RSS

Monthly Archives: ઓક્ટોબર 2012

રહી ગયા…


દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગમાંથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

Advertisements
 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2012 in સારી કવિતાઓ

 

એક દિન ભગવાન ને કહા…


એક દિન ભગવાન ને કહા મત કર ઇન્તજાર 
ઇસ જનમ મેં ઉસકા મિલના મુશ્કિલ હે.
મૈને ભી કહ દિયા, કર લેને દે ઇન્તજાર 
અગલે જનમ મેં મિલના મુમકીન હે.
ભગવાન ને કહા મત કર ઇતના પ્યાર,બહુત પછ્તાયેગા, 
મૈને કહા દેખતે હે તું કિતના મેરી રૂહ કો તડપાયેગા?
ભગવાન ને કહા હટા ઉસે ચલ તુજે જન્નત કી રાની સે મિલતા હું
મૈને કહા આ નીચે, દેખ મેરે પ્યાર કા મુસ્કુરાતા ચેહરા,
તુજે જન્નત કી રાની ભૂલતા હું,
ભગવાનને કહા મત ભૂલ અપની ઔકાત,
તું તો સિર્ફ એક ઇન્સાન હી હૈ.
મૈને કહા તો મિલા દે મુજે મેરે પ્યાર સે 
ઔર સાબીત કર કી તું ભગવાન હૈ.
 
 

ટૅગ્સ:

મારી એકલતાના મ્યુઝિયમમાં


મારી એકલતાના મ્યુઝિયમમાં

સંસ્મરણોની સજાવટ મેં શરૂ કરી છે,

તારી સાથેની વાતો, તારી નિકટતાનો

અહેસાસ, કેટલીય ઊર્મિઓ તેમાં ભરી છે,

તું આવીશ-હું આવીશ, ને મળીશું આપણે

પ્રતીક્ષા તો બસ દ્વાર પર ખડી છે,

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2012 in સારી કવિતાઓ

 

આવ્યો છે


મારા જીવનમાં તું એક ‘કાશ’ બનીને આવ્યો છે,

લાગે છે ત્યારે ‘હાશ’ બનીને આવ્યો છે,

તને મળવાનું મન થાય ઘણું, પણ શું કરું?

સમય પણ કેવો ‘ત્રાસ’ બનીને આવ્યો છે.

તારી યાદ આવે ને બની જાય છે કવિતા

તારો ચહેરો પણ ‘પ્રાસ’ બનીને આવ્યો છે,

તું નથી કંઇ મારો, પરંતુ લાગે ફક્ત મારો

જીવનમાં મારા તું ‘ખાસ’ બનીને આવ્યો છે,

તું સમજીશ મને, મારા જજબાતોને

હૃદયમાં એક એવો ‘વિશ્વાસ’ બનીને આવ્યો છે

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2012 in સારી કવિતાઓ

 

પ્રેમ અને સમય


ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.

એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.

જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,”બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશ” સમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, ” માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!” આટલુ કહી એ ચાલી નીકળી.

એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ,” હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?” પોતાની જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,”માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથી ” એમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.

પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કે ” મને તારી સાથે લઈ લે. મને બચાવી લે..” પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ,” માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે.” એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.

પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,”પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ.” પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.

અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુ “તને બચાવનાર સમય હતો ! ”

પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, ” હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?”

જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, ” કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે

 

ટૅગ્સ:

જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.


શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી.
બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો.
પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા.
એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું.
અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને

પડી ગયું.
..
..
..
એવામાં એક ગાય ત્યાંથી નીકળી.
બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું.
પંખી આખું છાણમાં દટાઈ ગયું.
પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે
ભાનમાં આવ્યું
અને તે ગીતો ગાવા લાગ્યું.
આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને
તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.
..
..
..
બોધ…:
* જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.
* જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
* જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે
તમારો મિત્ર જ હોય તેવું પણ નથી. અને સૌથી મોટી વાત..
* જ્યારે તમે ગંદકીમાં ફસાયા હો (તમારો વખત ખરાબ હોય)
ત્યારે મોઢું બંધ રાખો.
source : Buddha hoga tera baap (movie)
 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2012 in બોધ કથાઓ

 

નિરમા હોસ્ટેલ ના છોકરાઓના અજબ ગરબા !!


"હ્રદય મારૂ છે ગુજરાતી"

[http://www.youtube.com/watch?v=8eZiEcm52Pg&feature]

View original post

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2012 in Uncategorized

 

ટૅગ્સ: