RSS

Category Archives: કુલદીપ કારિયા

શાયરી અને કવિતા નો મેળો – 1


ઘણા દિવસ થી એક સાથે નાની નાની શાયરી અને કવિતાઓ (મને ગમતી) એક જ પોસ્ટ માં પોસ્ટ કરવા નું વિચારતો હતો. આજે એ પૂરું કરવા જઈ રહ્યો છું. જેમાં ડો. અખ્તર ખત્રી, રાજુ કોટક, ગીતા દોશી, કુલદીપ કારીયા, અજ્ઞાત , વગેરે ની છે. લગભગ બધા ની મંજુરી લઇ ને જ મૂકી છે. છતાં પણ કોઈ રચનાકાર ને વાંધો હોઈ તો જણાવવા વિનંતી. તેને તરત આ પોસ્ટ પર થી દુર કરી દેવા માં આવશે.
કાયમ બધા વાયદા નિભાવ્યા છે તમે,
બધા ક્ષણોને યાદગાર બનાવ્યા છે તમે,
તેટલે તો ચાહું છું ખુદના જીવથી વધુ,
ફક્ત તમને જ મનમાં વસાવ્યા છે અમે.

*******

ઘડીઓ ઓછી પડે તે પહેલા આવી જજો,
ધડકનો ઓછી પડે તે પહેલા આવી જજો,
ટેરવે ગણુ છું આપણા જુદાઈના દિવસો રોજ,
આંગળીઓ ઓછી પડે તે પહેલા આવી જજો.

*******

કિનારે પહોંચવાની આશા તૂટેલા વહાણ સાથે કરું છું,
દુખના પહાડ ચઢવાની આશા સીધા ચઢાણ સાથે કરું છું,
તમે છો સાથે તો કોઈ ડગમગાવી નહીં શકે મને કદી પણ,
ઈશ્વરથીય લડી લઈશ આ ઘોષણા ઈશ્વરને જાણ સાથે કરું છું.

*******

સપનુ જોઈશ અને તૂટશે તો વાંધો નથી,
તને પામીને શ્વાસ ખૂટશે તો વાંધો નથી,
ભરોસો છે મારા પ્રેમ પર મને તોય કહું છું,
મારો થઈ તૂ મને લૂટશે તો વાંધો નથી.
*******
કાશ !

ઉદાસ હું બેઠો હોઉં,

તે ઍક્દમ પાછળથી આવી,

મારી આંખો પર હાથ મૂકે અને કહે,

”ઓળખી જાવ તો હું તમારી,
ન ઓળખી શકો તો તમે મારા ”

*******

મારી મનાવવાની કળા ઍટલી પસંદ છે તેમને,
વગર કારણે જ ઘણી વાર રિસાઈ જાય છે તે.

*******

તમને ભૂલી જાઉં તે શક્ય નથી,
અજમાવશો ન કદી,

માણસ આંધળો પણ થઈ જાય તો
આંસુ વહેવાના બંધ નથી થતા.

*******

અશ્રુ ની વર્ષા થઇ ને સ્વપ્ન ધોવાઇ ગયા,
અમે તમને શોધતા રહ્યા અને તે ખોવાઈ ગયા,
જીવન ભર પ્રેમ કરતા રહ્યા મીરાં કૃષ્ણને અને,
કૃષ્ણ રાધા માં ખોવાઈ ગયા….

*******

તમે પણ આઈનાની જેમ જ બેવફા નીકળ્યા,
જે પણ સામે આવ્યુ બસ તેના જ થઈ ગયા.

*******

છોડી તો દીધો તમે પણ
તે ન વિચાર્યુ,

હવે જૂઠૂ બોલશો તો
જૂઠી કસમો કોની ખાશો ???

*******

સગાઓના તીર દરેક વખતે
નિશાન પર લાગ્યા,

બહારનાઓને તો ખબર જ ક્યાં હતી
ક્યાં વધુ દૂખશે !

*******

બોલો તો અધરોથી ફુલ ખરે,
પલકોમાં સેંકડો શ્વપ્નો સરે,
અસંખ્ય મળશે દીવાના તમને,
મારા જેવુ ઍકેય નહીં મળે.

*******

મને હવે તને યાદ કરવુ ગમતુ નથી,
ઝખ્મોને ખોતરવાનુ હવે નથી ગમતુ,
આશાઓ ખોટી ઠરી તારા આગમનની,
જિંદગીને છેતરવાનુ હવે નથી ગમતુ.

*******

આંખોમાંથી અશ્રુઓ ખંખેરીને
આવ્યા તેઓ મળવા મને ,

ઓઢણી તેની મારી વફાદાર હતી
તો કહી દીધુ મને.

*******

લાગી કોની મને નજર છે ?
કે તારી બદદુઆની અસર છે ?
કોઇ જોતૂ નથી તારા છોડ્યા પછી,
ખાલીખમ આ દીલનુ નગર છે.

*******

હ્રદય રોજ થોડુ થોડુ તૂટી રહ્યુ છે,
કશૂક તો કંટકની જેમ ખુંચી રહ્યુ છે.
સતાવે છે કોઈ શ્વપનોમાં આવીને,
મનની શાંતિ રોજ કોઈ લૂટી રહ્યુ છે.

*******

દીવાઍ દોસ્તી
કરી લીધી
આગથી
પ્રકાશની ચાહમાં……….

જેમ મેં
પ્રેમ કર્યો
તમારાથી
જિંદગીની ચાહમાં………….

*******

દુનિયા તો મૂર્ખ બની જાય છે
મારા હસવાથી,

માત્ર થોડાક લોકો છે
જે આંખોમાં ભીનાશ પારખી લે છે

*******

હું
તારું જુઠ્ઠું બોલેલું
એટલે સાચું માની લઉં છું
જેથી,
તું આ જ સહજતાથી
મારી સાથે ફરી ખોટું બોલી શકે…..

