભરાવદાર, ગંભીર છતાં હસમુખા સ્વાભાવનો ચહેરો, રુવાબભરી, સ્વમાની,અને ખુમારીવાળી છટાદાર ચાલ, જ્ઞાન અને વિદ્વાતાના તેજપૂંજથી ચમકતું ઊંચું મોટું કપાળ. ગણિત-વિજ્ઞાનનો પારંગત મુંબઈ યુનિવર્સીટીનો B.Sc. ગોલ્ડમેડાલિસ્ટ, આદર્શ અને સિદ્ધાંતવાદી ઉત્તમ શિક્ષક કંચનરાય દીનાનાથ પાઠકનો ચહેરો તેની નજર સામે તરવર્યો.

ડો, દેસાઈએ એક્સરે, લોહીના તથા એન્ડોરસ્કોપીના રિપોર્ટ જોયા બધીજ તપાસ કર્યા બાદ કહ્યું “તમે થોડા મોડા છો, દશ-પંદર દિવસ પહેલા આવવાની જરૂર હતી તમારા મોઢામાં પડેલ ચાંદાથી તમારા રોગની શરૂવાત થઇ હતી, અને હવે તે ચાંદા વધીને આંતરડા સુધી પહોંચતા તમને આંતરડાનું કેન્સર હોવાનું નિદાન આવે છે પણ તમે ચિંતા ન કરતા હું તમને ઓપરેશનથી તદ્દન સારું કરી દેવાની ખાત્રી આપું છું.”

“પણ……સાહેબ…. “

ઓપરેશનના નહીં પણ તેમાં થનારા ખર્ચની ચિંતાસાથે કંચનરાય બોલવા જતા હતા ત્યાંજ ડો. દેસાઈએ વચ્ચે અટકાવતા કહ્યું, “તમે ખર્ચની ચિંતા ન કરતા આ તો સાવ નાનું અને મામુલી ઓપરેશન છે અને બિલકુલ નજીવા ખર્ચમાં તે પતી જશે. તમે આજે જ અહીં દાખલ થઇ જાઓ, આવતી કાલે વહેલી સવારે તમારું ઓપરેશન હું હાથ ધરીશ.”

ડોક્ટરનું વાક્ય સાંભળતા ચિંતાતુર ચહેરે તેણે પત્નિ મધુરી સામે જોયું. હકાર સૂચક નજરથી પત્નિએ સંમતિ આપતાં કંચનરાય દવાખાનાના બિછાને પડ્યા.

ઓપરેશન સફળ રહ્યું ધાર્યા કરતા વધુ સહેલાઈથી દર્દનું નિદાન અને ઉપચાર થઇ જતા કંચનરાય અને મધુરીબેન ખુશ હતા છતાં ડોક્ટરને ચૂકવવાના બિલની ચિંતામાં થોડી માનસિક બેચેની અનુભવતા હતા. પુત્ર અતુલને પત્ર દ્વારા ઓપરેશનની જાણ કરતાં, ચોથે દિવસે પત્રના જવાબમાં અતુલે પણ ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે “ઈશ્વરે અણધારી આફત આપી છે છતાં મોઢામાં ચાંદા પડવાની શરૂવાતથી જ પપ્પાએ ચેતી જવાની જરૂર હતી. પપ્પા મને બચપણમાં કહેતા કે “દરદ અને કરજ ને વધવા ન દેવાય” હશે, જે ઉપાધિ ભાગ્ય નિર્મિત હોય તેને ભગવાન પણ ભગાડી શકતો નથી, તબિયતનું ખાસ ધ્યાન રાખજો અને હા,,,,, જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો. “

પત્ર વાંચતા કંચનરાયની આંખમાંથી બે બુંદ સરક્યા

*******

“સાહેબ,આપનું બીલ ,,?” દવાખાનમાંથી છૂટી મળી જતા કંચનરાયે ડોક્ટરનો આભાર માનતા પૂછ્યું.

ડોકટરે સ્હેજ હસતા તેને ખભે હાથમુકતા કહ્યું,”સાહેબ,આપ બિલની ચિંતા ન કરો, હજુ તમારી સારવાર ચાલે છે, અહીં પુરી નથી થતી આવતા દશ દિવસ પછી ફરી તમારી તબિયત જોવા અને છેલ્લું ઇન્જેક્શન દેવા હું ખુદ જાતે ઘેર આવીશ ત્યારે બધુ જ બિલ એક સાથે તમને આપીશ દરમ્યાનમાં સાથે આપેલી દશ દિવસની દવા નિયમિત લેશો અને હા… દવાખાનાની એમ્બ્યુલન્સ આપને ઘર સુધી મૂકી જવા નીચે તૈયાર ઊભીજ છે.”

*******

“આજે ગણેશ ચતુર્થી છે વિઘ્નહર્તાને ધરેલ મોદકની પ્રસાદી લ્યો”કહેતા મધુરીબેને પતિને પ્રસાદઆપતા કહ્યું “હું જોયા કરું છું કે છેલ્લા થોડા સમયથી તમે સતત ચિંતા,અને ડિપ્રેશનમાં રહો છો આ રોગનું કારણ પણ એ જ છે આંતરડાનું ચાંદુતો નિમ્મિત માત્ર છે પણ ચાંદુ તમારા હૃદયમાં પડ્યું છે. ઘણા સમયથી આપણે આર્થિક સંકટ ભોગવીએ છીએ એમાં વળી ઓપરેશનનો ખર્ચો વધ્યો ત્યારે તમે શા માટે અતુલને વાત કરીને પૈસા મંગાવતા નથી? યાદકરો, અતુલને જયારે I.T નું ભણવા બેંગ્લોર મોકલ્યો ત્યારે ફી અને ડોનેશનના પૈસા ભરવા તમને મળેલ પાંચ તોલાનો મુંબઈ યુનિવર્સીટીનો પ્રતિષ્ઠિત ગોલ્ડમેડલ તમે વહેંચી દીધો હતો. વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવા જે વડીલોપાર્જિત મકાનમાં તમારી સ્મૃતિઓ અને સંવેદના ધરબાયેલી હતી તે હવેલી જેવડું મકાન ફૂંકી મારીને ખોબલા જેવા બે રૂમના ફ્લેટમાં રૂ,5000/ ના માસિક ભાડે રહેવા આવી ગયા તેને માટે તમે શું નથી કર્યું ? જયારે તે પોતે પોતાની ફરજ ન સમજે ત્યારે આપણે તેને સમજાવવી પડે જીવનમાં સારા માણસની જ કસોટી થાય છે, અને આ આપણી કસોટીનો સમય છે.”

“તમે સાચા છો મેં જે કર્યું છે તે મેં સંતાન પ્રત્યેની મારી ફરજ બજાવી છે તેથી વિશેષ કશું નથી કર્યું અને તેણે તેની ફરજ સમજવી જોઈએ જે આપથી ફરજ ન સમજે તેને પરથી ન સમજાવાય, અને સમજાવ્યાપછી બજાવે તેને “ફરજ બજાવી” નહીં પણ “ફરજ પાડી” કહેવાય”. કઁચનરાયની ખુદ્દારી અને સ્વમાની સ્વભાવ ફરી એક વાર ઉછળ્યો. ગાંડિવના ટંકારવ જેવા સ્વરમાં તેણે આગળ ચલાવ્યું ” અતુલ પાસે હું પૈસા માંગુ? અરે, મારી નિત્ય પૂજામાંપણ મેં દેવાધિદેવ પાસે હાથ જોડીને પ્રાર્થના કરી છે પણ માથું ટેકવીને, ખોળો પાથરીને,કે હાથ ફેલાવીને કદી કશુ માગ્યું નથી,? “હું માંગુ ને ઈ આપે,તે હરગીઝ મને મંઝુર નથી.”

એ પણ સાચું છે કે કસોટી સારા માણસોની થાય છે,અને એટલે જ આજે “કંચન” ની કસોટી થાય છે. બરકત (વિરાણી)ને પણ આવી જ હરકત નડી હશે, એટલેજ તેણે લખ્યું છે કે,
“ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.”

બેડરૂમમાં ક્ષણિક સ્તબ્ધતા છવાઈ ગઈ.

એવામાં ડોરબેલ રણક્યો, મધુરીબેને ઉભા થઈને દરવાજો ખોલતા સામે ડો.દેસાઈ સાહેબને ઉભેલા જોયા. મીઠો આવકાર આપ્યો. ડોક્ટરને જોતા જ કંચનરાયનો આક્રોશથી લાલ થઇ ગયેલો ચહેરો ફિક્કો પડી ગયો ફરી તેના દિમાગમાં બિલની ચિંતા પ્રવેશી.

” કેમ છો સાહેબ,” એક આત્મીય સ્વજનની લાગણીથી ડોકટરે કંચનરાયને પૂછતાં તેને તપાસવું શરૂ કર્યું.

તપાસ્યા પછી ડોકટરે કહ્યું, “હવે આંતરડાની સંપૂર્ણ રૂઝ આવી ગઈ છે. આજથી તેલ મરચાં સિવાયનો બધો ખોરાક લેવાની છૂટ છે તેમ છતાં ચિંતાનો એક વિષય એવો છે કે સતત તમારું લોહીનું દબાણ ઘટતું જ ચાલ્યું છે. આટલી દવા ગોળી આપવા છતાં તેનું કોઈ પરિણામ દેખાતું નથી. ખોટી ચિંતા,વિચારો,અને ડિપ્રેશનથી દૂર રહો મનને પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખો એ એકજ તેની શ્રેષ્ઠ દવા છે.”

એટલું કહી ડોક્ટર જવા માટે ઉભા થયા કે તુરતજ સ્વમાની કંચનરાય બોલ્યા “સાહેબ, આપનું બિલ ?”

ડોકટરે હસતા જવાબ આપ્યો “ચિંતા ન કરો, હું સાથે લાવ્યો જ છું.” એમ કહીને પોતાના કોટના ખિસ્સામાંથી એક બંધ કવર કાઢી કઁચનરાયના હાથમાં મૂક્યું.

કવરની સાઈઝ,અને જાડાઈ જોતા ચિંતાતુર સ્વભાવે કંચનરાયે પત્નિ મધુરી સામું જોયું અને ડોક્ટરને કહ્યું, “સાહેબ, બે-ચાર દિવસમાં હું પૈસા મોકલાવી આપીશ.”

“કોઈ ઉતાવળ કે ચિંતા નથી.” એટલું બોલતા ડોક્ટર નીકળી ગયા,

********

ડોકટરે આપેલ બિલનું જાડુ કવર જોતા કંચનરાય અને પત્નિ મધુરીબેનને ધ્રાસ્કો પડ્યો બિલ કેટલું મોટું અને વધુ હશે તેની ચિંતા સાથે કંચનરાયે કવર ખોલ્યું કવર ખોલતાં તેમાં બે પાનાંનો પત્ર હતો.

પ્રાતઃ સ્મરણિય વડીલ શ્રી પાઠક સાહેબ,

આપ મને ઓળખી નથી શક્યા પણ મારા દવાખાનામાં પ્રવેશતા જ હું આપને ઓળખી ગયો હતો. મારી ઓળખાણ હું માત્ર એક જ શબ્દમાં આપું તો રેલવેગુડ્સ ક્લાર્ક તરીકે નોકરી કરતા સ્વ.રમણીકભાઇ દેસાઈનો હું પુત્ર છું, અને આપનો વિદ્યાર્થી રહીચુક્યો છું. આપ મને લાડમાં આસુ કહીને સંબોધતા હતા, તે જ હું, ડો.આશિષ દેસાઈ.

સાહેબ, હું મારા ભૂતકાળના એ દિવસો હજુ નથી ભુલ્યો, કે જ્યારે ભર યુવાનીમાં મારા પિતાશ્રીનું અવસાન થતા આર્થિક અવદશાને કારણે મારે ધોરણ નવથી અભ્યાસ છોડવાની સ્થિતિ આવી હતી ત્યારે છેક એસ.એસ.સી. સુધી મારી સ્કૂલ ફી તથા પરીક્ષા ફી આપે ભરી હતી રમતિયાળ અને નાદાન સ્વભાવને કારણે ગણિત વિજ્ઞાનમાં હું નબળો હતો તે સમયે આપે પોતાને ઘેર બોલાવીને મને બબ્બે કલાક ગણિત વિજ્ઞાન ભણાવી તે વિષયોમાં રસ લેતો કર્યો. કોઈ પણ જાતના સ્વાર્થ વિના, નિઃશુલ્ક ટ્યુશન આપી આપે મારી પાછળ કિંમતી સમયનો ભોગ આપ્યો છે જેને કારણે આજે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. આપ હમેશા મારા આદર્શ રહ્યા છો તેથી મારા દવાખાનાનું નામ પણ “ગુરુ કૃપા હોસ્પિટલ” મેં રાખ્યું છે.

સમયાંતરે નામદાર આગાખાન ટ્રસ્ટ પાસેથી બોન્ડ ઉપર લોન લઇ મેં M.B.B.S,પૂરું કર્યું, અને પુના ખાતેની તેની હોસ્પિટલમાં ત્રણવર્ષ નોકરી કરી હું લન્ડન કેન્સર રિસર્ચ માટે ગયેલો.

લન્ડનથી પાછા ફરી વતનમાં દવાખાનું શરૂ કરવા સમયે આપના આશિર્વાદ લેવા હું ગામના આપના જુના ઘેર પણ ગયો હતો પરંતુ એમ જાણવા મળેલું કે તે ઘર વહેંચી આપ અન્યત્ર સ્થાયી થયા છો ત્યાર બાદ છેક આજે આ રીતે મળવાનું થયું.

આપે જે મને પિતૃતુલ્ય પ્રેમ આપ્યો છે તે બદલ મેં પુત્રવત ફરજ બજાવી હોય આપની સારવારની મને તક મળતા અંશતઃ ગુરુ દક્ષિણાચૂકવી હું ધન્ય થયો છું. આપના દીર્ઘાયુષ્યની ઈશ્વરને પ્રાર્થના કરું છું,

લી.
ડો.આશિષ દેસાઈ.

પત્ર વાંચવો પૂરો થતાંજ કંચનરાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા” ભગવાન ને ઘેર દેર છે,પણ અંધેર નથી ” તે સાચું છે. ભાવુક બનેલા કંચનરાય માટે પાણીનો ગ્લાસ લાવેલ મધુરીબેનની આંખો છલકાઈ ગઈ

******

રોજના નિત્યક્રમ મુજબ સવારે સાત વાગ્યે મધુરીબેન ચાહનો પ્યાલો લઇ કંચનરાયના બેડરૂમમાં પ્રવેશ્યા.કંચનરાય ભર ઊંઘમાં સુતા હોય એવું લાગતા ઢંઢોળીને જગાડવાની કોશિશ કરતા જોયું કે કંચનરાય નિશ્ચેતન પડ્યા હતા. હા, કંચનરાય ફાની દુનિયા છોડી ચાલી નીકળ્યા હતા. તુરતજ ડો.દેસાઈને બોલાવ્યા.

તપાસીને સ્ટેથેસકોપ ગળેથી ઉતારતા ડો.દેસાઈએ,ઊંડો નિશ્વાસ નાખતા કહ્યું ,”ગઈકાલે સાંજે મને જે ડર હતો,તે થઈને જ રહ્યું સાહેબનું લોહીનું દબાણ સતત ઘટતું રહેવાને કારણે હૃદય સુધી લોહી ન પહોંચતા, નિંદ્રાવસ્થામાં જ તેમનું હાર્ટફેઈલથી અવસાન થયું છે.”

અશ્રુભીની આંખે પિતૃતુલ્ય ભૂતપૂર્વ શિક્ષકના નિશ્ચેતન દેહનો ચરણસ્પર્શ કરી ડોક્ટર નીકળી ગયા,

******

પાંચેક દિવસ બાદ અતુલનો મધુરીબેન ઉપર લખેલો પત્ર આવ્યો.

પૂજ્ય મમ્મી,

“પપ્પાના દુઃખદ અવસાનના સમાચારથી અમો બધા ખુબજ વ્યગ્ર થયા છીએ.મને અફસોસ છે કે આવા પ્રસંગે પણ હું હાજર ન રહી શક્યો મને ન તો તેની સેવા કરવાની કે મદદરૂપ થવાની તક મળી. હિંમત રાખશો.

સ્વ.પપ્પા ધાર્મિકવૃત્તિના હતા અને માં ગાયત્રી ઉપર અપાર શ્રદ્ધા હતી તેથી તેના આત્માની શાંતિ માટે ગાયત્રી યજ્ઞ કરાવશો, બારમાના દિવસે ગૌ દાન, તથા સેજદાન પણ કરી વિધિવ્રત બ્રહ્મભોજન પણ કરાવશો, અને હા, જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેશો.”

લિ.
અતુલના પ્રણામ.

Courtesy: Whatsapp Forward 

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 16, 2020 માં Very Nice

 

રજા ની મોજ સુખડી ને સંગ


ગોળપાપડી(સુખડી) અંદાજે ઈ.સ. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી “ગોળપાપડી”ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.

ઇન્દ્રદેવે મનુષ્યને પહેલીવાર આ રેસીપી સુઝાડી ત્યારે નારદે વ્યંગમાં કહ્યું’તું, ‘હે ભગવંત..! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવવશે? ત્યારે ઈન્દ્રએ વચન આપ્યું’તું કે ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’. પૃથ્વીના પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને સંતોષથી માણતાં જોઇને નારદમુનિએ ગોળપાપડીને સુખડી નું હૂલામણું નામ આપ્યું…!

સાહેબ, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો, સવાલ જ નથી…! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયન્ટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. ન તો કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય હો!! અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે.

આહા..! એ ‘લોહ્યાં’માં ઘસતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ હોંશની કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ બહાર વરસાદના ફોરાં પાડતાં હોય ત્યારે લસોટાતી સુખડીની જેમણે સુગંધ છાતીમાં ભરી છે એનું જીવતર એળે ન જાય. કોઈ વાર ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડીની એક ચમચી મોઢામાં મૂકજો, થનગની ઉઠશો..!

બાળપણમાં અમે પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતી પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ…! આહા…! એ ચોસલું…!

બારમાસી ગોળપાપડીને નથી નડતાં કોઈ દેશ-કાળના બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતના રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘી સોટાય કે મુંબઈમાં. “એન્ટિલિયાના” ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે.

એક વાત તો કબૂલ કરાવી પડે કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું.કોઈવાર મોળી તો કોઈ વાર ગળી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીના સ્વાદ અને બનાવટમાં ફેર હોય એ નક્કી.

ગોળપાપડી એટલે એક પવિત્ર મીઠાઈ. કૂછ મીઠા હો જાય ના લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લ્યો એટલે તમે પુણ્યશાળી! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારના ભાતાંનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી ગોળપાપડી મોકલશે. સક્કરપારાઅને ગોળપાપડીના ભરેલા ડબ્બાઓ અમદાવાદ- ન્યૂ જર્સી બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ ખૂલે છે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલની સફર પણ કરે. ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય અથવા તો ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ..!

આપણે તો પ્રભુને પ્રાર્થના કરીએ કે રાય હોય કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમર ઝરમર વરસાદ આવે ત્યારે દરેક ઘરમાં એક નાની થાળીમાં ઠારી શકાય એટલો લોટ, ગોળ અને ઘી હોય.!

જો લેખ વાંચી ને મોજ આવી હોય અને મોઢા મા પાણી છુટ્યા હોય તો સુખડી બનાવી ને શેર કરી ને જમાડજો ભાવથી…

-અજ્ઞાત 

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 13, 2020 માં Very Nice

 

વિસરાતા શબ્દો


આપણી ભાષામાં વપરાતા શબ્દોના તત્સમ શબ્દો..બહુ ઓછી ભાષામાં જોવા મળે છે.

  • દોયડી- કપડાં સૂકવવા કે કંઈ બાંધવા માટે
  • જાળી – ભમરડો ફેરવવા માટે
  • રાશ – બળદને કન્ટ્રોલ કરવાની લગામ
  • વરત – પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
  • વરતડી – પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
  • નાથ – બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
  • રાંઢવુ – જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી
  • નાડી – ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
  • નોંજણું – ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
  • ડામણ – ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
  • જોતર – બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
  • નેતર – છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

■ આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે.  દા. ત.

  • શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
  • સૂતળી – શણમાં થી બનાવેલી દોરી
  • વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી
  • કાથી – નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી

…તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,

  • ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
  • પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
  • ચોફાળ – પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
  • બુંગણ – ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
  • ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો
  • પનિયું- કમરે બાંધવાનું કાપડ
  • ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ
  • ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
  • કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
  • મસોતું- રસોડામાં વપરાતું હાથ લુછવા માટે તથા વાસણ લુછવા માટે વપરાતો કાપડનો ટુકડો.
  • પંચિયું- શરીર લુછવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
  • અબોટિયું – પૂજા અથવા અન્ય ધાર્મિક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
  • લુગડું – સાડીને લુગડું પણ કહે છે.

■ ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો ■

  • પરોણો – બળદને હાંકવા માટેની લાકડી
  • કળીયુ – ખેતી માટેનું સાધન
  • બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
  • ફાળ – હળનો નીચેનો ભાગ
  • કોશ – ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
  • કોસ (ઉ. કોહ) – કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
  • સુંઢ – કોસનો ચામડાનો ભાગ
  • ગરેડી – કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
  • પાડો – બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
  • તરેલું – કોસમાં બળદને જોડવાનું સાધન
  • ધોંસરુ – ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
  • પાટ – ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
  • ઈસ – ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
  • ઉપલું – ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
  • પાંગથ – ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
  • તગારું – સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
  • ઘમેલું – કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
  • બકડીયું – તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
  • સૂયો – કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
  • રાંપ – ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
  • રંધો – સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
  • નેવા – છાપરામાંથી પાણી પડવાના ભાગ
  • મોભ – છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
  • વળી – મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
  • સાલ – ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
  • વિંધ – સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
  • પાયો – ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
  • ઢોલિયો – મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
  • નીક – ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
  • ધોરિયો – મોટી નીક ને ધોરિયો કહે છે.
  • છીંડું – વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
  • ખળું – અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
  • કેડો – રસ્તો
  • કેડી – પગ રસ્તો
  • વંડી – દિવાલ
  • કમાડ – મોટું બારણું
  • ડેલો – મોટા કમાડવાળું બારણું.

આપણા મિત્રો માંથી અડધા આ વાત થી અજાણ હશે કદાચ….

-Maya Desai

 

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 12, 2020 માં Very Nice

 

મારે તમારો આભાર માનવો છે


હમણાં થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે અમદાવાદની એક પ્રાયવેટ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત એક શિક્ષકને દાખલ કર્યા હતા. તેમના બે વિધાર્થીઓ જ ડોક્ટર હતા. તેઓએ ખુબ સુંદર રીતે તેમના પ્રિય શિક્ષકનું ધ્યાન રાખ્યું અને સારવાર આપી. તે શિક્ષકના જ અન્ય બે સ્ટુડન્ટ જેઓ વિદેશમાં ડોક્ટર હતા તેમની સાથે વિડીઓ કોન્ફરન્સ કોલથી શિક્ષકની સ્થિતિ વિશે રોજ ચર્ચા કરતા અને ચારેય ડોક્ટર વિધાર્થીઓએ પોતાના શિક્ષકને હેમખેમ સારા કરી ઘરે પહોંચાડ્યા.

લગભગ ચાર વર્ષ પહેલાના કોઈ દિવાળી અંકમાં વાંચેલ એક પ્રસંગ લખું છું. વિરમગામ પાસેના એક ગામની સરકારી શાળાના એક શિક્ષકને તેમનો જ એક ભૂતપૂર્વ વિધાર્થી જે અમેરિકામાં સ્થાયી હતો, તે ઘણા વખતથી તેમને આગ્રહ કરતો કે તમે અમેરિકા આવો, મારા ઘરે રહો અને આપણે જોવાલાયક સ્થળોએ સાથે ફરીએ. શિક્ષક અને તેમના પત્ની તેમના વિધાર્થીના વાંરવાર અને વિનંતિભર્યા આગ્રહને માન આપી ૨૦૧૪ માં અમેરિકા ગયા.

વિધાર્થી અને તેની પત્નીએ શિક્ષકને કહ્યું હતું એમ ૨૦ દિવસ સુધી અમેરિકામાં ફેરવ્યા. ખુબ આનંદ કરાવ્યો. શિક્ષકની આંખમાં તો પાણી આવી જતા. છેલ્લે જવાના દિવસે તેમના વિધાર્થીએ તેમને વાત કરી, ‘આજે મારે તમારો આભાર માનવો છે.’ શિક્ષક અને તેમના પત્નીને આશ્ચર્ય થયું કે આભાર તો અમારે તારો માનવાનો હતો કે એક દીકરો પોતાના માતાપિતાને રાખે અને ફેરવે તેવાજ પ્રેમાળ ભાવથી તે અમને અહી રાખ્યા અને ફેરવ્યા. અમે તો આ જન્મમાં આ બધું જોઈ જ ના શક્યા હોત. તારો ક્યા શબ્દોમાં અમે આભાર માનીએ.

વિધાર્થીએ કહ્યું, ‘ઋણ તો હું ચૂકવી શકું તેમ નથી. ૧૯૯૨ માં હું ૧૧ વર્ષ નો હતો પાંચમાં ધોરણમાં સરકારી શાળામાં ભણતો હતો. તમે અમારા વર્ગ શિક્ષક હતા. આપણી શાળામાંથી નળસરોવરનો એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. તેની ફી ૫૦ રૂપિયા હતી. મારા કે મારા પિતાની ૫૦ રૂપિયા ભરવાની સ્થિતિ પણ ન હતી. મારો કુદરત સાથેનો, પશુ, પંખી સાથેનો પ્રેમ તમારા ધ્યાનમાં હતો. તમે મારા ૫૦ રૂપિયા ભર્યા અને હું નળસરોવર ફરી શક્યો.’

આટલું વાંચીને આપણને બધાને લાગે કે શિક્ષકે વર્ષો પહેલા વિધાર્થીના પ્રવાસના પૈસા ભર્યા અને તેનું ઋણ વિધાર્થીએ ઉતાર્યું. ઘણું સારું કહેવાય. પણ ખરી વાત હજુ હવે શરૂ થાય છે. પ્રવાસનો ખર્ચો ૪૫ રૂપિયા આવ્યો હતો. શિક્ષક નામ બોલી ક્લાસના દરેક વિધાર્થીને પાંચ રૂપિયા પાછા આપતા હતા. આ વિધાર્થીનું પણ નામ બોલી તેને પાંચ રૂપિયા આપ્યા. વિધાર્થીને બહુ આશ્ચર્ય થયું કે જ્યારે પૈસા મેં આપ્યા જ નથી ત્યાં પાંચ પાછા આપવાનો તો પ્રશ્ન જ નથી.

તે સ્કુલ છુટ્યા પછી તેના શિક્ષકને મળ્યો. શિક્ષકે કહ્યું, ‘હું તને પાંચ રૂપિયા ના આપું એટલે ક્લાસના અન્ય વિધાર્થીઓ તને પૂછે અને મેં તારા પૈસા આપ્યા તેવી સ્પષ્ટતા તારે કરવી પડે એ સ્થિતિમાં મારે તને નહોતો મુકવો.’

વિધાર્થીએ શિક્ષકને કહ્યું, ‘મારા પ્રવાસના પૈસા ભરવા, પ્રવાસનો આનંદ અને છેલ્લે ક્લાસ વચ્ચે મને પાંચ રૂપિયા પાછા આપી મારું ગૌરવ સાચવ્યું, આ ઘટનાઓએ મને જીવન જીવવાની કેટલી બધી શીખ આપી દીધી. ત્યાર બાદ આગળનું શિક્ષણ અમદાવાદમાં થયું ૨૦૦૧ માં હું અમેરિકા આવ્યો અને દસકા માં જ અહીં ઘણો સરસ રીતે સ્થાયી થઈ ગયો છું પણ તમે જે પ્રેમાળ રીતે મારો સમય સાચવ્યો તે મારા હ્રદયમાં હંમેશને માટે કોતરાઈ ગયો છે.’

૨૮ વર્ષ પહેલા વિરમગામ નજીકના નાના ગામની સરકારી શાળામાં બનેલ આ પરીકથા જેવો પ્રસંગ કેટલું બધું શીખવી જાય છે. શિક્ષક અને વિધાર્થીના સબંધો પણ કેવા જન્મોજન્મના હોય છે.

• હજુ પણ નાના નાના ગામની શિક્ષણ પદ્ધતિ વૈદિક કાળમાં હતી તે પરંપરાથી જ ચાલે છે. ત્યાં પેરેન્ટ્સ મિટિંગ નથી થતી હોતી. શિક્ષકો જ પેરેન્ટ્સની ભૂમિકા અને જવાબદારી નિભાવતા હોય છે. જુના વિધાર્થીઓ શાળાને તેમજ જરૂરિયાતમંદ વિધાર્થીઓને ખુબ મદદ કરતા હોય છે.

• કોઈ તકલીફવાળા કે નબળા વિધાર્થીના તારણો વર્ગશિક્ષક શાળાના આચાર્યને કહે અને તેઓ જ ભેગા થઈ વિધાર્થી માટે શું શ્રેષ્ઠ કરી શકાય તે વિચારી અમલમાં મુકતા હોય છે. ના છુટકે જ માતાપિતાને શાળામાં બોલાવવામાં આવે છે.

• ઘણી શાળાઓ જુના વિધાર્થીઓથી, જુના વિધાર્થીઓ દ્વારા હાલ ભણતા વિધાર્થીઓ માટે ચાલતી હોય છે. જે જુના વિધાર્થીઓ પોતાની માતૃશાળાના શિક્ષકો અને શાળાને ભૂલતા નથી તેનો શ્રેય શાળાના શિક્ષકોને જાય કે તેમનું આપેલું શિક્ષણ વિધાર્થીઓને જીવનપર્યંત શાળા સુધી ખેંચી લાવે છે.

• જ્યાં શિક્ષકો, શાળા અને સંચાલકોનો માનવતાપૂર્ણ વ્યવહાર અને અભિગમ હોય ત્યાં વિધાર્થીઓ આપોઆપ માનવીય વ્યવહાર શીખે છે. માનવીય અભિગમ બાળકને સારો માનવી બનાવે છે. જેનાથી કોઈ પણ ડિગ્રીમાં તેની સફળતાની ખાતરી હોય છે.

• જ્યાં શાળા અને શિક્ષકોનો ફક્ત વ્યવસાયિક જ અભિગમ હોય ત્યાં બાળકોને સારી ડીગ્રી ચોક્કસ મળે છે પણ માનવતા સભર ગુણોની ખાતરી નથી હોતી.

આલેખન : ડો.આશિષ ચોક્સી

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 12, 2020 માં Very Nice

 

જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે


જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે:

1. “કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ.

2. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય.

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

7. કોઈને મહેણું ક્યારેય ન મારો.

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો.

19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

21. ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

24. પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે.

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો.

31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
– I am the BEST
– I can do it
– GOD is always with me
– I am a WINNER
– Today is my DAY

35. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

36. તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

38. ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

40. બચત કરવાની શિસ્ત પાળો.

41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.

42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો.

43. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો.

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.

52. મત તો આપવો જ.

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

55. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, ગરીબ ની સેવા કરો ઈશ્વર રાજી થશે….

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 4, 2020 માં Very Nice

 

ભુલાયેલા શબ્દો


આપણા ભુલાયેલા શબ્દો યાદ કરવા છે જેમ કે :

ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
શિપર ( સપાટ પથ્થર )
પાણો ( પથ્થર)

ઢીકો (ફાઇટ મારવી)
ઝન્તર (વાજિંત્ર)
વાહર (પવન)

ભોઠું પડવું ( શરમાવું )
હટાણું. ( ખરીદી કરવા જવું )
વતરણું ( સ્લેટ ની પેન)

નિહાળીયા (વિદ્યાર્થી )
બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )
રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

ખાહડા ( પગરખાં)
બુસ્કોટ ( શર્ટ )
પાટલુન ( પેન્ટ)

ભીસ્કુટ ( બિસ્કીટ )
ફારશયો ( કોમેડિયન )
ફારસ. ( કોમિક )

વન્ડી. ( દીવાલ )
ઠામડાં ( વાસણ )
લેવકળો ( માગ માગ કરનાર )

ભેરુ (દોસ્ત )
ગાંગરવુ. (બુમાબુમ કરવી)
કાંઠાળો ( હાઈટ વાળો )

ડણક ( સિંહ ની ત્રાડ)
બકાલુ (શાક ભાજી )
વણોતર ( નોકર)

ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
રાંઢવુ ( દોરડું )
દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
દકતર (સ્કૂલ બેગ)

પેરણ. (પહેરવેશ ખમીસ)
ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
બાક્સ (માચિસ )

નિહણી ( નિસરણી)
ઢાંઢા ( બળદ )
કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)

વેંત ,(તેવડ)
હડી કાઢ (દોડાદોડ,,)
કળી ( ઝીણા ગાઠીયા )

મેં પાણી. ( વરસાદ )
વટક વાળવું
વરહ (વર્ષ,)

બે ખેતર વા ,( દુરી નું એક માપ)
વાડો
૧ ગાવ (અંતર)

બાંડિયું
મોર થા ,( આગળ થા)
જિકવું

માંડવી(શીંગ)
અડાળી( રકાબી)
સિસણ્યું

દા આવવો (દાવ આપવો લેવો )
વાંહે (પાછળ)
ઢીસ્કો ( ઠીંગણા)

બૂતાન (બટન)
બટન( સ્વીચ )
રેઢિયાર (ધણી ધાણી વગર)

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 3, 2020 માં Very Nice

 

कुछ दवाएं


कुछ दवाएं लिख रहा हूं आप इनका नियमित रूप से सेवन करें।

ईमानदारी :- ये टॉनिक आपको अभी से लेना होगा चाहे आप नौकरी करते हों या व्यवसाय हर जगह इसका उपयोग करें आप खुद ही खुश दिखने लगेंगे।

दयाभाव :- ये टेबलेट आपको तब तब लेनी है जब भी आपकी किसी दुखी व्यक्ति को आपकी जरूरत हो

मेहनत :- ये पाउडर आपको अपने शरीर पर हमेशा लगा कर रखना चाहिए खुशी इसकी महक से आपके पास खींची चली आएगी।

ईश्वर में विश्वास :- सभी रोगों का रामबाण उपाय यकीन मनिए वो सबको खुश ही देखना चाहता है।

धैर्य :- ये इंजेक्शन तो आपको लेना ही पड़ेगा, थोड़ा दर्द तो होगा लेकिन असर जादुई होगा।

ये दवाएं किसी मेडिकल स्टोर पर नहीं, आपके आस पास ही मिल जाएंगी।

फीस की आप चिंता न करें वो आपको खुश देखकर वसूल कर लूंगा……

-अज्ञात 

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 30, 2020 માં Very Nice

 

સુખી થવાની સાચી ફોર્મ્યુલા


નવાગંતુક માર્કેટિંગ ડિરેક્ટરના સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્નીને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું : “તમારા પતિથી તમે સુખી છો ને?”

નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત જવાબની આશામાં, વિશ્વાસ સાથે,થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્નીનો જવાબ હકારમાં જ હશે. એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો, જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિથી સુખી નથી !”

આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.

પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં એ સ્ત્રીએ આગળ કહ્યું : “ના, હું એમનાથી સુખી નથી, હું [ જાતે સમજણથી ] સુખી છું ! હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારિત નથી, એ બાબત મારા પર આધાર રાખે છે! મારું સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરું છું. સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકાઈ જઉં !

આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારું શરીર, હવામાન, ખુશીઓ આ તમામ પરિવર્તનશીલ છે..

મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું : હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું, બાકીની તમામ બાબતો “અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે! જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું, સાંભળવું, સધિયારો આપવો.

મારા પતિ સાથે હું આમ જ જીવું છું. સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં, તેમ જ તમને અને બીજાં બધાંને ચાહવામાં……મને સુખી કરવાની જવાબદારી મારા પતિની નથી. એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે! અમારા સંજોગો ગમે તે હોય, પણ હું એને ચાહું છું, અને એ મને ચાહે છે. એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું. વાતાવરણ બદલાતું રહે છે. તમામ વસ્તુઓ બદલાતી રહે છે ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય.

અને પરિવર્તનો તો હંમેશા આવે જ છે એ જોયું હોય તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ. જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે. એમ નહીં થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું.

સાચો પ્રેમ કરવો કઠિન છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત ક્ષમા આપવી. “અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા અને એમને સાથે રહીને ઝીલવા અને પરિણામથી ખુશ રહેવું.

એવા કેટલાય લોકો છે, જે કહેશે: હું સુખી થઇ શકું એમ નથી

…… કારણ કે હું રોગગ્રસ્ત છું.
……. કારણ કે મારી પાસે એક પણ પૈસો નથી.
……… કારણ કે ભયંકર ગરમી છે.
……………..કારણ કે એમણે મારું અપમાન કર્યું છે.
……….. કારણ કે એ હવે મને પ્રેમ કરતો નથી.
……. કારણ કે એ હવે મારા વખાણ કરતો નથી!

પણ તમને ખબર નથી કે  રોગગ્રસ્ત હોવા છતાં, ભયંકર ગરમી હોવા છતાં, પૈસા ના હોવા છતાં, અપમાનિત થવા છતાં, પ્રેમ ના મળવા છતાં, કે ખ્યાતિ ના મળવા છતાં તમે સુખી રહી શકો છો. સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે ! સુખી હોવું એ તમારા પર નિર્ભર કરે છે !

વર્તમાનમાં સર્વત્ર હોડ [સ્પર્ધા] લાગી છે. શાની હોડ [સ્પર્ધા] લાગી છે? સુખી કે સમૃદ્ધ થવા કરતાં અન્ય કરતાં વધુ સુખી કે સમૃદ્ધ થવાની, અરે અન્ય કરતાં વધુ સુખી કે સમૃદ્ધ દેખાવાની હોડ [સ્પર્ધા] લાગી છે. સુખી કે સમૃદ્ધ થવા કરતાં – અન્ય કરતાં વધુ સુખી કે વધુ સમૃદ્ધ હોવું – દેખાવું વધુ મહત્વનું બન્યું છે.

મારે ઘરે ૩૨” નું TV આવ્યાનો મને આનંદ છે. પણ મારા પાડોશીને ઘરે ૪૨” TV આવતાંજ મારો આનંદ નષ્ટ થઇ ઈર્ષા માં પરિવર્તિત થઇ જાય છે……………..

-અજ્ઞાત 

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 30, 2020 માં Very Nice

 

થેંક યુ પપ્પા


દીકરી  એ મને પૂછેલું કે, “મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?

મેં કહ્યું બેટા, “M O T H E R”

પછી એ બોલી, મમ્મા, આમાંથી “M” કાઢી નાખીએ તો શું થાય ?

મેં કહ્યું,  “OTHER”.

પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , “જેમ “MOTHER” માંથી “M” નીકળી જાય તો other થઇ જાય,

એમ

જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય…!!!”

હું હસી પડી….!!

મેં આગળ પુછ્યુ, “તો FATHER માંથી “F ” નીકળી જાય તો????”

તો એ હસતા હસતા બોલી, “મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય…!!!”

😊🤗😊

કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું. પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે.

દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?

કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે.

એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથેજ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે. પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતો માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા .. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ…. પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.

પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ … પોંખીએ …!!

થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવ થી પણ મુલાયમ હોય છે… સાચ્ચેજ ..!! :):)

-અજ્ઞાત 

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 28, 2020 માં Very Nice