RSS

Category Archives: Alpa Sata

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી


બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

જેમાં દુશ્મની ની જગ્યાએ ફક્ત કિટ્ટી હતી,
ફકત બે આંગળી જોડવાથી દોસ્તી થઈ જતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

માત્ર હાર-જીત ની રમતો ની હોડ હતી,
નહીં કે પદ- પૈસા પાછળ ની દોડ હતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

રામ – સીતા ની ચોકડી માં જગ્યા બુક થઈ જતી,
આજ ખુરશીઓ મળે પણ જગ્યા કાયમ નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

ટાયર ને લાકડી મારતા ગાડી ક્યાંય પહોંચી જતી,
આજે ગાડીઓ દોડે છે પણ મંઝિલ નથી મળતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

વાહનો ની ટ્યૂબ પહેરી પાણી માં તરવાની મજા હતી,
યુ-ટ્યૂબ માં ડૂબી ને આજે યુવાની પુરી થઈ જતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

મિત્રો ને શોધવામાં સંતાકૂકડી ની રમત પુરી થઈ જતી,
આજે સાચા સબંધો શોધવામાં ઉમર પુરી થતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

ઠેકડા મારી કુંડાળા દાવ રમવાની મજા હતી,
વહેમો નાં કુંડાળા માંથી આજ બહાર જવાતું નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

લોલીપોપ કોઈ આપે તો ચહેરા પર ખુશી આવી જતી,
આજે મોંઘી વસ્તુઓ મળે પણ માંગ પુરી થતી નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

જવાબદારી નાં પોટલાં બાજુ પર મૂકી એકવાર,
ફરી બાળપણ જીવવાની ઈચ્છા જતી નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

– અલ્પા સાતા 

 
2 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 29, 2019 માં Alpa Sata

 

ટૅગ્સ: