RSS

Monthly Archives: મે 2020

કૃષ્ણ હોવું એટલે શું?


કૃષ્ણ હોવું એટલે શું?

કૃષ્ણ હોવું એટલે Committed હોવું. આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા.

એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું Commitment પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કૃષ્ણ આપણને Commitment શીખવે છે.

કાચા તાંદૂલ ખાઇને એમણે દોસ્તીનું Commitment પાળ્યું.

સંબંધોમાં મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે. એ પણ કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને બેઠાં હોવ. ભીષ્મ અને કર્ણ બેઉ પોતાનાં ઇગોને બાજુ પર ન મૂકી શક્યા. કૃષ્ણએ ઇગોને બાજુ પર મૂકી દીધો. ભીષ્મએ પોતાનો પ્રતીજ્ઞા પાલકનો ઇગો બાજુ પર મૂકીને જો રાજગાદી સંભાળી લીધી હોત તો કુરુવંશનું નિકંદન ન નીકળ્યું હોત.

કર્ણનું Commitment કૌરવો માટે ન્હોતું- એનાં દાનવીર હોવાનાં ઇગો માટે હતું. એણે જો કવચ-કુંડળ દાનમાં ન આપી દીધા હોત તો કૌરવો જીતી ગયા હોત. કૃષ્ણ જ એકમાત્ર એવા હતા જેમણે પાંડવો માટે પોતે જ લીધેલી પ્રતીજ્ઞા તોડી અને ચક્ર ઉંચકીને મારવા દોડી ગયા.

કૃષ્ણએ દ્રૌપદી સાથેનો સંબંધ પણ એટલા જ Commitment સાથે નિભાવ્યો. યુધ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું. એનાં હજાર ચીર પૂરીને એના પ્રત્યે Committed રહ્યા. હા, કર્ણને દ્રૌપદીની લાલચ આપી પણ એ જાણતા હતા કે કર્ણ ના જ પાડી દેશે. યુધ્ધ પહેલાં એને Emotionally Down કરી દેવાનો એ પેંતરો હતો.

યુધ્ધમાં પોતાની સેના મોકલીને એમણે દુર્યોધનને આપેલું Commitment પણ પાળ્યું. એ રણ છોડીને ભાગી ગયા કારણ કે જાણતા હતા કે જરાસંઘ ચડાઇ કરશે અને પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. એમણે પ્રજાની સાથે સ્થળાંતર કર્યું-એક નવી જ નગરી સ્થાપી અને એને સોનાની પણ બનાવી. આ એમનું રાજા તરીકેનું પ્રજા માટેનું Commitment હતું.

ગોકુળવાસીઓને કૃષ્ણ પર ભરોસો હતો કે એ એમની રક્ષા કરશે જ. જ્યારે ખૂબ વરસાદ પડ્યો ત્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પણ ઉંચકી લીધો. ક્યારેક-ક્યારેક સંબંધમાં ભરોસો જાળવવા ગોવર્ધન પણ ઉંચકી લેવો પડે.

કૃષ્ણ ધર્મ માટે પણ Committed હતા. રામે ક્યારેય ન કહ્યું પણ કૃષ્ણએ કહ્યું, કે “જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ!”

સંબંધોનાં ટકી જવા અને એનાં જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે Commitment. જેને પ્રેમ કરો એને Committed રહો. કૃષ્ણ સંબંધોમાં Commitment શીખવે છે. સંબંધોમાં Commitment નું નામ જ કૃષ્ણ છે.

દરેક કૃષ્ણભક્તે પોતાની જાતને એક વચન ચોક્કસ આપવુ જોઈએ કે સંબંધોમાં Committed રહેવાનું..!

 
2 ટિપ્પણીઓ

Posted by on મે 31, 2020 માં Mahabharat

 

સશક્તિકરણ


“સશક્તિકરણ” (સત્ય ઘટના)

ચાણસ્મા પાસેના એક નાનકડા ગામથી એક પટેલ પરિવાર અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં સ્થાયી થયેલો. કાનજીભાઈ એમનું નામ. કાનજીભાઈ અને એમનાં પત્ની બંને ટેલીફોન ખાતામાં નોકરી કરે. ધીમે ધીમે બંનેના પગારમાંથી થોડી બચત થઈ, થોડી રકમ વતનમાંથી લાવીને એક ડુપલેક્ષ મકાન ખરીદ્યું.

કાનજીભાઈ ઓછું ભણેલા એટલે એમને ફીલ્ડ વર્ક મળેલું, એમનાં પત્ની ગ્રેજ્યુએટ હોવાથી ઓફિસવર્ક મળેલું. કાનજીભાઈને ત્યાં પહેલા ખોળે લક્ષ્મી અવતરી. એનો ઉછેર એમણે દીકરાની જેમ જ કર્યો. ત્રણેક વર્ષ બાદ કાનજીભાઈ દીકરાના બાપ બન્યા. બંને બાળકો સારી રીતે અભ્યાસમાં આગળ વધતાં રહ્યાં. કાનજીભાઈ ઓછું ભણેલા, પણ પોતાનાં સંતાનોને સારી સ્થિતિએ પહોંચાડવા મથતા રહ્યા. દીકરીને એન્જિનીયરિંગ કરવું હતું, પણ એડમિશન મોડાસા મળ્યું! કાનજીભાઈએ દીકરીના ભણવાના ઉત્સાહને પ્રોત્સાહન આપી દીકરીને મોડાસા હોસ્ટેલમાં મૂકી. સમય સરતો રહ્યો. ખંતથી મહેનત કરી દીકરી અવ્વલ નંબરે પાસ થઈ ને એન્જિનિયર બની.

પછી તો સમાજમાંથી દીકરીના લગ્ન માટે મુરતિયાના વાલીઓ તરફથી મારાં આવવા લાગ્યાં. કાનજીભાઈના પરિચિત કેનેડામાં રહેતા હતા, તેઓ પરિવાર સાથે ભારત આવેલા. એક લગ્ન સમારંભમાં કાનજીભાઈને એમનો ભેટો થયો. બંને પરિવારો મળ્યા. કાનજીભાઈએ પોતાની દીકરીના સંબંધ માટે વાત મૂકી. કેનેડા રહેતા સ્વજને પોતાના દીકરા માટે કાનજીભાઈની દીકરીનું માગું સ્વીકાર્યું. કાનજીભાઈની પુત્રીએ સંમતિ આપી ને સગાઈ થઈ. પંદરેક દિવસમાં લગ્ન પણ લેવાયાં ને પાસપોર્ટ તેમજ વીઝાની વિધિ પૂરી થતાં જ તેમની દીકરીને કેનેડા તેડાવી લેશે, એવી કાનજીભાઈને હૈયાધારણ આપી કેનેડાનો પરિવાર વિમાનમાં બેસી રવાના થયો.

કાનજીભાઈ પોતાની દીકરીને કેનેડા સ્થાયી થયેલો મુરતિયો મળ્યો તેથી અતિ ઉત્સાહિત હતા. પોતાની દીકરીને પરદેશ મોકલવા એમણે પાસપોર્ટ અને વીઝા માટે દોડધામ શરૂ કરી. શરૂ શરૂમાં બે ચાર દિવસે કેનેડાથી ફોન આવતા. દીકરી વિમાનમાં ઊડી કેનેડા જવા આતુર બની. ચારેક માસમાં બધી વિધિ પૂરી કરી ને કાનજીભાઈએ એરપોર્ટ પર પ્રથમ વખત એકલી સાસરે જતી પોતાની દીકરીને વિદાય આપી.

દીકરી હેમખેમ સાસરે પહોંચી ગયાનો ફોન આવ્યો ત્યારે જ કાનજીભાઈને નિરાંત થઈ. પોતાની દીકરી કેનેડા સ્થાયી થઈ છે, એટલે કોઈક દિવસ વિમાનની પાંખે વિદેશ જવાશે ને દીકરીને મળાશે, એવાં દીવાસ્વપ્નોમાં કાનજીભાઈ રાચતા ને પોતાનામાં ખોવાઈ જતા.

કાનજીભાઈની દીકરી સાસરે પહોંચી. આજની રાત પોતાની સુહાગરાત બનવાનાં સોણલાં સેવીને મિનિટો ગણી ગણીને ચાર મહિના પસાર કરેલા, પણ પતિએ એને એક રૂમના ખૂણે લઈ જઈ જે કહ્યું, એનાથી એ કોડભરી કન્યાનાં સમણાં કુંવારાં જ નંદવાઈ ગયાં! પોતાના પતિને પહેલેથી જ એક ગોરી ચામડીની પત્ની છે, એવી જાણ થાય એ દીકરીના મનની સ્થિતિ વર્ણવી શકવાનું સામર્થ્ય કોઈ કલમમાં નથી હોતું!

દીકરીએ રડી રડીને પોતાનું મન મજબૂત કરી લીધું. પોતાનાં માતાપિતાને અઠવાડિયે એક વખત ફોન કરીને ‘પોતાને તો રાજપાટનું સુખ મળ્યું છે…’ વગેરે ઉત્સાહિત સ્વરે સોહામણું વર્ણન કરીને માબાપને ટાઢક આપતી!

એણે સાસરિયાં પાસે નોકરી કરવા દેવાની રજા માગી. સાસરિયાંને તો ભાવતું હતું ને વૈદે કહ્યું – જેવી સ્થિતિ હતી, એટલે રજા તો આપી જ, પણ જોબ શોધી આપવામાં પણ મદદ કરી. સારી જોબ હતી, ખંતથી-ચીવટથી અને હસમુખા ચહેરા વડે જોબ પર એણે સૌને પોતિકાં કરી લીધાં. ઉપલા અધિકારીઓની સહાનુભૂતિ પણ મળી ને છએક માસમાં અલગ ઘર ભાડે રાખીને સ્વમાનભેર જીવવા લાગી. અહીંની બીનાનો અણસાર સુધ્ધાં પોતાનાં માબાપને ન આવે તે રીતે ખુબ જ ઉત્સાહથી તે વાત કરતી. પોતાનાં માબાપ દીકરીને આટલા સુખમાં રાખવા બદલ પોતાના જમાઈનો આભાર વ્યક્ત કરવાનું કહેતાં તો દીકરી કહેતી : ‘ મમ્મી, અહીં આપણા દેશ જેવું નથી. સૌ વહેલી સવારથી જ પોતાનું કામ પરવારી જોબ પર જવા દોડધામ કરતાં હોય છે. એટલે તમારા આભારની લાગણી હું એમને વ્યક્ત કરીશ.’

કાનજીભાઈ તો નિયમિત આવતા પોતાની દીકરીના ફોનથી રાજીના રેડ થઈ જતા! દીકરી જે ઉત્સાહથી વાત કરતી તે સાંભળીને દીકરીના સુખી સંસારની કલ્પનામાં કાનજીભાઈ અને તેમનાં પત્ની રાચતાં રહેતાં.

દીકરીને કેનેડા ગયાંને બે વરસ વહી ગયાં એની કાનજીભાઈને ખબરેય ના પડી. એક સાંજે દીકરીનો અતિ ઉત્સાહિત સ્વરે ફોન આવ્યો : ‘ મમ્મી-પપ્પા, અમે લંડન સ્થાયી થયાં છીએ, અહીં સુંદર મકાન પણ ખરીદી લીધું છે. તમારી અને ભાઈની ત્રણ ટિકિટ પણ મોકલી છે. હું એરપોર્ટ પર તમને લેવા આવીશ.’

કાનજીભાઈ અને તેમનાં પત્નીનો હરખ સમાતો ન હતો! દીકરો કોલેજથી આવ્યો એટલે એને પણ એ હરખમાં સામેલ કર્યો! ટિકિટો આવી ગઈ હતી, પણ જે દિવસની ટિકિટો હતી એને હજી ૨૪૦ કલાકોની વાર હતી. લંડન જવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી. લગેજ ધાર્યા કરતાં ખુબ વધી ગયું હતું. થોડી કાપકૂપ કરી લગેજ ઓછું કર્યું, પણ ગુજરાતીઓ ખાખરા, અથાણાં, થેપલાં તો કેમ છોડે!

કાનજીભાઈ, તેમનાં પત્ની અને દીકરાને વિમાન પ્રવાસનો પ્રથમ અનુભવ હતો. આખરે એમના વિમાને લંડનના એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું. દીકરી પોતાનાં માતાપિતા અને ભાઈને લેવા એરપોર્ટ પર વહેલી આવી ગઈ હતી. કાનજીભાઈ અને એમનાં પત્નીએ વિચાર્યું કે, જમાઈને તો નવરાશ જ ન હોય એટલે બિચારા કેવી રીતે આવી શકે?
બધાં ઘેર પહોંચ્યાં. કાનજીભાઈ અને એમનાં પત્ની તો ઘર જોઈને ચકિત થઈ ગયાં! સુંદર બગીચો, હીંચકો, સ્વિમિંગ પુલ વગેરે જોઈને એમને દીકરીના સુખની કલ્પના કરવી પણ મુશ્કેલ બની! પણ આવડું મોટું ઘર ખાલીખમ હતું. વેવાઈ કે વેવાણ કોઈ જ દેખાતું ન હતું! કાનજીભાઈની કલ્પના આગળ દોડી : ‘કદાચ દીકરી અને જમાઈ બંને એકલાં જ લંડન સીફ્ટ થયાં હશે!’

સૌ ફ્રેશ થયાં. દીકરીએ ભારતથી આવી કેનેડાની ધરતી પર પગ મૂક્યો ત્યારથી લંડન સ્થાયી થયા સુધીની પોતાની કર્મગાથા પોતાનાં માબાપ સમક્ષ વર્ણવી. કાનજીભાઈ અને એમનાં પત્ની તથા દીકરાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા હતા, એમનાં ગળામાંથી અક્ષર બહાર આવવા અસમર્થ હતો!

એક તરફ દીકરીએ પોતાને હમેશાં અત્યંત સુખી હોવાના સમાચાર આપી, એના પર આવી પડેલી વિપત્તિઓને સહન કરી એનું અકથ્ય દુઃખ હતું, ને બીજી તરફ પોતાની દીકરી વિદેશની ધરતી પર વિષમ પરિસ્થિતિમાં સ્વબળે સક્ષમ બની તેનું ગૌરવ હતું!

પણ દીકરીએ પોતાની મુશ્કેલીમાંથી જાતે ઉકેલ શોધી, કોઈનેય દોષ દીધા વગર આપબળે પગભર થઈ તેના આનંદની લાગણી વ્યક્ત કરવાનો આ અવસર હતો. એક દુઃસ્વપ્ન આવીને જતા રહ્યા પછી સ્વર્ગની અનુભૂતિનો આનંદ અનુભવતાં માતાપિતાએ દીકરીને પોતાના સ્વતંત્ર માલિકીના મકાનમાં પોતાની સમક્ષ દુઃખની એક પણ લકીર ચહેરા પર લાવ્યા વિના અદ્ભુત આત્મવિશ્વાસ વડે હર્ષાન્વિત બનીને આગતાસ્વાગતામાં પરોવાએલી જોઈ નિશ્ચિંત બન્યાં.

