RSS

Monthly Archives: નવેમ્બર 2013

આ દીકરીઓનું સપ્તાહ છે


એક પુરુષે કહેલા ઉત્તમ વાક્યો :
૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી..
૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી….તે મારી બહેન હતી.
૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…મારા શિક્ષીકા.
૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો, અને પ્રેમની જરુર હતી..ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.
૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…તે મારી પુત્રી હતી.
૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…તે મારી માતૃભૂમિ હશે.
જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો અને જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.
તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે.
“આ દીકરીઓનું સપ્તાહ છે” જો તમારે દીકરી હોય જે આસ પાસ હોવા માત્રથી તમારું જીવન જીવવા લાયક બનાવી દેતી હોય અને તેને તમે તમારા શ્વાસથી પણ વધુ ચાહતા હો …તમારી દીકરી માટે તમને અપાર ગૌરવ હોય, તો આ થોડા વાક્યોની નકલ કરી પ્રેમાળ પુત્રીના મા-બાપ હોવાનું ગૌરવ ધરાવતા હોય તેમને તુરંત મોક્લી આપો..”

Advertisements
 

દિવાળી આવી ને જતી રહી ….


દિવાળી આવી ને જતી રહી
ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે
કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!
તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’
આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?
ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું – એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો
એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?
આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?
બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં
માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….
દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,
તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –
એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

 

ટૅગ્સ:

દિવાળી અને નવા વર્ષ ની શુભ કામના


પેહલા ઘર માં કલર કરાવી ને ‘પોપડા’ પૂજન કરાયું,

ઘર ના બધા ડબ્બા સાફ કરી ‘પીપડા’ પૂજન કરાયું,

પછી ગાદલા ધાબે સુકાઈ ને ‘ગોદડા’ પૂજન કરાયું,

નવા કપડા ખરીદી ‘લૂગડા’ પૂજન કરાયું,

પછી ફેશિયલ કરાવી ‘થોબડા’ પૂજન કરાયું,

દિવાળી માં ઓફીસ જઈ ને ‘ચોપડા’ પૂજન કરાયું,

અને બેસતા વર્ષે જે મળે એના પગે લાગી ને ‘રોકડા’ પૂજન કરાયું..

જીવન ના બધા દુ:ખ દુર કરી વિકાસ ના નવા રસ્તા મળે તે માટે
માર્ગ ‘મોકળા’ પૂજન કરીશું..
;
દિવાળી અને નવા વર્ષ હસતા હસાવતા અભિનંદન પાઠવે છે,
આપડો સાથ આમ જ રહે અને તમે કાયમ હસતા રહો તેવી  બે હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના…

 
1 ટીકા

Posted by on નવેમ્બર 3, 2013 in અંગત, સરસ

 

ટૅગ્સ: