RSS

Monthly Archives: January 2013

હતો તારો ને મારો સંબંધ ..


હતો તારો ને મારો સંબંધ ..
રાધા ને શ્યામ જેવો …
મૈત્રી ભર્યો ….
મસ્તી ભર્યો …
ઊંડાણ ભર્યો …..
સ્નેહ ભર્યો …..
નિ:સ્વાર્થ ભર્યો …

એટલે જ કદાચ ….
અંત પણ આવ્યો ….
વિરહ ભર્યો …..

ગીતા

 

Tags: ,

પ્રેમ પર ધંધાની અસર


પ્રેમ પર ધંધાની અસર
[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે
આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

—————–નિર્મિશ ઠાકર

 

તારા વીના.


સ્મરણો ખૂટતા નથી,
જીવન આગળ વધવાની
ના પાડે તારા વીના,

દરેક ક્ષણ આવીને
અશ્રુઓમાં ફેરવાઈ જાય છે,
તારા વીના,

સાંજનો ઢળતો સૂર્ય
જાણે મારી વાર્તા કહેતો હોય
તેમ રોજ આથમી જાય છે.

રાહ જોઈ થાક્યો છું,
જીવન શક્ય લાગતુ નથી હવે
તારા વીના.

 

तुजे कहेने को तो बहोत कुछ है, पर बताने को अल्फाज कहा से लाउ


तुजे कहेने को तो बहोत कुछ है, पर बताने को अल्फाज कहा से लाउ
यु तो जीने की वजह बहोत है दुनियामे,
प्यार तुज से क्यों है क्या वजह बताऊ
जब से माना तुजे अपना न में अपनी रही न दिल अपना
दिल को तुज से दूर भी ले जाऊ तो कैसे उसे समजाऊ
मजबूरिया तो बहोत है जहामे जो तुज से प्यार करने से रोके,
पर इस दिल को कैसे मनाऊ
तू ही बता तुजे कैसे मे भूल जाऊ.
कोई आसन सा तरीका जो हो पास तेरे ,
कहे दे मुझे भी जो आसानी से मे भी जी पाउ…
 

ये दुनिया…!!!!


ये दुनिया…!!!!
थंड बर्फमें धकेले गर्म-सांसोकी ये दुनिया,
चाहतकी आग इश्कमें जलाये ये दुनिया…
रिश्ते लहुके आये पास तो छुट जाये ये दुनिया,
बांधे बंधनमें हमें फिरभी फानी ये दुनिया….
आया है लाडले कैसी सुहानी ये दुनिया….
तखल्लुस से रास्ते पे छोड दे ये दुनिया,
तन्हाई है भीडमें अलग रुदानी ये दुनिया,
लगे सच्ची हमें फिरभी ये दुनिया…
रुला-रुला के कभी हंसादे ये दुनिया,
नाइंसाफी से करे इंसाफ ये दुनिया…
भरे बाजार सरे इल्झाम दे दुनिया,
अब देदे पनाह राम वर्ना छीनले दुनिया…
घर-घरमें बसे रावन हर शहर बनी लंका,
सांस कैसे ले सीया जब जीने न दे दुनिया…
दिवाना कर दे दिवानों से भरी ये दुनिया,
सुर लय और ताल की अलग ये दुनिया…
आदि.. अंत… और मध्य है तुं,
तुजसे शुरु तुजमे ही अंत बने मेरी दुनिया……
-रेखा शुक्ल(शिकागो)

 

જીવથી વ્હાલુ છે મારુ આ વતન,


જીવથી વ્હાલુ છે મારુ આ વતન,
થવા નહીં દઈયે કદી તેનુ પતન.

આપણા ફર્જને ચોક્કસ નીભાવીશું,
કરીશું સાથે મળીને જ તેનુ જતન.

ઍક ટુકડો પણ નહીં મળે ક્યારેય,
ધૂળ ચટાવીશું સાંભળી લે દુશ્મન.

જાન પણ આપીશું તારી શાન માટે,
સાથેજ લઈને ફરીયે છે અમે કફન.

કોટિ કોટિ વંદન કરીયે અમે ‘અખ્તર’
હે ધરતી મા ! સ્વીકારો આ નમન.

 

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો


માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો

પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.

માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.

રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોમાંથી કોઈ ચહેરો નીકળ્યો.

એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.

જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

– આદિલ મન્સૂરી