RSS

Category Archives: THINKING TIME / सोच का समंदर

સાચું જ્ઞાન


પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું. 

એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક ગાય શોધવા, તેને દોહવા તથા દૂધ પીવા માંગતો હતો. તે તેના ગુરુ પાસે ગયો અને પૂછ્યું “તમે ગાયો વિશે કંઈ જાણો છો?”

ગુરુએ જવાબ આપ્યો “હા, ચોક્કસ.”

વિદ્યાર્થીએ વિનંતી કરી “મને એક ગાય વર્ણવી દેખાડો.”

આથી ગુરુએ ગાયનું વર્ણન કર્યું “ગાયને ચાર પગ હોય છે. તે એક પાલતું, નરમ પ્રાણી છે. જંગલમાં નહીં પણ ગામડાંઓમાં જોવા મળે છે. તેનું દૂધ સફેદ હોય છે. અને તારાં આરોગ્ય માટે ઘણું સારું છે.” ગુરુએ તેની પૂંછડીને કાન કેવાં હોય છે, વગેરે બધાનું વર્ણન કર્યું. 

ગુરુના વર્ણન પછી વિદ્યાર્થી ગાયની શોધમાં ગયો. માર્ગમાં તેણે એક ગાયનું પુતળું જોયું. તેણે વિચાર્યું “આ ચોક્કસ એ જ છે, જે મારા ગુરુએ વર્ણવ્યું હતું.” સંજોગવશાત તે દિવસે નજીકમાં રહેતા કેટલાક લોકો તેમનાં ઘરને ચૂનો લગાડતા હતા અને ચૂનો ભરેલી એક બાલટી તે પૂતળાં પાસે પડી હતી.

તે વિદ્યાર્થીએ તે જોઈ અને નક્કી કર્યું “આ જ એ દૂધ હોવું જોઈએ જે પીવા માટે સારું છે.” તે થોડુંક ચૂનાનું ધોળ ગળી ગયો અને ભયંકર બીમાર થઈ ગયો, તેને હોસ્પીટલમાં લઈ જવો પડ્યો.

તે સાજો થયો પછી તેના ગુરુ પાસે ગયો અને ગુસ્સે થઈને આરોપ લગાડ્યો “તમે શિક્ષક નથી!તમારું ગાયનું વર્ણન જરાપણ સચોટ ન હતું.”

ગુરુએ પૂછ્યું “વાત શું છે? શું થયું?”

વિદ્યાર્થીએ જે બન્યું હતું તે સમજાવ્યું અને ગુરુએ પૂછ્યું “તે તારી મેળે ગાયને દોહી હતી?”

“ના.” વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

“માટે જ તું હેરાન થયો.”

*******

આજે બુદ્ધિશાળીઓમાં હેરાન થવાનું કારણ એ નથી કે તેઓ ખરેખર જાણતા નથી. તેઓ થોડુંક જાણે છે, પરંતુ તેઓ જે જાણે છે તે તેમનું પોતાનું જ્ઞાન નથી. અને આથી જ તેઓ હેરાન થાય છે. થોડુંક અથવા આંશિક જ્ઞાન, આંશિક સત્યની જેમ હંમેશા જોખમી હોય છે. આંશિક એ સત્ય જ નથી, એવું જ આંશિક જ્ઞાન સાથે છે. ડાહ્યા માણસો સત્યને પ્રત્યક્ષ સમજે છે. પ્રત્યક્ષ અનુભવ એ જ્ઞાનની કાયદેસરતાની અંતિમ કસોટી છે. જયારે તમે સત્યને પ્રત્યક્ષ રીતે જાણી લીધું છે, તો તમને શ્રેષ્ઠ પૂરાવો મળી ગયો છે. 

મોટાભાગના લોકો તેના વડીલો અને મિત્રો પાસે જાય છે અને પોતાનું દ્રષ્ટિબિંદુ રજુ કરે છે. તેમના અભિપ્રાયમાં પોતાનું સમર્થન ઈચ્છે છે. પોતે જે કાંઈપણ વિચારે છે, તેને વિશે બીજા તમારી સાથે સંમત થઈને “હા, તમે જે વિચારો છો તે સાચું છે.” એવું કહીને સમર્થન આપે તેમ બધા ઈચ્છે છે. પરંતુ બીજા કોઈકનો અભિપ્રાય એ સત્યની કસોટી નથી. જયારે તમે પ્રત્યક્ષ રીતે સત્ય જાણો છો તો તમારે તમારા પડોશી કે તમારા શિક્ષકને પૂછવાની જરૂર નથી. તમારે પુસ્તકોમાં પણ સમર્થન શોધવું નથી પડતું. 

આધ્યાત્મિક સત્યને બહારના સાક્ષીઓની જરૂર નથી. જ્યાં સુધી તમને શંકા પડે, એનો અર્થ એવો છે કે તમારે હજુ જાણવાની જરૂર છે. જ્યાં સુધી તમે એવી અવસ્થા પ્રાપ્ત ન કરો, જ્યાં બધું સ્પષ્ટ છે, જ્યાં સુધી તમારી બધી શંકાનું સમાધાન ન થાય, ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવના માર્ગ પર ચાલો. એકલો પ્રત્યક્ષ અનુભવ જ સાચાં જ્ઞાન સુધી પહોંચી શકે છે. 

આપણે ક્યાં સુધી રિવાજોના નામે અથવા પરંપરાના નામે બધું કરશું? જાતે સત્ય અથવા જ્ઞાન શોધવાની તસ્દી લીધા જેવી છે.

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ:

વીર મહારાણા પ્રતાપ


મેવાડ શિરોમણી વીર મહારાણા પ્રતાપ : ઈતિહાસ વિશે જાણો

જન્મ :
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.

શૌર્ય:
૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા

81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ:
– મહારાણા પ્રતાપ 81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ રાખતા હોવાની વાતને ઘણા લોકો ખોટી માને છે, કારણ કે એક વ્યક્તિ આટલું વજન ન ઉપાડી શકે.
– જોકે આ વાત સાચી છે ભાલા, કવચ અને બે તલવારો સાથે તેઓ 208 કિલો વજન ઉપાડતા હતા.
– આ હથિયારો આજે પણ મેવાડના રાજવી પરિવારના મ્યૂઝિયમમાં જોવા મળી શકે છે.
– આ ઉપરાંત મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટી ખાઈ દિવસો પસાર કર્યા હતા, જેને પણ લોકો ખોટી માને છે.
– આ ગુફા હજી પણ અસ્તિત્વમાં છે અને હલ્દીઘાટીના સમયે અહીં જ પ્રતાપે હથિયારો છુપાવ્યા હતા.
– આ ગુફામાં પ્રતાપનું એક મંદિર પણ જોવા મળે છે.

30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો:
મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેના નાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા

પ્રજાના પ્રહરી હતા પ્રતાપ:
તેમના પિતા ઉદયસિંહ ના 1572 ના અવસાન પછી તેમના નાના ભાઈ જગમાલ એ દગો કરીને રાજા બની ગયા અને પ્રતાપને રાજય માથી કાઢી નાખ્યા અને અકબર સાથે સંધિ કરી લીધી તેમનુ મંત્રી પરિષદ આ નિર્ણય અને એમના કુર સ્વભાવ થી નારાજ હતા તેથી તે પ્રતાપ પાસે જઈ ને તેમની પાસે રાજ્ય લઈ ને અકબર પાસેથી મુક્ત કરવાની વિનંતી કરી પ્રતાપે તે સમયે તેમની માતા ની સલાહ લઈ ને તેમના ભાઈ પાસેથી ઉદયપુર લઈ લીધું અને તેમને રાજગાદી સંભાળી.

ઘાસ-પાંદડા પર ખાઈને કર્યો ગુજારો:
જંગલમાં ફરતા-ફરતા મહારાણા પ્રતાપને ખુબ દુઃખ વેઠવા પડ્યા. પરંતુ પિતૃભક્તિની ચાહમાં તેણે ઉફ્ફ પણ ન કરી. પૈસાના અભાવમાં અને સેનાના તુટતા મનોબળને પુનર્જીવિત કરવા માટે દાનવીર ભામાશાહએ પોતાનો પુરો ખજાનો સમર્પિત કરી દિધો. તો પણ મહારાણા પ્રતાપે કહ્યુ કે સૈન્ય આવશ્યકતાઓ, સિવાય મને તમારા ખજાનાની એક પાઈ પણ ન જોઈએ. ઘાસ પાંદડા ખાઈને ગુજારો કર્યો. પત્ની તેમજ બાળકોને વિકરાળ પરિસ્થિતિઓમાં પણ પોતાની સાથે રાખતા હોવા છતાં પણ તેમણે ક્યારેય ધૈર્ય ખોયું નથી. કેટલાયે સ્વતંત્રતા સેનાની પોતાના પ્રેરણા સ્ત્રોત મહારાણાનું અનુસરણ કરી સ્વતંત્રતાની બલીવેદી પર હસતા હસતા ચડી ગયા.

શૌર્ય ગાથા…

પોતાની ટેક માટે જાણીતા મહારાણા પ્રતાપનો જન્મ ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી,૧૫૯૭ ના ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. પત્ની નું નામ અજબદે પંવાર અને પુત્રનું નામ અમરસિંહ હતુ. ભાઈઓમાં શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે હતા… જોકે કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢમાં થયો હતો.પ્રખ્યાત સતી મીરાંબાઈ મહારાણા પ્રતાપના મોટાકાકીમાં થાય. કુંવર ભોજ એ મહારાણા પ્રતાપ ના પિતા ઉદયસિંહ ના મોટા ભાઈ થાય. આ ઉદય સિંહ ના લીધે સૌથી સુંદર શહેર ઉદયપુર મળ્યું છે.‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉદયપુરને પ્રથમ નંબર અપાયેલો છે.આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે.નાનપણથી જ મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા હતાં.‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું

૧૫૭૨માં પ્રતાપસિંહ મેવાડના મહારાણા બન્યા, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય ચિત્તોડની મુલાકાત લીધી નથી. એના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન નહોતું થતું. મહારાણા પ્રતાપ તેમના પિતાને ચિત્તોડને પુન: જોયા વિના મૃત્યુ થઇ જવાં પર બહુજ અફસોસ થતો હતો. અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો. પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેમનાથી દૂર હતું. અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહાંપનાહ બનવાની ચાહતમા કેટલાંય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર પર હસ્તાક્ષર લાવવાં મોકલ્યા…… પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રભુત્વ તો એમની જ પાસે રહેશે એમ કહીને એને પાછો મોકલતાં રહ્યાં !!! આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથી જ ઓળખાય છે !!!! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર નાઝ કરે છે.

મહારાણા પ્રતાપનો સંધિ પ્રસ્તાવ ઠુકરાવવો અને માનસિહનું અભિયાન

૧૫૭૩ માં, અકબરે ૬ રાજ્નાયાકોને મોકલીને રાણા પ્રતાપને સમર્પણની વાત કરી પરંતુ રાણા પ્રતાપ દર વખતે એમને નકાર્યા !!! છેલ્લી વાર અકબરે પોતાના સાળા અને રાણી જોધાબાઈના ભાઈ માનસિંહને રાણા પ્રતાપ પાસે મોકલ્યા. મહારાણા પ્રતાપ માનસિંહને જોઇને ગુસ્સે થયા અને કહ્યું કે– “એક રાજપૂત તેમના રાજપૂત ભાઇઓ માટે તેમના સમર્પણ વિશે વાત કરે છે” અને રાજા માનસિંહને શરમભેર પાછાં મોકલવામાં આવ્યા .હવે અકબર સમજી ગયો કે મહારાણા પ્રતાપ ક્યારેય સમર્પણ નહીં કરે એટલે જ અકબરે પોતાની સેનાને મેવાડને કચડી નાંખવા માટે તૈયાર કરી !!!!!

૧૫૭૩ માં સંધિની દરખાસ્તોનો ઇનકાર કર્યા પછી અકબરે મેવાડના બાહ્ય રાજ્યો સાથે સંપર્ક તોડ્યો અને મેવાડના સહયોગી દળોને અલગ અલગ કરી નાંખ્યા .જેમાંના કેટલાક મહારાણા પ્રતાપના મિત્ર અને સંબંધીઓ હતા. અકબરે ચિત્તોડના તમામ લોકોને પ્રતાપને સહાય ન કરવાં કહ્યું. અકબરે રાણા પ્રતાપના નાના ભાઈ કુંવર સાગરસિંહને વિજયી ક્ષેત્ર પર રાજ કરવા માટે નિયુક્ત કરી દીધો….પરંતુ સાગરસિંહે પોતાની માતૃભૂમિ સાથે દગો કરવાને બદલે મોગલ દરબારમાં પોતાની જાતને કટાર ભોંકીને પોતાનાં જીવનનો અંત આણી દીધો. રાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહ મોગલ લશ્કરમાં હતા અને તેના ભાઇને અકબરના વિચારોથી વાકેફ કર્યા હતાં.

હલ્દીઘાટીનું યુદ્ધ :

૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી.

વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા. મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો !!!

ઇ.સ.૧૫૭૯થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.૧૫૮૫માં મેવાડમુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈ.સ.૧૫૮૫માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.

ચેતક :

ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.

હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

મહારાણા ના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા :

આ સમાચાર જયારે અકબર ના દરબાર સુધી પહોંચ્યા ત્યારે અકબર પણ પોતાના સિંહાસન પરથી ઉતર્યા અને પછી પોતાની પાઘડી સિંહાસન પર મુકી, ત્યારે બધા દરબારી ખુશ દેખાતા હતા, અને ખુશી મનાવતા હતા, ત્યારે ફક્ત તાનસેન એક અકબરની સ્થિતિ સમજી શક્યા અને તેણે રાણા પ્રતાપ ના માન આપતા છંદ ગાઈ સંભળાવ્યા, ત્યારે અકબર બોલ્યા કે હવે મારા જીવનનો અર્થ રહેતો નથી, નાનપણમાં એક વાર અનજાન બની અને હું રાણા પ્રતાપ ને મળ્યો હતો અને અમે મિત્રો રહી ચૂક્યા છીએ, તેમના મા એક અલગ જ ઝનૂન હતુ પોતાની માત્રભુમી ખાતર પોતાના પ્રાણ આપવા માટે જરા પણ વિચાર્યા વિના તત્પર થઈ જવું, આજે હું શહેનશાહ અકબર રાણા પ્રતાપ ને શત શત નમન કરુ છું આવા શબ્દો અકબર ના મોં માથી સરી પડ્યા,અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની આ લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. એક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે એક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા.

મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.’ પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે.

જય મહારાણા પ્રતાપ..

 
 

શિવાજી


ઇતિહાસમાં શિવાજી વિશે શાળામાં ક્યારેય વધારે શીખવડ્યું ન હતું. ઘણા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો..:

“કાબુલથી કંદહાર સુધી મારા તૈમૂર પરિવારે મોગુલ સલ્તનતની રચના કરી. ઇરાક, ઈરાન, તુર્કિસ્તાન અને ઘણા વધુ દેશોમાં મારી સેનાએ વિકરાળ યોદ્ધાઓને પરાજિત કર્યા. પરંતુ ભારતમાં શિવાજીએ અમારા પર રોક લગાવી દીધાં. મેં મારી મહત્તમ શક્તિ શિવાજી પર ખર્ચ કરી પરંતુ હું હરાવી શક્યો નહીં.

યા અલ્લાહ, તમે મને એક નિર્ભય અને સીધા દુશ્મન આપ્યા, કૃપા કરીને તેમના માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા રાખો કારણ કે વિશ્વનો શ્રેષ્ઠ અને મો ટા દિલનું યોદ્ધા તમારી પાસે આવી રહ્યો છે.”

ઓરંગઝેબ (શિવાજીના અવસાન પછી, નમાઝ વાંચતી વખતે)

“તે દિવસે શિવાજીએ ફક્ત મારી આંગળીઓ નહીં કાપી, પણ મારું ગૌરવ કાપી નાખ્યું. મને સપનામાં પણ તેમને મળવાનો ભય છે.”

– શાહિસ્તા ખાન.

“મારા રાજ્યમાં શિવજીને હરાવી સકે તેવો કોઈ માણસ બાકી નથી ??”

– હતાશ બેગમ અલી આદિલશાહ.

“નેતાજી, તમારા દેશને કોઈ પણ હિટલર ની બ્રિટીશ લોકો ને કાઢી નાખવાની માટે જરૂર નથી. તમારે શિવાજીનો ઇતિહાસ શીખવવાની જરૂર છે.”

-એડોલ્ફ હિટલર

“જો શિવાજીનો જન્મ ઇંગ્લેંડમાં થયો હોત, તો આપણે ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડ પર શાસન કર્યું હોત.”

-લોર્ડ માઉન્ટબેટન

“જો શિવાજી બીજા દસ વર્ષ જીવ્યા હોત, તો અંગ્રેજોએ ભારતનો ચહેરો જોયો ન હોત.”

– એક બ્રિટીશ ગવર્નર

“જો ભારતને સ્વતંત્ર બનાવવાની જરૂર હોય તો એકમાત્ર રસ્તો બહાર આવે છે, ‘ દેશ વાશી શિવાજીની જેમ લડે.”

– નેતાજી

“શિવાજી એ માત્ર નામ નથી, તે ભારતીય યુવાનો માટે એક ઉર્જા સ્ત્રોત છે, જેનો ઉપયોગ ભારતને મુક્ત બનાવવા માટે કરી શકાય છે.”

– સ્વામી વિવેકાનંદ.

“જો શિવાજીનો જન્મ અમેરિકામાં થયો હોત, તો અમે તેમને એસ.યુ.એન. તરીકે નામ આપતા.”

– બેરેક ઓબામા

ગિનિસ બુક Worldફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ઉમ્બરખિંડના પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ છે:

“ઉઝબેકિસ્તાનની કર્તાલાબ ખાનની 30,000 ના મજબૂત સૈન્યને શિવાજીના માત્ર 1000 માલવા ઓ એ પરાજિત કરી હતી. એક પણ ઉઝબેકી આક્રંતાને ઘરે પરત ફરવા માટે જીવતો બાકી નહોતો.”

શિવાજી આંતરરાષ્ટ્રીય ખ્યાતિના રાજા હતા. તેની કારકિર્દીના 30 વર્ષના ગાળામાં તેણે ફક્ત બે જ યુદ્ધ ભારતીય લડવૈયાઓ સાથે લડ્યા. બીજા બધા બહારના હતા.

શાહિસ્તા ખાન, જેણે સપનામાં પણ શિવજીનો ડર રાખ્યો હતો તે અબુ તાલિબાન અને તુર્કિસ્તાનનો રાજા હતો.

બેહલોલખાન પઠાણ, સિકંદર પઠાણ, ચિદરખાન પઠાણ એ બધા અફઘાનિસ્તાનના યોદ્ધા સરદાર હતા.

દિલરખાન પઠાણ મંગોલિયાનો મહાન યોદ્ધા હતો. તે બધાએ શિવાજીની સામે ધૂળ ખાય છે.

સિદ્દી જોહર અને સલાબા ખાન ઈરાની લડવૈયા હતા, જે શિવાજીથી પરાજિત થયા.

સિદ્દી જૌહરે પછીથી દરિયાઇ હુમલો કરવાની યોજના બનાવી. જેના જવાબમાં શિવાજીએ એક નૌકાદળ ઉભું કર્યું, પ્રથમ ભારતીય નૌકાદળ. પરંતુ કાર્ય સિદ્ધ કરતા પહેલા શિવજીએ આ દુનિયા છોડી દીધી. (તેમને ઝેર આપવામાં આવ્યું હતું.)

સ્રોત ગૂગલ “શિવાજી, મેનેજમેન્ટ ગુરુ.” તે બોસ્ટન યુનિવર્સિટીનો સંપૂર્ણ વિષય છે.

તેમ છતાં, આપણે ભારતીયો તેના વિશે ખૂબ જ ઓછું જાણીએ છીએ ….. કેટલી દુખ ની વાત છે…… ઓછામાં ઓછું. ચાલો આપણે આપણી ભાવિ પેઢીને આ મહાન ભારત અને તેના મહાન યોદ્ધા ઓ વિશે જણાવીએ..

 
 

મુંબઈ


એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબાઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે એ જમાનો હતો જ્યારે મુંબઈમાં ઈરોઝ સિનેમા અને ચર્ચગેટ સ્ટેશનના વિસ્તાર સુધી સમુદ્ર ઘૂઘવતો હતો, જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમમાં રૂપિયા દસ હજાર ખર્ચીને બંગલો બનાવી શકાતો અને થોડાક સો રૂપિયાના ભાડે આખું મલબાર હિલ ભાડે રાખી શકાતું.

મૂલચંદ વર્માએ વેરવિખેર પડેલો મુંબઈ નગરીનો ઈતિહાસ એક ખંતીલા સંશોધકની જહેમત તથા નજરથી ભેગો કરીને દળદાર પુસ્તકરૂપે પ્રગટ કર્યો: ‘નરીમાન પોઈન્ટની પાળ પરથી.’ આજે જ્યારે મુંબઈના ગુજરાતીઓને મહારાષ્ટ્રના કેટલાક રાજકારણીઓ સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી રહ્યા છે અને ઉપનગરના શાન સમી ‘બાળભારતી’ જેવી વિદ્યાસંસ્થાના ગુજરાતી સાઈન બોર્ડ પર કાળો કૂચડો ફેરવવામાં પાશવી આનંદ માણી રહ્યા છે ત્યારે દરેક ગુજરાતીએ જાણવું જોઈએ કે આ મુંબઈ શું ચીજ છે અને મુંબઈને બનાવવામાં સદીઓથી ગુજરાતીઓએ કેટલો ગંજાવર ફાળો આપ્યો છે.

જે જમાનામાં મરાઠાઓ લૂંટના ઈરાદાથી મુંબઈ પર ચડાઈ કરતા ત્યારે અંગ્રેજ સરકાર મુંબઈના મૂળ વતની ગુજરાતીઓની મદદ લેતી હતી. કોળી, ઍન્ગ્લો ઇંડિયન્સ અને ગુજરાતીઓ આ ટાપુના આરંભિક વતની હતા.

ગુજરાતના સોલંકી રાજા ભીમદેવે ઈ. સ. ૧૦૨૫માં માહિનો પ્રદેશ જીતી નાની રાજધાની સ્થાપી ત્યાંથી શરૂ થતો મુંબઈનો ઈતિહાસ મૂલંચદ વર્માએ આપ્યો છે. રાજા ભીમદેવ સોલંકી સાથે આબુ-નહરવાલના રાજપૂતો પણ આવ્યા હતા. આ રાજપૂતોએ અત્યારના સી.એસ.ટી. સ્ટેશનવાળા વિસ્તારમાં આબુ પર્વત સ્થિત અંબાજી માતાની સ્થાપના કરી. તેઓ ‘હે મહા અંબાદેવી મા’ સંબોધન કરીને પૂજા કરતા. સ્થાનિક આદિવાસીઓએ ‘મા અંબા મા’નું “મહા અંબા આઈ”- કર્યું અને મા અંબા આઈ પરથી મુંબઈ બન્યું.

આજે મરીન લાઈન્સ સ્ટેશનની પૂર્વમાં જે સોનાપુરનું સ્મશાન છે તે એક જમાનામાં દરિયાકિનારે ગણાતું. કાળક્રમે દરિયો પૂરવામાં આવ્યો, અને ક્વીન્સ રોડ, રેલવેના પાટા તથા નેતાજી સુભાષ રોડની પહોળાઈઓ જેટલી જમીન ઉમેરાઈ. લકીલી તે વખતે પર્યાવરણવાદીઓ નહોતા. અન્યથા મુંબઈના ઘરેણા જેવા ક્વીન્સ નેકલેસથી આપણે વંચિત રહી જાત.

નામદાર આગાખાને મુંબઈમાં સૌપ્રથમવાર ઘોડાની રેસ અને ઘોડાઉછેરની પ્રણાલિકા શરૂ કરી. ખુદ મોરારજી દેસાઈ એક વાર મહાલક્ષ્મી રેસકોર્સ પર ઘોડદોડ જોવા ગયા હતા. જોકે, સાયન્સ ફિક્શનના બેતાજ બાદશાહ એચ. જી. વેલ્સ ૧૯૩૦ના દાયકામાં મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે મોરારજીભાઈ આમંત્રણ હોવા છતાં એમને મળવા ગયા નહોતા અને કવિ બ. ક. ઠાકોર આમંત્રણ સ્વીકારીને વેલ્સને મળ્યા હતા.

ક્યારેક ધરતીકંપથી ધ્રૂજી ઊઠતા આ મહાનગરને ભૂસ્તરશાસ્ત્રીઓની નજરે જોવાથી ખબર પડે કે મુંબઈની ધરતીના પેટાળમાં એક સમયે જવાળામુખી પર્વત હતો અને તેના અવશેષો ભૂગર્ભમાં ભંડારાયેલા પડ્યા છે. પાષણયુગમાં મુંબઈ ટાપુઓનું સ્વરૂપ ધરાવતું નહોતું પણ ભારતની મેઈન લૅન્ડ સાથે જોડાયેલા એક ભાગરૂપે અસ્તિત્ત્વ ધરાવતું હતું. જવાળામુખી ફાટતાં ધીમે ધીમે એ જમીનભાગના સાત ટાપુઓ બની ગયા. પાષાણયુગમાં જે હથિયારો અને સાધનો ત્યારના માણસો વાપરતા તે બૅંક-બે અને અન્ય સ્થળોએથી જિયોલૉજિસ્ટોને મળી આવ્યા છે.

ઈ. સ. ૧૭૨૮માં આખા મલબાર હિલનું વાર્ષિક ભાડું કેવળ રૂા. ૧૩૦ (રૂપિયા એકસો ત્રીસ પૂરા) હતું. આજની તારીખે આ ભાવે મલબાર હિલમાં એક કલાક માટે બાથરૂમ પણ ભાડે ન મળે. ગુજરાતી છાપાઓમાં મરણનોંધ છાપવાની પ્રથા ઈ. સ. ૧૮૨૨માં સ્થપાયેલા ‘મુંબઈ સમાચારે’ શરૂ કરી. શરૂનાં વીસેક વર્ષ ‘મુંબઈ સમાચાર’માં સ્ત્રીઓની મરણનોંધ છાપવામાં આવતી નહોતી. આધુનિક મુંબઈના વિકાસનો પ્રારંભ ૧૬૬૧ની સાલથી થયો. એ વર્ષે પોર્ટુગીઝોએ આખેઆખું મુંબઈ અંગ્રેજોને દહેજમાં આપી દીધું. ઈંગ્લેન્ડનો રાજા ચાર્લ્સ બીજો પોર્ટુગીઝોનો જમાઈ હતો.

ઈ. સ. ૧૮૮૧-૮૨માં મુંબઈમાં કુલ મળીને ૯૦ ટેલિફોન ધારકો હતા. ૧૯૫૧માં ૨૯,૩૦૦ મુંબઈગરાઓ પાસે ફોન હતા. આજે તો એકલા શાહ અટકધારીઓ પાસે એના કરતાં અનેકગણા ફોન છે. મુંબઈમાં ૧૮૭૩ પહેલાં વાહન તરીકે પાલખી અને બળદ ગાડીનો ઉપયોગ થતો. પારસીઓ પાલખી બનાવવામાં એક્સપર્ટ હતા. પાલખીવાળા અટક આ વ્યવસાયે જ અપાવી. ૧૮૭૩માં ઘોડાગાડી આવી.