*******

માથા સુધી ખેંચી ચાદર તો, પગ ખુલ્લા રહી ગયા,
ખેંચાખેંચ લાગણીની પણ, લાગે છે આમ જ થતી હશે….
-Saket Dave…

*******

ન કહેવાય, ન સહેવાય…..

તારે
લાંબો સમય કોઈની સાથે
સ્મિતભરી વાતો કરતાં પહેલા
મારી થોડી થોડી, નાની નાની
મિડલ-ક્લાસ ઈર્ષ્યા વિષે
જરા વિચારી લેવું જોઈએ…..
-Saket Dave…

*******

જે થાકી ગઈ છે ,તું એને વધુ થકાવ નહીં,
નવા તમાશા જૂની આંખને બતાવ નહીં.
-ગુણવંત ઠક્કર

*******

સમજણનો સોયદોરો જો આરપાર થાશે,
ફાટેલ જિઁદગીની તો સારવાર થાશે.
-ડૉ. હરીશ ઠક્કર

*******

જો ફૂલની ઉપર સુઇએ તો
એ પહેલી રાત કહેવાય છે
અને જો
ફૂલો આપણી ઉપર સુવે તો
એ આખરી રાત કહેવાય છે ..

*******

રોજ સરી જાય છે સમય, આમ જ કચડીને !
બસ જીવ્યે જવાય છે ‘ગ્રીવા’, મારી મચડીને !!
– ગ્રીવા.

*******
આવે મઝા આ જીવન જીવવાની એટલે ….
Meeting……મૌત ની સાથે fix કરી છે….
*******
અટકી જવુ સારુ લાગે છે સમયને પણ,
તમે જ્યારે પણ સાથે હોવ છો તો.
ભટકી જવુ સારુ લાગે છે હ્ર્દયને પણ,
તમે જ્યારે પણ સાથે હોવ છો તો.

*******

પ્રમાણિકતા તેમને જ પરવડે છે
જે દિલથી અમીર અને ઉદાર હોય,

કેમકે પ્રમાણિકતાની કીમત ચૂકાવવી
દરેકના વશની વાત નથી.

*******

“તેમને ઍવો વહેમ કે
હું જીવ નહીં આપી શકું તેમના માટે,

અને

મને ઍવી બીક કે
તે રડશે ચૌધાર આંસુ સાથે મને અજમાવીને”

*******

હ્રદયે લખાયેલ નામ ક્યાં ભૂંસાય છે,
જુદાઈ આપીને કુદરત પણ હરખાય છે,
અલગ રહીને પણ એક સાથે રહે પ્રેમીઓ,
અને ત્યારે જ તો સાચો પ્રેમ પરખાય છે.

*******

ગરીબો ધનની ભીખ માંગે છે,
અમીરો દુઆની ભીખ માંગે છે,
પ્રેમીઓની વાત અલગ હોય છે,
તે તો બસ પ્રેમની ભીખ માંગે છે.

*******

આબરુના કાંકરા
કરી નાંખ્યા
વિધાતાની,
રહું છું તેની સાથે
જે કિસ્મતમાં નથી,

ભલે કલ્પનામાં
પણ તે સાથે તો છે,
મારી કલ્પના પર
તો વિધાતાનો
કોઈ અસર
નથી થવાનો.

*******

होते हैं सौदे… जाने किस किस तरह के …
हवा तक बिक जाती है यहाँ …गुब्बारों में भर कर… !!

*******
कभी वक्त मिला तो तेरी झूल्फें सुलझा दूँगा…
अभी तो में उलझा हूँ वक्त को सुलझाने में…

*योगेश ठाकर

*******

ભીંજાવુ એ મને હવે કોઠે પડી ગયું છે,
વરસાદમાં કે પછી તારી મીઠી યાદમાં…

*******

ચાલો માફ કર્યા તમને
મને ભૂલાવી દેવા માટે !

કે યાદ તો કરશો
કોઈ મળ્યુ હતુ મારા જેવુ કદી.

*******

તે પૂછે છે
કોણ છું હું તેમનો !

હવે મને પણ લાગે છે
કોણ છું હું તેમનો ?

*******

અદ્દલ વાદળ જેવી છે આ જિંદગી,
વરસી જાવ અને પૂરી આ જિંદગી.

કદી હર્ષના આંસુ તો કદી દુખના,
વરસી જાવ અને પૂરી આ જિંદગી.

*******

દરિયાથી છુપાવી મોતી લાવ્યો છું,
છીપલામાં છુપાવી પ્રેમ લાવ્યો છું,
આ લાગણીઓ પ્રેમતણી સ્વીકારો,
જોઈલો દરિયા જેટલો પ્રેમ લાવ્યો છું.

*******

શબ્દો તીર જેવા તેના સહી ગયા,
નહીં કહેવા જેવુ ઘણુ તે કહી ગયા,
ઝખ્મો તો રુઝાઇ ગયા ધીરે ધીરે,
તો પણ ડાઘ ઘણા હજુ રહી ગયા.

*******

ઓ નદી !

મળે કદી જો સમુદ્રને
કહેજે કે
ખારાશની દીવાની હું
એકલી નથી
બીજુ કોઈ પણ છે જેણે
વસાવી છે એટલીજ
ખારાશ આંખોમાં
પોતાના સુખ વેચીને !

*******

પ્રેમ સિવાય કઈ કરવાનું બાકી નથી,
હું તને પ્રેમ કરું છું એટલું કાફી નથી?……………રાજુ

*******

#ChetanThakrar

#+919558767835