RSS

Category Archives: Alpa Padya Desai

રોશની


“તેરી આંખોકે સિવા દુનિયાંમે રખા ક્યાં હૈ !
યે ઉઠે સુબહા ચલે !
યે ઝૂકે શામ ઢલે !
મેરા જીના, મેરા મરનાં ઇન્હીં પલકો કે તલે….”

વિવિધભારતી રેડીઓ પર વાગતાં આ ગીતો જાણે અજાણે કોઈ મીઠી યાદ અપાવતું હતું…

” નિનાદ ! હવે તૈયાર થયા કે નહીં ? બહુ મોડું થશે !
સારંગી તેનો દુપટ્ટો હાથમાં લેતાં ઉતાવળું બોલી..

બંન્ને ઉતાવળાં ગાડીમાં ગોઠવાયાં… ગોળ ગોળ ફરતાં સ્ટિયરિંગની સાથે નિનાદ તેનાં માઝીમાં ખોવાતો ચાલ્યો… તેની યાદોમાં ખોવાતો ચાલ્યો..

સારંગી સાથેની તેની પ્રથમ મુલાકાત ફેબ્રુઆરી માસમાં આવેલાં એ ઑચિંતા વરસતાં વરસાદમાં થઈ હતી.. એકદમ સામાન્ય દેખાવ; પણ નમણી , સદાય મલકતાં હોંઠ, મોટી મોટી આંખોમાં ભરાવદાર પાંપણ તેનો પડદો કરી અને કાળી ભમ્મર કીકીને રક્ષણ આપતી હતી…પાણીનું પારદર્શક ટીપું વારંવાર આવીને તેની પાંપણ પર બાઝી જતું હતું, અને તેને પજવતું હતું.

પાણીથી લથબથ શરીર અને બસ સ્ટોપ પર ઉભેલી તે એકલી…!

નિનાદ તમને ચિંતીત કરી મુકતું હતું.. અચાનક તમારાં ડરપોક અને એકલવાયાં સ્વભાવને તમે પાછળ ધકેલતાં બસ સ્ટોપ પાસે તમારી કારને થોભાવતાં ઉભા રહ્યાં નિનાદ.. કારનો વિન્ડો ગ્લાસ નીચે ઉતારતાં તમે મોટેથીબોલ્યાં,”સારંગી..આવો ગાડીમાં બેસો…હું તમારાં ઘર તરફ જ જઈ રહ્યો છું…તમને મુકતો જઈશ.. આ બસ તેનાં સમયે ન પણ આવે !” નિનાદ.

” નાં આમ પણ હૂં પલળી જ ગઈ છું..કાર ખરાબ થશે..હું રાહ જોઇશ !”

પણ તમારી એ હિંમત કામ આવી અને તમે નીચે છત્રી લઈને ઉતર્યા; અને તેને જલ્દીથી આગળ બેસાડી નિનાદ..
સારંગીની મદદ કરીને તમે કશું જ ખોટું નહતું કર્યું..પણ આજે વેલેન્ટાઇન ડે હતો અને તમારી સાથે તમારી કારમાં એક લાવણ્ય તમને સંગાથ આપતું હતું તે જોઈને તમારાં મિત્રગણમાં તમે ચર્ચાનો વિષય તો જરૂર બન્યાં હતાં નિનાદ…

“આભાર અને આજનાં દિવસે મને મદદ કરી તે જાણીને મને તમારાં પ્રત્યે બહુ માનની લાગણી થઈ નિનાદ..” સારંગી તેના ભીના વાળને પાછળ લેતાં બોલી.

“અરે ! એમાં આભાર કેમ ? એ તો ? ….” નિનાદ તમારાં એ શબ્દો સાદમાં એક લાગણી પણ ટપકતી હતી…

આ વેલેન્ટાઈન બહુ સારો રહ્યો પણ સૌથી સારો નિનાદ તારો રહ્યો ! હા.હા હા. મિત્ર વર્તુળ હજુ પણ આ ક્ષણને, આ યાદને ભૂલવા દેતું નહતું…. આ વાતને એક વર્ષ વીત્યું.. પણ સારંગી અને તેની મોટી અને ભાવ સભર આંખોને તમે ક્યારેય ન ભૂલી શક્યાં નિનાદ…

અને એક દિવસ હિંમત કરીને મમ્મીની સાથે તમે સારંગીનાં ઘરે લગ્નનું માંગુ લઈને પોહોંચી જ ગયાં નિનાદ.. મીઠો અને સ્નેહ સભર આવકાર મળ્યો..અને તમારાં મમ્મીએ તમારાં માટે સારંગીનો હાથ માંગ્યો નિનાદ… વાત તો એકદમ વાજબી અને સહજ હતી છતાં પણ સૌનાં મોં પર એક અજાણ્યો ભાવ અને સૌનાં મોં પર એક અલગ ચિંતા જોતાં તમે પણ ચિંતીત થઈ ઊઠ્યાં નિનાદ…

“તમે કેમ આમ આશ્ચર્યમાં છો. ! .હું નિનાદની બાયોડેટા તમને આપી ચૂકી છું…અને મને નથી લાગતું કે એમાં તમારી અપેક્ષાઓ કરતાં કશું ઓછું પડે…તે એક યંગ બિઝનેસ આયકોન છે… એક પછી એક ઊંચાઈ સર કરતો જ રહ્યો છે..અને એક જ દીકરાની મા હોવાથી તેની જ પસંદને પહેલી માની હું અહીં આવી છું..”.તમારાં મમ્મીનાં શબ્દો એકદમ સાચાં જ હતાં નિનાદ…

“હાજી…આપની વાત સાચી..પણ બહેનજી તમે કોઈને પૂછીને આવ્યાં નથી લાગતાં.! આ ઘરે મારી સારંગી માટે કોઈ આવતું જ નથી… તેનો કાળો વાન, અને…..” તેનાં પિતાજીનો સાચો જવાબ તમને વ્યથિત કરી ગયો

નિનાદ “પણ શું ? એ તેને પસંદ કરે છે અને બંન્ને હમ ઉંમર છે તો શો વાંધો ? તેણે તેને સાચો પ્રેમ કર્યો છે…અને તે માટે સામે ચાલીને અમે આવ્યાં !” તમારાં મમ્મીનો અકળાવતો જવાબ તમે પણ સાંભળ્યો નિનાદ…

“હા..જી બહેન પણ સારંગીની આંખોની દ્રષ્ટિ નબળી હતી..તે બીજાનાં સહારે ભણી ગણી… પણ હવે તો આ આંખોની દ્રષ્ટિ તદ્દન કાળા ડિબાંગ અંધકાર પાછળ ધકેલાઈ ગઈ છે..તે તદ્દન દ્રષ્ટિવીહીન બની ચુકી છે…એ વાતથી અમે આઘાતમાં છીએ… નિનાદ …તો એક થનગનતા યુવાન.. મહેનતથી તેમણે ઘણું મેળવ્યું છે…તેમને અમારી દીકરી પસંદ પડી હતી ! પણ હવે ? અમને આ માટે યોગ્ય ગણ્યા તે જ અમારાં માટે બહુ છે..અમને માફ કરો અમે અમારું અંધારું કોઈની ઝળહળતી રોશનીને આપવા નથી માંગતા.” સારંગીનાં પપ્પાનું કથન તમને દુઃખી કરી ગયું નિનાદ..

પણ છતાં તમે એક અફર નિર્ણય પર આવ્યા અને બોલ્યાં, “સારંગી મારી પહેલી અને છેલ્લી વેલેન્ટાઈન છે..તેને ફક્ત તેના દેખાવથી જ હું પસંદ નહતો કરતો…પણ એજ આંખોનો અફીણી આજે પણ છું… એજ આંખોનો ચમકાર આજે પણ છું.. એજ આંખોનાં સપનાં સાચા કરનાર આજે પણ છું.. મને કોઈ વાંધો નથી…તે તેની બધું જ કામ જાતે કરે છે…મારી ઓફિસે પણ આવશે…અને સાથે મારાં બધાં જ સપનાં તે સાકાર કરશે…મને તેની એક પણ ઉણપ કઠતી નથી…હું તેને પહેલાંની જેમ જ અપનાવવા તૈયાર છું…કેવળ આપ સર્વે વડીલોના એ આશીર્વાદ અમને અમારાં જીવનમાં રોશની ભરી દેશે.”

તમારી એ વિનંતી સૌની સમજ બહાર હતી અને છતાં એ જીદની સામે તમે જીતી ગયા નિનાદ…

એ વાતને આજે બે વર્ષ થયાં પણ સારંગીએ તેનો અંધકાર દૂર કરી તમારાં જીવનમાં રોશની ફેલાવી દીધી છે…અને આજે તમે તમારી નવી ઓફિસનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યા છો નિનાદ….આજે પણ વેલેન્ટાઈન ડે છે !

-અલ્પા પંડયા દેસાઈ.