વીસમી સદીમાં મોટરગાડીઓ આવી. ૧૯૦૧માં જમશેદજી તાતા મુંબઈના જ નહીં, ભારતના સૌપ્રથમ કારમાલિક બન્યા. ૧૯૪૫-૪૬ના અરસામાં વિલેપારલેના પશ્ર્ચિમે ખારા પાણી અને કાદવવાળી, ખાડાટેકરાવાળી વગડાની જગ્યા હતી. ૧૯૬૦-૬૧માં વિષ્ણુભાઈ દેસાઈ અને વૈકુંઠભાઈ મહેતાને પ્રતાપે જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (Juhu Scheme) તૈયાર થઈ. શરૂમાં પાંચસો રૂપિયા ભરવાના, પછી હપ્તે હપ્તે. આ ગાળા દરમ્યાન એક બંગલો રૂપિયા દસ હજારમાં બની જતો. એ જ બંગલાની કિંમત આજે કરોડોમાં બોલાતી થઈ ગઈ છે.

મલબાર હિલની ટેકરી પર ગોવાળો ઢોર ચરાવવા જતા. નીચે ઊતરીને એક તળાવ પર ઢોરો પાણી પીતાં. એ તળાવ ગોવાલિયા ટૅન્ક નામે ઓળખાયું અને વીસમી સદીમાં તળાવ પૂરીને એના પર બગીચા બન્યા જેને પાછળથી નામ અપાયું ઑગસ્ટ ક્રાન્તિ મેદાન. ૧૭૮૭માં મુંબઈમાં પહેલી પોસ્ટ ઑફિસ શરૂ થઈ. પોસ્ટ માસ્ટરને પગાર નહોતો મળતો. પત્ર મોકલવા માટે જે ફી આવતી તેના પર જ આધાર રાખવો પડતો.

૧૮૨૨માં મલબાર હિલ પરથી એક વાઘ ઊતરીને ગામદેવી થઈ ગોવાળિયાના તળાવમાં પાણી પીવા આવ્યો હોવાના ઉલ્લેખો છે. વીસમી સદીના આરંભમાં તાડદેવ ખાતે એક વાઘ ઝાડીમાં જોવામાં આવ્યો હતો. વાઘના ગયા પછી તાડદેવ ફોરજેટ હિલના આ વિસ્તારમાં ગઈ સદીના ઉત્તરાર્ધમાં જ્યોતીન્દ્ર દવે, હરીન્દ્ર દવે અને તારક મહેતા જેવા સારસ્વતો વસ્યા.

૧૬૬૪માં અંગ્રેજોએ મુંબઈ પોતાને હસ્તક લીધું ત્યારે કુલ વસતિ ૧૫,૦૦૦ની હતી. આજે એકલા બોરીવલીના યોગીનગર વિસ્તારમાં એથી વધુ લોકો વસે છે. ૧૬૯૭માં વસતિ લગભગ સાડાચારગણી થઈ ગઈ: ૭૦,૦૦૦. ૧૮૯૧માં ૮,૨૧,૭૬૪ની વસતી હતી. આઠ પાંચની ચર્ચગેટ લોકલમાં બેસીને મુંબઈનો ઈતિહાસ વાંચતી વખતે અમુક રાજાએ માહિમ પર ચડાઈ કરી અને બીજાએ બાંદરા સર કરી લીધુંના ઉલ્લેખો વાંચીએ છીએ ત્યારે બારીની બહાર એ સ્ટેશનો પસાર થઈ જાય છે. વાચકના મનમાં કૌતુકભર્યોં રોમાંચ પ્રગટ થાય છે.

મલબાર હિલ નામ કેવી રીતે પડ્યું? મલબારી ચાંચિયાઓ અરબી સમુદ્રમાં ફરતાં વહાણો લૂંટીને અત્યારે મલબાર હિલ નામે ઓળખાતી ટેકરીની આસપાસ વહાણો લાંગરતા અને જંગલમાં છુપાઈ જતા.

મુંબઈને નિહાળવા એક વિશેષ નજર જોઈએ. બોરીવલી સ્ટેશનેથી ઉત્તર-પશ્ર્ચિમે બેએક કિલોમીટરના અંતરે એક્સર આવ્યું છે. ત્યાં પથ્થરની ભીંત પર ચાર લાંબાં લાંબાં વહાણોનો કાફલો ચીતરવામાં આવ્યો છે. આ વહાણો જાણે સામસામે આક્રમણ કરવાં આવી રહ્યા છે. ઈતિહાસકારોનો મત છે કે આ ચિત્ર બારમી સદીનું છે. આ ચિત્રો આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ઑફિસમાં જોવા મળે. બોરીવલી એક સમયે ધીકતું બંદર હતું. અહીંથી તોતિંગ વહાણોમાં હાથીઓ અને ઘોડાઓ ચડાવવામાં આવતા.

ઓગણીસમી સદીમાં મુંબઈમાં પ્લોટ નહોતા ખરીદાતા, આખાં ને આખાં ગામ ખરીદાતાં હતાં. ફરામજી કાવસજી બનાજીએ ૧૮૨૯માં પવઈ ગામ ખરીદ્યું, ૧૮૧૭માં કાવસજી માણેકજી એશબર્નરે ભાંડુપ ખરીદ્યું, ૧૮૦૮માં હોરમસજી બમનજી વાડિયાએ કુર્લા વેચાતું લીધું, ૧૮૬૯માં બેરામજી જીજીભાઈએ આખું ગોરેગામ ખરીદી લીધું અને ૧૮૦૬માં અરદેશર દાદી શેઠ મલાડના માલિક બન્યા. આજે દાદી શેઠના નામે એસ. વી. રોડ પરની મલાડની ન્યુ ઈરા ટૉકીઝથી બાબુુલિનના મકાન તરફ જાઓ તો એક નાનકડી ગલી જોવા મળે છે. ગુજરાતીઓ હવે ‘વ્યાપાર’ કે ‘મોનોપોલી’ની ગેમ રમતી વખતે જ આવી ‘ખરીદી’ કે ‘લેવેચ’ કરી શકે છે.

જમશેદજી ન. તાતાએ ૧૯૦૪માં પાંચ લાખ પાઉન્ડના ખર્ચે તાજમહાલ હોટેલ બંધાવી તે વખતે તાજના પંખા વિનાના ડબલ રૂમનું ભાડું રોજના ૧૨થી ૧૮ રૂપિયા હતું. મહિનાનું ભાડું રૂા. ૩૦૦થી ૪૫૦. એમાં રોજના ત્રણ વખતના ભોજનનો ખર્ચ પણ આવી જતો. પંખાવાળી રૂમનો ચાર્જ રોજના રૂા. ૨૮ અને મહિને રૂ. ૫૫૦થી રૂ. ૭૬૦ હતો. આ રૂમમાં બે જણ રહી શકતા.

મુંબઈમાં અમીચંદ ગોવિંદજીએ ૧૭૮૦માં મીઠાઈની પહેલવહેલી દુકાન શરૂ કરી. એ દુકાનનો હલવો મુંબઈના હલવા તરીકે દેશવિદેશમાં વખણાયો. આ એ મુંબઈ છે જ્યાં ગાંધીજી મહાત્મા બનતાં પહેલાં મિસ્ટર એમ. કે. ગાંધીને નામે ઓળખાતા અને શાકભાજી ખરીદીને પોતાની બ્રીફકેસમાં ભરતા એવું મૂલચંદ વર્મા ‘નરીમાન પોઈન્ટની પાળ પરથી’ માં નોંધે છે!

 

ટૅગ્સ: , ,

आखिर अंतर रह ही गया!


आखिर अंतर रह ही गया!

1) बचपन में जब हम रेल की सवारी करते थे, माँ घर से खाना बनाकर ले जाती थी, पर रेल में कुछ लोगों को जब खाना खरीद कर खाते देखते, तब बड़ा मन करता था कि हम भी खरीद कर खाएँ!

पिताजी ने समझाया- ये हमारे बस का नहीं! ये तो अमीर लोग हैं जो इस तरह पैसे खर्च कर सकते हैं, हम नहीं! बड़े होकर देखा, जब हम खाना खरीद कर खा रहे हैं, तो “स्वास्थ सचेतन के लिए”, वो लोग घर का भोजन ले जा रहे हैं…

आखिर अंतर रह ही गया…

2) बचपन में जब हम सूती कपड़े पहनते थे, तब वो लोग टेरीलीन पहनते थे! बड़ा मन करता था, पर पिताजी कहते- हम इतना खर्च नहीं कर सकते!

बड़े होकर जब हम टेरीलीन पहने लगे, तब वो लोग सूती कपड़े पहनने लगे! सूती कपड़े महँगे हो गए! हम अब उतने खर्च नहीं कर सकते थे!

आखिर अंतर रह ही गया…

3) बचपन में जब खेलते-खेलते हमारा पतलून घुटनों के पास से फट जाता, माँ बड़ी कारीगरी से उसे रफू कर देती, और हम खुश हो जाते थे। बस उठते-बैठते अपने हाथों से घुटनों के पास का वो रफू वाला हिस्सा ढँक लेते थे! बड़े होकर देखा वो लोग घुटनों के पास फटे पतलून महँगे दामों में बड़े दुकानों से खरीदकर पहन रहे हैं!

आखिर अंतर रह ही गया…

4) बचपन में हम साईकिल बड़ी मुश्किल से पाते, तब वे स्कूटर पर जाते! जब हम स्कूटर खरीदे, वो कार की सवारी करने लगे और जबतक हम मारुति खरीदे, वो बीएमडब्लू पर जाते दिखे!

और हम जब रिटायरमेन्ट का पैसा लगाकर BMW खरीदे, अंतर को मिटाने के लिए, तो वो साईकिलिंग करते नज़र आए, स्वास्थ्य के लिए।

आखिरअंतर रह ही गया…

हर हाल में हर समय दो लोगो में “अंतर” रह ही जाता है। “अंतर” सतत है, सनातन है, अतः सदा सर्वदा रहेगा। कभी भी दो व्यक्ति और दो परिस्थितियां एक जैसी नहीं होतीं। कहीं ऐसा न हो कल की सोचते-सोचते आज को ही खो दें और फिर कल इस आज को याद करें। इसलिए जिस हाल में हैं… जैसे हैं… प्रसन्न रहें। 

-अज्ञात 

 

સોનેરી નિયમો


યાદ રાખવા જેવા – સફળતા મેળવવાના સામાન્ય પણ સોનેરી નિયમો

-નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહીં.

-તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો રોદણાં રડવા નહીં અને પહેલાં કરતાં ઘણુ સારું છે – તેમ જ કહેવુ.

-પાણી પણ લીજ્જતથી પીવું જાણે શરબત પીતા હોય.

-ભૂતકાળની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહીં.

-કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ પણ – મારી સમજણ કંઇક જુદી છે- તેમ કહેવું.

-શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી.

-મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આર્થીક દરીદ્રતા આવે છે, એટલે સમયસર સુવાનો નિયમ રાખવો .

-મારુ નસીબ હવે જોરદાર થવાનું છે- તે આશા હંમેશાં જિવંત રાખવી.

-હા કે ના થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા.

-સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહીં.

-દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહીં.

-કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી બહુ સરસ -મીઠુ -ઠડું છે- તેમ આભારવશ બોલવું.

-દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહીં.

-નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવવું .

 

અભિપ્રાય


સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે…

થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર અમારો પાલનહાર છે…

એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એણે રેતી પર લખ્યું સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે…

એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું એણે રેતી પર લખ્યું સમુદ્ર દાનવીર છે…

અને એક મોટું મોજું આવ્યું, જે રેતી પરના આ ચારેય લખાણ ભૂંસીને ચાલ્યું ગયું

આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને આપણું કાર્ય કરતા રહેવુ…

 

ક્રોધ નો પરિવાર


ક્રોધ નો પરિવાર.
~~~
તમને નવાઈ લાગશે પણ ક્રોધનો પરિવાર છે.

  • ક્રોધની ઍક બેન છે તેનું નામ ” જીદ ” છે જીદ હમેશા ક્રોધની સાથે જ રહે છે.
  • ક્રોધની પત્ની છે ” હિંસા ” જે છુપાયેલી રહે છે પણ ક્યારેક બહાર આવી ખાનાખરાબી કરે છે.
  • ક્રોધનો સગો ભાઈ છે અહંકાર.
  • ક્રોધનો ” બાપ ” પણ છે જેનાથી તે ડરે છે તેનુ નાંમ છે ” ભય “
  • નિંદા અને ચાડી-ચુગલી બે ક્રોધની દીકરીઓ છે, ઍક મોં પાસે રહે છે અને બીજી કાન પાસે રહે છે.
  • ક્રોધના દીકરાનુ નામ છે ” વેર-ઝેર ” જે તેને ઍકલો પાડે છે.
  • ક્રોધની પુત્રવધૂનું નામ છે : ” ઈર્ષા ” જે તેને આગળ વધવા દેતી નથી.
  • ક્રોધની પુત્રી છે ધૃણા જે હમેશા નાકની પાસે રહે છે અને વારંવાર મરડાયા કરે છે.
  • ક્રોધની ” મા ” છે છળકપટ, જે આંખોમા રહે છે.

ક્રોધનો  “મિત્ર” છે  “સ્વાર્થ ” જે હરામની કમાણી ખાવામા તલપી રહે છે…

તો ચાલો હવેથી પ્રતિજ્ઞા કરીએ કે ક્રોધ તો નહીં જ કરીએ.

 
 

ટૅગ્સ:

એ ત્રણ વિના…


દેવ, દરિયો ને દરબાર
એ ત્રણ વિના પૈસો નહીં.
આધિ, વ્યાધિ ને ઉપાધિ
એ ત્રણ વિના દુઃખ નહીં.
જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય
એ ત્રણ વિના શાંતિ નહીં.
ઉત્પત્તિ, સ્થિતિ ને લય
એ ત્રણ વિના જગતનાં ખેલ નહીં.

સેગ, સરિયો ને પોપટો
એ ત્રણ વિના ધાન્ય નહીં.
વા, ઘા ને ઘસરકો
એ ત્રણ વિના વાજું નહીં.
અણી, ધાર ને ધબાકો
એ ત્રણ વિના હથિયાર નહીં.
ચાવવું, ચૂસવું ને સબડકો
એ ત્રણ વિના ખાવાનું નહીં.

તાવ, તામસ ને તલાટી
એ ત્રણ ગયાં વિના સારાં નહીં.
વા’ણ, વિવાહ ને વરસાદ
એ ત્રણ આવ્યાં વિના સારાં નહીં.
ખંત, મહેનત ને બુદ્ધિ
એ ત્રણ વિના વિદ્યા નહીં.
જૂઠ, કરજ ને કપટ
એ ત્રણ વિના દુઃખ નહીં.

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ
એ ત્રણ વિના દેવ નહીં.
વાત, પિત્ત ને કફ
એ ત્રણ વિના રોગ નહીં.
આદિ, મધ્ય ને અંત
એ ત્રણ વિના નાડી નહીં.
જય, સમાધાની ને નાશ
એ ત્રણ વિના અવધિ નહીં.

ગીધ, ગધેડો ને ઘૂવડ
એ ત્રણ વિના અપશુકન નહીં.
સ્વપ્ન, ચિત્ર ને સાક્ષાત્‌
એ ત્રણ વિના દર્શન નહીં.
રજો, તમો અને સતો
એ ત્રણ વિના ગુણ નહીં.
રાગ, નાચ ને પૈસો
એ ત્રણ વિના ગરજ નહીં.

ભૂત, ભવિષ્ય ને વર્તમાન
એ ત્રણ વિના કાળ નહીં.
કુંવારી, સધવા ને વિધવા
એ ત્રણ વિના સ્ત્રી નહીં.
સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ
એ ત્રણ વિના ક્રિયા નહીં.
શ્વાસ, જ્ઞાન ને કામ
એ ત્રણ જીવનાં આધાર વિના નહીં.

સુખ, જિંદગી ને માન
એ ત્રણ વિના સંતોષ નહીં.
જર, જોરુ ને જમીન
એ ત્રણ વિના વઢવાડ નહીં.
અક્કલ, અમલ ને દોર દમામ
એ ત્રણ વિના કારભારુ નહીં.
વાંચવું, લખવું ને શીખવું
એ ત્રણ વિના બુદ્ધિનાં હથિયાર નહીં.

આળસ, રોગ ને સ્ત્રીની સેવા
એ ત્રણ વિના મોટાઇ જાય નહીં.
કરજ, અગ્નિ ને રોગ
એ ત્રણ વિના ખરાબી નહીં.
પૂછવું, જોવું ને દવા દેવી
એ ત્રણ વિના વૈદું નહીં.
ક્રૂરતા, કૃપણતા ને કૃતઘ્નતા
એ ત્રણ વિના મોટું કષ્ટ નહીં.

માલ, ખજાનો ને જિંદગી
એ ત્રણે રહેવાનાં નહીં.
અક્કલ, યકીન ને પ્રભુતા
એ ત્રણ પૂરતાં હોય નહીં.
વિદ્યા, કળા ને ધન
એ ત્રણ સ્વેદ વિના મળવાનાં નહીં.
દુઃખ, દરિદ્રતા ને પરઘેર રહેવું
એ ત્રણ વિના મોટું દુઃખ નહીં.

પાન, પટેલ ને પ્રધાન
ત્રણ કાચાં સારાં નહીં.
નાર, ચાર ને ચાકર
એ ત્રણ પાકાં સારાં નહીં.
ડોશી, જોષી ને વટેમાર્ગુ
એ ત્રણ વિના ફોગટિયા નહીં.
વૈદ, વેશ્યા ને વકીલ
એ ત્રણ વિના રોકડિયા નહીં.

ઘંટી, ઘાણી ને ઉઘરાણી
એ ત્રણ ફેરા ખાધાં વિના પાકે નહીં.
દુર્ગુણ, સદગુણ ને વખત
એ ત્રણ સ્થિર રહેવાનાં નહીં.
વિદ્યા, હોશિયારી ને અક્કલ
એ ત્રણ આળસું પાસે જાય નહીં.
દેવનું વચન, વિધા ને ધરમ
એ ત્રણ દરિદ્રી પાસે રહે નહીં.

 
1 ટીકા

Posted by on ડિસેમ્બર 1, 2019 માં THINKING TIME / सोच का समंदर

 

भगवान् कृष्ण और भीष्म का अंतिम सवाद


Bhishma pitamah

महाभारत युद्ध समाप्त हो चुका था. युद्धभूमि में यत्र-तत्र योद्धाओं के फटे वस्त्र, मुकुट, टूटे शस्त्र, टूटे रथों के चक्के, छज्जे आदि बिखरे हुए थे और वायुमण्डल में पसरी हुई थी घोर उदासी …. ! गिद्ध , कुत्ते , सियारों की उदास और डरावनी आवाजों के बीच उस निर्जन हो चुकी उस भूमि में द्वापर का सबसे महान योद्धा “देवव्रत” (भीष्म पितामह) शरशय्या पर पड़ा सूर्य के उत्तरायण होने की प्रतीक्षा कर रहा था — अकेला …. !

तभी उनके कानों में एक परिचित ध्वनि शहद घोलती हुई पहुँची , “प्रणाम पितामह” …. !!

भीष्म के सूख चुके अधरों पर एक मरी हुई मुस्कुराहट तैर उठी , बोले , ” आओ देवकीनंदन …. ! स्वागत है तुम्हारा …. !! मैं बहुत देर से तुम्हारा ही स्मरण कर रहा था” …. !!

कृष्ण बोले, “क्या कहूँ पितामह ! अब तो यह भी नहीं पूछ सकता कि कैसे हैं आप” …. !

भीष्म चुप रहे , कुछ क्षण बाद बोले,” पुत्र युधिष्ठिर का राज्याभिषेक करा चुके केशव … ? उनका ध्यान रखना , परिवार के बुजुर्गों से रिक्त हो चुके राजप्रासाद में उन्हें अब सबसे अधिक तुम्हारी ही आवश्यकता है” …. !

कृष्ण चुप रहे …. !

भीष्म ने पुनः कहा , “कुछ पूछूँ केशव …. ? बड़े अच्छे समय से आये हो …. ! सम्भवतः धरा छोड़ने के पूर्व मेरे अनेक भ्रम समाप्त हो जाँय ” …. !!

कृष्ण बोले – कहिये न पितामह ….!

एक बात बताओ प्रभु ! तुम तो ईश्वर हो न …. ?

कृष्ण ने बीच में ही टोका , “नहीं पितामह ! मैं ईश्वर नहीं … मैं तो आपका पौत्र हूँ पितामह … ईश्वर नहीं ….”

भीष्म उस घोर पीड़ा में भी ठठा के हँस पड़े …. ! बोले , ” अपने जीवन का स्वयं कभी आकलन नहीं कर पाया कृष्ण , सो नहीं जानता कि अच्छा रहा या बुरा , पर अब तो इस धरा से जा रहा हूँ कन्हैया , अब तो ठगना छोड़ दे रे …. !! “

कृष्ण जाने क्यों भीष्म के पास सरक आये और उनका हाथ पकड़ कर बोले …. ” कहिये पितामह …. !”

भीष्म बोले , “एक बात बताओ कन्हैया ! इस युद्ध में जो हुआ वो ठीक था क्या …. ?”

“किसकी ओर से पितामह …. ? पांडवों की ओर से …. ?”

” कौरवों के कृत्यों पर चर्चा का तो अब कोई अर्थ ही नहीं कन्हैया ! पर क्या पांडवों की ओर से जो हुआ वो सही था !? आचार्य द्रोण का वध , दुर्योधन की जंघा के नीचे प्रहार , दुःशासन की छाती का चीरा जाना , जयद्रथ के साथ हुआ छल , निहत्थे कर्ण का वध , सब ठीक था क्या …. ? यह सब उचित था क्या …. ?”

“इसका उत्तर मैं कैसे दे सकता हूँ पितामह …. ! इसका उत्तर तो उन्हें देना चाहिए जिन्होंने यह किया ….. !! उत्तर दें दुर्योधन का वध करने वाले भीम , उत्तर दें कर्ण और जयद्रथ का वध करने वाले अर्जुन …. !! मैं तो इस युद्ध में कहीं था ही नहीं पितामह …. !!”

“अभी भी छलना नहीं छोड़ोगे कृष्ण …. ? अरे विश्व भले कहता रहे कि महाभारत को अर्जुन और भीम ने जीता है , पर मैं जानता हूँ कन्हैया कि यह तुम्हारी और केवल तुम्हारी विजय है …. ! मैं तो उत्तर तुम्ही से पूछूंगा कृष्ण …. !”

“तो सुनिए पितामह …. ! कुछ बुरा नहीं हुआ , कुछ अनैतिक नहीं हुआ …. ! वही हुआ जो हो होना चाहिए …. !”

“यह तुम कह रहे हो केशव …. ? मर्यादा पुरुषोत्तम राम का अवतार कृष्ण कह रहा है ….? यह छल तो किसी युग में हमारे सनातन संस्कारों का अंग नहीं रहा, फिर यह उचित कैसे गया ….. ? “

इतिहास से शिक्षा ली जाती है पितामह, पर निर्णय वर्तमान की परिस्थितियों के आधार पर लेना पड़ता है …. ! हर युग अपने तर्कों और अपनी आवश्यकता के आधार पर अपना नायक चुनता है …. !! राम त्रेता युग के नायक थे , मेरे भाग में द्वापर आया था …. ! हम दोनों का निर्णय एक सा नहीं हो सकता पितामह …. !!”

” नहीं समझ पाया कृष्ण ! तनिक समझाओ तो …. !”