કાનજીભાઈ અને તેમનાં પત્ની દીકરી પર ગર્વ અનુભવી રહ્યાં હતાં, એટલામાં એક સુંદર યુવાનનું આગમન થયું. આગંતુક યુવાનને દીકરીએ પોતાનાં માતાપિતા અને ભાઈનો પરિચય કરાવ્યો. યુવકે ભારતીય પરંપરા મુજબ કાનજીભાઈ અને તેમનાં પત્નીને ચરણસ્પર્શ કર્યા.

યુવકનો પરિચય પોતાનાં માતાપિતાને આપતાં કહ્યું : ‘રાજીવ પંજાબનો છે, અહીં મારી સાથે જોબ કરે છે, આપને પસંદ હોય અને આપની અનુમતિ હોય તો હું એની સાથે લગ્નગ્રંથિથી જોડાવા ઈચ્છું છું.’

કાનજીભાઈ અને તેમનાં પત્નીને તો એ યુવકે ચરણસ્પર્શ કર્યા ત્યારથી એ એમના મનમાં વસી ગયો હતો! કાનજીભાઈએ રાજીવના પિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. કાનજીભાઈને ટિકિટો મોકલી હતી, એ વખતે રાજીવે પણ પોતાનાં માતાપિતાને ટિકિટો મોકલીને તેડાવી લીધાં હતાં. સાંજે એક હોટલમાં સૌએ રાજીવનાં મમ્મી-પપ્પા સાથે ભોજન લીધું. કાનજીભાઈ અને એમનાં પત્નીએ રાજીવને જમાઈ તરીકે સ્વીકારી લીધો. વળતા દિવસે હિન્દુ વિધિથી દીકરીનાં લગ્ન કરી કાનજીભાઈ હરખઘેલા બન્યા.

કાનજીભાઈની દીકરીએ અડગ આત્મવિશ્વાસ વડે પોતાનું સશક્તિકરણ કર્યું એની આ પાત્રોનાં નામ બદલ્યા વગરની સત્ય ઘટના કેવી લાગી તે જણાવશો તો કાનજીભાઈ અને તેમનાં પત્નીને પોરસ તો ચડશે જ, પણ વિદેશઘેલી અનેક કોડભરી કન્યાઓનાં જીવનમાં નાનીમોટી સમસ્યાઓ ઉદભવે તો એનું સમાધાન શોધવાનું એમને પણ પ્રેરક બળ સાંપડશે.

લેખક: દશરથ પંચાલ

 

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર


એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર;
સંઘર્ષનો સાગર કરવો રહ્યો પાર,

નિષ્ફળતા મળે ચાહે લગાતાર;
આગળ વધો, હડસેલીને હાર,

નિશદીન અકળાવતાં નવ પ્રશ્નને;
ઉકેલવા રહો સદૈવ તમે તૈયાર,

ન ગમતું, ન ફાવતું કાર્ય હો તો પણ;
લાવો ના કદીપણ કંટાળો લગાર,

એક ધ્યેયથી આગળ વધ્યા કરો;
માની નિજ કર્મને પૂજાનો પ્રકાર.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on મે 31, 2020 માં Payal Unadkat

 

વધતી ઉંમર


આવ વધતી ઉંમર આવ
તને હું મેકઅપ કરું
હાસ્ય રાખું મોઢે હંમેશા
ચિંતા ને હું પેકઅપ કરું

આવે જો નેગેટિવ વિચારો
એને હિંમત થી shut-up કરું
ફક્ત મધ ઝરતા વિચારો ને
મિત્રો ને હું વોટ્સ એપ કરું

રાખું સંભાળ તબિયત ની
મિત્રો સાથે મીઠી ગપશપ કરું
સ્વાદ સાદગી નો હું રાખું
બંધ જીભ ની લપલપ કરું

રાખું મન આનંદ ની અટારીએ
શાંત ઝરોખે મદમસ્ત રહું
વાતો બાળકોની સાંભળું
નહિ ખોટી રક્ઝક કરું

સાંજ વિતાવું પ્રિય ની સંગાથે
વાતો અલપઝલપ કરું
ઢળતા સૂર્ય ને માણું દિલ થી
સોનેરી સફેદીને કલપ કરું !!!

-આસીમ !!!

 
Leave a comment

Posted by on મે 31, 2020 માં Asim Bakshi

 

શાનું ના એક મુઠ્ઠી સેવમમરા


એક સુંદર નાની ચકલી. બહુ બોલકી. આખો’દી અમારા ઘરમાં ઉડાઉડ કરે, ને ચીં ચીં કરી મારી ફુરસદ ને રમાડી જાય. એ ચકલી એટલે શાનવી .

આજે આ ચકલીએ મને જીવનનો એક બેમિસાલ પાઠ આજે સમજાવ્યો. આજે અમે સવારે ચાહ નાસ્તો કરતા હતા ને ચકલીબેન ઉડી ને આવ્યા. મેં અમસ્તું એને પૂછ્યું ચકલી આજે શું ચણશો ? મારી પ્લેટમાં સેવમમરા જોઈ બોલ્યા સેવમમરા…. સોનલે એક વાટકીમાં સેવમમરા એને પીરસ્યા…. અને ચકલીબૂન નું ચીં ચીં શરુ થયું ….. કહે અંકલ તમને ખબર છે મને સેવમમરા બહુ ભાવે, મેં આશ્ચર્ય થી કહ્યું એમ ? પણ કેમ બહુ ભાવે ? તો ભોળા ભાવે કહે આમાં સેવ છે એ મીઠી ( મોળી )હોય અને મમરા તીખા હોય, બંને તીખુંમીઠું સાથે ખાઓ તો બહુ મઝઝા આવે…. ત્યાં તો એના ઘરે થી બુમ પડી એટલે ઝડપથી ચકલીબા આખી મુઠ્ઠી મોં માં ઠાંસી ને બીજી મુઠી ભરી ઉડી ગયા…

ત્યારે મને વિચાર આવ્યો સેવ મમરા એટલે સુખ દુઃખ નહિ ? સુખ ઝીણું ને મીઠું- પણ દળદાર, અને દુઃખ મમરા જેવું મોટું ને ફુલેલું પણ હોય ફોરું…… જો સમજો તો ઘણી ગહન વાત મારી ચકલી સમજાવી ગઈ. આપની આજુબાજુની ચકલી શું કહે છે ? ? ?

“અલ્પજીવ”.

 

चावल का दाना


एक भिखारी एक दिन सुबह अपने घर के बाहर निकला। त्यौहार का दिन है। आज गाँव में बहुत भिक्षा मिलने की संभावना है। वो अपनी झोली में थोड़े से चावल दाने डाल कर, बाहर आया। चावल के दाने उसने डाल लिये हैं अपनी झोली में, क्योंकि झोली अगर भरी दिखाई पड़े तो देने वाले को आसानी होती है, उसे लगता है कि किसी और ने भी दिया है। सूरज निकलने के क़रीब है। रास्ता सोया है। अभी लोग जाग ही रहे हैं।

मार्ग पर आते ही सामने से राजा का रथ आता हुआ नजर आता है।सोचता है आज राजा से अच्छी भीख मिल जायेगी, राजा का रथ उसके पास आकर रूक जाता है। उसने सोचा, “धन्य हैं मेरा भाग्य ! आज तक कभी राजा से भिक्षा नहीं माँग पाया, क्योंकि द्वारपाल बाहर से ही लौटा देते हैं। आज राजा स्वयं ही मेरे सामने आकर रूक गया है।

भिखारी ये सोच ही रहा होता है अचानक राजा उसके सामने एक याचक की भाँति खड़ा होकर उससे भिक्षा देने की मांग करने लगता है। राजा कहता है कि आज देश पर बहुत बड़ा संकट आया हुआ है, ज्योतिषियों ने कहा है इस संकट से उबरने के लिए यदि मैं अपना सब कुछ त्याग कर एक याचक की भाँति भिक्षा ग्रहण करके लाऊँगा तभी इसका उपाय संभव है। तुम आज मुझे पहले आदमी मिले हो इसलिए मैं तुमसे भिक्षा मांग रहा हूँ। यदि तुमने मना कर दिया तो देश का संकट टल नहीं पायेगा इसलिए तुम मुझे भिक्षा में कुछ भी दे दो।

भिखारी तो सारा जीवन माँगता ही आया था कभी देने के लिए उसका हाथ उठा ही नहीं था। सोच में पड़ गया की ये आज कैसा समय आ गया है, एक भिखारी से भिक्षा माँगी जा रही है, और मना भी नहीं कर सकता। बड़ी मुशकिल से एक चावल का दाना निकाल कर उसने राजा को दिया। राजा वही एक चावल का दाना ले खुश होकर आगे भिक्षा लेने चला गया। सबने उस राजा को बढ़-बढ़कर भिक्षा दी। परन्तु भिखारी को चावल के दाने के जाने का भी गम सताने लगा।

जैसे-तैसे शाम को वह घर आया। भिखारी की पत्नी ने भिखारी की झोली पलटी तो उसमें उसे भीख के अन्दर एक सोने का चावल का दाना भी नजर आया। भिखारी की पत्नी ने उसे जब उस सोने के दाने के बारे में बताया तो वो भिखारी छाती पीटके रोने लगा। जब उसकी पत्नी ने रोने का कारण पूछा तो उसने सारी बात उसे बताई। उसकी पत्नी ने कहा, “तुम्हें पता नहीं, कि जो दान हम देते हैं, वही हमारे लिए स्वर्ण है। जो हम इकट्ठा कर लेते हैं, वो सदा के लिए मिट्टी का हो जाता है।”

उस दिन से उस भिखारी ने भिक्षा माँगनी छोड़ दी, और मेहनत करके अपना तथा परिवार का भरण-पोषण करने लगा। जिसने सदा दुसरों के आगे हाथ फैलाकर भीख माँगी थी अब खुले हाथ से दान-पुण्य करने लगा। धीरे-धीरे उसके दिन भी बदलने लगे। जो लोग सदा उससे दूरी बनाया करते थे अब उसके समीप आने लगे। वो एक भिखारी की जगह दानी के नाम से जाना जाने लगा।

इस कथा का सार यही है- जिस इन्सान की प्रवृति देने की होती है उसे कभी किसी चीज की कमी नहीं होती और जो हमेशा लेने की नियत रखता है उसका कभी पूरा नहीं पड़ता।

 

हो गए


बीड़ी सिगरेट के धुएं भी जाफ़रानी हो गए,
लोग दौलत की बदौलत ख़ानदानी हो गए। 

मैने सहरा की जमीनों को समंदर कर दिया,
मुझसे मिलकर मेरे दुश्मन पानी पानी हो गए। 

वो भी दीवारों के अंदर कैद हो कर रह गया,
हम भी बचपन की कोई भूली कहानी हो गए। 

ज़िन्दगी को अपने अपने तौर पर सब ने जिया,
मिट गए कुछ के निशाँ, और कुछ निशानी हो गए। 

 
 

મોકલ


ભરપૂર મોસમ મોકલ
છલોછલ મોસમ મોકલ
સંતાડી ને લઇ જા ગરમીને
ઋતુઓ ની રાણી મોકલ

ઝરમર ઝરમર પોરાં મોકલ
ભીના પવન ના ઝોંકા મોકલ
જીવ રૂંધાય છે આ લહાય માં
માટી ની મીઠી મહેક મોકલ

લીલીછમ લીલોતરી મોકલ
સાવન ની કંકોત્રી મોકલ
કોરા કટ આકાશ ને ઢાંક
વાદળો ની ભરમાર મોકલ

ત્રાંસો મીઠો વરસાદ મોકલ
સહુથી પાવન પરસાદ મોકલ
ઉતારું આરતી મેહુલા ની
ગડગડાતી નો સાદ મોકલ

-આસીમ

 
Leave a comment

Posted by on મે 30, 2020 માં Asim Bakshi

 

હું યે એકવાર વહુ જ હતી ને !


હું યે એકવાર વહુ જ હતી ને !

માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો. મારો દોસ્ત. અમે સાથે ભણીએ, એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં જ્યારે પણ ઘરે આવું, ત્યારે માધુકાકા, માલુકાકી અને જયંતને અચૂક મળું. જો એક ટંક એમના ઘરે જમ્યા વિના પાછો જાઉં, તો માલુકાકી બહુ નારાજ થઈ જાય.

આ વખતે બહુ લાંબા ગાળે મારે ઘેર આવવાનું થયું. દોઢેક વરસ થઈ ગયું હતું. મા સાથે વાત કરતો બેઠો હતો. સહેજે મેં પૂછ્યું : ‘માલુકાકી, જયંત વગેરે બધાં મજામાં છે ને ?’

‘અરે, તારી માલુકાકી તો હવે ઓનરશિપના ફલેટમાં રહે છે. બે રૂમ કિચનનો સરસ મજાનો ફલેટ છે.’

‘શું કહે છે !’ અને એમનું જૂનું ઘર મારી આંખ સામે આવી ગયું. ઘર શું, એક નાનકડો વાડો જ હતો. એ વાડામાં અમે બહુ રમતા, ઝાડ પર ચઢતા. એક સરસ મજાનો આંબો હતો અને એક ફણસનું ઝાડ. આંબા ઉપર કેરી આવે કે માલુકાકી પહેલી અમારા ઘરે મોકલે. ફણસ પણ મને બહુ ભાવે. પણ એમનું ઘર બહુ જૂનું. હવા-ઊજાશ ઝાઝાં નહીં. પાંચ-સાત ઓરડા ખરા, પણ કેટલાંક તો બહુ અંધારિયા. કુટુંબ બહોળું. માલુકાકી કાયમ રસોડામાં જ હોય. અમારું મકાન એમના વાડાને અડીને જ. પછી અમે સોસાયટીમાં રહેવા ગયા, પણ તોય અમારો સંબંધ એવો જ રહ્યો. મારાં લગ્ન વખતે સો માણસનું રસોડું માલુકાકીએ જ સંભાળેલું. આ બધું મારી આંખ સામે આવી ગયું.

‘ચાલો, સારું થયું ! જો કે બહુ મોટા ઘરમાં અને વાડામાં મોકળાશથી રહેલાં એટલે બે-રૂમ રસોડું નાનું પડતું હશે, પણ હવે બહોળું કુટુંબ ક્યાં છે ? માત્ર ચાર માણસ જ રહ્યાં ને ! પોતે બે જણ અને જયંત ને એની પત્ની.’

મા કાંઈક ગમગીન ચહેરો કરીને બોલી : ‘ચાર ક્યાં, માત્ર બે જ જણ. જયંત તો હવે જુદો રહે છે.’

મને એકદમ આંચકો લાગ્યો : ‘શું કહે છે ! જયંત જુદો રહે છે ? પણ એમ કેમ ?’

‘હવે એ તો કોણ કોને પૂછે ? તારાં માલુકાકી તો જાણે છે ને, કદી કોઈનું બૂરું ન બોલે, પણ આપણે સમજી લેવાનું કે સાસુ-વહુને નહીં બનતું હોય.’ હું વિચારમાં પડી ગયો. એકનો એક દીકરો જુદો રહેવા ગયો ? માબાપ તો હવે ઉંમરવાળાં થયાં. એમને આમ એકલાં પાડી દીધાં ? હું ફોન કરીને માલુકાકીને મળવા ગયો. ફોનમાં એમણે પ્રેમથી કહ્યું કે ‘જમજે અમારી સાથે જ.’

હું જરીક ભારે હૈયે ગયેલો. માલુકાકીએ બારણું ખોલ્યું. મને જોઈને ખુશ-ખુશ થઈ ગયાં. પાસે લઈને મારા મોઢે-માથે પ્રેમાળ હાથ ફેરવ્યો. મારા ખબર પૂછ્યા. ‘કેટલા દિવસે તને જોયો !’ એમની આંખમાંથી પ્રેમ નીતરતો હતો. કાકીને આટલાં ખુશખુશાલ જોઈને મને ગમ્યું. હું થોડો હળવો થયો. મેં જોયું કે ઘર પણ સરસ સજાવેલું હતું અને ચોખ્ખુંચણાક હતું. એક ખૂણામાં સિતાર પડી હતી. મેં પૂછ્યું : ‘આ સિતાર કોણ વગાડે છે ?’

‘કેમ વળી ? હું વગાડું છું. પહેલાં ઘરકામમાંથી વખત ક્યાં મળતો હતો ? હવે મને વખત જ વખત છે. બે જણનું કામ કેટલું ? હવે તો અમે બંને સંગીતનો એક પણ કાર્યક્રમ છોડતાં નથી.’

મને થોડી નવાઈ લાગી. મને તો એમ કે બે ઘરડાં માણસ એકલાં એકલાં કેમેય જીવતાં હશે ! ઘર પણ અસ્તવ્યસ્ત હશે. જિંદગીનાં રોદણાં રડતાં હશે. તેને બદલે અહીં તો મેં જીવનનો નવો ધબકાર અનુભવ્યો. માધુકાકા પણ આનંદમાં હતા. કોઈક કાવ્ય-સંગ્રહ વાંચતા હતા. તેમાંથી બે સરસ કાવ્યો અમને વાંચી સંભળાવ્યાં. ભોજનના ટેબલ ઉપર પણ વાનગીની નવીનતા હતી. માધુકાકા કહે, ‘તારી કાકી રાંધણકળાના વર્ગોમાં જઈને નવું નવું શીખી લાવે છે.’

કાકી બોલ્યાં : ‘નવું-નવું શીખવું તો પડે ને ! પહેલાં આવી મોકળાશ જ ક્યાં હતી ?’

છેવટે આટલા વખતથી સંકોચસર ન પૂછેલો પ્રશ્ન મેં પૂછી જ નાખ્યો : ‘જયંત કેમ છે ?’

મને હતું કે કાકીનો મૂડ બગડી જશે અને કાંઈક કડવું સાંભળવા મળશે, પણ કાકી તો એવા ને એવા ઉત્સાહમાં જ બોલવા લાગ્યાં : ‘એકદમ મજામાં. અહીં નજીક જ રહે છે. પાંચ મિનિટના રસ્તે જ એનું ઘર છે. તું એને પણ મળીશ ને !’

‘પણ કાકી, એ જુદો કેમ રહે છે ?’

‘જો ભાઈ, એ જુદાં નથી થયાં, મેં જ એમને જુદાં રાખ્યાં છે એમ કહું તો ચાલે. મને મારો અનુભવ છે. હું પરણીને આવી ત્યારથી ઘરમાં એવી ડૂબી ગઈ કે મારી જાતને ભૂલી ગઈ. જુવાનીમાં દરેકને પોતપોતાની રીતે મ્હોરવાનો અવકાશ મળવો જોઈએ ને ! દરેકની પોતપોતાની ઈચ્છા હોય, વિચારો હોય, અરમાન હોય, જીવવાની જુદી જુદી રીત હોય. મને યાદ છે, ભોજન કુકરમાં કરવાની મને ઈચ્છા, પણ સાસુએ તેમ કરવા જ ન દીધું. અરે, ગેસ સુદ્ધાં લેવા ન દીધો. રસોઈ તો સગડી ઉપર જ થાય. આવું, મારે મારી વહુ સાથે નહોતું થવા દેવું.’

‘પણ એમ તો સાથે રહીનેય થઈ-શકે ને ?’

‘હા, થઈ શકે, પણ તેમ છતાં નવી-નવી વહુને પોતાનું ઘર સ્વતંત્રપણે ચલાવવાની પૂરી મોકળાશ મળે તો ઘણું સારું. એટલે છ મહિના સાથે રાખીને મેં જ કહ્યું કે હવે તમે જુદાં રહો. એ લોકો તો માનતાં નહોતાં, પણ મેં જ આગ્રહ કરીને જુદાં રાખ્યાં. મારી વહુ તો બહુ ડાહી છે. એવી શરત કરીને ગઈ છે કે સગર્ભા થઈશ કે તુરત તમારી સાથે રહેવા આવીશ. મને તમારી માતૃવત છત્રછાયા જોઈએ. આજેય રોજ ફોન કરીને અમારી ખબર પૂછવાની જ. દર શનિ-રવિ બંને આવીને અમારી સાથે જ ગાળે છે. આ ઘરની સજાવટ બધી એની જ છે. નાની-મોટી ખરીદી એ જ કરી લાવે.’

મને માલુકાકી માટે ખૂબ માન થયું. મેં એમને ધન્યવાદ આપતાં કહ્યું : ‘તમે બધું તમારા નહીં, વહુના દષ્ટિકોણથી જ અને વહુના સુખ માટે જ વિચાર્યું !’

‘હા, હું યે એકવાર વહુ જ હતી ને !’

-હરિશ્ચંદ્ર

(શ્રી શુભદા સાનેની મરાઠી વાર્તાને આધારે)

 

જવાબદારીનો બોજ


જવાબદારીનો બોજ

વહેલી સવારે પાંચ વાગ્યે જાગી ફ્રેશ થઈ નંદા પૂજા ઘરમાં પ્રવેશી ખરી પણ આજે ભગવાન સામે ન તો દિપક પ્રગટાવ્યો કે ન તો ધૂપસળી કરી, બસ એ મંદિરની સામે બેસી બાલ ગોપાલને પારણીયે ઝુલાવતી અને પોતાના બાલ ગોપાલ સામે આંખેથી આંસુ સારતી,પોતાનું હૈયું હળવું કરવાં બાલ ગોપાલને ફરિયાદ કરતી.

“નંદા બોલી ક્યાં જન્મમાં મેં પાપ કર્યા હશે કે આ જનમ મારે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો. સુખ દુઃખ તો જીવનમાં આવે અને જાય પણ એનો મને અફસોસ પણ નથી. પણ મારી વહુ સાગરિકા કઈ ગોઝારી ઘડીમાં મારા દીકરા સાગરને માવડીયો કહ્યો હશે જેના કારણે બે વર્ષ સાથે વિતાવેલું લગ્નજીવન પર સાગરે પૂર્ણ વિરામ મૂકી દેવાનું વિચાર્યું. સાગરિકા અને સાગર પોતાના લગ્નજીવન પર પૂર્ણ વિરામ મૂકી ભવિષ્યમાં આગળ વધી જશે પણ હાલમાં સાગરિકા પાસે રહેલી મારી છ માસની પૌત્રી ભવ્યા આજે અદાલતનો ચુકાદો આવશે તો સાગરિકા પાસે રહેશે તો પિતા વિનાની થશે, અને સાગર પાસે રહશે તો મા વિહોણી રહેશે.”

એજ વિચારોમાં ખોવાયેલી નંદા એક કલાક ભગવાન સામે બેસી રડતી રહી. પછી કંઇક બબડતી બબડતી ઊભી થઈ. અને રસોડામાં જઈ નાસ્તાની તૈયારી કરી, બધા એ સાથે મળી નાસ્તો કર્યો અને ગાડી લઈ શહેર જવા રવાના થયાં, એક કલાકમાં અદાલતે પહોંચી ગયાં, સાગર અને સાગરિકાએ એકબીજા સામે ઉંચી આંખ પણ ન કરી , અને જજ સાહેબે ભવ્યાની કસ્ટડી સાગરને સોંપી, બન્ને એ પેપર સાઇન કર્યા અને છૂટાછેડા મંજુર થઈ ગયા.

સાગરિકાએ રડતી ભવ્યાને સાસુ નંદાના હાથમાં આપી, ન તો કંઈ બોલી કે દીકરીને વ્હાલ કર્યું. ભવ્યા સાગરિકાને બોજ લાગતી એટલે આવું વર્તન કર્યું હશે એવું સમજી નંદા પણ કશું બોલી નહીં અને ભવ્યાને રડતી જોઈ નંદાના હૈયે ફરી માતૃત્વની સરવાણી ફૂટી નીકળીઅને ભવ્યાને છાતી એ ચાંપી લીધી અને સાગર સાથે ઘરે જવા નીકળી ગઈ, રસ્તામાં નંદા મનમાં વિચારોનું ઘમાસાણ ચાલી રહ્યું હતું, હું મા વિનાની દીકરીને કેવી રીતે ઉછેરીને મોટી કરીશ, હવે મારી પણ ઉંમર થોડી છે કે હું બાળ ઉછેર કરી શકું આવા અનેક સવાલો સાથે નંદા એના પરિવાર સાથે એક મા વિનાની ખોળે રમતી દીકરીની મા બનવાની જવાબદારી સાથે પહોંચી.

ગાડીમાંથી ઉતરતાની સાથે નંદાને સાગરનાં વર્તનમાં ઘણો ફેર લાગ્યો એમને એક ખવત પણ ભવ્યા સામું જોયું પણ નહીં અને ઘરે પહોંચી “સાગરે એમની મમ્મીને કહ્યું મમ્મી તારાથી આ છોકરી સચવાય તો સાચવજે નહિતર તું કહેતો આ સાગરિકાની છોકરીને હું અનાથ આશ્રમમાં મૂકી આવું.”

“આજે બોલ્યો એ ભલે બોલ્યો સાગર તું આવો નિષ્ઠુર ક્યારે થઈ ગયો ? આ એકલી સાગરિકાની દીકરી નથી આ ભવ્યા તારો પણ અંશ છે એટલું યાદ રાખજે, ભવ્યાને હું મોટી કરીશ હું એમને સાચવીશ, મારી ત્રણ દીકરીઓ પરણી ભલે સાસરે ચાલી ગઈ , તો હું ભવ્યાને મારી પેટનીજણી ચોથી દીકરી માની હું એનું પાલનપોષણ કરીશ તું આજથી ભવ્યાની જવાબદારી માંથી છૂટો, હું જ એની દાદી, હું એની નાની , અને હું એની મા. આ ત્રણ મા આ ભવ્યનો ઉછેર કરશે આવું ગુસ્સામાં નંદા બોલી.”

“હા તો ભલે મમ્મી તને શોખ છે જવાબદારી ઉપાડવાનો તો ઉપાડ હું પણ જોવ છું ક્યાં સુધી તું આ બોજને તારા ખભા પર ઉપાડી શકીશ. હજું પણ સમય છે સમજી જા તું જીવી એટલું તો હવે જીવવાની નથી. આ જવાબદારીનો બોજ તું ઉપાડી શકીશ..?” સાગરે એની મમ્મીને કહ્યું

“હા મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તો હું ભવ્યાને ક્યાંય નહીં મોકલું અને તું કહે છે જીવી એટલું જીવવાની ?
તો હું મારા બાલ ગોપાલ પાસે રોજ પ્રાર્થના કરીશ કે મારું શરીર હમેશ સ્વસ્થ રાખે જ્યાં સુધી મારી ભવ્યા સાસરે ન જાય ત્યાં સુધી હું નિરોગી રહું, સાગર તું પિતા હોવાની જવાબદારીથી નિવૃત છે , તું ભવ્યાને દીકરી ભલે ન માને પણ આજથી એના દાદા દાદી જ એનાં માતા પિતા.રડતી આંખે નંદા બોલી.”

“તો સારું મમ્મી તારી જેવી ઈચ્છા પણ મારા તરફથી તું અને પપ્પા કોઈ આશા રાખતાં નહીં. અને હું કોઈપણ જાતનું તમારા પર ધ્યાન આપવાનો નથી, મારી ઈચ્છા હશે તો હું અહીં તમારી સાથે રહીશ નહિતર શહેર મારી નોકરી છે ત્યાં જઈ હું વસવાટ કરી લઈશ, અને આમ પણ હું રોજના અપડાઉનથી કંટાળી ગયો છું એવું સાગરે એની મમ્મીને કહ્યું.”

“સારું દીકરા તને ફાવે ત્યાં સુધી રહેજે, અમારી ચિંતા તું જરાપણ નહીં કરતો હું અને તારા પપ્પા બધું સંભાળી લેશું, હજું તારા પપ્પાના જીવે છે અને આજીવિકા માટે તારા પપ્પાની કરિયાણાંની દુકાન છે એનાથી કામ નહીં થાય તો હું એમને મદદ કરીશ. અને ભવ્યા પણ કાયમ થોડી છે એવડી જ રહેવાની હમણાં મોટી થઈ જશે, મેં અને તારા પપ્પાએ ચાર સંતાનો મોટા કર્યા છે ગુસ્સામાં નંદા બોલી.”

અને એક અઠવાડિયા પછી સાગર માલસામાન લઈ શહેર જતો રહ્યો, છ મહિના પછી સાગરે એની સાથે કામ કરતી જયના સાથે કોર્ટ મેરેજ કરી લીધા, અને આ બાજુ ગામડે રહેતી નંદા ભવ્યાના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ. ધીમેધીમે સમય પણ વહેવા લાગ્યો ભવ્યા પાંચ વર્ષની થઈ ગઈ સ્કૂલમાં ભણવાં બેસાડી દીધી ત્યાર પછી પછી નંદા પણ પતિ કુમારની સાથે પોતાની દુકાને બેસતી અને કામમાં મદદ કરતી થઈ ગઈ.

અને આ પાંચ વર્ષ દરમ્યાન સાગરે પાછું વળી કદી જોયું નહીં કે પોતાના માતા પિતાની કે દીકરી ભવ્યાની ખબર ન લીધી એનો પસ્તાવો હવે સાગરનાં મનમાં ખૂબ રહેતો. એટલે પાંચ વર્ષે “સાગરે મમ્મીને ફોન કર્યો અને કહ્યું મમ્મી આવતી કાલે હું ત્યાં આવું છું તને એક જરૂરી વાત જણાવી છે આટલું કહી ફોન કટ કરી નાખ્યો.”

અને બીજે દિવસે અગિયાર વાગ્યે સાગર એનાં ઘરે આવી પહોંચ્યો આવતાની સાથે મમ્મી પપ્પાના ચરણસ્પર્શ કર્યા અને નંદાના ગળે વળગી એક બાળક રડે એ રીતે રડવા લાગ્યો.

“પણ સાગર થયું છે શું કેમ આટલો બધો રડે છે દીકરા કંઈ વાત કરતો મને ખબર પડે નંદાએ પૂછ્યું.”

“મમ્મી તું અને પપ્પા મને માફ કરો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મેં તમને બન્નેને પૂછ્યા વગર જયના નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા, એ લગ્ન પણ એક વર્ષમાં તૂટી ગયાં અને જયના પણ મને છોડી ચાલી ગઈ. મમ્મી જયનાનાં ગયાં પછી હું ત્રણ વર્ષ એકલો રહ્યો છું, હવે હું થાકી ગયો પત્નીનું સુખ મારા નસીબમાં જ નથી, અને મેં છ માસની બાળકીની રડતી છોડી કદાચ એની સજા મને મળી ગઈ. માટે તમારી સાથે મારે રહેવું છે અને મારી દીકરીને પિતાનો પ્રેમ આપી ઉછેરી મોટી કરવી છે ,એ માટે હું આજથી ફરી અપડાઉન કરીશ પણ રહીશ તો તમારી સાથે જ. ક્યાં છે મારી દીકરી ભવ્યા..?” સાગરે મમ્મી નંદાને પૂછ્યું.

“છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય દીકરા, તે તારી ભૂલ સ્વીકારી લીધી મારા અને તારા પપ્પા માટે ઘણું છે, સાગર જીવન છે એવું બધું તો ચાલ્યાં કરે ક્યારેક સુખ તો કદી દુઃખ, કદી તડકો તો કદી છાંયો આવ્યાં જ કરે પણ તું સમયસર સમજી ગયો ફરી તું અહીં તારી દીકરી માટે આવી ગયો બસ… તો તારાથી ડાહ્યો દીકરો અને સમજુ પિતા કોણ હોય..! ભવ્યા સાડા બાર વાગ્યે હમણાં સ્કૂલેથી આવતી જ હશે.” નંદાએ સાગરને કહ્યું.

થોડીવારમાં ભવ્યા આવી સીધી નંદાના ગળે વળગી “બોલી દાનીમા હું આવી ગઈ” “અરે…!મારી દીકરી તું આવી ગઈ, બેટા જો હિંડોળે તારા દાદા સાથે કોણ બેઠું છે જો નંદાએ ભવ્યાને કહ્યું.”

“દાનીમા એ તો મારા પપ્પા છે કેમ ઓળખી ગઈને ભવ્યા બોલી,અને દોડતી ભવ્યા એના પપ્પા પાસે ગઈ,” સાગરે ભવ્યાને પોતાના ખોળામાં બેસાડી ઘણું વ્હાલ કર્યું અને બોલ્યો મમ્મી મારી ભવ્યા આટલી મોટી થઈ ગઈ સ્કૂલે પણ જવા લાગી ? અને મમ્મી તને દાનીમા કેમ કહે છે…?”

“અરે…! સાગર એ જ્યારે બોલતાં શીખી ત્યારે જ પહેલો શબ્દ એ દાનીમા બોલી છે, બસ ત્યારથી એ મને દાનીમા જ કહે છે નંદાએ સાગરને જવાબ આપતાં કહ્યું.”

“મમ્મી તને યાદ છે તે જ કહ્યું હતું હું એની દાદી,નાની અને એની મા બની ઉછેરીશ તો ભવ્યાનુ દાનીમા કહેવું એકદમ યોગ્ય છે કદાચ તારા બાલ ગોપાલે દાનીમા શીખવાડ્યું હશે સાગરે નંદાને કહ્યું.”

ધીમેધીમે સમય પણ પાણીની માફક પસાર થવા લાગ્યો એ સમય દરમ્યાન સાગરને નંદા એ બહુ સમજાવી પટાવી એની જ્ઞાતિની વિધવા શારદા નામની યુવતી સાથે લગ્ન કરાવ્યાં અને અને શારદા પણ એનાં પ્રમાણે ખૂબ જ શાંત અને સરળ સ્વભાવની હતી, આવતાની સાથે એમને ભવ્યાને મા નો પ્રેમ આપી સાસુ નંદાના ખભા પરથી થોડો જવાબદારીનો બોજ ઓછો કર્યો અને સાગરનાં જીવન ફરી ખુશીઓથી આબાદ થઈ ગયું.બે વર્ષમાં શારદાએ એક દીકરાને જન્મ આપી સાગરનો પરિવાર પૂરો કર્યો.

અને ભવ્યા એ પણ કોલેજ સુધીની ભણતર ભણી લીધી અને ભવ્યા માટે સારા ઘરનાં ઠેકાણા પણ આવવાં લાગ્યાં, જોત જોતામાં અંતે ભવ્યા એ આશિષ નામના છોકરા માટે હા ભણી અને સગપણની ચુંદડી ભવ્યાને ઓઢાડવામાં આવી, આ રીતે ભવ્યાનું વેવિશાળ થઈ જતાં ભવ્યાની દાનીમા એ હાશ કારો અનુભવ્યો આજે દાદી દીકરી હિંડોળે એકી સાથે બેસી વાતો એ વળગી.

“દાનીમા આજે હું તમને કંઈ કહેવા માગું છું તમે હા કહો તો કહું ભવ્યાએ નંદાને કહ્યું.”

“હા જે કહેવું હોય તે બોલ એમાં વળી દાનીમાને પૂછવાનું હોય? નંદા બોલી.”

“દાનીમા સાચું કહેજો આજે તમે બહુ ખુશ છો ને.? આજે વિશ વર્ષે તમારા ઘરડાં થઈ ગયેલા ખભા પરથી આ ભવ્યાનો જવાબદારીનો બોજ ઉતરી ગયો ને ? દાનીમા તમે ન હોત તો મારું શું થાત તમે મને ઉછેરી મોટી કરી, મમ્મી પપ્પાએ તો મારાથી મોં ફેરવી લીધું હતું ડૂસકાં ભરતી રડતી ભવ્યા બોલી.”

“ભવ્યા પહેલાં તું રડતી ચૂપ થઈ જા , આ તારી દાનીમા હજુ જીવે છે મરી નથી સમજી…કે તું આટલું રડે છે, તું મારી જવાબદારી છે એ વાત તારી સાચી પણ બોજ કહ્યું એ મને જરા પણ ન ગમ્યું.ગાંડી દીકરી કોઈપણ માવતર માટે બોજ કદી હોતી નથી, દિકરીતો ઘરની લક્ષ્મી કહેવાય,દીકરી બે ઘરનોનો દીપક કહેવાય આજે બોલીએ બોલી તું મારા માટે કદી બોજ હતી નહીં આટલું બોલી નંદાએ ભવ્યાનું માથું પોતાના ખોળામાં લઈ નાની બાળકીને પંપાળતી હોય એમ ભવ્યાને ફરી લાડ લડાવા લાગી…..

-સચિન સોની..
(સડોદર)

 

સાંજની આરપાર


સાંજની આરપાર લાગે છે,
પાક્ઝાદી દીદાર લાગે છે.

સાદ છે કોઈ વિરહીનીનો
વેદનાનો પૂકાર લાગે છે.

આ શરાબી નયન માશા અલ્લાહ!
શરબતી આ ખુમાર લાગે છે

પીઠ પાછળ કરે છે ઘા દુશ્મન,
મિત્ર નો ઉપહાર લાગે છે..

કોણ છે પ્રણેતા આ નેતાના?
શિષ્ટાચાર ભ્રષ્ટાચાર લાગે છે.

દિલ ની વાત કોણ માને છે?
જંગ હાર્યા તો પ્યાર લાગે છે.

આંસુના થોકબંધ વિક્રેતા,
યાતનાનો વેપાર લાગે છે.

પાનખરમાં વસંત ખીલે?
જગ્યા ત્યાં થી સવાર લાગે છે.

-દિલીપ ઘાસવાલા

 
Leave a comment

Posted by on મે 29, 2020 માં Dilip Ghaswala

 

છૂટશે શબ્દ તલવાર થૈ મ્યાનથી


છૂટશે શબ્દ તલવાર થૈ મ્યાનથી,
તોડશે કોઇનું દિલ એ આસાનથી,

જીતશો જંગ અભ્યાસ ને જ્ઞાનથી,
સ્થિરતા આવશે બુદ્ધ સમ ધ્યાનથી,

શુદ્ધતા રાખશું ભક્તિ ભાવે કરી,
કામ કરશે મહાદેવ ફરમાનથી,

સ્થિતપ્રજ્ઞ બની જીવતા આવડે,
ના અસર થાય વિપરીત હવામાનથી,

એષણાઓ ઘણી ઊભરે ફાલતું,
થઇ સમજદાર છોડું એને ભાનથી,

ભાળશો શ્યામને મૂરતીમાં જરા,
ના થશે દ્વેષ જીવંત ઇન્સાનથી,

આપમેળે કરમફળ કદમ ચૂમશે,
ના મળે ચાપલૂસી ભર્યા ગાનથી.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on મે 29, 2020 માં Payal Unadkat

 

નાની પ્રાર્થના મોટી અસર.


નાની પ્રાર્થના મોટી અસર.

અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર. સ્ટેટ બેંકની મુખ્ય શાખા.. રાજ્યની લગભગ બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના અબજો રૂપિયાની લેવડદેવડ થાય છે. આવી આ વિશાળ બેંકમાં છ કેશ કાઉન્ટર છે.

૪૬ વર્ષીય રામચંદ્ર રાવલ નામના બેંકના કર્મચારી આમાંથી એક કાઉન્ટર સંભાળે છે. સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી ૪ ગ્રાહકોની લાઈન લાગે પણ રામચન્દ્રના કાઉન્ટર પર ૧૦ થી ૧ર જણાં લાઈનમાં ઉભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે ૬ કાઉન્ટર માં થી ૫ કાઉન્ટર પર કોઈ કહેતાં કોઈ ન હોય અને રામચન્દ્રના કાઉન્ટર પર પાંચ છ જણાં લાઈન લગાવીને વાટ જોતાં હોય.

બેંકના મેનેજર નું ધ્યાન જતાં તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું તો પણ ગ્રાહકો તો રામચન્દ્ર પાસેથી જ પૈસા મેળવવાનો આગ્રહ રાખતાં.

આનું રહસ્ય સમજવા મેનેજર સાહેબે પાંચ સાત ખાતેદારોની જુદાજુદા સમયે પૂછપરછ કરી. જાણીને સાહેબ તો અચંબિત થઈ ગયાં. આવો આપણે પણ આ ખાતેદારોની વાત વિગતવાર જાણીએ.

પહેલાં ખાતેદારે કહ્યું રામચન્દ્ર પાસેથી લીધેલા પૈસામાં બરકત સારી આવે છે.

બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપનીનાં એકાઉન્ટન્ટ કહે કે મને કુદરતી રીતે જ રામચન્દ્ર પાસેથી પૈસા લેવાનું ગમે છે.

ત્રીજા ખાતેદાર સરકારી કામોનાં કોન્ટ્રાકટર હતાં. હું રામચન્દ્ર પાસેથી પૈસા લઉ તો અઘરાં કામો પણ સરળતાથી અને સમયસર પૂર્ણ થાય છે.

મિ. ગોહિલ ચોથા ખાતેદાર છે બિઝનેસમેન છે.તેઓ કહે છે કે મારે ઘણાં શહેરોમાં ટ્રાવેલ કરવું પડે છે. એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરીમાં બબ્બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે.

પાંચમા ખાતેદારે તો રામચન્દ્રને પોતાનાં જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું દારુ અને જુગાર પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ રામચન્દ્ર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું, આમ મારું જીવન પરિવર્તન થયું. એ રાતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કહી રહ્યા હોય કે આ વિચાર માટે રામચન્દ્રની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું તેમની પાસેથી જ લઉં છું.

ગીરા નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેનાં પતિનું ખાતું આ બેંકમાં છે. એક વાર પોતાની સાથે કામ કરતાં યુવાનના પ્રેમમાં અંધ બનીને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે રામચન્દ્ર પાસે ચેક ક્લિયરીંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા, તરત જ મને મારી ભૂલનો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા બેંકમાં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા રામચન્દ્ર પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું.

બે દિવસ પછી મેનેજર સાહેબે રામચન્દ્ર અને તેમની પત્નીને પોતાને ત્યાં રાત્રી ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેઓએ ખુબ જ ઉત્સાહથી પોતાનાં આ સામાન્ય ક્લાર્કનાં અદભુત કહી શકાય એવાં પરિણામો પોતાની પત્ની અને બાળકોને જણાવ્યાં. પોતાનાં બાળકો સાથે રામચન્દ્રનાં આર્શિવાદ માંગ્યા. ત્યારે આ સરળ એવાં રામચંદ્રએ કહ્યું

*સાહેબ હું કોઈ સાધુ નથી, સંત નથી પણ સંસ્કારી માતા પિતાનું સંતાન છું. નાનપણથી જ મારી મા મને કહેતી કે આપણા સંપર્કમાં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું જોઈએ.*

મારી માતાની સોનેરી સલાહને મેં જીવનમાં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું સાચા દિલથી ધીમાં અવાજે

“MAY GOD BLESS YOU”

“ભગવાન તમારું ભલું કરે”

આ પ્રાર્થના ત્રણ વાર કરું છું.

1 ગ્રાહક ટોકન આપે ત્યારે,
2 હું પૈસા ગણું ત્યારે
3 એમનાં હાથમાં પૈસા આપું ત્યારે.

આને તમારે મંત્રજાપ માનવો હોય તો મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે.

Msg.by Ret.Branch Manager. S.B.I. Laljibhai. Patel

 

તને બસ હું ગમતો રહું


તને બસ હું ગમતો રહું,
તારા હૈયે હું રમતો રહું.

વાંચું તારો ચહરો સદા,
અને તને હું લખતો રહું.

તું સૂર્ય ને હું ધરા જાણે,
આજુંબાજું હું ફરતો રહું.

જાણું છું તું છે મારી બસ,
ખોઈ દેતા હું ડરતો રહું.

ખુદને સોપું તને ‘#અખ્તર’,
આલિંગનમાં સરતો રહું

-ડો. અખ્તર ખત્રી

 
Leave a comment

Posted by on મે 28, 2020 માં Dr. Akhtar Khatri

 

હોય ના


વેદના સંભારવાની હોય ના,
ભાવથી સત્કારવાની હોય ના,

ઠોકરે જે કાળના ખંડીત થઇ,
રાંગ એ ઉદ્ધારવાની હોય ના,

શબ્દ જેના તીર જેવા ખૂંચતા,
વાત એ વધારવાની હોય ના,

છંદને લય પ્રાસમાં જેના મળે,
એ ગઝલ સુધારવાની હોય ના,

જંગ છે આ જિંદગી આખી સનમ!
એક હારે હારવાની હોય ના,

જે કહાની જીવને અકળાવતી,
ભૂલજો સંભારવાની હોય ના,

સાવ નાની વાતમાં વાંકું પડે,
મિત્રતા વિસ્તારવાની હોય ના.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on મે 28, 2020 માં Payal Unadkat