RSS

Monthly Archives: November 2012

મુંબઈ માં લાસ્ટ દિવસ


મારી હસતી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી

            આજે મુંબઈ ઓફીસ માં લાસ્ટ દિવસ છે. અને કાલે સાંજે મુંબઈ માં પણ. જીંદગી ના ૧૮૮૭ દિવસ (૫ વર્ષ ને ૨ મહિના) મુંબઈ માં રહ્યો. ઘણું શીખવા નું મળ્યું, બહુ જ જાજા અનુભવ પણ થયા     ( સારા અને ખરાબ પણ ). ઘણી બધી યાદો લઇ ને જઈ રહ્યો છું મુંબઈ ની, બહુ જ સારા મિત્રો અને શુભેચ્છકો પણ મળ્યા છે. ઓફીસ માં ટ્રાન્સફર મળી અને સાથે બહુ જ ટુંકો સમયગાળો મળ્યો નવી જગ્યા એ જોઈન કરવા નો. એટલે બધા મિત્રો ને શુભેચ્છકો ને મળવા નું શક્ય પણ નથી બન્યું એનો અફસોસ રહેશે. સામાન પણ બહુ જ બધો હતો, અડધો તો બે દિવસ પહેલા મારો મિત્ર આવ્યો હતો એની સાથે મોકલી દીધો હતો, એટલે હવે એટલી નીરાત છે. મુંબઈ માં ઘણા બધા રૂમ પાર્ટનર મળ્યા, જે હું તમને દરેક નો અલગ અલગ પરિચય કરાવીશ. 

             મુંબઈ છોડી રાજકોટ જવા માટે બહુ જ મનોમંથન કર્યું હતું, પછી મક્કમ બની ને નિર્ણય લઇ લીધો. હવે એના ફાયદા અને ગેરફાયદા તો ત્યાં ગયા પછી જ ખબર પડશે. પણ એક વાત નો સંતોષ થશે કે ૧૧ વરસ પછી મમ્મી પપ્પા સાથે રહેવા મળશે. જાજો સમય એકલો રહી ને હવે હું પણ થાક્યો હતો. અને એમની પણ તબિયત સારી નથી રેતી હવે, તો એ પણ બહુ કેતા હતા. પણ ત્યાં ગયા પછી બધી જ આઝાદી છીનવાય જવાની છે મારી. મારે અહી કોઈને હું ક્યાં જાવ છું, ક્યારે આવીશ જેવા પ્રશ્નો ના જવાબ નાતા આપવા પડતા, પણ હવે એ બધું શરુ થવાનું છે. એ બધું જ વિગતે જણાવીશ. ચાલો અત્યારે તો અહી થી જ આપની રજા માંગું છું. 
            હા એક વાત કેવા ની તો ભૂલી જ ગયો. મુંબઈ ને અને મારા બધા જ મુંબઈના મિત્રો તથા શુભેચ્છકો ને એક જ વિનંતી કરું છું કે શરૂઆત ની શાયરી ની જેમ મને ભૂલી ના જતાઅને મારી કોઈ ભૂલ થઇ ગઈ હોઈ તો માફ કરી દેજો અને તમારા આશીર્વાદ અને સાથ સહકાર મને હમેશા રાજકોટ બેઠા પણ મળે એવી પ્રાથના કરું છું. મારી મુંબઈ માં શરૂઆત બહુજ સારી થઇ હતી એની જેમજ મારો મુંબઈ નો છેવટ નો સમય પણ સારો ગયો છે જેનો સંપૂર્ણ જશ મારા રૂમ પાર્ટનર અને મારા સાથી કર્મચારીઓ નો બહુ જ મોટો હાથ છે કે એ બધા એ મને એમના પરિવાર ની જેમ મારી સંભાળ રાખી છે અને મને દરેક મુશ્કેલી માં સાથ આપ્યો છે. આપણા નાનાથી નાના અનુભવમાં માનવતાનો આખો ઈતિહાસ છુપાયેલો હોય છે એવું આ બધા એ સાબિત કર્યું છે. 
અમારી આપને દરકાર તો છે,
ખુદાનો શુક્ર થોડો પ્યાર તો છે. 
ચેતન ઠકરાર

 

 
4 Comments

Posted by on November 30, 2012 in અંગત

 

હું સવાર ને રોજ પૂછું છું


હું સવાર ને રોજ પૂછું છું
સવાર તું રોજે પડે છે
તો તને વાગતું નથી?
સવાર કહે, વાગે તો છે જ
પણ ઝાકળ બની ને રડું છું
એ કોઈને સમજાતું નથી.

 

 
1 Comment

Posted by on November 30, 2012 in સરસ

 

Tags: ,

ગુજરાતી ભાષાની કમાલ


ગુજરાતી ભાષાની કમાલ

(૧) કોઈના ઉપર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ના રાખો.
(૨) શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી.
(૩) દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે. 
(૪) ‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે.
(૫) ‘લોભ’ વૃતિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો.
(૬) ‘જામ’ હોય તો સૌ કોઈને ‘મજા’ પડી જાય.
(૭) ‘વાદ’ કરો તો પછી ‘દવા’ ની જરૂર પડે.
(૮) વ્યસન ‘તજી’ દેવામાં જ તમારી ‘જીત’ થશે.
      અને અંતે 
(૯) ‘લોન’ એટલે ‘ન લો’.
 
3 Comments

Posted by on November 30, 2012 in સરસ

 

Tags: ,

યાદ છે.


તારી દરેક શબ્દ યાદ છે,
તારી દરેક વાત યાદ છે.

મળ્યા જ્યાં પહેલી વાર,
તારી તે શેરી યાદ છે.

કર્યો હતો પહેલો ઍકરાર,
બગીચાનો બાંકડો યાદ છે.
તેં કર્યો કબ્જો મન ઉપર,
મને તે તારીખ યાદ છે.
વિતાવ્યા જે ક્ષણો સાથે,
તે દરેક ઘડી યાદ છે.
મન બદ્લાયુ તારુ પછી,
તે ખરાબ ક્ષણ યાદો છે.
મનાવી મેં તને રડી રડી,
રડી હતી તુય યાદ છે. 

છોડ્યો મને વિના કારણ,
જુદાઈની તે ઘડી યાદ છે.

હું તો રાહ જોઈશ જીવુ ત્યાં સુધી,
શું તનેય મારો પ્રેમ યાદ છે ?

 

તૂ મળી જાય.


કાયમનો મુસાફર બનાવી દીધો તારી જુદાઈઍ,
દરબદર ભટકું છું કે કદાચ ક્યાંક તૂ મળી જાય.

શ્વપ્નો અને કલ્પનાઓમાં તો તૂ મળે છે કાયમ,
હકીકતમાં પણ હવે કદાચ ક્યાંક તૂ મળી જાય.

શોધીને થાકું છું ને ફરી તારી યાદો ઝંઝોડે મને,
શોધતા શોધતા મને કદાચ ક્યાંક તૂ મળી જાય.
રાતના અંધારામાં અથડાઉં છું ઘરની દીવાલોથી,
ઘરમાં જ મારા મને કદાચ ક્યાંક તૂ મળી જાય.
હ્રદય અને મન મારુ હોતુ’તૂ ઘર તારુ ,
ઈશ્વર સાંભળે અને કદાચ ક્યાંક તૂ મળી જાય.
 

ફૂલ તો ખીલ્યા પ્રેમના પણ જિંદગીમાં સજાવી ન શક્યા.


કચવાટ મનના સમયસર જીભ પર આવી ન શક્યા ,
મનથી જેને ચાહ્યા તેને કદી પ્રેમ સમજાવી ન શક્યા,
મળે છે મનનો માણિગર બહું ઓછાને આ દુનિયામાં,
ફૂલ તો ખીલ્યા પ્રેમના પણ જિંદગીમાં સજાવી ન શક્યા.

 

મળી ગઈ.


જીવનને અઢળક ખુશીઓથી ભરી ગઈ,
તારા પ્રેમની આ ખુશી કમાલ કરી ગઈ.

સુખોનો અભાવ હતો તારા આવ્યા પહેલા,
તૂ આવી તો જાણે કિસ્મત પણ ડરી ગઈ.

દરેક દ્રશ્ય હવે રંગીન થયુ બ્રહ્માંડ પરનુ,
તારા આગમનથી જાણે દિશાઓ ફરી ગઈ.

પાનખરથી વધુ સૂકુ હતુ જીવન ભૂતકાળમાં,
તૂ મળી અને જાણે મને વસંત મળી ગઈ.