” राम और कृष्ण की परिस्थितियों में बहुत अंतर है पितामह …. ! राम के युग में खलनायक भी ‘ रावण ‘ जैसा शिवभक्त होता था …. !! तब रावण जैसी नकारात्मक शक्ति के परिवार में भी विभीषण जैसे सन्त हुआ करते थे ….. ! तब बाली जैसे खलनायक के परिवार में भी तारा जैसी विदुषी स्त्रियाँ और अंगद जैसे सज्जन पुत्र होते थे …. ! उस युग में खलनायक भी धर्म का ज्ञान रखता था …. !! इसलिए राम ने उनके साथ कहीं छल नहीं किया …. ! किंतु मेरे युग के भाग में में कंस , जरासन्ध , दुर्योधन , दुःशासन , शकुनी , जयद्रथ जैसे घोर पापी आये हैं …. !! उनकी समाप्ति के लिए हर छल उचित है पितामह …. ! पाप का अंत आवश्यक है पितामह , वह चाहे जिस विधि से हो …. !!”

“तो क्या तुम्हारे इन निर्णयों से गलत परम्पराएं नहीं प्रारम्भ होंगी केशव …. ? क्या भविष्य तुम्हारे इन छलों का अनुशरण नहीं करेगा …. ? और यदि करेगा तो क्या यह उचित होगा ….. ??”

” भविष्य तो इससे भी अधिक नकारात्मक आ रहा है पितामह …. ! कलियुग में तो इतने से भी काम नहीं चलेगा …. ! वहाँ मनुष्य को कृष्ण से भी अधिक कठोर होना होगा …. नहीं तो धर्म समाप्त हो जाएगा …. ! जब क्रूर और अनैतिक शक्तियाँ सत्य एवं धर्म का समूल नाश करने के लिए आक्रमण कर रही हों, तो नैतिकता अर्थहीन हो जाती है पितामह…. ! तब महत्वपूर्ण होती है विजय , केवल विजय …. ! भविष्य को यह सीखना ही होगा पितामह….. !!”

“क्या धर्म का भी नाश हो सकता है केशव ? और यदि धर्म का नाश होना ही है, तो क्या मनुष्य इसे रोक सकता है ?”

“सबकुछ ईश्वर के भरोसे छोड़ कर बैठना मूर्खता होती है पितामह! ईश्वर स्वयं कुछ नहीं करता ….! केवल मार्ग दर्शन करता है … सब मनुष्य को ही स्वयं करना पड़ता है …. ! आप मुझे भी ईश्वर कहते हैं न …. ! तो बताइए न पितामह , मैंने स्वयं इस युद्घ में कुछ किया क्या ….. ? सब पांडवों को ही करना पड़ा न …. ? यही प्रकृति का संविधान है …. !
युद्ध के प्रथम दिन यही तो कहा था मैंने अर्जुन से …. ! यही परम सत्य है ….. !!”

भीष्म अब सन्तुष्ट लग रहे थे …. ! उनकी आँखें धीरे-धीरे बन्द होने लगीं थी …. ! उन्होंने कहा – चलो कृष्ण ! यह इस धरा पर अंतिम रात्रि है …. कल सम्भवतः चले जाना हो … अपने इस अभागे भक्त पर कृपा करना कृष्ण …. !”

कृष्ण ने मन मे ही कुछ कहा और भीष्म को प्रणाम कर लौट चले , पर युद्धभूमि के उस डरावने अंधकार में भविष्य को जीवन का सबसे बड़ा सूत्र मिल चुका था…. !

जब अनैतिक और क्रूर शक्तियाँ सत्य और धर्म का विनाश करने के लिए आक्रमण कर रही हों, तो नैतिकता का पाठ आत्मघाती होता है ….।।

धर्मों रक्षति रक्षितः

 

ટૅગ્સ:

श्राद्ध


एक दोस्त हलवाई की दुकान पर मिल गया ।

मुझसे कहा- ‘आज माँ का श्राद्ध है, माँ को लड्डू बहुत पसन्द है, इसलिए लड्डू लेने आया हूँ ‘

मैं आश्चर्य में पड़ गया । अभी पाँच मिनिट पहले तो मैं उसकी माँ से सब्जी मंडी में मिला था ।

मैं कुछ और कहता उससे पहले ही खुद उसकी माँ हाथ में झोला लिए वहाँ आ पहुँची ।

मैंने दोस्त की पीठ पर मारते हुए कहा- ‘भले आदमी ये क्या मजाक है ? माँजी तो यह रही तेरे पास !

दोस्त अपनी माँ के दोनों कंधों पर हाथ रखकर हँसकर बोला, ‍’भई, बात यूँ है कि मृत्यु के बाद गाय-कौवे की थाली में लड्डू रखने से अच्छा है कि माँ की थाली में लड्डू परोसकर उसे जीते-जी तृप्त करूँ ।

मैं मानता हूँ कि जीते जी माता-पिता को हर हाल में खुश रखना ही सच्चा श्राद्ध है ।

आगे उसने कहा, ‘माँ को मिठाई, सफेद जामुन, आम आदि पसंद है । मैं वह सब उन्हें खिलाता हूँ ।

श्रद्धालु मंदिर में जाकर अगरबत्ती जलाते हैं । मैं मंदिर नहीं जाता हूँ, पर माँ के सोने के कमरे में कछुआ छाप अगरबत्ती लगा देता हूँ ।

सुबह जब माँ गीता पढ़ने बैठती है तो माँ का चश्मा साफ कर के देता हूँ । मुझे लगता है कि ईश्वर के फोटो व मूर्ति आदि साफ करने से ज्यादा पुण्य माँ का चश्मा साफ करके मिलता है ।

यह बात श्रद्धालुओं को चुभ सकती है पर बात खरी है । हम बुजुर्गों के मरने के बाद उनका श्राद्ध करते हैं । पंडितों को खीर-पुरी खिलाते हैं । रस्मों के चलते हम यह सब कर लेते है, पर याद रखिए कि गाय-कौए को खिलाया ऊपर पहुँचता है या नहीं, यह किसे पता ।

अमेरिका या जापान में भी अभी तक स्वर्ग के लिए कोई टिफिन सेवा शुरू नही हुई है । माता-पिता को जीते-जी ही सारे सुख देना वास्तविक श्राद्ध है ॥

#Shradhdh

 

ટૅગ્સ:

ईश्वर को चाहना और ईश्वर से चाहना.. दोनों में बहुत अंतर है…


एक नगर के राजा ने यह घोषणा करवा दी कि कल जब मेरे महल का मुख्य दरवाज़ा खोला जायेगा..तब जिस व्यक्ति ने जिस वस्तु को हाथ लगा दिया वह वस्तु उसकी हो जाएगी..

इस घोषणा को सुनकर सब लोग आपस में बातचीत करने लगे कि मैं अमुक वस्तु को हाथ लगाऊंगा…कुछ लोग कहने लगे मैं तो स्वर्ण को हाथ लगाऊंगा, कुछ लोग कहने लगे कि मैं कीमती जेवरात को हाथ लगाऊंगा, कुछ लोग घोड़ों के शौक़ीन थे और कहने लगे कि मैं तो घोड़ों को हाथ लगाऊंगा, कुछ लोग हाथीयों को हाथ लगाने की बात कर रहे थे, कुछ लोग कह रहे थे कि मैं दुधारू गौओं को हाथ लगाऊंगा..

कल्पना कीजिये कैसा अद्भुत दृश्य होगा वह !!

उसी वक्त महल का मुख्य दरवाजा खुला और सब लोग अपनी अपनी मनपसंद वस्तु को हाथ लगाने दौड़े..सबको इस बात की जल्दी थी कि पहले मैं अपनी मनपसंद वस्तु को हाथ लगा दूँ ताकि वह वस्तु हमेशा के लिए मेरी हो जाएँ और सबके मन में यह डर भी था कि कहीं मुझ से पहले कोई दूसरा मेरी मनपसंद वस्तु को हाथ ना लगा दे..

राजा अपने सिंघासन पर बैठा सबको देख रहा था और अपने आस-पास हो रही भाग दौड़ को देखकर मुस्कुरा रहा था..

उसी समय उस भीड़ में से एक छोटी सी लड़की आई और राजा की तरफ बढ़ने लगी..राजा उस लड़की को देखकर सोच में पढ़ गया और फिर विचार करने लगा कि यह लड़की बहुत छोटी है शायद यह मुझसे कुछ पूछने आ रही है..

वह लड़की धीरे धीरे चलती हुई राजा के पास पहुंची और उसने अपने नन्हे हाथों से राजा को हाथ लगा दिया..राजा को हाथ लगाते ही राजा उस लड़की का हो गया और राजा की प्रत्येक वस्तु भी उस लड़की की हो गयी..

जिस प्रकार उन लोगों को राजा ने मौका दिया था और उन लोगों ने गलती की..ठीक उसी प्रकार ईश्वर भी हमे हर रोज मौका देता है और हम हर रोज गलती करते है..

हम ईश्वर को पाने की बजाएँ ईश्वर की बनाई हुई संसारी वस्तुओं की कामना करते है और उन्हें प्राप्त करने के लिए यत्न करते है, पर हम कभी इस बात पर विचार नहीं करते कि यदि ईश्वर हमारे हो गए तो उनकी बनाई हुई प्रत्येक वस्तु भी हमारी हो जाएगी..

ईश्वर को चाहना और
ईश्वर से चाहना..
दोनों में बहुत अंतर है…

 

ટૅગ્સ:

प्रभु की लीला


एक बार श्री कृष्ण और अर्जुन भ्रमण पर निकले तो उन्होंने मार्ग में एक निर्धन ब्राहमण को भिक्षा मागते देखा अर्जुन को उस पर दया आ गयी और उन्होंने उस ब्राहमण को स्वर्ण मुद्राओ से भरी एक पोटली दे दी।

जिसे पाकर ब्राहमण ख़ुशी ख़ुशी घर लौट चला। पर राह में एक लुटेरे ने उससे वो पोटली छीन ली।ब्राहमण दुखी होकर फिर से भिक्षावृत्ति में लग गया।

अगले दिन फिर अर्जुन की दृष्टि जब उस ब्राहमण पर पड़ी तो उन्होंने उससे इसका कारण पूछा। ब्राहमण की व्यथा सुनकर उन्हें फिर से उस पर दया आ गयी और इस बार उन्होंने ब्राहमण को एक माणिक दिया। ब्राहमण उसे लेकर घर पंहुचा और चोरी होने के डर से उसे एक घड़े में छिपा दिया। दिन भर का थका मांदा होने के कारण उसे नींद आ गयी, इस बीच ब्राहमण की स्त्री उस घड़े को लेकर नदी में जल लेने चली गयी और जैसे ही उसने घड़े को नदी में डुबोया वह माणिक भी जल की धरा के साथ बह गया।

ब्राहमण को जब यह बात पता चली तो अपने भाग्य को कोसता हुआ वह फिर भिक्षावृत्ति में लग गया।अर्जुन और श्री कृष्ण ने जब फिर उसे इस दरिद्र अवस्था में उसे देखा तो जाकर सारा हाल मालूम किया। सारा हाल मालूम होने पर अर्जुन भी निराश हुए और मन की मन सोचने लगे इस अभागे ब्राहमण के जीवन में कभी सुख नहीं आ सकता।

अब यहाँ से प्रभु की लीला प्रारंभ हुई।

उन्होंने उस ब्राहमण को दो पैसे दान में दिए। तब अर्जुन ने उनसे पुछा “प्रभु मेरी दी मुद्राए और माणिक भी इस अभागे की दरिद्रता नहीं मिटा सके तो इन दो पैसो से इसका क्या होगा” ?

यह सुनकर प्रभु बस मुस्कुरा भर दिए और अर्जुन से उस ब्राहमण के पीछे जाने को कहा। रास्ते में ब्राहमण सोचता हुआ जा रहा था कि”दो पैसो से तो एक व्यक्ति के लिए भी भोजन नहीं आएगा प्रभु ने उसे इतना तुच्छ दान क्यों दिया”?

तभी उसे एक मछुवारा दिखा जिसके जाल में एक मछली तड़प रही थी। ब्राहमण को उस मछली पर दया आ गयी उसने सोचा”इन दो पैसो से पेट कि आग तो बुझेगी नहीं क्यों न इस मछली के प्राण ही बचा लिए जाये”यह सोचकर उसने दो पैसो में उस मछली का सौदा कर लिया और मछली को अपने कमंडल में डाल दिया। कमंडल के अन्दर जब मछली छटपटई तो उसके मुह से माणिक निकल पड़ा।

ब्राहमण ख़ुशी के मारे चिल्लाने “लगा मिल गया मिल गया ”..!!!

तभी भाग्यवश वह लुटेरा भी वहा से गुजर रहा था जिसने ब्राहमण की मुद्राये लूटी थी। उसने सोचा कि ब्राहमण उसे पहचान गया और अब जाकर राजदरबार में उसकी शिकायत करेगा इससे डरकर वह ब्राहमण से रोते हुए क्षमा मांगने लगा और उससे लूटी हुई सारी मुद्राये भी उसे वापस कर दी।

यह देख अर्जुन प्रभु के आगे नतमस्तक हुए बिना नहीं रह सके।

जब आप दूसरे का भला कर रहे होते हैं,
तब आप ईश्वर का कार्य कर रहे होते हैं।

 

ટૅગ્સ:

ગુજરાત


જય શ્રી કૃષ્ણ,

આજે તમે મને બોલવા માટે “ગુજરાતનો વિકાસ ગૃહિણી ની નજરે ” વિષય આપ્યો છે, એ માટે હું આપની આભારી છું કારણકે ગુજરાત મારી જન્મભૂમિ છે અને સાથે પ્રિય ભૂમિ પણ છે.

વિકાસ ની વાત કરતાં પેલા થોડી વાત ઇતિહાસ ની કરું.

ગુર્જરોનો દેશ એટલે ગુજરાત. ગુજરાતી ભાષા બોલતો પ્રદેશ એટલે ગુજરાત.

પારસી કવિ શ્રી અરદેશરના કાવ્યની એક પંક્તિ, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિ ગુજરાતી લોકોની ઓળખ સમાન બની ગઈ છે અને એ વાત એટલી સાચી પણ છે કે જ્યાં પણ તમે ગુજરાતી વ્યક્તિને જોશો ત્યાં તમને ગુજરાતની ખુશબૂનો અહેસાસ થશે.

ગુજરાત પર્વત, નદીઓ, દરિયાકિનોરો, વનપ્રદેશ ધરાવતો એક સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં વિવિધ તહેવારો, ઉત્સવો, મેળાવડાનું પણ આયોજન થતું હોય છે. ગુજરાતનાં ઢોકળા અને થેપલાં વિશ્વભરમાં જાણીતાં છે.

ઔદ્યોગિક દૃષ્ટિએ ગુજરાત ભારત દેશનું મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજ્ય છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર ઘણો ઊંચો છે. ગુજરાતમાં ઘણા વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. અને તેમાં ગુજરાતીઓ નું યોગદાન બહું મોટું છે. નામ તમને બધાંને ખબર જ છે.

આજ થી 30 ય 40 વર્ષો પેલાં ના ગુજરાત માં અને આજ ના ગુજરાત માં બહુ ફેર છે, ગુજરાત સાથે લોકો ની માનસીક્તાઓ નો પણ વિકાસ થયો છે. સ્ત્રીઓ educated અને confident થઇ છે, ઘર ની જવાબદારી સાથે વ્યવસાય અથવા નોકરી પણ સારી રીતે કરતી થઇ છે. independent થઇ છે આજ ની ગૃહિણી, આજે એની કોખ માં દિકરી હોય તો પણ એ ખુમારી થી એને જન્મ આપે છે અને ગૌરવ લે છે જે પહેલાં શક્ય નહોતું , કડવું છે પણ સાચું છે.

બીજાં રાજ્યો ની સરખામણીમાં ગુજરાતમાં સ્ત્રીઓ ની સેફ્ટી સારી છે. આજે સ્ત્રીઓ મોડી રાત સુધી એકલી બહાર હરિ ફરી શકે છે, job પાર થી મોડું થયું હોય તો પણ બેફિક્ર એકલા ઘરે જય શકે છે,સવારે જોગિંગ માટે જઈ શકે છે ( ફિટનેસ conscious થઇ છે આજની નારી।) મહિલાઓના વિકાસ અને જાગૃતિકરણ માટે ખુબ બધી સંસ્થા ગુજરાત સરકાર સાથે કામ કરે છે.

પહેલાં સ્ત્રીઓ ને ક્યાંય આવું-જાવું હોઈ તો રીક્ષા યા બસ માં મુસાફરી કરવી પડતી, હવે તો બધા પ્રકાર ના વાહન ચલાવતી થઇ ગઈ છે.

પહેલાં જ્ઞાન માટે નાં આટલા source નહોતા, આજે આંગળી ના ટેરવે દુનિયાભર ની માહિતી મળતી થઇ ગઈ છે અને એનો ઉપયોગ ગૃહિણીઓ પણ ખુબ કરે છે, રસોઈકળા ની માહિતી થી લઇ ને જીવનસાથી ની માહિતી એ આસાનીથી મેળવી શકે છે. ઘર બેઠાં બધી માહિતી મેળવી શકે છે, social networking માં ગ્રુપ બનાવીને સરસ activities કરતી થઇ છે. પહેલાં સ્ત્રીઓ ને ક્યાંય આવું-જાવું હોઈ તો રીક્ષા યા બસ માં મુસાફરી કરવી પડતી, હવે તો બધા પ્રકાર ના વાહન ચલાવતી થઇ ગઈ છે.

ગુજરાતનાં વિકાસ ની વાત માં અંતે એ પણ કહું છું કે એક મુખ્યમંત્રી પણ મહિલા રહી ચુક્યા છે અને IPS / IAS અધિકારી કક્ષાએ પણ મહિલાઓ હવે પોતાની ફરજ બજાવે છે. શૂન્ય પાલનપુરી ની એક રચના સાથે મારી વાત પૂરી કરું છું.

” શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું ,

મૃત્યુ ટાણે પણ મળે, જો ગોદ ‘મા’ ગુજરાતની.

-એક શિક્ષકમિત્ર માટે લખી આપેલ.

– ચેતન ઠકરાર

9558767835

02-05-2017

 

ટૅગ્સ: ,

​આનંદનો સૌથી મોટો દુશ્મન ઈર્ષા


એકવાર શેષનાગ બીમાર પડ્યા. ધીમે ધીમે બીમારી વધવા લાગી. ઘરગથ્થું સામાન્ય દવાઓની કોઈ અસર ના થઈ એટલે દેવોના વૈદ્ય અશ્વિનકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિનકુમારે દવા તૈયાર કરીને શેષનાગને આપી. અશ્વિનકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબૂમાં આવ્યો નહીં. અશ્વિનકુમાર એકથી એક ચડિયાતી દવા આપતા જાય તો પણ રોગ તો વધતો જ ચાલ્યો. બધા દેવોને લાગ્યું કે કદાચ શેષનાગનો પ્રાણ જતો રહેશે.

અશ્વિનકુમાર પણ મૂંઝાયા. એમણે ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ આપ કંઈક મદદ કરો. હું તો મારા તમામ પ્રમાણિક પ્રયાસો કરું છું પણ મારી દવા કોઈ જ કામ કરતી નથી. અમને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે ? આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી !”

એક સંત અશ્વિનકુમાર પાસે આવ્યા અને કહ્યું, “બોલો શું મદદ કરું આપને ?” અશ્વિનકુમારે પેલા સંતને પોતાની બધી વાત સંભળાવી. સંતે એટલું જ કહ્યું, “તમારી ઔષધિ તો બરોબર જ છે ને ? જે રોગ છે તેનો નાશ કરવા માટે આ જ પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે ને ?” અશ્વિનકુમારે કહ્યું, “હા રોગનાં લક્ષણો પ્રમાણે જ મેં ઉત્તમ પ્રકારની દવા બનાવી છે અને એ દવા પાવા છતાં નાગરાજને કોઈ જ અસર થતી નથી.”

પેલા સંતે હસતાં હસતાં કહ્યું, “એક કામ કરો દવા પાતી વખતે શેષનાગની આંખ પર પાટો બાંધો અને પછી દવા આપો.” બધા વિચારવા લાગ્યા કે આંખ પરના પાટાને અને દવાની અસરને શું લેવાદેવા ? પણ અશ્વિનકુમારે પેલા સંતની આજ્ઞા મુજબ કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે નાગરાજની તબિયત સુધરવા લાગી અને થોડા સમયમાં તો રોગ સાવ જતો રહ્યો.

દેવો અને અશ્વિનકુમારને આંખ પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે સંતને તે જણાવવા વિનંતી કરી ત્યારે સંતે કહ્યું, “ઔષધિ તો બરાબર જ હતી પણ જ્યારે એને પાવા માટે શેષનાગના મુખ પાસે લાવતા હતા ત્યારે શેષનાગની આંખમાં કાતિલ ઝેર હોવાથી અમૃત જેવી ઔષધિ પણ ઝેર બની જતી હતી. પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધિમાં ભળતા અટકાવ્યું એટલે ઔષધિની અસર થઈ.”

આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય ઔષધિઓ આપણી પાસે જ છે પરંતુ આપણી આંખમાં રહેલું ઈર્ષાનું કાતિલ ઝેર આપણી આ ઔષધિને પણ ઝેર બનાવી દે છે અને પેલા શેષનાગની જેમ દવા પીવા છતાં પણ આપણો અશાંતિનો રોગ મટતો જ નથી !

 

ટૅગ્સ: